19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''રૂપપ્રપંચ'''}} ---- {{Poem2Open}} બારી પાસે બેસીને જોઉં છું: ઝરમર ઝરમર તડકો વ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|રૂપપ્રપંચ | સુરેશ જોશી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બારી પાસે બેસીને જોઉં છું: ઝરમર ઝરમર તડકો વરસે છે. પાસેની મધુમાલતીની ઘટાએ શીતળતાનો નાનો શો દ્વીપ રચ્યો છે. ત્યાં મધમાખીઓએ આશ્રય લીધો છે, અને મધપૂડાની રચના કરવા માંડી છે… ભારે ધમાલ છે. આમ જુઓ તો નરી નિસ્તબ્ધતા બધે છવાઈ ગઈ છે. બપોરની અલસમન્થર વેળા સાપે ઉતારી નાખેલી કાંચળીની જેમ પડી રહી છે. એમાં ક્યાંય કશો સંચાર નથી. ફૂલ તરફ જોઉં છું. કશુંક આનન્દના દ્રુત લયથી એકીશ્વાસે બોલી નાખ્યા પછી બાળકનું મોઢું શ્વાસ લેવા ખુલ્લું રહી ગયું હોય તેવી એ ફૂલોની મુદ્રા છે. એ હમણાં જાણે કશુંક કહેશે એવી ભ્રાન્તિથી કાન સરવા રાખીને સાંભળવાને ઊભા રહી જવાય છે… ત્યાં એકાએક મધુમાલતીની બાજુમાંથી જ અવાજ આવે છે – બજરની દાબડી ખૂલીને બંધ થતી હોય તેવો – ને જોઉં છું તો પાંદડાંના ગુચ્છની આડશે એક કાચીંડો સ્થિર દૃષ્ટિએ અવિક્ષુબ્ધ અચલાસને બેઠો છે. કૂટસ્થ, નિર્લિપ્ત. એને જાણે કશી ખબર નથી. એક મધમાખી મધપૂડા પરથી ઊડે છે, ને તરત ‘ડબ’ દઈને અવાજ આવે છે, વળી આંખો સ્થિર થઈ જાય છે. અચલાસને પ્રતિષ્ઠિત થઈને દૂરની ક્ષિતિજના રહસ્યને તાગતો કાચીંડો, પાંદડાંના ગુચ્છની આડશે, યથાવત્ બેસી રહે છે. મધના સ્વાદની એને ખબર છે કે નહીં તે તો કોણ જાણે! ગીતામાંની ભગવાનની વાણી યાદ આવે છે: કાલોઅસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો… | બારી પાસે બેસીને જોઉં છું: ઝરમર ઝરમર તડકો વરસે છે. પાસેની મધુમાલતીની ઘટાએ શીતળતાનો નાનો શો દ્વીપ રચ્યો છે. ત્યાં મધમાખીઓએ આશ્રય લીધો છે, અને મધપૂડાની રચના કરવા માંડી છે… ભારે ધમાલ છે. આમ જુઓ તો નરી નિસ્તબ્ધતા બધે છવાઈ ગઈ છે. બપોરની અલસમન્થર વેળા સાપે ઉતારી નાખેલી કાંચળીની જેમ પડી રહી છે. એમાં ક્યાંય કશો સંચાર નથી. ફૂલ તરફ જોઉં છું. કશુંક આનન્દના દ્રુત લયથી એકીશ્વાસે બોલી નાખ્યા પછી બાળકનું મોઢું શ્વાસ લેવા ખુલ્લું રહી ગયું હોય તેવી એ ફૂલોની મુદ્રા છે. એ હમણાં જાણે કશુંક કહેશે એવી ભ્રાન્તિથી કાન સરવા રાખીને સાંભળવાને ઊભા રહી જવાય છે… ત્યાં એકાએક મધુમાલતીની બાજુમાંથી જ અવાજ આવે છે – બજરની દાબડી ખૂલીને બંધ થતી હોય તેવો – ને જોઉં છું તો પાંદડાંના ગુચ્છની આડશે એક કાચીંડો સ્થિર દૃષ્ટિએ અવિક્ષુબ્ધ અચલાસને બેઠો છે. કૂટસ્થ, નિર્લિપ્ત. એને જાણે કશી ખબર નથી. એક મધમાખી મધપૂડા પરથી ઊડે છે, ને તરત ‘ડબ’ દઈને અવાજ આવે છે, વળી આંખો સ્થિર થઈ જાય છે. અચલાસને પ્રતિષ્ઠિત થઈને દૂરની ક્ષિતિજના રહસ્યને તાગતો કાચીંડો, પાંદડાંના ગુચ્છની આડશે, યથાવત્ બેસી રહે છે. મધના સ્વાદની એને ખબર છે કે નહીં તે તો કોણ જાણે! ગીતામાંની ભગવાનની વાણી યાદ આવે છે: કાલોઅસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો… | ||
| Line 22: | Line 22: | ||
ઊંઘના ભારને અળગો કરીને શરીરને વળી ટટાર કરીને સવારે આપણે ઊભા થઈ જઈએ છીએ, કેમ જાણે કશું જ બન્યું નથી. પણ એક દિવસે એ ભાર અળગો કરી શકાતો નથી, ત્યારે આ કાયાને કોઈ સંકેલી લઈને ચાલતું થાય છે. ત્યારે બાળપણની પેલી પાંખાળી સોનાપરી કદાચ ફરી મળતી હશે, પણ એના નાજુક ખભા પર આપણો ભાર ટકી શકે ખરો? પણ ત્યારે કદાચ આપણનેય નાજુક થવાનો કીમિયો હાંસલ થતો હશે. ને તેથી જ જૂઈની કળી બનીને એકાદ દિવસ પૂરતું ખીલી જવાનું આપણે મંજૂર રાખતા હોઈશું. | ઊંઘના ભારને અળગો કરીને શરીરને વળી ટટાર કરીને સવારે આપણે ઊભા થઈ જઈએ છીએ, કેમ જાણે કશું જ બન્યું નથી. પણ એક દિવસે એ ભાર અળગો કરી શકાતો નથી, ત્યારે આ કાયાને કોઈ સંકેલી લઈને ચાલતું થાય છે. ત્યારે બાળપણની પેલી પાંખાળી સોનાપરી કદાચ ફરી મળતી હશે, પણ એના નાજુક ખભા પર આપણો ભાર ટકી શકે ખરો? પણ ત્યારે કદાચ આપણનેય નાજુક થવાનો કીમિયો હાંસલ થતો હશે. ને તેથી જ જૂઈની કળી બનીને એકાદ દિવસ પૂરતું ખીલી જવાનું આપણે મંજૂર રાખતા હોઈશું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/વિદ્રોહ|વિદ્રોહ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/વર્ષાવેદન|વર્ષાવેદન]] | |||
}} | |||
edits