કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૧. અલબેલો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૮૫-૮૬)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૮૫-૮૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૩૦. છેલછબીલે | |||
|next = ૩૨. કેળનાં પાન | |||
}} |
Latest revision as of 08:29, 21 September 2021
૩૧. અલબેલો
પ્રિયકાન્ત મણિયાર
અલબેલો અડકે મને આંખથી રે
એનો કરવો તે કેમ રે ઉપાય?
ઝાઝેરો તાણું મારો ઘૂમટો તો રે
નાનેરો જીવ આ મૂંઝાય!
બળતે બપોરનાં પાણીડાં સીંચતાં ઓચિંતા થંભ્યા શું શ્વાસ,
કેટલે તે વેગળેથી વેણુના નાદ મને ઘેરીને ઊભા ચોપાસ;
આઘેરા બજવો જી, નિજની નિકુંજમાં
બેઠાને કેમ રે કહેવાય!
અલબેલોo
રૂપેરી રૂપેરી ચડતે પૂનમપૂર આસોનું ઝૂમતું અંકાશ,
ગોપી ને ગોપના ઘૂમરાતા ઘેરમાં જામ્યા છે રંગતમાં રાસ;
મારે તે જોડમાં આવ્યો અલબેલ એ જ
તાલી એની કેમ રે ઠેલાય?
અલબેલોo
(આ નભ ઝૂક્યું, પૃ. ૮૫-૮૬)