ગુજરાતી નિબંધ-સંપદા/રમેશ ર. દવે/વૃક્ષમોસાળ મારું: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''વૃક્ષમોસાળ મારું'''}} ---- {{Poem2Open}} ગઈ કાલે રાતે સ્વપ્નમાં પીપળો આવ્ય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|વૃક્ષમોસાળ મારું | રમેશ ર. દવે}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 33: | Line 33: | ||
ગયા ભવે નહીં તો આવતે ભવ હું જરૂર પલાશ હોઈશ, એની આઠમાસી રુક્ષતા ને કેસરવરણી જાહોજલાલી ઉન્મત્ત આકર્ષે છે મને. ફૂલેલો કેસૂડો મને, તલવારોના અસંખ્ય ઘાથી ચારણી ચારણી થઈ ગયેલા શરીરેય લડતા રાણા સંગની યાદ અપાવે છે. રુધિરઅર્ચિત શૌર્યમઢ્યો રાણો સંગ ને ભભૂકતી કેસરી અગનઝાળોથી છકી જતો કેસૂડો, અવિરલનાં અદ્દલ દૃષ્ટાંત બંને. ઓળખતો ન હોય એને તો, અષાઢે ખરબચડાં, ઘેરાં લીલાં પર્ણઝુંડોથી ઘેઘૂર દીસતો ખાખરો ને બેસતા ફાગણે, મેળો મ્હાલવા જતી મદમસ્ત જુવતીની જેમ નખશિખ શણગારાઈ જતો કેસૂડો, બંને એક જ છે – એ વાત સાચી ન લાગે લગીરે. પણ એમાં કેસૂડો શું કરે? એ તો ફાગણનો છડીદાર. એટલે તો ગવાયું છેઃ | ગયા ભવે નહીં તો આવતે ભવ હું જરૂર પલાશ હોઈશ, એની આઠમાસી રુક્ષતા ને કેસરવરણી જાહોજલાલી ઉન્મત્ત આકર્ષે છે મને. ફૂલેલો કેસૂડો મને, તલવારોના અસંખ્ય ઘાથી ચારણી ચારણી થઈ ગયેલા શરીરેય લડતા રાણા સંગની યાદ અપાવે છે. રુધિરઅર્ચિત શૌર્યમઢ્યો રાણો સંગ ને ભભૂકતી કેસરી અગનઝાળોથી છકી જતો કેસૂડો, અવિરલનાં અદ્દલ દૃષ્ટાંત બંને. ઓળખતો ન હોય એને તો, અષાઢે ખરબચડાં, ઘેરાં લીલાં પર્ણઝુંડોથી ઘેઘૂર દીસતો ખાખરો ને બેસતા ફાગણે, મેળો મ્હાલવા જતી મદમસ્ત જુવતીની જેમ નખશિખ શણગારાઈ જતો કેસૂડો, બંને એક જ છે – એ વાત સાચી ન લાગે લગીરે. પણ એમાં કેસૂડો શું કરે? એ તો ફાગણનો છડીદાર. એટલે તો ગવાયું છેઃ | ||
'''ફાગણ આવ્યો રે સખી, કેસૂ ફૂલ્યાં રસાળ, | '''ફાગણ આવ્યો રે સખી, કેસૂ ફૂલ્યાં રસાળ,'''<br> | ||
(પણ) રુદે ન ફૂલી રાધિકા, ભંવર કનૈયાલાલ.''' | '''(પણ) રુદે ન ફૂલી રાધિકા, ભંવર કનૈયાલાલ.''' | ||
વિપ્રલંભશૃંગારની કૈંક કવિતામાં કેસૂડે વગર વાંકગુને કેટલીય પ્રોષિતભર્તૃકાઓના ઉપાલંભ સહ્યા છે પણ પ્રિયવિરહ સહતી પ્રોષિતભર્તૃકાનોય શો વાંક? માણસનું મન જ એવું છે કે એને સાંપડવું જોઈતું ન આવી મળે તો એ કોઈનુંય સારું સાંખી શકે નહીં ને બળે-પ્રજળે ઇર્ષાગ્નિમાં સાદ્યંત! | વિપ્રલંભશૃંગારની કૈંક કવિતામાં કેસૂડે વગર વાંકગુને કેટલીય પ્રોષિતભર્તૃકાઓના ઉપાલંભ સહ્યા છે પણ પ્રિયવિરહ સહતી પ્રોષિતભર્તૃકાનોય શો વાંક? માણસનું મન જ એવું છે કે એને સાંપડવું જોઈતું ન આવી મળે તો એ કોઈનુંય સારું સાંખી શકે નહીં ને બળે-પ્રજળે ઇર્ષાગ્નિમાં સાદ્યંત! | ||
Line 54: | Line 54: | ||
ખેર, વૃક્ષોની વાતે ચઢતાં તો વાણું વાઈ જશે… પણ ન જાણે શાથી, સાંઢીડા મહાદેવની આસપાસની ઝાંખી થતી જતી વૃક્ષરાજીમાં આજે પણ મને મોસાળ અનુભવાય છે મારું! અને એટલે જ વસંતતિલકા ને શાર્દૂલવિક્રીડિત જેવા છંદો સ્ફુરતા હોત સહજભાવે જો મને; હું રચત વૃક્ષોપનિષદ ન્હાતાં-નાચતાં શ્રાવણ વર્ષામાં ને એનું સમવેતગાન કરતાં કરતાં પ્રતીક્ષા કરત મને પર્ણકૂંપળો ફૂટવાની ફાગણે. પછી તો આ બાહુ બાહુ ન રહેતાં બની જશે શાખા-પ્રશાખા પર્ણોભરી ને આંગળીને ટેરવે ઝૂલશે મધુમલ્લિકાનાં ફૂલ-ઝૂમખાં શ્વેત ગુલાબી. કોઈ કહો, શુભ અવસર એ આવશે ને સાચ્ચે જ કદીક! | ખેર, વૃક્ષોની વાતે ચઢતાં તો વાણું વાઈ જશે… પણ ન જાણે શાથી, સાંઢીડા મહાદેવની આસપાસની ઝાંખી થતી જતી વૃક્ષરાજીમાં આજે પણ મને મોસાળ અનુભવાય છે મારું! અને એટલે જ વસંતતિલકા ને શાર્દૂલવિક્રીડિત જેવા છંદો સ્ફુરતા હોત સહજભાવે જો મને; હું રચત વૃક્ષોપનિષદ ન્હાતાં-નાચતાં શ્રાવણ વર્ષામાં ને એનું સમવેતગાન કરતાં કરતાં પ્રતીક્ષા કરત મને પર્ણકૂંપળો ફૂટવાની ફાગણે. પછી તો આ બાહુ બાહુ ન રહેતાં બની જશે શાખા-પ્રશાખા પર્ણોભરી ને આંગળીને ટેરવે ઝૂલશે મધુમલ્લિકાનાં ફૂલ-ઝૂમખાં શ્વેત ગુલાબી. કોઈ કહો, શુભ અવસર એ આવશે ને સાચ્ચે જ કદીક! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રામચન્દ્ર પટેલ/ખેતર|ખેતર]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રમેશ ર. દવે/માટીની મહેક|માટીની મહેક]] | |||
}} |
Latest revision as of 11:03, 24 September 2021
રમેશ ર. દવે
ગઈ કાલે રાતે સ્વપ્નમાં પીપળો આવ્યો હતો. મારા વતનને પાદર, વાવની માથે ઝળૂંબીને ઊભેલો, જોગંદર શો પીપળો. અમે સૌ કિશોરો, વાવના વિશાળ કોઠાની ઉપર ઝૂકેલી એની ડાળ પર ચઢીને પલાંઠિયો ધુબકો મારતા ને મંદિરના લાલગર મહારાજ એમને આવડે એવી હિંદીમાં ગાળો દેતા. એમની વાત ખોટી ન હતી. હિંદુ કુટુંબમાં પીપળો પૂર્વજ મનાય છે. પાણી રેડી એનું તર્પણ કરાય, માથે ન ચઢાય, ફળિયે વવાય નહીં, આપોઆપ ઊગે તો હરીચ્છા કહી કચવાતે મનેય આદર અપાય. પણ અમારા પેલા જોગંદર અશ્વત્થને તો કશુંય અડતું ન હતું. ન તો લાલગર મહારાજની ‘પીપળો રૂઠશે’ની ચિંતા કે અમારી ઉદ્દંડતા હા. એને અડતી હતી અમારા પલાંઠિયા ધુબકે ઉછાળેલી જળ-છોળ વાવની અને નર્યા તેજે ઘડ્યાં એનાં લિસ્સાં-સુંવાળાં પાન મરક્યાં કરતાં નિરંતર મહામૂલું!
વડ મને વત્સલ અનુભવાય છે પણ એ લગીર પ્રમાદી ને બહુ દિવસથી ન નહાયેલા, બગલઘોડી પર અડીખમ દેહ ટેકવી ઝૂકી ગયેલા અવધૂત શો ભાસે છે, જ્યારે અશ્વત્થ તો વિશાળ ને ઉન્નત, તપતેજમંડિત મહામના આચાર્ય જાણે! એની ઊંચાઈ ગર્વોન્નત નહીં, ભવ્યોદાત્ત લાગે. સૂર્યપ્રકાશ તો સૌ વૃક્ષો ઝીલે પણ પૂર્ણચંદ્રની ચાંદનીનો અભિસાર તો માત્ર અશ્વત્થ જ કરે! પૂનમની રાતે ઊંચા ઊંચા આકાશની પૂરી પશ્ચાદ્ભૂ મળે એ રીતે અશ્વત્થને જોજો દૂરથી, શતસહસ્ર કોટિકોટિ ગવાક્ષદીપથી શોભિત કોઈ સપ્તતલપ્રસાદ જાણે!
વડને તો વળી વય પણ જણાય જ્યારે અશ્વત્થ તો કાલાતીત. આજે પણ સણોસરાના બસ-સ્ટૅન્ડથી બસ જરીક આગળ ઊભી રહે છે ને મારા પગ વળે છે પાદરની વાવ તરફ. સામે જ ઊભો છે અબોલ તપસી સમો સ્થિર, નિષ્કંપ ને ગ્રીષ્માંકિત એ. અશ્વિનીકુમાર શા ચિરયુવા આ અશ્વત્થને નિહાળતાં જ શ્વસનતંત્ર ઊભરાઈ જાય છે. ચિત્ત અનુભવે છે આશાયેસઃ નિત્ય પરિવર્તનશીલ આ વિશ્વમાં બીજું કોઈ નહીં તોય આ અશ્વત્થ તો છે પૂર્વવત્! આનંદ છે એનો. અશ્વત્થ વિરલ છે એના કૃષ્ણત્વ થકી, પણ મને એની ઉપર બેસતાં ગીધ નથી ગમતાં. એમને માટે વડ ને ખીજડો છે અલાયદા. પછી મારા પિતૃને દૂષિત શા માટે કરે છે એ નઠારાં? પીપળે બેઠેલાં જરઠ-ખંધાં ગૃધ પક્ષીઓને જોતાં જ મારો હાથ પથ્થર શોધે છે પણ વળતી પળે જ કૃષ્ણનું સ્મરણ થાય છે. ‘પક્ષીઓમાં હું ગીધ છું’ – એમ ભલે ન કહ્યું હોય એમણે, પણ પાન અને પંખીમાં એમણે કદી ભેદ નહોતો જાણ્યો. તો છો રહ્યાં ગીધ! મને તો મઝા પડે છે અશ્વત્થની મજીઠરંગી નવકૂંપળો ખાતી ખિસકોલીઓ ને વરસાદી દિવસોમાં એની ડાળે રેંગતા રાતા મંકોડા સાથે. એક દિવસ દૂરબીન લઈને અણથક ચાલતી યાત્રા એમની નીરખવી છે. થાકું નહીં ત્યાં સુધી! પણ મને નથી સમજાતું એ કે ભૂતને પીપળો શા માટે મળી રહેતો હશે? શું એને સંતાવા માટે આમલીની ઘટા ઓછી પડતી હશે?
કાળવૈશાખી સાંજે ફૂંકાતા ચક્રવાતમાંય ધીરગંભીર રાજવી શો અણનમ ઊભો રહીને પોતાની અડગતા દાખવતો અશ્વત્થ એની આકરી કિંમત ચૂકવે છે; મૂળસોતો ઊખડી જઈને. વડલાની માફક એકાદી ડાળ-બાળ તૂટે આંધી-વંટોળમાં તો એ પીપળો નહીં! એ તો એની આઝાદી રાખશે અખંડ ને નહીં જળવાય ત્યારે ઝૂકી જવાને વિકલ્પે ઊખડી જવું પસંદ કરશે સમૂળું! માન છે એના એ રાજવી મિજાજ માટે!
પણ પારાવાર પ્રેમ તો છે લીમડા માટે. નાનું છોકરુંય કૂદકો મારીને ટીંગાઈ, હીંચકા ખાઈ લે નિરાંતે એટલું એ ઝૂકે છે સહજભાવે. વળી, વડ-આમલીની માફક ડાલામથ્યા મંકોડાય ન મળે લીમડે. ન જ હોય ને? લીમડે તો ગુંદરેય કડવોવખ ને પેલી તો માયા જ ગળપણની. વૈશાખ બેસતાંની સાથે વખારે કેરીનો દાબો નખાય ને અમેય લીંબોળીનો દાબો નાખીએ. પાકી લીંબોળીઓનો તો પારન હોય પણ વાદીલા હજામ કોને કહે? ટંગલી ટોચે ચડીને લીંબોળી વીણી ખિસ્સાં ભરીએ, થડની પાસે જ ખાડો ગાળીને અંદર કરીએ પાનની પથારી. પછી લીંબોળી, પાન, લીંબોળી, પાન ને એમ ચાર થર પર થર થાય. પાંચ દિવસ પહેલાં કોઈએ દાબો ખોલવો નહીં એવાં સહી-સિક્કા થાય સોગનનાં ને તોય કોઈ પાંચમી કતારિયો બેવફાઈ કરી નાખે. નક્કી કરેલા દિવસે દાબો ખોલીએ ને ખબર પડે; કોઈ હાથફેરો કરી ગયું છે! આંખે આખેઆખ્ખું કિસ્મત લૂંટાઈ ગયા-ની લાગણી ઝળહળે! પણ ક્વચિત્ આવો દાબો ક્યાં કર્યો હતો એ જગ્યા જ ભૂલી જવાની બાલ-મસ્તી અનુભવી છે!
મારાં નાનીને હું મોટીબા કહેતો. એ લીમડાનું દાતણ કરવા રોજ સવારે મને પ્રબોધેઃ ‘આમાં કેવી મઝા! ઊઠીને ફળિયામાં જઈ, કોઈ અડ્યુંય ન હોય એવું (એ પાછાં મરજાદી હતાં લગીર) તાજું દાતણ તોડી લેવાનું. ને મઝાની કૂચેય કેવી સરસ થાય!’ એક વાર તો એમણે દાતણ તૈયાર રાખેલું તે આપણા રામ ફસાઈ ગયેલા. પણ પછી વળતે દિવસે તો સીધો ભેંકડો જ તાણેલો. મોટીબા તો બિચારાં હેબતાઈ જ ગયેલાં, આપણા એ અકલ્પ્ય પરાક્રમથી! તે દિવસની ઘડી ને આજનો દી’, બસ ખલાસ! લીમડાને પ્રેમ કરું હૈયાફાટ પણ દાતણની વાત નહીં, હા, દાઢ દુઃખે ત્યારે એનાં પાનઉકાળેલા પાણીના કોગળા જરૂર કરું. ચપટી વગાડતામાં દર્દ ગાયબ. અકસીર ઇલાજ છે.
જોકે લીમડો સૌથી વધારે ગમે એ મ્હોરે ત્યારે. મધુતિક્ત એની ગંધમાં એક પ્રચ્છન્ન માદકતા છે, જે આમ્રમંજરીને સરગવાનાં ફૂલે ફૂટતી નશીલી ગંધની સાથે સીધી સ્પર્ધા કરે છે. ગ્રીષ્મના પ્રાતઃકાળે મંજરિત નીમવૃક્ષ તળે ચાલતાં, ઊંડા શ્વાસે સંગ્રહાતી અદ્ભુત ગંધથી નાસાપુટ છલકાઈ ન જાય તો તમે સહૃદયી શાના?
પણ આ સમય, આગળ કહ્યું તેમ, સરગવાનાં દૂધિયાં ફૂલોનો છે. નિરાંતે વરસી પરવારેલ ઉત્તરમેઘ, ચરીને ધરાયેલા વૃષભબાલની જેમ મસ્તીએ ચઢ્યા હોય શરદાકાશ મહીં, ત્યારે ફૂલાવા લાગેલો સરગવો આંબાની હરિતપીત અને કેસરવરણી આછી શ્યામગુલાલ મંજરીઓની સંગત કરવા સુધી ટકી રહે છે ઉત્સાહભર્યો. પાગલ વર્ષાની પવનલ્હેરખી સ્પર્શતાંની સાથે જ એ ભાઈસાહેબ બની જાય નર્યાં પ્રણયોન્મત્ત. પછી તો આષાઢ-શ્રાવણની રમતિયાળ હવાની સાથે નર્તન કરતાં કરતાં એ વિદારી દે છે સર્વસ્વ, સમર્પિતા તરુણી સમું. આષાઢી વર્ષાની એક સાંજ અને સરગવો મારા મનમાં આમ સચવાયાં છેઃ અવિરત ધારે વરસીને વિદાય થયેલાં મેઘમેદૂર વાદળ-હવાને સંભારી સંભારીને વૃક્ષો હવે ટપ ટપ ટપ ચૂએ છે એમનાં મિલનરાગને… પણ પેલો સરગવો જોયો? છે ને સાવ ક્ષત-વિક્ષત, કોઈ કામતૃપ્તા દંતનખક્ષતા રમણી સમો. એનાં પાનની પથારી થઈ ગઈ છે નીચે પણ એના ચહેરે શોભે છે કેલિક્રીડાચિહ્નો સગર્વ. વિગત ઉત્કટ પળોનો નશો સાચવીને એ ઊભો છે મદઅલસ પણ પરિતૃપ્તિના ગૌરવ સાથે. મને ઈર્ષા આવે છે એના આવડા સદ્ભાગ્યની!
વર્ષામાં જ ખીલે છે ખડચંપો. ગાર્ડનિયા એ એનું કદાચ ઇટાલિયન નામ છે. પૂરું એક ઝાપટુંય વરસ્યું નથી ને એ મહાશય કળીઓથી લેલૂમ. પાંદડાં એટલી કળીઓ ને એમાંય કોઈ અધીરી કળી તો, બાંગ પુકારતા કૂકડાની બંકી ગરદન પર શોભતી માંજરની માફક ગર્વોન્નત ખીલી ગઈ છે આગોતરું. આંખને હજુ એ આકર્ષે એ પહેલાં નાક શોધી કાઢે છે એને સુગંધરસ્તે! જયંત મેઘાણીને ત્યાં જતાં રસ્તામાં ‘મેઘવિલા’ની વંડીએથી ડોકિયું કરે છે એક ખડચંપો. મને ફૂલો તોડતાં પાપ નથી લાગતું. ઘરદ્વાર બંધ હોય તો એ મિત્રના બારણે ફૂલ ટેકવીને પાછો ફર્યો છું ઘણીક વેળા. મેઘાણીપરિવાર સાથેની મારી આ પુષ્પમૈત્રીથી ભારતીનેય લગીર ઓછું આવી ગયું હતું એક વાર. બહુ ચાહું છું ખડચંપાને. લીલી પાનચૂંદડીમાં સફેદ ફૂલો, એક શોભે છે કામિનિયાનાં ને બીજાં આ ગાર્ડેનિયાનાં. જોવા ન પામો ત્યાં સુધી કળાય નહીં જાદુ એનો.
વર્ષાને આવકારે છે ખડચંપો તો એને આવજો કહે છે નવરાત્રમાં અઢળક ગંધે ઢળી જતી રાતરાણી. એક નવરાત્ર આબુ પાર હતો. બીજું બધું તો એ પ્રવાસનું સમયવહેણમાં તણાતું રહ્યું છે પણ પ્રહ્લાદનાં ગાયેલાં ગીતો, રાત્રિવેળા શંકરમઠના નિર્જન રસ્તે મૌન ચાલતાં સાંપડેલું સખ્ય ને પિયરઘરે પથરાઈને બેઠેલી નચિંત કુલવધૂ-શી જાજ્વલ્યમાન રાતરાણી – આ બધાં ચિરસંગી બની ગયાં છે મારાં. રાતરાણીની ઊલટ કીધી ન જાય. સંચિત સઘળું ઠાલવી દેશે પાગલ કરી દેતી ગંધ રેલાવીને ને નવાઈ તો જુઓ એની – રાત્રિપ્રહરોમાં અબાધિત સુગંધ ધરાવતી આ માનુનીનાં ફૂલોને સવારે સૂંધો નજીક લઈ જઈને પણ વૃથા સઘળું. કોની સુગંધ ને શી વાત? રાતે હતી એમ? તે હશે. રાતની વાત રાત જાણે. પછી તો અંદર અંકે થઈ ગયું છેઃ આબુની રાતો એટલે શંકર મઠની નિર્જન પૈદલયાત્રા, રાતરાણીના પડાવો ઢૂંઢતાં ઢૂંઢતાં…
વાત હજુ રાતરાણીની કરું છું ત્યાં જુઓ આવી પહોંચી વસંતપંચમી એના ઉત્સવઘેલા રૂપ, રસ ને ગંધના ગણો સહિત. પહેલાં તો હવામાં ઉમેરાયેલા પુષ્પરાગની ગંધ થકી પામી જવાતું આગમન એનું. પણ હવે તો ઘ્રાણેન્દ્રિય જ ક્યાં રહી છે સાબદી એવી? ને છતાં ક્વચિત્ ગાડામારગે ચાલતા સંધ્યાટાણે ફાગની વેલે કે અરણીડાળે ઝૂલતાં દુગ્ધોજ્જ્વલ ફૂલો મહીંથી ઝમતી આછોતરી સુગંધને એ ઓળખી કાઢે છે ત્યારે ધન્ય થઈ રહું છું મનોમન.
વસંત એટલે રંગવૈભવ. શીમળો ઓઢશે હવે લાલંલાલ ગવન એનું ને કાલિદાસે વિક્રમોર્વશીયમ્માં એનું વર્ણન કર્યું છે એ કર્ણિકાર કહેતાં ગરમાળો હવે ફૂલશે શરમાતો શરમાતો. એના ઝુમ્મર-શા ફૂલ-ઝૂમખાં આરંભે તો પત્રસમૂહોમાંથી ડોકિયું કરશે હળવેકથી ને કોઈ જુએ ન જુએ અલપઝલપ ત્યાં મોં સંતાડી દેશે ઘૂંઘટ મિશે, ગભરુ પણ કોડીલી નવવધૂ જાણે! પીતહરિતની આ જુગલબંદી, નરોત્તમ પલાણને પ્રિય છે એ શબ્દ પ્રયોજીને કહું તોઃ અદ્ભુત, અદ્ભુત… બસ અદ્ભુત! પણ લાંબો સમય ટકે તો એ અદ્ભુત શાને? પછીથી એ પર્ણવિહીન થતો જશે ક્રમશઃ ને પીળાં ઝુમ્મરો રાહ જોશે કૃષ્ણચુડા અર્થાત્ ગુલમહોરના ખીલવાની.
મારે ઘેર મેં એક ક્યારામાં આ બંને ભેરુબંધોને સહોદરની જેમ ઉછેર્યા હતા. ચોથે વરસે તો કંધોધર થઈ કોળી ઊઠ્યા હતા. બેય મન મૂકીને. પણ એમની આ દોસ્તી લાંબું ન ટકી. એમના એ અકલ્પ્ય વિકાસની મારી અન્યાય સહન કરી રાંક લીંબુડીની તરફેણ અમારા પડોશી અમુભાઈ માળીએ કરી ને સગાં ભાંડરુ જેવા એ બંનેનો સથવારો તૂટતો ન જોઈ શકાતાં હું વિક્ટૉરિયા પાર્ક ચાર્યો ગયો હતો એ સાંજે.
મધ્ય ફાગણમાં ઉજાણી કરે છે કચનાર એની ધીમી ખુશ્બોની. શ્વેત કચનાર રાતનું ફૂલ છે. શ્યામગુલાલ અને ગુલાબી કચનારની રંગભભક કાનબૂટ પકડીને કબૂલ, પણ એમાં પેલા ધવલ કરનારની માદક ગંધ ક્યાં? એ ન પારખે એ દુર્ભાગી જનમભરનો! હોળીની રાતે સખીની સાથે માણેલ એકાંત જ નહીં, પૂનમનું શુભ્ર ચંદ્રતેજ અને એવું જ ઉજ્જ્વલ કચનાર ફૂલ મારી સ્મરણમંજૂષામાં સચવાયાં છે માતબર.
ગયા ભવે નહીં તો આવતે ભવ હું જરૂર પલાશ હોઈશ, એની આઠમાસી રુક્ષતા ને કેસરવરણી જાહોજલાલી ઉન્મત્ત આકર્ષે છે મને. ફૂલેલો કેસૂડો મને, તલવારોના અસંખ્ય ઘાથી ચારણી ચારણી થઈ ગયેલા શરીરેય લડતા રાણા સંગની યાદ અપાવે છે. રુધિરઅર્ચિત શૌર્યમઢ્યો રાણો સંગ ને ભભૂકતી કેસરી અગનઝાળોથી છકી જતો કેસૂડો, અવિરલનાં અદ્દલ દૃષ્ટાંત બંને. ઓળખતો ન હોય એને તો, અષાઢે ખરબચડાં, ઘેરાં લીલાં પર્ણઝુંડોથી ઘેઘૂર દીસતો ખાખરો ને બેસતા ફાગણે, મેળો મ્હાલવા જતી મદમસ્ત જુવતીની જેમ નખશિખ શણગારાઈ જતો કેસૂડો, બંને એક જ છે – એ વાત સાચી ન લાગે લગીરે. પણ એમાં કેસૂડો શું કરે? એ તો ફાગણનો છડીદાર. એટલે તો ગવાયું છેઃ
ફાગણ આવ્યો રે સખી, કેસૂ ફૂલ્યાં રસાળ,
(પણ) રુદે ન ફૂલી રાધિકા, ભંવર કનૈયાલાલ.
વિપ્રલંભશૃંગારની કૈંક કવિતામાં કેસૂડે વગર વાંકગુને કેટલીય પ્રોષિતભર્તૃકાઓના ઉપાલંભ સહ્યા છે પણ પ્રિયવિરહ સહતી પ્રોષિતભર્તૃકાનોય શો વાંક? માણસનું મન જ એવું છે કે એને સાંપડવું જોઈતું ન આવી મળે તો એ કોઈનુંય સારું સાંખી શકે નહીં ને બળે-પ્રજળે ઇર્ષાગ્નિમાં સાદ્યંત!
ધૂળેટીને દિવસે લોકશાળામાં કેસૂડો રાજા. એને માટે દસ-બાર માઇલની જાત-વળતની ખેપ કરવામાં આળસ નથી અનુભવી કદી. કોથળા લઈને ઊપડ્યા ને ચોગાન આખાને ભરી દીધું કેસૂડાંથી, પરબે પાણી પાતાં કેડઝૂકેલાં માજીની પાસે ફૂલવેણીની અઘરી, કેમેય ન આવડતી ગાંઠ પણ કેસૂડાને સથવારે જ શીખ્યો હતો. ને મઝાની હાથ સવાહાથની વેણી ગૂંથી, શાળાએ વહેલી આવતી કાળીભમ્મર વેણીવતી બાલસખીને આપતાં રચાયેલા તારામૈત્રકે (?) જગવેલું અપ્રતીમ સંવેદન ક્યાં શમ્યું છે હજી?
શિશિરની ગુલાબી સવારે શિરીષવૃક્ષ તળેથી પસાર થયા છો કદી? એ તમને બાંધી લેશે, એનાં ફૂલોથી ફૂટતા ગંધપાશથી. શિરીષની મઝા સૂર્યોદય પહેલાં. પછીથી મળો ને સદ્ભાગી હો તો તમને મળે એની સુગંધના સગડ માત્ર. સૂર્યની હૂંફાળી હવામાંય એની ગંધપરીઓ અલોપ થઈ જવાની કર્પૂરમહેક સમી.
પણ ગ્રીષ્મને શણગારનારાનો ક્યાં તોટો છે? આવળ અને કેરડો તો ગ્રીષ્મનાં જ જીવ. એમાંય આવળ તો સજશે પીળી પીઠી ચડેલી કૃષકકન્યા સમી! એનાં પીળાં ફૂલોના ગુચ્છ પેલા સુવર્ણાલંકારોનેય શરમાવશે. પણ પોતાનાં રતૂમડાં ફૂલોથી છકી ગયેલા કેરડાને એનો વરલાડલો કલ્પીને કવિ ‘મીનપિયાસી’એ એક સુભગ દૃશ્ય રચ્યું છેઃ
‘આવળને કેરડો કરે પ્રેમ, એમ કેમ?’
મૂળે કેરડો રેઢિયાળ, ધૂળિયો જીવ પણ કાન્તાનો સંગ કોને કહે? પડખે ઊભી આવળે એનાં પીતપટકુળો પહેર્યાં નથી ને આપણા વરલાડાએય માથે રાતું છોગું ફરકાવ્યું નથી!
આમેય ગ્રીષ્મની ચાંદની ને એનાં શ્વેત જૂઈ-ચમેલી અને મોગરા-ડોલરથી કોણ અજાણ્યું હશે? થાળી ભરીને ઉતારેલાં મોગરાનાં ફૂલોમાંથી પ્રગટ થાય છે વ્રતધારિણી કો’કિશોરી મુગ્ધ. એનાં સાટિનનાં ચણિયા-ચોળી ને પૂજનથાળમાં શોભતા અબીલગુલાલની મિશ્ર ગંધ મને સ્થાપી આપે છે ગોરમા, ગાયનો ખીલો ને લીલાછમ્મ જુવારાની પૂજનપળો મહીં.
અહીં યાદ કર્યાં એ અશ્વત્થ ને લીમડો, ફૂલબોજે ઝૂકી જતો સરગવો ને નવમંજરિત આમ્રવૃક્ષ, રંગરેલીઓ ભરતાં ગુલમહોર, ગરમાળો ને પલાશ-કચનાર એ સૌની આણ વરતે છે આપણી પંચેન્દ્રિયો પર. પણ ડુંગરે ચઢીને નિષ્ઠુર ગ્રીષ્મપળોના દશાગ્નિને સેવતો ગોરડ તો નર્યો હઠયોગી છે. કાંટાળો ગોરડ મારે મન સાક્ષાત્ નિર્વેદ છે. માખી-મચ્છરની પાંખ જેવાં એનાં ઝીણાં પાન ને રાખોડી રંગ, પણ અતીત બાવાની જેવો એનો રોષ પણ ભારે છે, ગાયો ચારતી ગોપકન્યા એની નીચેથી પસાર થવા જશે ને એ એની લોમડીને ઉઝરડા પાડ્યા વિના નહીં રહે! પછી પોતાના પરાક્રમ પર અટ્ટહાસ્ય કરતો ધૂણી ઊઠશે અઘોરી સમું! ગોરડનું વન જોતાં મને શંકરના ગણોની છાવણી જ યાદ આવે છે હંમેશ.
ખેર, વૃક્ષોની વાતે ચઢતાં તો વાણું વાઈ જશે… પણ ન જાણે શાથી, સાંઢીડા મહાદેવની આસપાસની ઝાંખી થતી જતી વૃક્ષરાજીમાં આજે પણ મને મોસાળ અનુભવાય છે મારું! અને એટલે જ વસંતતિલકા ને શાર્દૂલવિક્રીડિત જેવા છંદો સ્ફુરતા હોત સહજભાવે જો મને; હું રચત વૃક્ષોપનિષદ ન્હાતાં-નાચતાં શ્રાવણ વર્ષામાં ને એનું સમવેતગાન કરતાં કરતાં પ્રતીક્ષા કરત મને પર્ણકૂંપળો ફૂટવાની ફાગણે. પછી તો આ બાહુ બાહુ ન રહેતાં બની જશે શાખા-પ્રશાખા પર્ણોભરી ને આંગળીને ટેરવે ઝૂલશે મધુમલ્લિકાનાં ફૂલ-ઝૂમખાં શ્વેત ગુલાબી. કોઈ કહો, શુભ અવસર એ આવશે ને સાચ્ચે જ કદીક!