કોડિયાં/અમૃતના ઉંબરમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અમૃતના ઉંબરમાં|}} <poem> એક અમૃતની કૂપી ભરી, ઉપર આછેરી વિષ કેરી...")
 
(No difference)

Latest revision as of 12:52, 14 September 2021

અમૃતના ઉંબરમાં


એક અમૃતની કૂપી ભરી,
ઉપર આછેરી વિષ કેરી ચાદર ચડી,
આખા જીવનની ધન્યતા તરી,
જરી ઝાંખેરી દોષ કેરી છાયા પડી:

અદકેરાં દાન અમે દીધાં-લીધાં,
મોંઘેરાં પાન અમે પાયાં-પીધાં;
એને ગોપનના કાજળથી દવલાં કીધાં:
શેષ પારખાની પુણ્ય ક્ષણે હંમિત ખડી,
જરી ઝાંખેરી દોષ કેરી છાયા પડી.

હવે કેમ કરી અમીસર સ્નાન કરવાં?
અમૃતના ઉંબરમાં મોત વરવાં!
2-10-’32