કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૩૪. થાકેલો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૪. થાકેલો|ઝવેરચંદ મેઘાણી}} <poem> મારાં જ્ઞાન-ગુમાનની ગાંસડી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
{{Right|(સોના-નાવડી, પૃ. ૨૮૪)}} | {{Right|(સોના-નાવડી, પૃ. ૨૮૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૩૩. મૃત્યુનો ગરબો | |||
|next = ૩૫. દીવડો ઝાંખો બળે | |||
}} |
Latest revision as of 08:47, 22 September 2021
૩૪. થાકેલો
ઝવેરચંદ મેઘાણી
મારાં જ્ઞાન-ગુમાનની ગાંસડી ઉતરાવો શિરેથી આજ:
મારાં પુસ્તક-પોથાંની પોટલી ઉતરાવો શિરેથી આજ.
બોજો ખેંચી ખેંચી માથું ફાટે મારું,
કાયામાં કળતર થાય;
હાંફી હાંફી મારું હૈયું થાક્યું છે, ને
આંખે અંધારાં ઘેરાય રે. – ઉતરાવોo
મોરમુગટ માથે, હાથે બાંસુરી ને
રાધાનો આતમરામ;
એવા રૂપાળા ગોપાળાને મળવા
તલખે હવે મારા પ્રાણ રે. – ઉતરાવોo
વેદ ભૂલું ને વેદાન્ત ભૂલું ભલે,
દેખાયે છે તારાં રાજ;
આવું છું, ઓ વા’લા! કુંજ-દ્વારે તારે
દીવો પેટાવવા કાજ રે. – ઉતરાવોo
૧૯૨૫
સ્વ. દેશબંધુ ચિત્તરંજનના એક બંગાળી ગીત પરથી.
(સોના-નાવડી, પૃ. ૨૮૪)