સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/યાદ આવે છે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> અમારા પ્રાણપ્યારા, દિલસિતારા દેશને માટે અમે માથે કફન સાથે ઝઝૂમ...") |
(No difference)
|
Latest revision as of 06:41, 4 June 2021
અમારા પ્રાણપ્યારા, દિલસિતારા દેશને માટે
અમે માથે કફન સાથે ઝઝૂમ્યા: યાદ આવે છે.
કદમબોસી ગુલામોની ફગાવીને, શહીદોએ
સનમની જેમ ચૂમી’તી શૂળી, એ યાદ આવે છે....
હતી ઝંઝા તુફાની ને જુવાનીની તીખી ટક્કર,
અમે દરિયાનો દાવાનળ બન્યા’તા: યાદ આવે છે!