કોડિયાં/આરતીનું ગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આરતીનું ગીત|}} <poem> (શ્રીધરાણીના નાટક મોરનાં ઈંડાંનું પાત્ર...")
 
(No difference)

Latest revision as of 12:13, 14 September 2021

આરતીનું ગીત


(શ્રીધરાણીના નાટક મોરનાં ઈંડાંનું પાત્ર આરતી )

          એક કોળી અવ્યો,
                   મારા દાદાની ડેલીએ,
ઈંડાંના ટોપલા લાવ્યો જી રે,
કોળી આવ્યો!
ઘોડી કુદાવતો વીર મારો આવ્યો,
હળવેકથી એક હાથ લંબાવ્યો:
          એને નીલમડો રંગ મન ભાવ્યો જી રે,
                            કોળી આવ્યો!
મોટી મે’લાતથી કાકાજી ઊતર્યા
ધારીધારી અનેક ઇંડાં મને ધર્યા;
          એનો પચરંગમાં મન ધાયોજી રે,
                            કોળી આવ્યો!
મુને ઘેલીને તે હોય શાં પારખાં?
સઘળાં ઈંડાં એક સરખાં મને હતાં!
          ધોળામાં દિલ લોભાયો જી રે,
                            કોળી આવ્યો!
ભાઈને પોપટ, ટીટોડી કાકાને સાંપડી
ભોળીને મા’દેવની આરતી નકી ફળી;
          રંગરાજ શો રઘવાયો જી રે,
                            કોળી આવ્યો!
મોરલો મળ્યો તોય રહી હું અભાગણી,
આવી પૂગી એક અદકેરી માગણી;
          હાકલની કેડીએ ધાયો જી રે,
                            કોળી આવ્યો!
સાત સમદર ને હિમાળા જજે ચડી!
ઊડજે, મોર! મારી રખ્ખાની રાખડી!
          મોરપીંછ એક ના ફગાયો જી રે!
                            કોળી આવ્યો!
          એક કોળી આવ્યો,
                   મારા દાદાની ડેલીએ;
          ઈંડાંના ટોપલા લાવ્યો જી રે,
                            કોળી આવ્યો!