ગુજરાતી નિબંધ-સંપદા/રમેશ ર. દવે/વૃક્ષમોસાળ મારું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''વૃક્ષમોસાળ મારું'''}} ---- {{Poem2Open}} ગઈ કાલે રાતે સ્વપ્નમાં પીપળો આવ્ય...")
 
No edit summary
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''વૃક્ષમોસાળ મારું'''}}
{{SetTitle}}
----
{{Heading|વૃક્ષમોસાળ મારું | રમેશ ર. દવે}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 33: Line 33:
ગયા ભવે નહીં તો આવતે ભવ હું જરૂર પલાશ હોઈશ, એની આઠમાસી રુક્ષતા ને કેસરવરણી જાહોજલાલી ઉન્મત્ત આકર્ષે છે મને. ફૂલેલો કેસૂડો મને, તલવારોના અસંખ્ય ઘાથી ચારણી ચારણી થઈ ગયેલા શરીરેય લડતા રાણા સંગની યાદ અપાવે છે. રુધિરઅર્ચિત શૌર્યમઢ્યો રાણો સંગ ને ભભૂકતી કેસરી અગનઝાળોથી છકી જતો કેસૂડો, અવિરલનાં અદ્દલ દૃષ્ટાંત બંને. ઓળખતો ન હોય એને તો, અષાઢે ખરબચડાં, ઘેરાં લીલાં પર્ણઝુંડોથી ઘેઘૂર દીસતો ખાખરો ને બેસતા ફાગણે, મેળો મ્હાલવા જતી મદમસ્ત જુવતીની જેમ નખશિખ શણગારાઈ જતો કેસૂડો, બંને એક જ છે – એ વાત સાચી ન લાગે લગીરે. પણ એમાં કેસૂડો શું કરે? એ તો ફાગણનો છડીદાર. એટલે તો ગવાયું છેઃ

'''ફાગણ આવ્યો રે સખી, કેસૂ ફૂલ્યાં રસાળ,
'''ફાગણ આવ્યો રે સખી, કેસૂ ફૂલ્યાં રસાળ,'''<br>
(પણ) રુદે ન ફૂલી રાધિકા, ભંવર કનૈયાલાલ.'''
'''(પણ) રુદે ન ફૂલી રાધિકા, ભંવર કનૈયાલાલ.'''

વિપ્રલંભશૃંગારની કૈંક કવિતામાં કેસૂડે વગર વાંકગુને કેટલીય પ્રોષિતભર્તૃકાઓના ઉપાલંભ સહ્યા છે પણ પ્રિયવિરહ સહતી પ્રોષિતભર્તૃકાનોય શો વાંક? માણસનું મન જ એવું છે કે એને સાંપડવું જોઈતું ન આવી મળે તો એ કોઈનુંય સારું સાંખી શકે નહીં ને બળે-પ્રજળે ઇર્ષાગ્નિમાં સાદ્યંત!

Line 54: Line 54:
ખેર, વૃક્ષોની વાતે ચઢતાં તો વાણું વાઈ જશે… પણ ન જાણે શાથી, સાંઢીડા મહાદેવની આસપાસની ઝાંખી થતી જતી વૃક્ષરાજીમાં આજે પણ મને મોસાળ અનુભવાય છે મારું! અને એટલે જ વસંતતિલકા ને શાર્દૂલવિક્રીડિત જેવા છંદો સ્ફુરતા હોત સહજભાવે જો મને; હું રચત વૃક્ષોપનિષદ ન્હાતાં-નાચતાં શ્રાવણ વર્ષામાં ને એનું સમવેતગાન કરતાં કરતાં પ્રતીક્ષા કરત મને પર્ણકૂંપળો ફૂટવાની ફાગણે. પછી તો આ બાહુ બાહુ ન રહેતાં બની જશે શાખા-પ્રશાખા પર્ણોભરી ને આંગળીને ટેરવે ઝૂલશે મધુમલ્લિકાનાં ફૂલ-ઝૂમખાં શ્વેત ગુલાબી. કોઈ કહો, શુભ અવસર એ આવશે ને સાચ્ચે જ કદીક!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રામચન્દ્ર પટેલ/ખેતર|ખેતર]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રમેશ ર. દવે/માટીની મહેક|માટીની મહેક]]
}}
18,450

edits

Navigation menu