પરકીયા/ઘાસતણા વક્ષથી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઘાસતણા વક્ષથી| સુરેશ જોષી}} <poem> ઘાસતણા વક્ષથી હું ક્યારે પા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 19: | Line 19: | ||
બહુ ગમે આખી રાત પીપળા ને આંબાતણાં પાંદડાં જે ખર્યાં કરે. | બહુ ગમે આખી રાત પીપળા ને આંબાતણાં પાંદડાં જે ખર્યાં કરે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પરકીયા/એક દિન|એક દિન]] | |||
|next = [[પરકીયા/દાદરા|દાદરા]] | |||
}} |
Latest revision as of 12:14, 23 September 2021
ઘાસતણા વક્ષથી
સુરેશ જોષી
ઘાસતણા વક્ષથી હું ક્યારે પામ્યો મારું આ શરીર –
હરિત આ ઘાસ થકી; તેથી તાપ સારો લાગે – તેથી નીલાકાશ
મૃદુ ભીનું ને કરુણ મને લાગે; – પથેપથે તેથી તો આ ઘાસ
જળ સમું સ્નિગ્ધ લાગે; –મધમાખીઓનો જાણે માળો
આ જ ઘાસે;– જેમ જેમ જઉં દૂર, વળી દૂર પૃથિવીના
નરમ ચરણ તલે કેટલીય કુમારીના વક્ષના નિ:શ્વાસ
કથા કહે – એમના એ શાન્ત હાથ ક્રીડા કરે – એમની ગૂંથેલી લટ
છૂટી જાય – ધૂસર સાડીની વાસે આવે એઓ – અનેક નિબિડ
પુરાણી પ્રાણની કથા કહ્યે જાય – હૃદયની વેદનાની કથા –
સાન્ત્વનની નિર્ભૃત નરમ કથા – મેદાનના ચન્દ્રની કરે વાત –
આકાશના નક્ષત્રની કરે વાત; શિશિરની શીત સરળતા.
એમને તો ખૂબ ગમે – ધુમ્મસે ય સારું લાગે આંખોની ઉપર,
ગરમ વૃષ્ટિનું ટીપું સારું લાગે; શીત રાતે – ઘુવડની નમ્રતા;
બહુ ગમે આખી રાત પીપળા ને આંબાતણાં પાંદડાં જે ખર્યાં કરે.