19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ભેડાઘાટ: માર્બલ-રૉક્સ અને ધુઆંધાર'''}} ---- {{Poem2Open}} આ વેળાની યાત્રાનો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ભેડાઘાટ: માર્બલ-રૉક્સ અને ધુઆંધાર | અમૃતલાલ વેગડ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ વેળાની યાત્રાનો મોટો લાભ એ છે કે અમે કિલ્લોલ કરતાં, નર્મદા સંગ રમતાં-ભમતાં ચાલી રહ્યાં છીએ. ૫૦ કિ.મી. ચાલવા માટે અમે પાંચ દિવસ રાખ્યા છે. એથી જ આજનો આખો દિવસ ભેડાઘાટ ખાતે રાખ્યો છે. ભેડાઘાટ બે ચીજો માટે પ્રસિદ્ધ છે — માર્બલ-રૉક્સ માટે અને ધુઆંધાર માટે. નૌકાવિહાર કરતાં કરતાં માર્બલ-રૉક્સ જોવા એ જિંદગીનો લહાવો છે. | આ વેળાની યાત્રાનો મોટો લાભ એ છે કે અમે કિલ્લોલ કરતાં, નર્મદા સંગ રમતાં-ભમતાં ચાલી રહ્યાં છીએ. ૫૦ કિ.મી. ચાલવા માટે અમે પાંચ દિવસ રાખ્યા છે. એથી જ આજનો આખો દિવસ ભેડાઘાટ ખાતે રાખ્યો છે. ભેડાઘાટ બે ચીજો માટે પ્રસિદ્ધ છે — માર્બલ-રૉક્સ માટે અને ધુઆંધાર માટે. નૌકાવિહાર કરતાં કરતાં માર્બલ-રૉક્સ જોવા એ જિંદગીનો લહાવો છે. | ||
| Line 64: | Line 64: | ||
ધુઆંધારમાં નર્મદા મહાભારતના વીરની જેમ અત્યધિક ઉત્તેજિત થઈ ઊઠી છે. બંદરકૂદનીની નર્મદા રામાયણના વીરની જેમ મર્યાદાથી નિયંત્રિત છે. ધુઆંધારનો પ્રચંડ આવેશ અને અધીર ઉન્માદ બંદરકૂદની સુધી પહોંચતાં સંયમ અને શુચિતામાં બદલાઈ જાય છે. નર્મદા મહાભારતના વીરની જેમ ઉત્તેજિત પણ થઈ શકે છે તો રામાયણના વીરની જેમ મર્યાદાથી બંધાયેલી પણ રહી શકે છે. એ કરાલ અને કોમળ, રૌદ્ર અને સૌમ્ય બન્ને થઈ શકે છે. નર્મદા માટે કંઈ પણ અસંભવિત નથી. નર્મદા તો બસ નર્મદા જ છે. | ધુઆંધારમાં નર્મદા મહાભારતના વીરની જેમ અત્યધિક ઉત્તેજિત થઈ ઊઠી છે. બંદરકૂદનીની નર્મદા રામાયણના વીરની જેમ મર્યાદાથી નિયંત્રિત છે. ધુઆંધારનો પ્રચંડ આવેશ અને અધીર ઉન્માદ બંદરકૂદની સુધી પહોંચતાં સંયમ અને શુચિતામાં બદલાઈ જાય છે. નર્મદા મહાભારતના વીરની જેમ ઉત્તેજિત પણ થઈ શકે છે તો રામાયણના વીરની જેમ મર્યાદાથી બંધાયેલી પણ રહી શકે છે. એ કરાલ અને કોમળ, રૌદ્ર અને સૌમ્ય બન્ને થઈ શકે છે. નર્મદા માટે કંઈ પણ અસંભવિત નથી. નર્મદા તો બસ નર્મદા જ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ હ. પટેલ/પહેલો વરસાદ|પહેલો વરસાદ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/અમૃતલાલ વેગડ/ધાવડીકુંડ|ધાવડીકુંડ]] | |||
}} | |||
edits