સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/ફોરમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી. વાયરો ક્યાં જઈ ગંધ વખાણે, ફૂલ તો એનું ક...")
 
(No difference)

Latest revision as of 04:04, 5 June 2021

ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂગું મરતું લાજી…
એનું નિજના રંગમાં રાતું,
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઈ તો સામે
મહેક દે તાજી તાજી!
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.