કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૩. લાવ થોડી વાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૯૫)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૯૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૩૨. કેળનાં પાન | |||
|next = ૩૪. વર્ષો પછી | |||
}} |
Latest revision as of 08:31, 21 September 2021
૩૩. લાવ થોડી વાર
પ્રિયકાન્ત મણિયાર
લાવ થોડી વાર
લીલા ઘાસના આકાશ પર બેસું.
પર્ણમાં પથરાયલાં
વૃક્ષ-ઝરણાંને અઢેલું.
પવનની કો પાતળી
મૃદુ ડાળ
તેને ટપારું.
નગરમાં તો લક્ષ રહેતાં લોક પૂરાં બાર,
તેના લક્ષ ચોવીસ હાથ,
કંઈ ને કંઈ કરતા ભલે.
હું તો ઘડીભર – બે ઘડી અહીંયાં જ તો
બેસું.
સર્વથી – મારા થકીયે થઈ વિખૂટો
અળગાપણાની મોકળાશે કોણ જાણે કેટલો લેટું!
(આ નભ ઝૂક્યું, પૃ. ૯૫)