19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''પવન કરે જોર!'''}} ---- {{Poem2Open}} નજીકમાં ધૂળિયું, ખોદાયેલી માટીનું વિશાળ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|પવન કરે જોર! | રતિલાલ ‘અનિલ’}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નજીકમાં ધૂળિયું, ખોદાયેલી માટીનું વિશાળ મેદાન. મારો ઓરડો ગોમુખો, સિંહમુખો નહીં પણ ધૂળમુખો છે! વળી એને પાછલું બારણું એટલે પ્રકાશ, ધૂળ, ચકલી અને ચોર જ ઓરડે આવી શકે! ધૂળને દોડવાનું, ક્યાંક મહેમાન થવાનું મન થયું અને ઝંઝાવાત આવ્યો! મારે પણ એક ઘર હોય એવી ઇચ્છા સરનામા વગરના માણસને થાય તો ખુલ્લા મેદાનમાં રહેતી ધૂળને કેમ ન થાય! આમ તો એ દોડતી દોડતી ચાલી જવા માટે બ્હાવરી બ્હાવરી નીકળી હોય પણ ઉનાળુ તાપને કારણે અડધું ડિલ ખુલ્લું એટલે વાંસે ને માથે બેસી જાય. ધૂળના પ્રમાણ જેટલી ખુલ્લા ડિલની પાત્રતા નહીં, એટલે બાકીની આગળ નીકળી જાય ને થોડીઘણી ઓરડામાં બેઠક જમાવે! ‘પગલીનો પાડનાર દ્યોને રન્નાદે!’ એવી પ્રાર્થના તો હું જન્મ્યો તે પહેલાં થઈ હશે પણ મેં આ ઉંમરે ઓરડે ધૂળમાં પગલાં પાડ્યાં. પેલા કવિશ્રી કહે છે: ‘ધૂળિયે મારગ હાલ!’ પણ આ તો ધૂળ પોતે જ હાલે ને સૌને માટે ધૂળિયો મારગ બનાવે અને ધૂળ પોતે જ જોમભેર આગળ ને આગળ હાલતી પણ જાય. મહેમાન પણ થાય અને આગળ પણ જાય, માણસ એવો સદ્ભાગી નહીં, મહેમાન થાય તો યજમાનના ઘરમાં રહીને એ ઘરની બહાર પણ જઈ શકે નહીં! પવન હાલ્યો જાય તોયે તે ઓરડે મહેમાન હોવાનું પણ અનુભવાય. એ તો પરબારો હુ ડુ ડુ ડુ… કરતો હાલ્યો જાય, એને તો બારણું અને બારી શું, વેન્ટિલેશન પણ મારગ! એને રાષ્ટ્રીયતા વળગી છે કે નહીં, તે હું જાણતો નથી એટલે નૅશનલ હાઇ-વેનું નામ લેતો નથી. | નજીકમાં ધૂળિયું, ખોદાયેલી માટીનું વિશાળ મેદાન. મારો ઓરડો ગોમુખો, સિંહમુખો નહીં પણ ધૂળમુખો છે! વળી એને પાછલું બારણું એટલે પ્રકાશ, ધૂળ, ચકલી અને ચોર જ ઓરડે આવી શકે! ધૂળને દોડવાનું, ક્યાંક મહેમાન થવાનું મન થયું અને ઝંઝાવાત આવ્યો! મારે પણ એક ઘર હોય એવી ઇચ્છા સરનામા વગરના માણસને થાય તો ખુલ્લા મેદાનમાં રહેતી ધૂળને કેમ ન થાય! આમ તો એ દોડતી દોડતી ચાલી જવા માટે બ્હાવરી બ્હાવરી નીકળી હોય પણ ઉનાળુ તાપને કારણે અડધું ડિલ ખુલ્લું એટલે વાંસે ને માથે બેસી જાય. ધૂળના પ્રમાણ જેટલી ખુલ્લા ડિલની પાત્રતા નહીં, એટલે બાકીની આગળ નીકળી જાય ને થોડીઘણી ઓરડામાં બેઠક જમાવે! ‘પગલીનો પાડનાર દ્યોને રન્નાદે!’ એવી પ્રાર્થના તો હું જન્મ્યો તે પહેલાં થઈ હશે પણ મેં આ ઉંમરે ઓરડે ધૂળમાં પગલાં પાડ્યાં. પેલા કવિશ્રી કહે છે: ‘ધૂળિયે મારગ હાલ!’ પણ આ તો ધૂળ પોતે જ હાલે ને સૌને માટે ધૂળિયો મારગ બનાવે અને ધૂળ પોતે જ જોમભેર આગળ ને આગળ હાલતી પણ જાય. મહેમાન પણ થાય અને આગળ પણ જાય, માણસ એવો સદ્ભાગી નહીં, મહેમાન થાય તો યજમાનના ઘરમાં રહીને એ ઘરની બહાર પણ જઈ શકે નહીં! પવન હાલ્યો જાય તોયે તે ઓરડે મહેમાન હોવાનું પણ અનુભવાય. એ તો પરબારો હુ ડુ ડુ ડુ… કરતો હાલ્યો જાય, એને તો બારણું અને બારી શું, વેન્ટિલેશન પણ મારગ! એને રાષ્ટ્રીયતા વળગી છે કે નહીં, તે હું જાણતો નથી એટલે નૅશનલ હાઇ-વેનું નામ લેતો નથી. | ||
| Line 23: | Line 23: | ||
{{Right|જૂન, ૧૯૯૮ના વાવાઝોડાની સ્મૃતિમાં}} | {{Right|જૂન, ૧૯૯૮ના વાવાઝોડાની સ્મૃતિમાં}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/આટાનો સૂરજ|આટાનો સૂરજ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/ડામચિયો|ડામચિયો]] | |||
}} | |||
edits