પરકીયા/હરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હરણ | સુરેશ જોષી}} <poem> સ્વપ્નમાં જ કદાચ – ફાગણની જ્યોત્સ્ના...")
 
No edit summary
 
Line 22: Line 22:
હરણો ક્રીડા કરે હવા અને હીરાના પ્રકાશે.
હરણો ક્રીડા કરે હવા અને હીરાના પ્રકાશે.
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[પરકીયા/નારંગી|નારંગી]]
|next = [[પરકીયા/સાંજ ઢળે|સાંજ ઢળે]]
}}

Latest revision as of 08:00, 17 September 2021


હરણ

સુરેશ જોષી

સ્વપ્નમાં જ કદાચ – ફાગણની જ્યોત્સ્નાની અંદર
મેં જોયાં પલાશના વનમાં ક્રીડા કરતાં

હરણો; રૂપેરી ચન્દ્રનો હાથ શિશિરે પર્ણોમાં;
પવન પાંખ ખંખેરે, – મોતી ખરી જાય

પલ્લવોની વચ્ચે વચ્ચે – વને વને – હરણની આંખે;
હરણો ક્રીડા કરે હવા અને મોતીના પ્રકાશમાં.

હીરાનો પ્રદીપ પ્રગટાવી શેફાલિકા બસુ જાણે હસે
હિજલની ડાળની પાછળ અગણિત વનના આકાશે–

વિલુપ્ત ધૂસર કોઈક પૃથ્વીની શેફાલિકા, અહા,
ફાગણની જ્યોત્સ્નાએ હરણો જ માત્ર ઓળખે એને.

પવન પાંખ ખંખેરે, હીરા ઝરે હરણોની આંખે –
હરણો ક્રીડા કરે હવા અને હીરાના પ્રકાશે.