કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨. સમદર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 32: Line 32:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૧. જલદીપ
|previous = ૧. જલદીપ
|next = ૩. પરકમ્માવાસી
|next = ૩. પરકમ્માવાસી
}}
}}

Revision as of 07:14, 18 September 2021


૨. સમદર

બાલમુકુન્દ દવે

સમદર સભર સભર લહરાય!
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!

કોઈ રમે તેજની લકીર,
કોઈ ભમે ઓલિયો ફકીર,
લહર લહરની આવનજાવન
ભવ ભરનીંગળ થાય :
સમદર સભર સભર લહરાય!

કોઈ બુંદે પોઢ્યું ગગન,
કોઈ બુંદે ઓઢી અગન,
કોઈ મગન મસ્ત મતવાલું મરમી
મંદ મંદ મલકાય :
સમદર સભર સભર લહરાય!

બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!

૧૯૫૨
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૪)