વિદિશા/ખજુરાહો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ખજુરાહો| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} :::::વ્રીડાત્ર કા યત્ર ચતુર્મુખ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:
:::::વ્રીડાત્ર કા યત્ર ચતુર્મુખત્વમીશોડપિ લોભાદ્ગમિતો યુવત્યા:

::::::– બૃહત્સંહિતા
:::::– બૃહત્સંહિતા

હજુ તો ભરભાંખળું હતું. ઝાંસીના સ્ટેશનરોડ પર આછી-પાતળી અવરજવર હતી. ભરચક્ક સામાન અને ચાર પૅસેન્જરો સાથે અમારી રિક્ષા સ્ટેશને આવી પહોંચી. થોડા મુસાફરો આમતેમ બેઠેલા હતા. સ્ટેશનેથી અમારે ગાડી નહીં, બસ પકડવાની હતી; ઝાંસીથી ખજુરાહોની બસ. પણ જોયું તો અમારી બસ ત્યાં ઊભી ન હતી. ગઈ કાલે સાંજે ગ્વાલિયરથી આવ્યાં ત્યારે ઝાંસીનાં બસ-ડેપો પર તપાસ કરી કે ખજુરાહોની બસ અહીં કેટલા વાગ્યે આવે છે, તો કહેવામાં આવ્યું કે સવારે છ વાગ્યે અમારે ત્યાં પહોંચી જવું જોઈએ.

Line 177: Line 177:
રાત્રે મધ્ય પ્રદેશના બીહડ જંગલોમાં થઈને જતા માર્ગ પર બસ દોડી રહી હતી. પ્રવાસીઓ અડધા ઊંઘમાં હતા. મધરાતે પણ મારી આંખ મીંચાતી ન હતી. હું બહાર જોતો હતો, ખજુરાહોની મૂર્તિઓ દેખાતી હતી. કોઈ અંજન આંજી રહી છે, કોઈ કાંટો કાઢી રહી છે, કોઈ ઝાંઝર બાંધી રહી છે, કોઈ વૃક્ષનો આધાર લઈ ઊભી છે – શાલભંજિકા. પાછો અંધકાર. બસ દોડી રહી હતી. ભોપાલ પહોંચ્યાં ત્યારે ભરભાંખળું હતું.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = બ્રહ્મા
|next = કાશી
}}
19,010

edits