પરકીયા/લિ ચિંગ પાઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|લિ ચિંગ પાઓ| સુરેશ જોષી}} <poem> પવન થંભી ગયો છે, ખરેલી પાંખડીની...")
 
No edit summary
 
Line 24: Line 24:
કદાચ નાવડી એનો ભાર નહિ સહી શકે તો?
કદાચ નાવડી એનો ભાર નહિ સહી શકે તો?
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[પરકીયા/પા ચુ ઇ|પા ચુ ઇ]]
|next = [[પરકીયા/પો ચુ|પો ચુ]]
}}

Latest revision as of 07:39, 17 September 2021


લિ ચિંગ પાઓ

સુરેશ જોષી

પવન થંભી ગયો છે,
ખરેલી પાંખડીની ખુશબોથી ધરતી મઘમઘે છે;

દિવસને છેડે મને આળસ ચઢે છે,
હું વાળની લટ ગૂંથતી નથી;
બધું એમનું એમ છે, પણ એ નથી
ને બધું મારે મન નહિવત્ છે.

હું બોલવા મથું છું,
પણ આંસુ વહી જાય તો!
મેં સાંભળ્યું છે કે પેલાં સાથે સાથે
વહેતાં ઝરણાં આગળ વસન્તનો
બહાર હજી એવો ને એવો છે;
ને મને ય નાની શી નાવડીમાં
બેસીને વિહરવાનું મન થઈ આવે છે;

પણ તીડ જેવી એ નાની નાવડી
ને મારી આ ભારે ભારે વેદના
કદાચ નાવડી એનો ભાર નહિ સહી શકે તો?