બોલે ઝીણા મોર/તન્વી શ્યામા…: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|તન્વી શ્યામા…| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ઘણી વાર થાય કે આ કવિલોક...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 9: Line 9:

દરેક કવિએ – કલાકારે નારીની સુંદરતાની વાત કરી જ છે. દરેકની પોતાની એક સ્વપ્નકન્યા હોય છે. કવિ હોય કે ન હોય; પણ કવિ હોય એટલે એની કવિતા કરે. પણ કવિતા ન લખે એવા સૌ હૃદયકવિઓ મનોમન તો સુંદર નારીની કલ્પના તો કરતા હોય છે. એટલે રવિ ઠાકુરે નારી વિષે કવિતા કરતાં કહ્યું :

{{Poem2Close}}
<poem>
'''Woman, you are one-half woman'''
'''Woman, you are one-half woman'''
'''one-half dream.'''
'''one-half dream.'''
 
</poem>
{{Poem2Open}}
નારી – તું અર્ધી નારી અને અર્ધી કલ્પના છે! માત્ર વિધાતાએ નારીને ઘડી નથી, પુરુષે પણ તેનામાં સૌંદર્ય સીંચી પોતાના અંતરમાંથી એને ઘડી છે. અને કવિલોકો તો સોનાના ઉપમાસૂત્રથી વણેલા વસ્ત્ર વડે એને શણગારે છે. પાર્વતીનાં અંગ-ઉપાંગોના વર્ણન પછી કવિ કાલિદાસ ભલે કહેતા હોય કે વિધાતાએ એક જ સ્થળે જગત આખાનું સૌંદર્ય જોવા માટે પાર્વતીને ઘડી છે (એકત્ર સૌંદર્ય દિદક્ષુ એવ), પણ એ કવિ કાલિદાસની સૃષ્ટિ છે. (આવી એક પાર્વતીની શિલ્પમૂર્તિ ભુવનેશ્વરનના લિંગરાજ મંદિરના ગભારાની ઉત્તર દીવાલે છે.)

Line 30: Line 32:

પણ અરે, આ નાયિકાઓની શૃંખલામાં પેલી એકાકિની વિરહિણી યક્ષપ્રિયાને ભૂલી જઈશું. યક્ષ મેઘ સમક્ષ યક્ષપ્રિયાના રૂપનું વર્ણન કરે છે. દંપતી માટે આ પ્રથમ વિરહ છે. આ વિરહાવસ્થામાં એ કેવી લાગતી હશે, શું કરતી હશે, કેવી રીતે દિવસો અને રાત્રિઓ યાપન કરતી હશે, એ બધું વાસનાવિદગ્ધ કલ્પનાથી કહે છે. ખરેખર તો મેઘ તો ત્યાં પહોંચતાં પહોંચશે, યક્ષનું મન તો ત્યાં પહોંચી ગયું છે. એ જુએ છે; જોવા કહે છે એની સુંદરી પ્રિયાને :

'''તન્વી શ્યામા શિખરિદશના પક્વ બિમ્બાધરોષ્ઠી,'''

'''મધ્યે ક્ષામા ચકિતહરિણીપ્રેક્ષણે નિમ્નનાભિઃ |'''

Line 36: Line 39:
'''શ્રોણીભારાદલસગમના, સ્તોકનમ્રા સ્તનાભ્યાં;'''

'''યા તત્રસ્યાદ્ યુવતિવિષયે, સૃષ્ટિરાદ્યેવ ધાતુઃ ||'''
'''યા તત્રસ્યાદ્ યુવતિવિષયે, સૃષ્ટિરાદ્યેવ ધાતુઃ ||'''
 
</poem>
{{Poem2Open}}
કેવી છે યક્ષપ્રિયા? એ તન્વી છે. એટલે કે પાતળી, એકવડા બાંધાની છે. એ શ્યામા છે. શ્યામા એટલે કાળી નહિ. શ્યામા એટલે યુવતી. એવી યુવતી જેનો વર્ણ તપાવેલા સુવર્ણ જેવો હોય, જેનાં ગાત્ર શીતકાળમાં સુખોષ્ણ – સુખ આપે એવાં ઉષ્ણ હોય અને ગ્રીષ્મકાળમાં સુખશીતલ – સુખ આપે એવાં શીતલ હોય. (વળી શ્યામા એટલે હજી જેને સંતાન નથી થયું એવી.) શિખરિદશના એટલે મલ્લિનાથને મતે સૂક્ષ્માગ્ર દાંતવાળી. કોઈને મતે ઉંદરદંતી. એવા દાંત ભાગ્યવંતીનાં લક્ષણ ગણાય. પક્વબિમ્બાધરોષ્ઠી – જેનો નીચેનો હોઠ પાકેલા ટીંડોરા જેવો લાલ છે, એટલે કે સહેજ પુષ્ટ પણ છે. મધ્યે ક્ષામા છે, એટલે કે કેડથી પાતળી છે. એ કેડ માટે સંસ્કૃત કવિઓ ક્યારેક મુષ્ટિમેય — મુઠ્ઠીમાં માય એવું વિશેષણ પ્રયોજતા હોય છે. એની આંખો કેવી છે? તો કહે છે કે ચકિત થયેલી હરિણીની આંખો જેવી, ચકિતહરિણીપ્રેક્ષણા (ટાગોરે એમની કૃષ્ણકલીની આંખો માટે ‘કાલો હરિણ ચોખ’ ઉપમા યોજી છે, જેનું મેઘાણીએ ગુજરાતી કર્યું – ‘આંખ બે કાળી હરણાંવાળી રે’.) એ નિમ્નનાભિ છે – એની ડૂંટી ઊંડી છે. સાથળ ભારે હોવાથી જે અલસગતિએ ચાલે છે અને જે સ્તનોના ભારથી સહેજ આગળ ઝૂકેલી છે – સ્ટોકનમ્રાસ્તનાભ્યામ્ — પછી યક્ષ કહે છે કે આ મારી પ્રિયતમા યુવતીઓની બાબતમાં વિધાતાની આદ્યાસૃષ્ટિ છે. એટલે કે વિધાતાનું સર્વોત્તમ સર્જન છે. અર્થાત્ એ વિશ્વસુંદરી છે.

Line 44: Line 48:
{{Right|૩૧-૭-૮૮}}
{{Right|૩૧-૭-૮૮}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[બોલે ઝીણા મોર/અભિમન્યુનો ચકરાવો|અભિમન્યુનો ચકરાવો]]
|next = [[બોલે ઝીણા મોર/બુદ્ધનું પરિનિર્વાણ|બુદ્ધનું પરિનિર્વાણ]]
}}
18,450

edits

Navigation menu