કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૪૨. ભવ્ય સતાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 28: Line 28:
</poem>
</poem>
{{Right|(યાત્રા, પૃ. ૧૬૮)}}
{{Right|(યાત્રા, પૃ. ૧૬૮)}}
{{HeaderNav2
|previous = ૪૧. સો મેરા હથિયાર
|next = ૪૩. મેરે પિયા!
}}

Latest revision as of 11:42, 18 September 2021

૪૨. ભવ્ય સતાર

સુન્દરમ્

અહોહો ઝનઝન ભવ્ય સતાર!
રણઝણે તાર તાર પર તાર!

અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તે છેડ્યો કામોદ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo

કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ,
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ,
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo

અમે પૂછતા કોણ વરસતું, નહિ વાદળ નહિ વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo

દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo

સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન.
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo

સપ્ટેમ્બર, ૧૯૪૫

(યાત્રા, પૃ. ૧૬૮)