કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩૪. કોઈ ક્યાંક ઊભું છે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૪. કોઈ ક્યાંક ઊભું છે|નલિન રાવળ}} <poem> પ્રેયસી? ના, તું નહીં. મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 30: | Line 30: | ||
{{Right|(અવકાશપંખી, પૃ. ૧૫૩)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૧૫૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૩. આ નેત્રનું તેજ|૩૩. આ નેત્રનું તેજ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩૫. બે’ની જાગ|૩૫. બે’ની જાગ]] | |||
}} | |||
Revision as of 10:03, 18 September 2021
૩૪. કોઈ ક્યાંક ઊભું છે
નલિન રાવળ
પ્રેયસી?
ના,
તું નહીં.
મિત્ર?
ના,
તુંયે નહીં.
ના પ્રેયસી, ના મિત્ર, ના કોઈ નહીં.
પણ
કોઈ ક્યાંક ઊભું છે.
આ બળતા અવાજોથી ભર્યાં બળતા નગરની
બ્હાર
મારી કામનાના
આભથી પૃથ્વી લગી પથરાયેલાં રેતીરણોની
બ્હાર
અણજાણ ઓળાઓભર્યા અવકાશનીયે
બ્હાર
રણકે એક ગેબી સૂર
એ
સૂરનીયે પાર
ઊભું કોઈ
આ સૂર્યભીના દિવસના ને ચન્દ્રભીની રાત્રિના પર્દા પૂંઠે
ક્યાંક
ઊભું કોઈ
કોઈ ક્યાંક મારી રાહ જુએ છે.
(અવકાશપંખી, પૃ. ૧૫૩)
←
[[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૩. આ નેત્રનું તેજ|૩૩. આ નેત્રનું તેજ]]
[[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૫. બે’ની જાગ|૩૫. બે’ની જાગ]]
→