18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} વિશાખાને જોઈ એ પછી થોડા જ દિવસોમાં એ સ્પષ્ટ થઈ ગયું કે આ સ્ત્ર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|વિશાખાનો ભૂતકાળ | પ્રવીણસિંહ ચાવડા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિશાખાને જોઈ એ પછી થોડા જ દિવસોમાં એ સ્પષ્ટ થઈ ગયું કે આ સ્ત્રી મજબૂત ભૂતકાળ ધરાવતી હતી. આમ તો આ વાત ઘણી સૂક્ષ્મ હતી. કોઈને ઝટ દેખાય નહીં. એ સહુની સાથે હસીને વાત કરતી પણ એમાં એક જાતનું દૂરત હતું. વાત કરતી હોય ત્યારે બધાંથી ચારપાંચ ફૂટ દૂર ઊભી રહેતી અને વાત સાંભળવાનો, એમાં રસ લેવાનો પ્રયત્ન કરતી હોય એવું લાગતું. બોલવું, ચાલવું, ડોક ફેરવવી, પાણીનો પ્યાલો લઈ હોઠે અડાડવો – બધી ક્રિયાઓ ધીમેથી કરતી એટલે એની આજુબાજુની સૃષ્ટિ સાથે એનું આંતરિક ઘડિયાળ થોડીક ઘડીઓ ચૂકી ગયું હોય એવું લાગતું. આજુબાજુની ગતિ સાથે એનો તાલ મળતો નહોતો અથવા એ મેળવવા માગતી નહોતી. બધી દોડધામ એ શાંતિથી, અદબ વાળીને ઊભા ઊભા જોયા કરતી હતી. બધાં ચાલ્યાં? – તો જાઓ. આ ફાઈલ? હા, આ ફાઈલ. એનું શું હતું? જાણે ગાયોના ધણમાંથી છૂટી પડીને એક ગાય બધાંથી દૂર ક્ષિતિજ સામે તાકતી ચાલતી હતી. એને જોઈ લાગતું હતું કે આ સ્ત્રી અહીં નથી. એ સતત કોઈ બીજી જ જગ્યાએ છે. | વિશાખાને જોઈ એ પછી થોડા જ દિવસોમાં એ સ્પષ્ટ થઈ ગયું કે આ સ્ત્રી મજબૂત ભૂતકાળ ધરાવતી હતી. આમ તો આ વાત ઘણી સૂક્ષ્મ હતી. કોઈને ઝટ દેખાય નહીં. એ સહુની સાથે હસીને વાત કરતી પણ એમાં એક જાતનું દૂરત હતું. વાત કરતી હોય ત્યારે બધાંથી ચારપાંચ ફૂટ દૂર ઊભી રહેતી અને વાત સાંભળવાનો, એમાં રસ લેવાનો પ્રયત્ન કરતી હોય એવું લાગતું. બોલવું, ચાલવું, ડોક ફેરવવી, પાણીનો પ્યાલો લઈ હોઠે અડાડવો – બધી ક્રિયાઓ ધીમેથી કરતી એટલે એની આજુબાજુની સૃષ્ટિ સાથે એનું આંતરિક ઘડિયાળ થોડીક ઘડીઓ ચૂકી ગયું હોય એવું લાગતું. આજુબાજુની ગતિ સાથે એનો તાલ મળતો નહોતો અથવા એ મેળવવા માગતી નહોતી. બધી દોડધામ એ શાંતિથી, અદબ વાળીને ઊભા ઊભા જોયા કરતી હતી. બધાં ચાલ્યાં? – તો જાઓ. આ ફાઈલ? હા, આ ફાઈલ. એનું શું હતું? જાણે ગાયોના ધણમાંથી છૂટી પડીને એક ગાય બધાંથી દૂર ક્ષિતિજ સામે તાકતી ચાલતી હતી. એને જોઈ લાગતું હતું કે આ સ્ત્રી અહીં નથી. એ સતત કોઈ બીજી જ જગ્યાએ છે. | ||
Line 156: | Line 158: | ||
આ પ્રશ્નનો જવાબ નકારમાં છે એ વિશે મને કોઈ શંકા નથી. | આ પ્રશ્નનો જવાબ નકારમાં છે એ વિશે મને કોઈ શંકા નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણસિંહ ચાવડા/બદામી રંગનો કોટ અને છત્રી|બદામી રંગનો કોટ અને છત્રી]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઉત્પલ ભાયાણી/ખતવણી|ખતવણી]] | |||
}} |
edits