ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/પાનખર પર્ણમંદિર અને ચન્દ્રકવિ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) Created page with "{{Center|'''પાનખર પર્ણમંદિર અને ચન્દ્રકવિ'''}} ---- {{Poem2Open}} આહવામાં પહાડી પર ગેસ્..." |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|પાનખર પર્ણમંદિર અને ચન્દ્રકવિ | યજ્ઞેશ દવે}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આહવામાં પહાડી પર ગેસ્ટ હાઉસની અગાશી પર સૂર્યનું અભિવાદન કરવા, તેનું અભિવાદન ઝીલવા આવ્યો છું, સાગ, સાદડનાં વૃક્ષો પર પાન નથી. શુષ્ક શાખા-પ્રશાખા. મંજરીની ડૂંખો અને શુષ્ક ફલ મૌન ઊભાં છે. એક પાછળ એક સ્થિર થઈ ગયેલા ઊંચા તરંગ જેવા નીલા-લીલા પર્વતો વાદળોની ધૂસરતામાં ખોવાયા છે. વૃક્ષોમાં પાન નથી. તેથી તે ઊભાં છે શાંત સ્તબ્ધ. પાંદડાઓની એ નાચતી રેખાઓ, ફરફરતી ધ્વજરેખાઓની ખોટ વૃક્ષોએ અનેક બંકિમ અંગભંગિમાં નાચતાં થડ, ડાળ – ટગડાળ શાખા – પ્રશાખાથી પૂરી પાડી છે. દરેક વૃક્ષોના વાંકવળાંકો લય કે રેખાઓ અલગ. મનેય ઉમાશંકરની જેમ થાય છે કે ‘ચિત્રકાર ન હોવાનો આટલો અફસોસ ક્યારેય ન હતો.’ જમીનમાંથી જ એક નર્તન ન ફૂટી નીકળ્યું હોય! | આહવામાં પહાડી પર ગેસ્ટ હાઉસની અગાશી પર સૂર્યનું અભિવાદન કરવા, તેનું અભિવાદન ઝીલવા આવ્યો છું, સાગ, સાદડનાં વૃક્ષો પર પાન નથી. શુષ્ક શાખા-પ્રશાખા. મંજરીની ડૂંખો અને શુષ્ક ફલ મૌન ઊભાં છે. એક પાછળ એક સ્થિર થઈ ગયેલા ઊંચા તરંગ જેવા નીલા-લીલા પર્વતો વાદળોની ધૂસરતામાં ખોવાયા છે. વૃક્ષોમાં પાન નથી. તેથી તે ઊભાં છે શાંત સ્તબ્ધ. પાંદડાઓની એ નાચતી રેખાઓ, ફરફરતી ધ્વજરેખાઓની ખોટ વૃક્ષોએ અનેક બંકિમ અંગભંગિમાં નાચતાં થડ, ડાળ – ટગડાળ શાખા – પ્રશાખાથી પૂરી પાડી છે. દરેક વૃક્ષોના વાંકવળાંકો લય કે રેખાઓ અલગ. મનેય ઉમાશંકરની જેમ થાય છે કે ‘ચિત્રકાર ન હોવાનો આટલો અફસોસ ક્યારેય ન હતો.’ જમીનમાંથી જ એક નર્તન ન ફૂટી નીકળ્યું હોય! | ||
| Line 41: | Line 41: | ||
– બાશો | – બાશો | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ બોરીસાગર/પ્રામાણિકતા એ ઉત્તમ નીતિ છે?|પ્રામાણિકતા એ ઉત્તમ નીતિ છે?]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/બૂચનો વૃક્ષલોક|બૂચનો વૃક્ષલોક]] | |||
}} | |||