ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/ધૂસરતાવૃત્ત પૃથ્વી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''ધૂસરતાવૃત્ત પૃથ્વી'''}} ---- {{Poem2Open}} ધૂંધળા ધુમ્મસનું આછું પરિવેષ્ટ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''ધૂસરતાવૃત્ત પૃથ્વી'''}}
{{SetTitle}}
----
{{Heading|ધૂસરતાવૃત્ત પૃથ્વી | સુરેશ જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ધૂંધળા ધુમ્મસનું આછું પરિવેષ્ટન પૃથ્વીના મુખને ઢાંકે છે. વાતાવરણમાં જ અન્યમનસ્કતા છે. ગમે તે લાગણી કે વિચારને વળગીને સ્થિર રહેવાનો પ્રયત્ન કરીએ ત્યાં આપણે જાતે જ કશાક દ્રાવણમાં ઓગળીને બાષ્પરૂપ થઈને આ ચારે બાજુની ધૂસરતામાં ખોવાઈ જઈએ છીએ. પછી હિંમત કરીને સૂર્ય બહાર આવે છે, એનાં કિરણો ખન્તપૂર્વક ધૂસરતામાં લુપ્ત થયેલા આપણા નકશાની બધી રેખા શોધી આપે છે, ને આપણે ફરી વ્યવસ્થિત થઈ જઈએ છીએ. સૂર્યને હાથે આમ ફરીથી આકાર પામવાની મજા માણવા જેવી છે. પણ કોઈ વાર રાત્રિના દ્રાવણમાં આપણે નિ:શેષ ઓગળી જઈએ, આપણી ટેવના અસ્થિની આજુબાજુ ફરીથી આપણને ગોઠવી દેવાનું સૂર્યથી પણ નહીં બને ત્યારે? ધૂસરતામાં જ આપણું નિર્વાણ? ધૂસરતાને ખોળે જ સૂર્ય જન્મે છે એવું આશ્વાસન લેવાની સગવડ વિજ્ઞાન કદાચ ભવિષ્યમાં કરી આપે તો નવાઈ નહીં.

Line 18: Line 18:
જુઓ, થોડા નમૂના કરી આપું : એનો હાથ – રેફ્રિજરેટરમાંથી કાઢેલા આઇસક્રીમના જેવો ઠંડો, સ્નિગ્ધ ને સ્વાદુ; વાચાળ પ્રિયાના મુખમાંથી નીકળતા શબ્દો – સ્લોટ મશીનમાંથી નીકળતી ટિકિટ જેવા; હું તને જોયા કરીશ, નિનિર્નિએ – રાતે તું સૂતી હોય છે ત્યારે તારી પાસેના ટેબલ પરના અલાર્મ ક્લોકના રેડિયમટિપ્ડ કાંટાઓ તને જુએ છે તેમ; વાદળાં ખસતાં સવારનું ફિક્કું આકાશ આછું દેખાયું – મીણબત્તી પર ઉંદરે પાડેલા નખના આંકા જેવું; શિશિરનો વિવર્ણ તડકો – મસળીને ફેંકી દીધેલા મસોતાના જેવો; ફૂલ – કોઈ અભિનવ આઇન્સ્ટાઇનના મગજમાં સ્ફુરેલી વિશ્વરહસ્યની નવી ફૉર્મ્યુલા જેવાં; અમારા બેનું મિલન – પાણીના ટીપામાંના પ્રાણવાયુ અને આર્દ્રવાયુના સંયોગ જેવું; પાનખરનાં ખરતાં પાંદડાં – મહાકાવ્યના છેલ્લા શ્લોકો જેવાં; શ્રાવણની આછી ઝરમર – અમદાવાદની કોઈ મિલમાં વણાતી શરબતી મલમલના તાણાવાણા જેવી; વૈશાખની બપોરનો તડકો – સંસ્કૃત નાટકના પ્રણયી ધીરોદ્ધત નાયકના પ્રલાપ જેવો; હેમન્તની સુરખીભરી સવાર – કાલિદાસની કાવ્યપંક્તિના જેવી; નીરસ દિવસ – દળદાર પુસ્તકની વચ્ચે દબાઈને ચપટ થઈ ગયેલી કીડીના જેવો; અમાસની રાતે તારાખચિત આકાશ – યતિ વિનાની છન્દોરચના જેવું… બોલો, ક્યાં સુધી આગળ વધવું છે? વિજ્ઞાનની પણ અસર ઉત્પ્રેક્ષામાં છે, અત્યાધુનિકતા છે, કહો તો થોડી કૌંસમાં મૂકી આપું, પછી છે કાંઈ?

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/નામશેષ|નામશેષ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/અન્ધકાર|અન્ધકાર]]
}}
18,450

edits

Navigation menu