19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|આઢ | હર્ષદ ત્રિવેદી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘તે હેં લખમણીયાં, તમારે ચ્યાં રોજ બાંમણ જમાડવા સે? કાલા ફોંલીનું શું લેવા અંગોઠા તોડતાં હશ્યો…’ કોઈ બોલ્યું ને લખમીમાં ઊકળી ઊઠ્યાં, મણ એકની ચોપડાવી ને બોલ્યા, ‘તેરમીની! ખબડદાડ જો હવે કો દિ’ જીભડો બારો કાઢ્યો સે તો અડદાળો કાઢી નાખીસ!’ ને આખો આઢ હસી પડ્યો. લખમીમા ગામ આખાને ગાળો દઈ શકે. કોઈ એમનો ધોખો ન કરે, સામેથી હસવાનું થાય. લાજ કાઢેલી એક વહુ બોલી, ‘ડોશીને ચ્યાં હખ સે…’ લખમીમાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું ને એક છોકરાને પકડ્યો ને કહ્યું કે – ‘જા, ભગાને બોલાવ્ય, આજ તો બે મણ ઠેલી મેલું…! છોકરાએ ખિસ્સાં પકડીને ચડી ઊંચી કરી પછી બુશકોટની બાંયથી નાક લૂછ્યું ને કહે, ‘ભગાભેજી તો કાંપમાં જ્યાં સે, મોરારભે હયે…’ | ‘તે હેં લખમણીયાં, તમારે ચ્યાં રોજ બાંમણ જમાડવા સે? કાલા ફોંલીનું શું લેવા અંગોઠા તોડતાં હશ્યો…’ કોઈ બોલ્યું ને લખમીમાં ઊકળી ઊઠ્યાં, મણ એકની ચોપડાવી ને બોલ્યા, ‘તેરમીની! ખબડદાડ જો હવે કો દિ’ જીભડો બારો કાઢ્યો સે તો અડદાળો કાઢી નાખીસ!’ ને આખો આઢ હસી પડ્યો. લખમીમા ગામ આખાને ગાળો દઈ શકે. કોઈ એમનો ધોખો ન કરે, સામેથી હસવાનું થાય. લાજ કાઢેલી એક વહુ બોલી, ‘ડોશીને ચ્યાં હખ સે…’ લખમીમાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું ને એક છોકરાને પકડ્યો ને કહ્યું કે – ‘જા, ભગાને બોલાવ્ય, આજ તો બે મણ ઠેલી મેલું…! છોકરાએ ખિસ્સાં પકડીને ચડી ઊંચી કરી પછી બુશકોટની બાંયથી નાક લૂછ્યું ને કહે, ‘ભગાભેજી તો કાંપમાં જ્યાં સે, મોરારભે હયે…’ | ||
| Line 156: | Line 156: | ||
વખારમાંથી હીરજીની વહુ બહાર આવી ત્યારે લખમીમાએ છેલ્લો ઢોલિયો બાકી હતો એય પૂરો કર્યો ને ઠાલિયું ફેંક્યું ઢગલામાં… | વખારમાંથી હીરજીની વહુ બહાર આવી ત્યારે લખમીમાએ છેલ્લો ઢોલિયો બાકી હતો એય પૂરો કર્યો ને ઠાલિયું ફેંક્યું ઢગલામાં… | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હર્ષદ ત્રિવેદી/જાળિયું|જાળિયું]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રેણુકા પટેલ/મીરાંનું ઘર|મીરાંનું ઘર]] | |||
}} | |||
edits