કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૩. આ નેત્રનું તેજ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૩. આ નેત્રનું તેજ|નલિન રાવળ}} <poem> આ નેત્રનું તેજ સ્થિર થાય ત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 28: | Line 28: | ||
{{Right|(અવકાશપંખી, પૃ. ૧૪૪)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૧૪૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૨. સ્મૃતિ|૩૨. સ્મૃતિ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩૪. કોઈ ક્યાંક ઊભું છે|૩૪. કોઈ ક્યાંક ઊભું છે]] | |||
}} | |||
Revision as of 10:01, 18 September 2021
૩૩. આ નેત્રનું તેજ
નલિન રાવળ
આ
નેત્રનું તેજ
સ્થિર થાય તો પ્રભુ
નિહાળી રહું એકીટશે હું
તારાં
આકાશ-પૃથ્વીરૂપ રમ્ય નેત્રો.
આ
નેત્રનું તેજ
સ્થિર થાય તો પ્રભુ
કાલાબ્ધિઓ પૂર્વ પ્રગટેલ
તારાં
ભર્ગે ભર્યા ભવ્ય આદિત્યરૂપને
ઝીલી રહું નેત્ર મહીં પ્રપૂર્ણ.
આ
નેત્રનું તેજ
સ્થિર થાય તો પ્રભુ
સહુ નેત્રમાં ગુંજી રહેલ
તારાં
નેત્રો તણું અક્ષરતેજ પામી
તારું પ્રભુ (તારી કૃપા થકી)
હું
અવકાશવ્યાપી લયચિત્ર આળખું.
(અવકાશપંખી, પૃ. ૧૪૪)
←
[[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૨. સ્મૃતિ|૩૨. સ્મૃતિ]]
[[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૪. કોઈ ક્યાંક ઊભું છે|૩૪. કોઈ ક્યાંક ઊભું છે]]
→