ગુજરાતી નિબંધ-સંપદા/મનસુખ સલ્લા/સો ટચના શિક્ષકઃ બૂચદાદા: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''સો ટચના શિક્ષકઃ બૂચદાદા'''}} ---- {{Poem2Open}} કોઈ વ્યક્તિ કારકિર્દીનો પ્ર...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''સો ટચના શિક્ષકઃ બૂચદાદા'''}}
{{SetTitle}}
----
{{Heading|સો ટચના શિક્ષકઃ બૂચદાદા | મનસુખ સલ્લા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈ વ્યક્તિ કારકિર્દીનો પ્રારંભ શિક્ષક તરીકે કરે અને ૬૫ વર્ષ પછી, ઢળતી સંધ્યાએ, પોતાની જાતને શિક્ષક તરીકે અખંડ રાખી શકે એ ભરપૂર સાર્થકતા ગણાય. આ દીર્ઘ સમયપટ જો શિક્ષકત્વની સાધના અને સુગંધથી ભરપૂર હોય તો એ તપ શુષ્ક મટી મધુર બની જાય છે. તેમાં ઉંમર વધે છે, પણ યૌવન અખંડ રહે છે. તેમાં ચહેરા પર કરચલીઓ તો પડે છે પણ હૈયું તાજા પુષ્પ જેવું પ્રફુલ્લ હોય છે. તેમાં અભાવ કે એકલવાયાપણાની જગ્યાએ સખ્યની સભરતા મહોરી ઊઠે છે. એમાંયે જો આવી વ્યક્તિ હાસ્યરસની ઉપાસક હોય તો જીવનની નાજુક ખુશ્બોનો પમરાટ તેમની આખી હયાતીમાં અનુભવાય છે. શિક્ષકનું આવું જીવંત દૃષ્ટાંત એટલે નટવરલાલ પ્ર. બૂચ, બૂચભાઈ, બૂચદાદા.

Line 87: Line 87:
સંસારની મધ્યમાં રહીને સાધુતા પ્રાપ્ત કરનાર, તાટસ્થ્ય અને સંબંધનો આવો મધુર યોગ રચી શકનાર બૂચદાદામાં ઉત્તમ શિક્ષક અને ઉમદા મનુષ્યનો અનુભવ થાય છે. આવા શિક્ષકો એ ગુજરાતની શોભા છે, આવા મનુષ્યો એ સંસ્થાઓની સમૃદ્ધિ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રઘુવીર ચૌધરી/જયંતિ દલાલ|જયંતિ દલાલ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/મનસુખ સલ્લા/સ્નેહનું બળ : હંસામાડી|સ્નેહનું બળ : હંસામાડી]]
}}
19,010

edits