કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૨. સિંહ અને વરસાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૨. સિંહ અને વરસાદ|નલિન રાવળ}} <poem> વરસે આભથી વરસાદ (સળિયા પીગ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
{{Right|(અવકાશપંખી, પૃ. ૪૭)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૪૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૧. વાતી લૂ | |||
|next = ૨૩. ઝૂમાં સુંદરી | |||
}} |
Latest revision as of 09:50, 18 September 2021
૨૨. સિંહ અને વરસાદ
નલિન રાવળ
વરસે
આભથી વરસાદ
(સળિયા પીગળે)
પડછંદ ઘૂઘવે સિંહનો ઘુઘવાટ
ઊછળે યાળ
તગતી આગના મોજા સમી ઊછળંત કાતિલ ફાળ,
આગળ
ગાઢ વનમાં દોડતો વરસાદ,
પાછળ
ગાઢ વનમાં દોડતો વરસાદ,
વચમાં
મત્ત સીનો તાણીને ઘૂઘવંત ઘૂમતા
સિંહની પડઘાય પીળી ત્રાડ.
સડતા અંધકારે
એક ખૂણે
ઘાસમાં ફસડાય પીળી ત્રાડ,
(ભીની આંખમાં સળિયા)
ભીંજાતું પાંજરું
વરસાદ પડતો
બહાર
મુસળધાર.
(અવકાશપંખી, પૃ. ૪૭)