19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''નિત્યનૂતન દિવસ—'''}} ---- {{Poem2Open}} કોઈક વાર કશોક વિલક્ષણ પ્રકારનો અનુભ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|નિત્યનૂતન દિવસ— | સુરેશ જોશી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈક વાર કશોક વિલક્ષણ પ્રકારનો અનુભવ થાય છે: દિવસની શરૂઆત આજે સોમવાર છે એમ માનીને કરું, સોમવારની જેમ જ બધું કરું ત્યાં બપોરે એ એકાએક રવિવાર તરીકે છતો થાય. પછી દિવસના આ બે ભાગલાને જોડવાનું મુશ્કેલ બને. દરેક દિવસનું જુદું વ્યક્તિત્વ હોય છે. એ વ્યક્તિત્વ ઘડવામાં છેક બાળપણની સ્મૃતિથી તે પણ હમણાં જ પસાર થઈ ગયેલી ક્ષણે ફાળો આપ્યો હોય છે. કોઈ અજાણ્યા શહેરમાં થોડા દિવસ રહેવાનું મન થાય છે તો બધા વારની સેળભેળ થઈ જાય છે. પછી ઘરે આવીને બધું સમુંસૂતરું કરવું પડે છે. | કોઈક વાર કશોક વિલક્ષણ પ્રકારનો અનુભવ થાય છે: દિવસની શરૂઆત આજે સોમવાર છે એમ માનીને કરું, સોમવારની જેમ જ બધું કરું ત્યાં બપોરે એ એકાએક રવિવાર તરીકે છતો થાય. પછી દિવસના આ બે ભાગલાને જોડવાનું મુશ્કેલ બને. દરેક દિવસનું જુદું વ્યક્તિત્વ હોય છે. એ વ્યક્તિત્વ ઘડવામાં છેક બાળપણની સ્મૃતિથી તે પણ હમણાં જ પસાર થઈ ગયેલી ક્ષણે ફાળો આપ્યો હોય છે. કોઈ અજાણ્યા શહેરમાં થોડા દિવસ રહેવાનું મન થાય છે તો બધા વારની સેળભેળ થઈ જાય છે. પછી ઘરે આવીને બધું સમુંસૂતરું કરવું પડે છે. | ||
| Line 18: | Line 18: | ||
ઘણાં પોતાનું હૃદય પોતાની પાછળ પડ્યું હોય તેમ એનાથી બચવા નાસભાગ કરીને જીવે છે. હૃદયને સામેથી આવકારવા જવાને બદલે એ લોકો પોતાનામાંથી જ નાસી છૂટે છે અને પછી પાછો ફરવાનો માર્ગ જડતો નથી. એટલે એ અશક્તિમાંથી એઓ એકાદ ફિલસૂફી ઉપજાવી લે છે. આથી જ તો કેટલીક વાર કોઈને વધારે પડતી ગમ્ભીરતાથી બોલતો સાંભળું છું ત્યારે એને આશ્વાસન આપીને પાસે બેસાડી સ્વસ્થ કરવાનું મને મન થઈ આવે છે. એ જે શબ્દો બોલે છે તેનો અર્થ મેળવવા પૂરતોય એ પોતા પૂરતોય એ પોતાનામાં વસ્યો નથી હોતો. પોતાનામાં બધું પોકળ કરી નાખીને એ તો માત્ર ભાગી જ છૂટ્યો હોય છે. બધું ચક્રાકારે ફરે છે. ધોળે દિવસે ભરબપોરે ધૂળના ઊડવાથી એક અપારદર્શક વાતાવરણ રચાઈ જાય છે. એની પાછળ નેપથ્યમાં શું ચાલી રહ્યું હશે તે જોવાનું બાળપણમાં કેટલું બધું કુતૂહલ થતું હતું! સ્ક્રૂના અવળા આંટાની જેમ એ વંટોળ ફરે છે. એમાંથી જ હમણાં કશું બહાર આવશે એવું લાગે છે. જોતાં જોતાં મારી આંખો પણ ધૂળથી અંજાઈ જાય છે. આટલી એક ક્ષણ બીજા સમયના એક વિશાળ પટને મારી આગળ સાકાર કરી દે છે. એ સમયમાં રાયણજાંબુડાનો સ્વાદ છે. મોગરામધુમાલતીની સુગન્ધ છે. ગુલમ્હોરનો રંગ છે અને દાદાના મૌનનું વજન છે. | ઘણાં પોતાનું હૃદય પોતાની પાછળ પડ્યું હોય તેમ એનાથી બચવા નાસભાગ કરીને જીવે છે. હૃદયને સામેથી આવકારવા જવાને બદલે એ લોકો પોતાનામાંથી જ નાસી છૂટે છે અને પછી પાછો ફરવાનો માર્ગ જડતો નથી. એટલે એ અશક્તિમાંથી એઓ એકાદ ફિલસૂફી ઉપજાવી લે છે. આથી જ તો કેટલીક વાર કોઈને વધારે પડતી ગમ્ભીરતાથી બોલતો સાંભળું છું ત્યારે એને આશ્વાસન આપીને પાસે બેસાડી સ્વસ્થ કરવાનું મને મન થઈ આવે છે. એ જે શબ્દો બોલે છે તેનો અર્થ મેળવવા પૂરતોય એ પોતા પૂરતોય એ પોતાનામાં વસ્યો નથી હોતો. પોતાનામાં બધું પોકળ કરી નાખીને એ તો માત્ર ભાગી જ છૂટ્યો હોય છે. બધું ચક્રાકારે ફરે છે. ધોળે દિવસે ભરબપોરે ધૂળના ઊડવાથી એક અપારદર્શક વાતાવરણ રચાઈ જાય છે. એની પાછળ નેપથ્યમાં શું ચાલી રહ્યું હશે તે જોવાનું બાળપણમાં કેટલું બધું કુતૂહલ થતું હતું! સ્ક્રૂના અવળા આંટાની જેમ એ વંટોળ ફરે છે. એમાંથી જ હમણાં કશું બહાર આવશે એવું લાગે છે. જોતાં જોતાં મારી આંખો પણ ધૂળથી અંજાઈ જાય છે. આટલી એક ક્ષણ બીજા સમયના એક વિશાળ પટને મારી આગળ સાકાર કરી દે છે. એ સમયમાં રાયણજાંબુડાનો સ્વાદ છે. મોગરામધુમાલતીની સુગન્ધ છે. ગુલમ્હોરનો રંગ છે અને દાદાના મૌનનું વજન છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/સત્ય|સત્ય]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/દિગીશ મહેતા/દૂરના એ સૂર|દૂરના એ સૂર]] | |||
}} | |||
edits