સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/નિરધાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સાચને પડખે રહીને ઝૂઝતાં આપણે પળવાર પણ ખસવું નથી… જાલિમો ને ધૂર્...")
 
(No difference)

Latest revision as of 04:10, 5 June 2021

સાચને પડખે રહીને ઝૂઝતાં
આપણે પળવાર પણ ખસવું નથી…
જાલિમો ને ધૂર્તના પાયે પડી
કોઈ દી કોઈ મિષે નમવું નથી…
પ્રાણ મારા, એકલા આગે બઢો;
આજ બોલો, ‘ના, હવે ડરવું નથી.’…
સાચને પડખે પરાજય હો ભલે,
તે છતાં પાછું હવે ફરવું નથી.