ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/વિદ્રોહ: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''વિદ્રોહ'''}} ---- {{Poem2Open}} ફાટેલા ખિસ્સામાં ક્રોધથી વાળેલી મૂઠી સંતાડ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''વિદ્રોહ'''}}
{{SetTitle}}
----
{{Heading|વિદ્રોહ | સુરેશ જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ફાટેલા ખિસ્સામાં ક્રોધથી વાળેલી મૂઠી સંતાડીને જેમ એક દિવસ ફ્રેન્ચ કવિ રેંબો ચાલી નીકળ્યો હતો તેમ ચાલી નીકળવાનું મન થાય છે. એકાએક જાણે કારાગારમાં પુરાઈ ગયા જેવું લાગે છે. જીવનનાં વીતેલાં વર્ષો જ દીવાલ બનીને ઘેરી વળ્યાં છે. બાળપણમાં જોયેલું, કશી દોઢડાહી ફિલસૂફીથી રંગાયા વિનાનું આકાશ હવે દેખાતું નથી. હવે બધી વસ્તુ પર એને વાપર્યાના ડાઘ પડી ગયા છે. બાળપણની તાજગી સાથે એક પ્રકારની અવ્યવહૃત શુભ્રતા સંકળાયેલી હતી. એને માટે હવે મન ઝૂરે છે. વૃદ્ધના કરચલીવાળા ચહેરા જેવો ચોળાયેલો સમય – એને ખંખેરીને દૂર ફેંકી દેવાનું મન થાય છે. કોઈ વાસી ઉબાઈ ઊઠેલા બંધિયાર સમયમાં શ્વાસ શી રીતે લઈ શકે?

Line 29: Line 29:
{{Right|૧-૧૦-૭૪}}
{{Right|૧-૧૦-૭૪}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/લોકારણ્યમાં શબ્દ|લોકારણ્યમાં શબ્દ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/રૂપપ્રપંચ|રૂપપ્રપંચ]]
}}
18,450

edits