પરકીયા/મુક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મુક્તિ| સુરેશ જોષી}} <poem> હિંસ્ર પશુની જેમ અન્ધકાર આવ્યો – ત્...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 17: Line 17:
નિર્જન દ્વીપની જેમ સુદૂર, નિ:સંગ.
નિર્જન દ્વીપની જેમ સુદૂર, નિ:સંગ.
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[પરકીયા/‘સ્વપ્નો નુ, માયા નુ, મતિભ્રમો નુ’|‘સ્વપ્નો નુ, માયા નુ, મતિભ્રમો નુ’]]
|next = [[પરકીયા/સૂરજકુંડ*|સૂરજકુંડ*]]
}}

Latest revision as of 12:18, 23 September 2021


મુક્તિ

સુરેશ જોષી

હિંસ્ર પશુની જેમ અન્ધકાર આવ્યો –
ત્યારે પશ્ચિમનું ઝળકતું આકાશ રાતી કરેણના જેવું લાલ:
એ અન્ધકારે માટીમાં આણી કેતકીની ગન્ધ,
રાત્રિનાં અલસ સ્વપ્ન
આંકી દીધાં કોઈકની આંખોમાં.
એ અન્ધકારે પ્રગટાવી દીધી કામનાની કમ્પિત શિખા
કુમારીના કમનીય દેહે.

કેતકીની ગન્ધે દુર્દમ્ય,
આ અન્ધકાર મને શી રીતે સ્પર્શશે?
પહાડની ધૂસર સ્તબ્ધતાએ શાંત હું,
મારા અન્ધકારે હું
નિર્જન દ્વીપની જેમ સુદૂર, નિ:સંગ.