સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બરકત વીરાણી ‘બેફામ’/ગઝલ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> …કોણ જાણે હતી કેવી વર્ષોજૂની જિંદગીમાં અસર એક તનહાઈની? કોઈએ જ્ય...") |
(No difference)
|
Latest revision as of 05:55, 4 June 2021
…કોણ જાણે હતી કેવી વર્ષોજૂની જિંદગીમાં અસર એક તનહાઈની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું : “કેમ છો?” એને આખી કહાની સુણાવી દીધી…
જોઈને રણ ઉપરનાં સૂકાં ઝાંઝવાં, અમને આવી ગઈ કંઈ દયા એટલી;
કે નદીઓ હતી જેટલી અંતરે, આંખ વાટે બધી યે વહાવી દીધી.
જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ ‘બેફામ’, સાચો પડ્યો;
જાત મારી ભલેને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.
[‘જનશક્તિ’ દૈનિક : સંવત ૨૦૩૨]