પરકીયા/મુક્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મુક્તિ| સુરેશ જોષી}} <poem> હિંસ્ર પશુની જેમ અન્ધકાર આવ્યો – ત્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
નિર્જન દ્વીપની જેમ સુદૂર, નિ:સંગ. | નિર્જન દ્વીપની જેમ સુદૂર, નિ:સંગ. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પરકીયા/‘સ્વપ્નો નુ, માયા નુ, મતિભ્રમો નુ’|‘સ્વપ્નો નુ, માયા નુ, મતિભ્રમો નુ’]] | |||
}} |
Revision as of 08:14, 17 September 2021
મુક્તિ
સુરેશ જોષી
હિંસ્ર પશુની જેમ અન્ધકાર આવ્યો –
ત્યારે પશ્ચિમનું ઝળકતું આકાશ રાતી કરેણના જેવું લાલ:
એ અન્ધકારે માટીમાં આણી કેતકીની ગન્ધ,
રાત્રિનાં અલસ સ્વપ્ન
આંકી દીધાં કોઈકની આંખોમાં.
એ અન્ધકારે પ્રગટાવી દીધી કામનાની કમ્પિત શિખા
કુમારીના કમનીય દેહે.
કેતકીની ગન્ધે દુર્દમ્ય,
આ અન્ધકાર મને શી રીતે સ્પર્શશે?
પહાડની ધૂસર સ્તબ્ધતાએ શાંત હું,
મારા અન્ધકારે હું
નિર્જન દ્વીપની જેમ સુદૂર, નિ:સંગ.