ચિન્તયામિ મનસા/અર્થઘટન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''અર્થઘટન?'''}}
{{SetTitle}}
----
 
{{Heading|અર્થઘટન| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સૌથી પહેલો પ્રશ્ન તો આ જ: ‘અર્થઘટન’ સંજ્ઞા યોગ્ય છે? ઘણી વાર અમુક સંજ્ઞાઓ ચલણી થઈ જાય છે, પણ એના સંકેતને સ્થિર થતાં વાર લાગે છે. હજી અર્થઘટનના સંકેત વિશે કશી એકવાક્યતા નથી, એટલું જ નહિ, એ શું છે તેની હજી પૂરી જાણકારી નથી. સુઝાન સોન્ટેગ એનો જોરશોરથી વિરોધ કરે છે તો હર્શ એની હિમાયત કરે છે. આપણી પરિભાષામાં વાત કરીએ તો અર્થ એટલે meaning નહીં, પણ રસ. આ રીતે જોઈએ તો અર્થઘટન એટલે રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ, રસાસ્વાદમાં જે વિઘ્નો આવતાં હોય તેની આલોચના. આ આલોચના કરતી વેળાએ આપણે ખરેખર શું કરતા હોઈએ છીએ? અર્થઘટન પહેલાં અર્થબોધ થવો જરૂરી છે કે નહિ? કવિકર્મને સમજવામાં કવિના ભાષાકાર્યને તપાસવું કેટલું મહત્ત્વનું? આ અને એવા બીજા કેટલાક પ્રશ્નોને, આ સમ્બન્ધમાં એને વિશે જે વિચારાતું આવ્યું છે તેના અનુલક્ષમાં, ચર્ચવાનો અહીં ઉપક્રમ છે.

Line 44: Line 45:
આ પણ કંઈક અન્તિમે જઈને કરેલાં વિધાનો છે. કાવ્ય એક શ્રવણે કે એક વાચને ચેતનામાં તદાકાર થઈ જાય એવું ભાગ્યે જ હોય છે. પણ અર્થઘટન રસાસ્વાદને ગૌણ બનાવી દે એવું તો ન જ બનવું જોઈએ એ વાત તો આપણે સ્વીકારવી જ રહી.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ચિન્તયામિ મનસા/અર્પણ|અર્પણ]]
|next = [[ચિન્તયામિ મનસા/સાહિત્ય અને ફિલસૂફી|સાહિત્ય અને ફિલસૂફી]]
}}
18,450

edits

Navigation menu