રવીન્દ્રપર્વ/૫૯. વિદાય-અભિશાપ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૯. વિદાય-અભિશાપ| }} <poem> (દેવગણનો આદેશ લઈને બૃહસ્પતિપુત્ર કચ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
(દેવગણનો આદેશ લઈને બૃહસ્પતિપુત્ર કચ દૈત્યગુરુ શુક્રાચાર્યની પાસે સંજીવની વિદ્યા શીખવાના નિમિદૃો જાય છે. ત્યાં સહસ્ર વર્ષો ગાળીને અને નૃત્યગીતવાદ્ય દ્વારા શુક્રદુહિતા દેવયાનીના મનને રંજિત કરીને સિદ્ધકામ થઈ કચ દેવલોકમાં પાછો જવા નીકળે છે. એ વેળાએ દેવયાનીની વિદાય લેવા જાય છે. ત્યારે એ બે વચ્ચે નીચેનો વાર્તાલાપ થાય છે.) | (દેવગણનો આદેશ લઈને બૃહસ્પતિપુત્ર કચ દૈત્યગુરુ શુક્રાચાર્યની પાસે સંજીવની વિદ્યા શીખવાના નિમિદૃો જાય છે. ત્યાં સહસ્ર વર્ષો ગાળીને અને નૃત્યગીતવાદ્ય દ્વારા શુક્રદુહિતા દેવયાનીના મનને રંજિત કરીને સિદ્ધકામ થઈ કચ દેવલોકમાં પાછો જવા નીકળે છે. એ વેળાએ દેવયાનીની વિદાય લેવા જાય છે. ત્યારે એ બે વચ્ચે નીચેનો વાર્તાલાપ થાય છે.) | ||
કચ દે તું આજ્ઞા, દેવયાનિ, દેવલોકે દાસ | કચ{{space}} દે તું આજ્ઞા, દેવયાનિ, દેવલોકે દાસ | ||
:::: કરશે પ્રયાણ. આજે ગુરુગૃહવાસ | |||
:::: થાય છે સમાપ્ત. આશીર્વાદ દે તું મને | |||
:::: જે વિદ્યા શીખ્યો છું અહીં ચિરકાળે તેને | |||
:::: ઉજ્જ્વલ રત્ન શી રાખું દીપ્ત ઉરે મમ | |||
:::: સુમેરુશિખરે સૂર્ય રહે જેમ | |||
:::: અક્ષયકિરણ. | |||
દેવયાની મનોરથ થયા પૂર્ણ, | દેવયાની{{space}} મનોરથ થયા પૂર્ણ, | ||
:::: પામ્યો તું દુર્લભ વિદ્યા સેવી ગુરુચર્ણ, | |||
:::: સહસ્ર વર્ષોની તવ દુ:સાધ્ય સાધના | |||
:::: સિદ્ધ આજે; અન્ય કશી નહીં શું કામના? | |||
:::: જોને જરા ચિત્તે તારે. | |||
કચ અન્ય કશું નહૈં. | કચ{{space}} અન્ય કશું નહૈં. | ||
દેવયાની કશું નહૈં? તોયે એક વાર જો તું ફરી | દેવયાની કશું નહૈં? તોયે એક વાર જો તું ફરી | ||
:::: અવગાહી ઉરકેરી સીમાન્ત અવધિ | |||
:::: કરી જોને શોધ; અન્તરને પ્રાન્તે યદિ | |||
:::: વાંચ્છા કો પ્રચ્છન્ન રહી કુશાંકુર સમ | |||
:::: ક્ષુદ્ર દૃષ્ટિ-અગોચર તોય તીક્ષ્ણતમ. | |||
કચ આજે પૂર્ણ કૃતાર્થ જીવન. સ્થળે ક્યાંંય | કચ{{space}} આજે પૂર્ણ કૃતાર્થ જીવન. સ્થળે ક્યાંંય | ||
:::: ઉરતણા શૂન્ય નહિ, દૈન્ય વા જરાય | |||
:::: સુલક્ષણે! | |||
દેવયાની તું છે સુખી ત્રિભુવને આજે | દેવયાની{{space}} તું છે સુખી ત્રિભુવને આજે | ||
:::: જા તું ભલે ઇન્દ્રલોકે નિજ કાર્ય કાજે | |||
:::: ઉચ્ચ શિરે ગૌરવપૂર્વક. સ્વર્ગપુરે | |||
:::: ઊઠશે આનન્દધ્વનિ, મનોહર સૂરે | |||
:::: વાગશે મંગલ શંખ, સુરાંગનાગણ | |||
:::: કરશે મસ્તકે તારે પુષ્પનું વર્ષણ - | |||
:::: સદ્યચ્છિન્ન નન્દનની મન્દારમંજરી. | |||
:::: સ્વર્ગપથે કલકણ્ઠે અપ્સરી કિન્નરી | |||
:::: કરશે સ્વાગત આહા! વિપ્ર, બહુ ક્લેશે | |||
:::: વીત્યા છે દિવસ તારા વિજને વિદેશે | |||
:::: સુકઠોર અધ્યયને અહીં ન કો અન્ય | |||
:::: સુખમયગૃહ બને જેથી સ્મૃતિગમ્ય, | |||
:::: નિવારી છે પ્રવાસવેદના, અતિથિને | |||
:::: સત્કાર્યો છે યથાસાધ્ય પૂજનેઅર્ચને | |||
:::: દરિદ્ર કુટીરે. તોય અહીં સ્વર્ગસુખ | |||
:::: ક્યાંંથી લાવું? અહીં ક્યાં છે આનન્દિત મુખ | |||
:::: સુરલલનાનું? મહાઆશ સેવું મને | |||
:::: આતિથ્યનો અપરાધ રહે ના સ્મરણે | |||
:::: પાછા જતાં સુખલોકે. | |||
કચ સુકલ્યાણ સ્મિતે | કચ{{space}} સુકલ્યાણ સ્મિતે | ||
:::: પ્રસન્ન વિદાય આજે દેવી જોશે મને. | |||
દેવયાની સ્મિત? હાય સખા, આ તો નથી સ્વર્ગપુરી | દેવયાની સ્મિત? હાય સખા, આ તો નથી સ્વર્ગપુરી | ||
:::: પુષ્પે કીટસમ અહીં તૃષ્ણા રહે જાગી | |||
:::: મર્મમાંહિ, વાંચ્છા ભમી વાંચ્છિતને ઘેરે | |||
:::: લાંચ્છિત ભ્રમર જેમ વારંવાર ફરે | |||
:::: મુદિત પદ્મની પાસે. સુખ જતાં અહીં | |||
:::: નાખે દીર્ઘ શ્વાસ બેસી સ્મૃતિ એકાકિની | |||
:::: શૂન્યગૃહે; અહંયાિ સુલભ નથી હાસ્ય | |||
:::: જા હે સખા, મળશે શું ગુમાવ્યે સમય? | |||
:::: ઉત્કણ્ઠિત દેવગણ — | |||
:::: જશે ત્યારે, બસ | |||
:::: બેએક વાતોમાં થયું સકલ સમાપ્ત? | |||
:::: દશશત વર્ષ પછી આવી જ વિદાય? | |||
કચ દેવયાની, શો છે મારો અપરાધ? | કચ{{space}} દેવયાની, શો છે મારો અપરાધ? | ||
દેવયાની હાય, | દેવયાની હાય, | ||
:::: સુન્દરી અરણ્યભોમે સહસ્ર વત્સર | |||
:::: દીધી છે વલ્લભછાયા સુણાવ્યાં છે એણે | |||
:::: વિહંગકૂજન અને પલ્લવમર્મર એને | |||
:::: આમ જ સહજે જૈશ છોડી? તરુરાજિ | |||
:::: મ્લાન થઈ જાય જાણે ને જો વળી આજે | |||
:::: વનચ્છાયા ગાઢતર શોકે શ્યામ થાયે, | |||
:::: ક્રન્દી ઊઠે વાયુ, શુષ્ક પત્ર ખરી પડે, | |||
:::: તું જ માત્ર ચાલ્યો જાય સહાસ્ય અધરે, | |||
:::: નિશાન્તના સુખસ્વપ્ન સમ. | |||
કચ આ વનભૂમિને મેં તો માતૃભૂમિ માની, | કચ{{space}} આ વનભૂમિને મેં તો માતૃભૂમિ માની, | ||
:::: અહીં થયો નવજન્મ પ્રાપ્ત. એના પરે | |||
:::: મારે નથી અનાદર, - ચિર પ્રીતિભર્યે | |||
:::: ઉરે સદા કરીશ સ્મરણ. | |||
દેવયાની આ જ પેલું | દેવયાની{{space}} આ જ પેલું | ||
:::: વટવૃક્ષ જેની છાયે પ્રતિદિન સખા, | |||
:::: ગોધન ચરાવી આવી સૂઈ જતો સુખે | |||
:::: મધ્યાહ્નના ખરતાપે, ક્લાન્ત તવ કાયા, | |||
:::: અતિથિવત્સલ તરુ, નિજ દીર્ઘ છાયા | |||
:::: એહ પરે ઢાળે, નિંદરનું લાવે ઘેન | |||
:::: ઝર્ઝરપલ્લવદલે કરીને વીજન | |||
:::: મૃદુસ્વરે, — ભલે જા તું છેલ્લી વાર | |||
:::: સ્નેહછાયાસંભાષણ લઈ જાને સાથ, | |||
:::: પળ એક નહીં થોભે એ વિલમ્બે તવ | |||
:::: સ્વર્ગને જશે ના કદી ખોટ. | |||
કચ અભિનવ | કચ{{space}} અભિનવ | ||
:::: લાગે જાણે મને આજે વિદાયની ક્ષણે | |||
:::: આ સહુય ચિરપરિચિત બન્ધુગણ | |||
:::: પ્રિયજન ભાગી જાય, બાંધી રાખવાને | |||
:::: વિસ્તારી દિયે છે સહુ વ્યગ્ર બની સ્નેહે | |||
:::: નૂતન બન્ધનજાળ, અન્તિમ વિનતિ, | |||
:::: અપૂર્વ સૌન્દર્યરાશિ. ઓ હે વનસ્પતિ, | |||
:::: આશ્રિતજનની બન્ધુ, કરું નમસ્કાર. | |||
:::: કેટલાય પાન્થ બેસશે છાયાએ તવ | |||
:::: છાત્ર વળી મમ સમ હજુ ઘણા દિન | |||
:::: પ્રચ્છન્ન પ્રચ્છાયતલે નીરવ નિર્જન | |||
:::: પક્ષીઓના કલરવને, ઢાળી દર્ભાસન | |||
:::: કરી રે’શે અધ્યયન; કરી પ્રાત:સ્નાન | |||
:::: ઋષિબાળક સૌ આવી સજલ વલ્કલ | |||
:::: સુકાવશે તારી ડાળે, ગોવાળનું દળ | |||
:::: મધ્યાહ્ને કરશે ખેલ, આ સૌ ક્રીડા કાજે | |||
:::: આ પુરાણો મિત્ર તવ ભુલાય ના જોજે. | |||
દેવયાની હૈયે રાખ આપણી હોમધેનુનેય | દેવયાની{{space}} હૈયે રાખ આપણી હોમધેનુનેય | ||
:::: સ્વર્ગસુધા પાન કરી આ પુણ્યદા ગાય | |||
:::: ભૂલીશ ના ગર્વે. | |||
કચ સુધાથીય સુધામય | કચ{{space}} સુધાથીય સુધામય | ||
:::: દૂધ એનું; જોઈ એને થાય પાપક્ષય, | |||
:::: માતૃરૂપા, શાન્તિસ્વરૂપિણી, શુભ્ર કાન્તિ, | |||
:::: પયસ્વિની. ના લેખીને ક્ષુધાતૃષ્ણા શાન્તિ, | |||
:::: એની મેં કરી છે સેવા, ગહન કાન્તારે | |||
:::: એની સંગે શ્યામશષ્પ સ્રોતસ્વિની નીરે | |||
:::: ફર્યો છું હું દીર્ઘ દિન; પરિતૃપ્તિ ભરી | |||
:::: સ્વેચ્છા થકી નિમ્ન તટે ઉપભોગ કરી | |||
:::: અપર્યાપ્ત તૃણરાશિ સુસ્નિગ્ધ કોમલ- | |||
:::: આલસ્યમંથર તનુ પામી તરુતલ | |||
:::: વાગોળતી ધીરે ધીરે સૂઈ તૃણાસને | |||
:::: દીર્ઘકાળ, વચ્ચે વળી વિશાળ નયને | |||
:::: સકૃતજ્ઞ શાન્તદૃષ્ટિ માંડી ગાઢ સ્નેહે | |||
:::: હૈયે રે’શે એ જ દૃષ્ટિ સ્નિગ્ધ અચંચલ, | |||
:::: પરિપુષ્ટ શુભ્રતનુ, ચિક્કણ, પિચ્છલ. | |||
દેવયાની ને ભૂલીશ નહીં, આપણી આ કલસ્વના | દેવયાની{{space}} ને ભૂલીશ નહીં, આપણી આ કલસ્વના | ||
:::: સ્રોતસ્વિની વેણુમતી. | |||
કચ એને નહિ ભૂલું. | કચ{{space}} એને નહિ ભૂલું. | ||
:::: વેણુમતી! કેટલીય કુસુમિત કુંજે | |||
:::: મધુકણ્ઠે આનન્દિત કલગાન ગુંજે | |||
:::: આવતી શુશ્રૂષા કાજે ગ્રામ્યવધૂ સમ | |||
:::: સદા ક્ષિપ્ર ગતિ પ્રવાસસંગિની મમ | |||
:::: નિત્ય શુભ્રવ્રતા. | |||
દેવયાની હાય બન્ધુ, આ પ્રવાસે | દેવયાની{{space}} હાય બન્ધુ, આ પ્રવાસે | ||
:::: અન્ય કોઈ સહચરી નો’તી તારી પાસે | |||
:::: પરગૃહવાસદુ:ખ ભુલાવી દેવાને | |||
:::: યત્ન જેણે કર્યા મને કંઈ રાતદિને; | |||
:::: હાય રે દુરાશા! | |||
કચ ચિરજીવનની સંગે | કચ{{space}} ચિરજીવનની સંગે | ||
:::: નામ તેનું ગયું છે ગુંથાઈ. | |||
દેવયાની યાદ છે ને | દેવયાની{{space}} યાદ છે ને | ||
:::: આવ્યો હતો પ્રથમ તું અહિંયા જે દિને | |||
:::: કિશોર બ્રાહ્મણ તરુણઅરુણ સમ | |||
:::: સ્નિગ્ધ દીપ્તિવન્ત તનુ તવ ગૌરવર્ણ | |||
:::: ચન્દને અચિર્ત ભાલ, કણ્ઠે પુષ્પમાળ | |||
:::: પ્હેર્યું હતું પટ્ટવાસ, અધરે નયને | |||
:::: પ્રસન્ન સરલ હાસ, પણે પુષ્પવને | |||
:::: ઊભો’તો તું આવી — | |||
કચ તુંય સદ્યસ્નાન કરી | કચ{{space}} તુંય સદ્યસ્નાન કરી | ||
:::: દીર્ઘ આર્દ્ર કેશજાળે નવ શુક્લામ્બરી | |||
:::: જ્યોતિસ્નાત મૂર્તિમતી ઉષા, હાથે છાબ | |||
:::: એકાકી ચૂંટતી હતી નવપુષ્પસાજ | |||
:::: સેવાપૂજા કાજે. સવિનય કહૃાુ’તું મેં | |||
:::: ‘તમને શોભે ના શ્રમ, દિયો અનુમતિ | |||
:::: ફૂલ ચૂંટી દઉં દેવી.’ | |||
દેવયાની હુંયે સવિસ્મય | દેવયાની{{space}} હુંયે સવિસ્મય | ||
:::: એ જ ક્ષણે પૂછી બેઠી તવ પરિચય. | |||
:::: વિનયે કહ્યું’તું, — આવ્યો છું હું તવ દ્વારે | |||
:::: તવ પિતાશ્રીની પાસે શિષ્ય થવા કાજે | |||
:::: હું છું બૃહસ્પતિસુત. | |||
કચ શંકા હતી મને | કચ{{space}} શંકા હતી મને | ||
:::: રખે ને દાનવગુરુ સ્વર્ગના બ્રાહ્મણને | |||
:::: પાછો વાળી દેય. | |||
દેવયાની હું ગઈ એમની પાસે | દેવયાની{{space}} હું ગઈ એમની પાસે | ||
:::: હસીને મેં કહ્યું — પિતા, ભિક્ષા એક યાચું | |||
:::: ચરણે તમારે. — સ્નેહે બેસાડીને પાસે | |||
:::: મારે શિરે મૂકી હાથ શાન્ત મૃદુ સ્વરે | |||
:::: બોલ્યા પછી — કશું ન અદેય તારે કાજે. | |||
:::: બોલી ત્યારે — બૃહસ્પતિપુત્ર તમ દ્વારે | |||
:::: આવ્યો આજે, શિષ્ય ગણી સ્વીકારી લો એને | |||
:::: એ વિનતિ. — એને આજે થયો કંઈ કાળ | |||
:::: તોયે મને થાય જાણે બન્યું ગઈ કાલ. | |||
કચ ઈર્ષ્યાપ્રેર્યા ત્રણ વાર દૈત્યગણે મારો | કચ{{space}} ઈર્ષ્યાપ્રેર્યા ત્રણ વાર દૈત્યગણે મારો | ||
:::: કર્યો હતો વધ, તેં જ દેવી દયા કરી | |||
:::: પાછા લાવી દીધા પ્રાણ એ જ કથા | |||
:::: હૃદયે જગાવી રે’શે ચિર કૃતજ્ઞતા. | |||
દેવયાની કૃતજ્ઞતા! ભૂલી જજે, કશું દુ:ખ નહીં. | દેવયાની{{space}} કૃતજ્ઞતા! ભૂલી જજે, કશું દુ:ખ નહીં. | ||
:::: ઉપકાર જે કર્યો તે ભલે થાઓ રાખ — | |||
:::: દાનનું ચાહું ના પ્રતિદાન. સુખસ્મૃતિ | |||
:::: નહિ કશી મને? જો કદી આનન્દગીતિ | |||
:::: મધુ સૂરે ગુંજી ઊઠે અન્તરે બહારે, | |||
:::: કોઈ દિન સન્ધ્યાવેળા વેણુમતીતીરે | |||
:::: અધ્યયન અવસરે બેસી પુષ્પવને | |||
:::: અપૂર્વ પુલકરાશિ અનુભવ્યો હોય, | |||
:::: કુસુમસૌરભસમ હૃદય ઉચ્છ્વાસ | |||
:::: એથી વ્યાપ્ત થયું હોય સાયાહ્ન આકાશ, | |||
:::: ખીલતું નિકુંજતલ, એ જ સુખકથા | |||
:::: સ્મરજે તું — દૂર થાઓ ભલે કૃતજ્ઞતા. | |||
:::: ને હે સખા, અહીં કોઈએ ગાયેલાં ગીતે | |||
:::: ચિત્તે તને દીધું હોય સુખ, પરિધાન | |||
:::: કર્યું હોય વળી કોઈએ એવું કો વસ્ત્ર | |||
:::: જોઈ જેને મને તવ પ્રશંસાની વાણી | |||
:::: જાગી હોય, પ્રસન્ન અન્તરે તૃપ્ત નેત્રે | |||
:::: બોલ્યો હોય, ‘આજે લાગે કેવી આ સુન્દર!’ | |||
:::: તો એ વાત યાદ રહો અવકાશે તને | |||
:::: સુખસ્વર્ગધામે. કેટલાય દિને વને | |||
:::: દિશાએદિશાએ આષાઢની નીલ જટા, | |||
:::: શ્યામસ્નિગ્ધ વરષાની નવનીલ ઘટા | |||
:::: છાઈ જતી, અવિરલ વૃષ્ટિજલધારે | |||
:::: પીડાતું હૃદય; આવતો’તો કંઈ દિન | |||
:::: આકસ્મિક વસન્તનો બાધાબન્ધહીન | |||
:::: ઉલ્લાસહિલ્લોલાકુલ યૌવનઉત્સાહ; | |||
:::: સંગીતમુખર એ જ આવેગપ્રવાહ | |||
:::: લતાપર્ણપુષ્પવને અને વનાન્તરે | |||
:::: વ્યાપ્ત કરી દેતો’તો જે લહરેલહરે | |||
:::: આનન્દપ્લાવન; વિચારી જો એક વાર | |||
:::: કેટલીય ઉષા, જ્યોત્સ્ના, વળી અન્ધકાર — | |||
:::: પુષ્પગન્ધઘન અમાનિશા, આ જ વને | |||
:::: તારાં જીવનનાં સહુ સુખદુ:ખે ભળ્યાં. | |||
:::: એ સર્વમાં એવું પ્રાત, એવી સન્ધ્યાવેળા, | |||
:::: એવી મુગ્ધ રાત્રિ, એવી હૃદયની ક્રીડા, | |||
:::: એવું સુખ, એવું મુખ કોઈ ના દે દેખા | |||
:::: જેની ઉરે અંકાઈ રે’ ચિર ચિત્રરેખા | |||
:::: ચિર રાત્રિ ચિર દિન? માત્ર ઉપકાર! | |||
:::: નહીં શોભા, નહીં પ્રીતિ? કરી જો વિચાર | |||
કચ અન્ય જે રહ્યું છે તે તો અનિર્વચનીય | કચ{{space}} અન્ય જે રહ્યું છે તે તો અનિર્વચનીય | ||
:::: સખી, વહૃાા કરે મર્મે બની રક્તમય; | |||
:::: શી રીતે બતાવું એને બ્હાર? | |||
દેવયાની જાણું સખા, | દેવયાની{{space}} જાણું સખા, | ||
:::: તારું આ હૃદય મમ હૃદયઆલોકે | |||
:::: આશ્ચર્યે જોયંુ’તું કંઈ વાર, માત્ર જાણે | |||
:::: ચક્ષુના પલકપાતે; તેથી રમણી આ | |||
:::: ધૃષ્ટતા આટલી કરે આજે, થોભ ઘડી, | |||
:::: જૈશ નહીં, સુખ નથી યશના ગૌરવે. | |||
:::: અહીં વેણુમતીતીરે આપણે બે જણ | |||
:::: અભિનવ સ્વર્ગલોક કરીશું સર્જન, | |||
:::: આ નિર્જન વનચ્છાયા સાથે ભેળવીને | |||
:::: નિભૃત વિશ્રબ્ધ મુગ્ધ આપણાં બે ઉર | |||
:::: નિખિલ વિસ્મૃત. ઓ હે સખા, જાણું સર્વ | |||
:::: રહસ્ય હું તારું. | |||
કચ નહીં, નહીં દેવયાની! | કચ{{space}} નહીં, નહીં દેવયાની! | ||
દેવયાની નહીં? મિથ્યા પ્રવંચના! જોયું નથી શું મેં | દેવયાની{{space}} નહીં? મિથ્યા પ્રવંચના! જોયું નથી શું મેં | ||
:::: મન તારું? જાણે ના તું પ્રેમ અન્તર્યામી? | |||
:::: વિકસિત પુષ્પ ભલે ઢંકાઈ રહે પર્ણે | |||
:::: સૌરભને સંતાડશે એ ક્યાં? કૈંક વાર | |||
:::: મુખ ઊંચું કરી જ્યારે જોયું મારા ભણી; | |||
:::: વળી જ્યારે સાંભળ્યો તેં મારો કણ્ઠધ્વનિ | |||
:::: ત્યારે કમ્પી ઊઠ્યું હૈયું રોમરોમે તારે — | |||
:::: ઝૂલતાં હીરક જેમ થાય વિચ્છુરિત | |||
:::: પ્રકાશ ચોપાસ એનો — જોયું ના શું મેં એ? | |||
:::: તેથી જ તું બંદી થઈ રહૃાો જકડાઈ | |||
:::: મારી પાસે. એ બન્ધન છેદી ના શકીશ. | |||
:::: ઇન્દ્ર હવે તારો ઇન્દ્ર નહીં. | |||
કચ શુચિસ્મિતે, | કચ{{space}} શુચિસ્મિતે, | ||
:::: સહસ્ર વત્સર સુધી આ દૈત્યપુરીમાં | |||
:::: આ જ માટે કરી મેં સાધના? | |||
દેવયાની શાને નહીં? | દેવયાની{{space}} શાને નહીં? | ||
:::: વિદ્યાને માટે જ લોકો દુ:ખ સહે | |||
:::: આ જગતે? કરે ના શું રમણીને માટે | |||
:::: કોઈ નર મહાતપ? પત્નીવર માગી | |||
:::: પ્રખર સૂર્યની ભણી મીટ માંડી નભે | |||
:::: કરી ના શું સંવરણે તપતીને અર્થે | |||
:::: અનાહાર કઠોર સાધના, કહો? હાય! | |||
:::: વિદ્યા જ દુર્લભ માત્ર, પ્રેમ જ શું અહીં | |||
:::: આટલો સુલભ! સહસ્ર વત્સર સુધી | |||
:::: સાધના તેં કર્યા કરી શા ધનને કાજે | |||
:::: તું પોતે જ ના જાણે એ. વિદ્યા એક બાજુ | |||
:::: ને હું બીજી બાજુ — કદી મને, કદી એને | |||
:::: જોઈ તેં સૌત્સુક્યે; તારું અનિશ્ચિત મન | |||
:::: બન્નેનું કર્યું છે એણે યત્ને આરાધન | |||
:::: સંગોપને. આજે અમે બંને એક સાથે | |||
:::: આવ્યા સ્વીકારાવવાને. જેને ચાહે તેને | |||
:::: વરી લે સખા. જો કહે સરલ સાહસે | |||
:::: ‘વિદ્યામાં નથી કૈં સુખ, નથી સુખ યશે, | |||
:::: દેવયાની, તું છો માત્ર સિદ્ધિ મૂર્તિમતી. | |||
:::: તને જ વરી હું લઉં.’ નથી ક્ષતિ, | |||
:::: નથી કશી લજ્જા એમાં, રમણીનું મન | |||
:::: સહસ્ર વર્ષની સખા, સાધનાનું ધન. | |||
કચ દેવ સમીપે મેં શુભે, લીધું હતું પણ | કચ{{space}} દેવ સમીપે મેં શુભે, લીધું હતું પણ | ||
:::: મહા સંજીવની વિદ્યાનું કરી અર્જન | |||
:::: દેવલોકે વળીશ હું. આવ્યો હતો તેથી, | |||
:::: એ જ પણ જાગૃત સદાય રહ્યું મને | |||
:::: પૂર્ણ થઈ એ પ્રતિજ્ઞા મારી, ચરિતાર્થ | |||
:::: દીર્ઘ કાળે થયું આ જીવન; કશા સ્વાર્થ | |||
:::: તણી ના કામના આજે. | |||
દેવયાની ધિક્ મિથ્યાભાષી, | દેવયાની{{space}} ધિક્ મિથ્યાભાષી, | ||
:::: ઇચ્છી હતી માત્ર વિદ્યા? ગુરુગૃહે આવી | |||
:::: માત્ર છાત્ર રૂપે તું શું રહૃાો’તો નિર્જને | |||
:::: શાસ્ત્રગ્રન્થે રાખી દૃષ્ટિ રત અધ્યયને | |||
:::: અહરહ? ઉદાસીન અન્ય સર્વ પ્રતિ? | |||
:::: છોડી અધ્યયનશાળા વને વનાન્તરે | |||
:::: ભમતો પુષ્પને કાજે, ગૂંથી માળા એની | |||
:::: સહાસ્ય પ્રફુલ્લ મુખે શાને લાવી દેતો | |||
:::: આ વિદ્યાહીનાને? એ જ શું કઠોર વ્રત? | |||
:::: એ જ તારું આચરણ વિદ્યાર્થીને યોગ્ય? | |||
:::: પ્રભાતે તું અધ્યયને રત હોય ત્યારે | |||
:::: ખાલી છાબ લઈ હાથે આવી ઊભું હસી, | |||
:::: શાને ગ્રન્થ મૂકી દઈ દોડી આવતો તું | |||
:::: પ્રફુલ્લ શિશિરસિક્ત કુસુમરાશિએ | |||
:::: કરવાને મારી પૂજા? અપરાહ્નકાળે | |||
:::: જળ સીંચતી હું જ્યારે તરુ આલવાલે | |||
:::: શ્રાન્ત મને જોઈ ત્યારે શાને દયા કરી | |||
:::: દેતો જળ ભરી? શાને પાઠ પરિહરી | |||
:::: પાલન કરતો મારા મૃગશિશુતણું? | |||
:::: સ્વર્ગથકી જે સંગીત આવ્યો હતો શીખી | |||
:::: શાને સંભળાવતો તું સાંજઢ્ઢ નદીતીરે | |||
:::: અન્ધકાર નીરવે છવાઈ જાય જ્યારે | |||
:::: પ્રેમનત નયનના સ્નિગ્ધચ્છાયામય | |||
:::: દીર્ઘ પલ્લવની જેમ? મારું આ હૃદય | |||
:::: વિદ્યા લેવા આવ્યો’તો તો શાને લીધું હરી | |||
:::: સ્વર્ગની ચાતુરીજાળે? સમજી હું હવે | |||
:::: મને વશ કરી લઈ પિતાજીના ઉરે | |||
:::: ઇચ્છ્યું હતું પ્રવેશવા — કૃતકાર્ય થઈ | |||
:::: આજે ચાલ્યો જશે થોડી દઈ કૃતજ્ઞતા — | |||
:::: લબ્ધમનોરથ અર્થી રાજદ્વારે જેમ | |||
:::: દ્વારપાળને દઈ દે મુદ્રા બે કે ચાર | |||
:::: સંતોષાયા મને. | |||
કચ હે અભિમાનિની નારી, | કચ{{space}} હે અભિમાનિની નારી, | ||
:::: સત્ય સુણીને શું થશે સુખ! ધર્મ જાણે | |||
:::: પ્રતારણા કરી ના મેં, અકપટ પ્રાણે | |||
:::: આનન્દિત ઉરે તવ સાધીને સન્તોષ | |||
:::: સેવીને તને મેં કર્યો હોય કશો દોષ | |||
:::: દણ્ડ એનો દીધો છે વિધિએ, હતું મને | |||
:::: કરીશ ના વાત જ એ; લાભ શો એ જાણીને | |||
:::: ત્રિભુવને કોઈને ના જેની દરકાર? | |||
:::: મારી એકલાની જ છે કેવળ જે વાત | |||
:::: શાને કહું એને? ચાહી છે કે નહીં તને | |||
:::: વાદનો શો અર્થ? મારાં જે કાંઈ છે કાર્ય | |||
:::: કરીશ હું પૂરાં. સ્વર્ગ હવે સ્વર્ગ જેવું | |||
:::: જો ના લાગે મને, દૂર દૂરે વનતલે | |||
:::: જો ભટકી મરે ચિત્ત વિદ્ધ મૃગસમ | |||
:::: ચિર તૃષ્ણા પીડ્યા કરે દગ્ધ પ્રાણ મમ | |||
:::: સર્વ કાર્યમહીં — તોય ચાલ્યા જવું રહ્યું | |||
:::: સુખશૂન્ય સ્વર્ગધામે. સર્વ દેવોને આ | |||
:::: સંજીવની વિદ્યાતણું કરીને પ્રદાન | |||
:::: નૂતન દેવત્વ દઉં, પછી મારા પ્રાણ | |||
:::: સાર્થક થશે; એ પહેલાં કશુંય ના | |||
:::: મારે મન સુખ. ક્ષમા કર, દેવયાની, | |||
:::: ક્ષમસ્વ આ દોષ. | |||
દેવયાની ક્ષમા જ ક્યાં રહી હવે? | દેવયાની{{space}} ક્ષમા જ ક્યાં રહી હવે? | ||
:::: કર્યું તેં આ નારીચિત્ત કુલિશકઠોર | |||
:::: હે બ્રાહ્મણ! તું તો ચાલ્યો જશે સ્વર્ગલોકે | |||
:::: સગૌરવે, કૃતકાર્યતાએ રોમાંચિત, | |||
:::: સર્વ દુ:ખશોક કરી દૂર — પરાહત; | |||
:::: મારે હવે શાં છે કાજ, ને મારે શાં વ્રત? | |||
:::: પ્રતિહત ને નિષ્ફળ આ જીવને મમ | |||
:::: શું રહ્યું છે હવે? ગૌરવેય શાનું? વને | |||
:::: બેસી ર્હૈશ નતશિરે નિ:સંગ એકાકી | |||
:::: લક્ષ્યહીના. જ્યાં જ્યાં દૃષ્ટિ ઠરે ત્યાંથી મને | |||
:::: સહસ્ર સ્મૃતિના કાંટા વીંધશે નિષ્ઠુર; | |||
:::: છુપાઈને વક્ષસ્ખ્તલે લજ્જા અતિ ક્રૂર | |||
:::: વારંવાર દેશે દંશ. ધિક્ ધિક્ | |||
:::: ક્યાંથી આવી ચઢ્યો તું હે નિર્મમ પથિક? | |||
:::: બેસી મારા જીવનની વનચ્છાયાતલે | |||
:::: ઘડી બે ઘડી જ માત્ર ગાળવાના છળે | |||
:::: જીવનનાં સુખ સર્વ — કુસુમ સમાન | |||
:::: ચૂંટી લઈ ગૂંથી એની બેઠાં બેઠાં માળા | |||
:::: એક સૂત્રે પરોવીને; હવે જતી વેળા | |||
:::: એ માળા ધારી ના કણ્ઠે, કરી અવહેલા | |||
:::: એ જ સૂક્ષ્મ સૂત્ર તોડી કરીને બે ભાગ | |||
:::: છિન્ન કરી નાખી; રગદોળી નાખ્યો ધૂળે | |||
:::: પ્રાણતણો મહિમા સમસ્ત! તેથી તને | |||
:::: આ છે મારો અભિશાપ — જે વિદ્યાને કાજે | |||
:::: મારી કરી અવહેલા, તે વિદ્યા જ તને | |||
:::: સમ્પૂર્ણ થશે ના વશ, ને તું માત્ર એનો | |||
:::: વહૃાા જ કરીશ ભાર, કરીશ ના ભોગ, | |||
:::: શીખવીશ, કરી જ ના શકીશ પ્રયોગ. | |||
કચ મારું વરદાન દેવી, સુખી સદા ર્હેજે | કચ{{space}} મારું વરદાન દેવી, સુખી સદા ર્હેજે | ||
:::: વિપુલ ગૌરવે સર્વ ગ્લાનિ ભૂલી જજે. | |||
Line 383: | Line 383: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૫૮. કાલિદાસને | ||
|next = | |next = ૬૦. કેટલાંક મુક્તક | ||
}} | }} |
Latest revision as of 11:10, 2 October 2021
(દેવગણનો આદેશ લઈને બૃહસ્પતિપુત્ર કચ દૈત્યગુરુ શુક્રાચાર્યની પાસે સંજીવની વિદ્યા શીખવાના નિમિદૃો જાય છે. ત્યાં સહસ્ર વર્ષો ગાળીને અને નૃત્યગીતવાદ્ય દ્વારા શુક્રદુહિતા દેવયાનીના મનને રંજિત કરીને સિદ્ધકામ થઈ કચ દેવલોકમાં પાછો જવા નીકળે છે. એ વેળાએ દેવયાનીની વિદાય લેવા જાય છે. ત્યારે એ બે વચ્ચે નીચેનો વાર્તાલાપ થાય છે.)
કચ દે તું આજ્ઞા, દેવયાનિ, દેવલોકે દાસ
કરશે પ્રયાણ. આજે ગુરુગૃહવાસ
થાય છે સમાપ્ત. આશીર્વાદ દે તું મને
જે વિદ્યા શીખ્યો છું અહીં ચિરકાળે તેને
ઉજ્જ્વલ રત્ન શી રાખું દીપ્ત ઉરે મમ
સુમેરુશિખરે સૂર્ય રહે જેમ
અક્ષયકિરણ.
દેવયાની મનોરથ થયા પૂર્ણ,
પામ્યો તું દુર્લભ વિદ્યા સેવી ગુરુચર્ણ,
સહસ્ર વર્ષોની તવ દુ:સાધ્ય સાધના
સિદ્ધ આજે; અન્ય કશી નહીં શું કામના?
જોને જરા ચિત્તે તારે.
કચ અન્ય કશું નહૈં.
દેવયાની કશું નહૈં? તોયે એક વાર જો તું ફરી
અવગાહી ઉરકેરી સીમાન્ત અવધિ
કરી જોને શોધ; અન્તરને પ્રાન્તે યદિ
વાંચ્છા કો પ્રચ્છન્ન રહી કુશાંકુર સમ
ક્ષુદ્ર દૃષ્ટિ-અગોચર તોય તીક્ષ્ણતમ.
કચ આજે પૂર્ણ કૃતાર્થ જીવન. સ્થળે ક્યાંંય
ઉરતણા શૂન્ય નહિ, દૈન્ય વા જરાય
સુલક્ષણે!
દેવયાની તું છે સુખી ત્રિભુવને આજે
જા તું ભલે ઇન્દ્રલોકે નિજ કાર્ય કાજે
ઉચ્ચ શિરે ગૌરવપૂર્વક. સ્વર્ગપુરે
ઊઠશે આનન્દધ્વનિ, મનોહર સૂરે
વાગશે મંગલ શંખ, સુરાંગનાગણ
કરશે મસ્તકે તારે પુષ્પનું વર્ષણ -
સદ્યચ્છિન્ન નન્દનની મન્દારમંજરી.
સ્વર્ગપથે કલકણ્ઠે અપ્સરી કિન્નરી
કરશે સ્વાગત આહા! વિપ્ર, બહુ ક્લેશે
વીત્યા છે દિવસ તારા વિજને વિદેશે
સુકઠોર અધ્યયને અહીં ન કો અન્ય
સુખમયગૃહ બને જેથી સ્મૃતિગમ્ય,
નિવારી છે પ્રવાસવેદના, અતિથિને
સત્કાર્યો છે યથાસાધ્ય પૂજનેઅર્ચને
દરિદ્ર કુટીરે. તોય અહીં સ્વર્ગસુખ
ક્યાંંથી લાવું? અહીં ક્યાં છે આનન્દિત મુખ
સુરલલનાનું? મહાઆશ સેવું મને
આતિથ્યનો અપરાધ રહે ના સ્મરણે
પાછા જતાં સુખલોકે.
કચ સુકલ્યાણ સ્મિતે
પ્રસન્ન વિદાય આજે દેવી જોશે મને.
દેવયાની સ્મિત? હાય સખા, આ તો નથી સ્વર્ગપુરી
પુષ્પે કીટસમ અહીં તૃષ્ણા રહે જાગી
મર્મમાંહિ, વાંચ્છા ભમી વાંચ્છિતને ઘેરે
લાંચ્છિત ભ્રમર જેમ વારંવાર ફરે
મુદિત પદ્મની પાસે. સુખ જતાં અહીં
નાખે દીર્ઘ શ્વાસ બેસી સ્મૃતિ એકાકિની
શૂન્યગૃહે; અહંયાિ સુલભ નથી હાસ્ય
જા હે સખા, મળશે શું ગુમાવ્યે સમય?
ઉત્કણ્ઠિત દેવગણ —
જશે ત્યારે, બસ
બેએક વાતોમાં થયું સકલ સમાપ્ત?
દશશત વર્ષ પછી આવી જ વિદાય?
કચ દેવયાની, શો છે મારો અપરાધ?
દેવયાની હાય,
સુન્દરી અરણ્યભોમે સહસ્ર વત્સર
દીધી છે વલ્લભછાયા સુણાવ્યાં છે એણે
વિહંગકૂજન અને પલ્લવમર્મર એને
આમ જ સહજે જૈશ છોડી? તરુરાજિ
મ્લાન થઈ જાય જાણે ને જો વળી આજે
વનચ્છાયા ગાઢતર શોકે શ્યામ થાયે,
ક્રન્દી ઊઠે વાયુ, શુષ્ક પત્ર ખરી પડે,
તું જ માત્ર ચાલ્યો જાય સહાસ્ય અધરે,
નિશાન્તના સુખસ્વપ્ન સમ.
કચ આ વનભૂમિને મેં તો માતૃભૂમિ માની,
અહીં થયો નવજન્મ પ્રાપ્ત. એના પરે
મારે નથી અનાદર, - ચિર પ્રીતિભર્યે
ઉરે સદા કરીશ સ્મરણ.
દેવયાની આ જ પેલું
વટવૃક્ષ જેની છાયે પ્રતિદિન સખા,
ગોધન ચરાવી આવી સૂઈ જતો સુખે
મધ્યાહ્નના ખરતાપે, ક્લાન્ત તવ કાયા,
અતિથિવત્સલ તરુ, નિજ દીર્ઘ છાયા
એહ પરે ઢાળે, નિંદરનું લાવે ઘેન
ઝર્ઝરપલ્લવદલે કરીને વીજન
મૃદુસ્વરે, — ભલે જા તું છેલ્લી વાર
સ્નેહછાયાસંભાષણ લઈ જાને સાથ,
પળ એક નહીં થોભે એ વિલમ્બે તવ
સ્વર્ગને જશે ના કદી ખોટ.
કચ અભિનવ
લાગે જાણે મને આજે વિદાયની ક્ષણે
આ સહુય ચિરપરિચિત બન્ધુગણ
પ્રિયજન ભાગી જાય, બાંધી રાખવાને
વિસ્તારી દિયે છે સહુ વ્યગ્ર બની સ્નેહે
નૂતન બન્ધનજાળ, અન્તિમ વિનતિ,
અપૂર્વ સૌન્દર્યરાશિ. ઓ હે વનસ્પતિ,
આશ્રિતજનની બન્ધુ, કરું નમસ્કાર.
કેટલાય પાન્થ બેસશે છાયાએ તવ
છાત્ર વળી મમ સમ હજુ ઘણા દિન
પ્રચ્છન્ન પ્રચ્છાયતલે નીરવ નિર્જન
પક્ષીઓના કલરવને, ઢાળી દર્ભાસન
કરી રે’શે અધ્યયન; કરી પ્રાત:સ્નાન
ઋષિબાળક સૌ આવી સજલ વલ્કલ
સુકાવશે તારી ડાળે, ગોવાળનું દળ
મધ્યાહ્ને કરશે ખેલ, આ સૌ ક્રીડા કાજે
આ પુરાણો મિત્ર તવ ભુલાય ના જોજે.
દેવયાની હૈયે રાખ આપણી હોમધેનુનેય
સ્વર્ગસુધા પાન કરી આ પુણ્યદા ગાય
ભૂલીશ ના ગર્વે.
કચ સુધાથીય સુધામય
દૂધ એનું; જોઈ એને થાય પાપક્ષય,
માતૃરૂપા, શાન્તિસ્વરૂપિણી, શુભ્ર કાન્તિ,
પયસ્વિની. ના લેખીને ક્ષુધાતૃષ્ણા શાન્તિ,
એની મેં કરી છે સેવા, ગહન કાન્તારે
એની સંગે શ્યામશષ્પ સ્રોતસ્વિની નીરે
ફર્યો છું હું દીર્ઘ દિન; પરિતૃપ્તિ ભરી
સ્વેચ્છા થકી નિમ્ન તટે ઉપભોગ કરી
અપર્યાપ્ત તૃણરાશિ સુસ્નિગ્ધ કોમલ-
આલસ્યમંથર તનુ પામી તરુતલ
વાગોળતી ધીરે ધીરે સૂઈ તૃણાસને
દીર્ઘકાળ, વચ્ચે વળી વિશાળ નયને
સકૃતજ્ઞ શાન્તદૃષ્ટિ માંડી ગાઢ સ્નેહે
હૈયે રે’શે એ જ દૃષ્ટિ સ્નિગ્ધ અચંચલ,
પરિપુષ્ટ શુભ્રતનુ, ચિક્કણ, પિચ્છલ.
દેવયાની ને ભૂલીશ નહીં, આપણી આ કલસ્વના
સ્રોતસ્વિની વેણુમતી.
કચ એને નહિ ભૂલું.
વેણુમતી! કેટલીય કુસુમિત કુંજે
મધુકણ્ઠે આનન્દિત કલગાન ગુંજે
આવતી શુશ્રૂષા કાજે ગ્રામ્યવધૂ સમ
સદા ક્ષિપ્ર ગતિ પ્રવાસસંગિની મમ
નિત્ય શુભ્રવ્રતા.
દેવયાની હાય બન્ધુ, આ પ્રવાસે
અન્ય કોઈ સહચરી નો’તી તારી પાસે
પરગૃહવાસદુ:ખ ભુલાવી દેવાને
યત્ન જેણે કર્યા મને કંઈ રાતદિને;
હાય રે દુરાશા!
કચ ચિરજીવનની સંગે
નામ તેનું ગયું છે ગુંથાઈ.
દેવયાની યાદ છે ને
આવ્યો હતો પ્રથમ તું અહિંયા જે દિને
કિશોર બ્રાહ્મણ તરુણઅરુણ સમ
સ્નિગ્ધ દીપ્તિવન્ત તનુ તવ ગૌરવર્ણ
ચન્દને અચિર્ત ભાલ, કણ્ઠે પુષ્પમાળ
પ્હેર્યું હતું પટ્ટવાસ, અધરે નયને
પ્રસન્ન સરલ હાસ, પણે પુષ્પવને
ઊભો’તો તું આવી —
કચ તુંય સદ્યસ્નાન કરી
દીર્ઘ આર્દ્ર કેશજાળે નવ શુક્લામ્બરી
જ્યોતિસ્નાત મૂર્તિમતી ઉષા, હાથે છાબ
એકાકી ચૂંટતી હતી નવપુષ્પસાજ
સેવાપૂજા કાજે. સવિનય કહૃાુ’તું મેં
‘તમને શોભે ના શ્રમ, દિયો અનુમતિ
ફૂલ ચૂંટી દઉં દેવી.’
દેવયાની હુંયે સવિસ્મય
એ જ ક્ષણે પૂછી બેઠી તવ પરિચય.
વિનયે કહ્યું’તું, — આવ્યો છું હું તવ દ્વારે
તવ પિતાશ્રીની પાસે શિષ્ય થવા કાજે
હું છું બૃહસ્પતિસુત.
કચ શંકા હતી મને
રખે ને દાનવગુરુ સ્વર્ગના બ્રાહ્મણને
પાછો વાળી દેય.
દેવયાની હું ગઈ એમની પાસે
હસીને મેં કહ્યું — પિતા, ભિક્ષા એક યાચું
ચરણે તમારે. — સ્નેહે બેસાડીને પાસે
મારે શિરે મૂકી હાથ શાન્ત મૃદુ સ્વરે
બોલ્યા પછી — કશું ન અદેય તારે કાજે.
બોલી ત્યારે — બૃહસ્પતિપુત્ર તમ દ્વારે
આવ્યો આજે, શિષ્ય ગણી સ્વીકારી લો એને
એ વિનતિ. — એને આજે થયો કંઈ કાળ
તોયે મને થાય જાણે બન્યું ગઈ કાલ.
કચ ઈર્ષ્યાપ્રેર્યા ત્રણ વાર દૈત્યગણે મારો
કર્યો હતો વધ, તેં જ દેવી દયા કરી
પાછા લાવી દીધા પ્રાણ એ જ કથા
હૃદયે જગાવી રે’શે ચિર કૃતજ્ઞતા.
દેવયાની કૃતજ્ઞતા! ભૂલી જજે, કશું દુ:ખ નહીં.
ઉપકાર જે કર્યો તે ભલે થાઓ રાખ —
દાનનું ચાહું ના પ્રતિદાન. સુખસ્મૃતિ
નહિ કશી મને? જો કદી આનન્દગીતિ
મધુ સૂરે ગુંજી ઊઠે અન્તરે બહારે,
કોઈ દિન સન્ધ્યાવેળા વેણુમતીતીરે
અધ્યયન અવસરે બેસી પુષ્પવને
અપૂર્વ પુલકરાશિ અનુભવ્યો હોય,
કુસુમસૌરભસમ હૃદય ઉચ્છ્વાસ
એથી વ્યાપ્ત થયું હોય સાયાહ્ન આકાશ,
ખીલતું નિકુંજતલ, એ જ સુખકથા
સ્મરજે તું — દૂર થાઓ ભલે કૃતજ્ઞતા.
ને હે સખા, અહીં કોઈએ ગાયેલાં ગીતે
ચિત્તે તને દીધું હોય સુખ, પરિધાન
કર્યું હોય વળી કોઈએ એવું કો વસ્ત્ર
જોઈ જેને મને તવ પ્રશંસાની વાણી
જાગી હોય, પ્રસન્ન અન્તરે તૃપ્ત નેત્રે
બોલ્યો હોય, ‘આજે લાગે કેવી આ સુન્દર!’
તો એ વાત યાદ રહો અવકાશે તને
સુખસ્વર્ગધામે. કેટલાય દિને વને
દિશાએદિશાએ આષાઢની નીલ જટા,
શ્યામસ્નિગ્ધ વરષાની નવનીલ ઘટા
છાઈ જતી, અવિરલ વૃષ્ટિજલધારે
પીડાતું હૃદય; આવતો’તો કંઈ દિન
આકસ્મિક વસન્તનો બાધાબન્ધહીન
ઉલ્લાસહિલ્લોલાકુલ યૌવનઉત્સાહ;
સંગીતમુખર એ જ આવેગપ્રવાહ
લતાપર્ણપુષ્પવને અને વનાન્તરે
વ્યાપ્ત કરી દેતો’તો જે લહરેલહરે
આનન્દપ્લાવન; વિચારી જો એક વાર
કેટલીય ઉષા, જ્યોત્સ્ના, વળી અન્ધકાર —
પુષ્પગન્ધઘન અમાનિશા, આ જ વને
તારાં જીવનનાં સહુ સુખદુ:ખે ભળ્યાં.
એ સર્વમાં એવું પ્રાત, એવી સન્ધ્યાવેળા,
એવી મુગ્ધ રાત્રિ, એવી હૃદયની ક્રીડા,
એવું સુખ, એવું મુખ કોઈ ના દે દેખા
જેની ઉરે અંકાઈ રે’ ચિર ચિત્રરેખા
ચિર રાત્રિ ચિર દિન? માત્ર ઉપકાર!
નહીં શોભા, નહીં પ્રીતિ? કરી જો વિચાર
કચ અન્ય જે રહ્યું છે તે તો અનિર્વચનીય
સખી, વહૃાા કરે મર્મે બની રક્તમય;
શી રીતે બતાવું એને બ્હાર?
દેવયાની જાણું સખા,
તારું આ હૃદય મમ હૃદયઆલોકે
આશ્ચર્યે જોયંુ’તું કંઈ વાર, માત્ર જાણે
ચક્ષુના પલકપાતે; તેથી રમણી આ
ધૃષ્ટતા આટલી કરે આજે, થોભ ઘડી,
જૈશ નહીં, સુખ નથી યશના ગૌરવે.
અહીં વેણુમતીતીરે આપણે બે જણ
અભિનવ સ્વર્ગલોક કરીશું સર્જન,
આ નિર્જન વનચ્છાયા સાથે ભેળવીને
નિભૃત વિશ્રબ્ધ મુગ્ધ આપણાં બે ઉર
નિખિલ વિસ્મૃત. ઓ હે સખા, જાણું સર્વ
રહસ્ય હું તારું.
કચ નહીં, નહીં દેવયાની!
દેવયાની નહીં? મિથ્યા પ્રવંચના! જોયું નથી શું મેં
મન તારું? જાણે ના તું પ્રેમ અન્તર્યામી?
વિકસિત પુષ્પ ભલે ઢંકાઈ રહે પર્ણે
સૌરભને સંતાડશે એ ક્યાં? કૈંક વાર
મુખ ઊંચું કરી જ્યારે જોયું મારા ભણી;
વળી જ્યારે સાંભળ્યો તેં મારો કણ્ઠધ્વનિ
ત્યારે કમ્પી ઊઠ્યું હૈયું રોમરોમે તારે —
ઝૂલતાં હીરક જેમ થાય વિચ્છુરિત
પ્રકાશ ચોપાસ એનો — જોયું ના શું મેં એ?
તેથી જ તું બંદી થઈ રહૃાો જકડાઈ
મારી પાસે. એ બન્ધન છેદી ના શકીશ.
ઇન્દ્ર હવે તારો ઇન્દ્ર નહીં.
કચ શુચિસ્મિતે,
સહસ્ર વત્સર સુધી આ દૈત્યપુરીમાં
આ જ માટે કરી મેં સાધના?
દેવયાની શાને નહીં?
વિદ્યાને માટે જ લોકો દુ:ખ સહે
આ જગતે? કરે ના શું રમણીને માટે
કોઈ નર મહાતપ? પત્નીવર માગી
પ્રખર સૂર્યની ભણી મીટ માંડી નભે
કરી ના શું સંવરણે તપતીને અર્થે
અનાહાર કઠોર સાધના, કહો? હાય!
વિદ્યા જ દુર્લભ માત્ર, પ્રેમ જ શું અહીં
આટલો સુલભ! સહસ્ર વત્સર સુધી
સાધના તેં કર્યા કરી શા ધનને કાજે
તું પોતે જ ના જાણે એ. વિદ્યા એક બાજુ
ને હું બીજી બાજુ — કદી મને, કદી એને
જોઈ તેં સૌત્સુક્યે; તારું અનિશ્ચિત મન
બન્નેનું કર્યું છે એણે યત્ને આરાધન
સંગોપને. આજે અમે બંને એક સાથે
આવ્યા સ્વીકારાવવાને. જેને ચાહે તેને
વરી લે સખા. જો કહે સરલ સાહસે
‘વિદ્યામાં નથી કૈં સુખ, નથી સુખ યશે,
દેવયાની, તું છો માત્ર સિદ્ધિ મૂર્તિમતી.
તને જ વરી હું લઉં.’ નથી ક્ષતિ,
નથી કશી લજ્જા એમાં, રમણીનું મન
સહસ્ર વર્ષની સખા, સાધનાનું ધન.
કચ દેવ સમીપે મેં શુભે, લીધું હતું પણ
મહા સંજીવની વિદ્યાનું કરી અર્જન
દેવલોકે વળીશ હું. આવ્યો હતો તેથી,
એ જ પણ જાગૃત સદાય રહ્યું મને
પૂર્ણ થઈ એ પ્રતિજ્ઞા મારી, ચરિતાર્થ
દીર્ઘ કાળે થયું આ જીવન; કશા સ્વાર્થ
તણી ના કામના આજે.
દેવયાની ધિક્ મિથ્યાભાષી,
ઇચ્છી હતી માત્ર વિદ્યા? ગુરુગૃહે આવી
માત્ર છાત્ર રૂપે તું શું રહૃાો’તો નિર્જને
શાસ્ત્રગ્રન્થે રાખી દૃષ્ટિ રત અધ્યયને
અહરહ? ઉદાસીન અન્ય સર્વ પ્રતિ?
છોડી અધ્યયનશાળા વને વનાન્તરે
ભમતો પુષ્પને કાજે, ગૂંથી માળા એની
સહાસ્ય પ્રફુલ્લ મુખે શાને લાવી દેતો
આ વિદ્યાહીનાને? એ જ શું કઠોર વ્રત?
એ જ તારું આચરણ વિદ્યાર્થીને યોગ્ય?
પ્રભાતે તું અધ્યયને રત હોય ત્યારે
ખાલી છાબ લઈ હાથે આવી ઊભું હસી,
શાને ગ્રન્થ મૂકી દઈ દોડી આવતો તું
પ્રફુલ્લ શિશિરસિક્ત કુસુમરાશિએ
કરવાને મારી પૂજા? અપરાહ્નકાળે
જળ સીંચતી હું જ્યારે તરુ આલવાલે
શ્રાન્ત મને જોઈ ત્યારે શાને દયા કરી
દેતો જળ ભરી? શાને પાઠ પરિહરી
પાલન કરતો મારા મૃગશિશુતણું?
સ્વર્ગથકી જે સંગીત આવ્યો હતો શીખી
શાને સંભળાવતો તું સાંજઢ્ઢ નદીતીરે
અન્ધકાર નીરવે છવાઈ જાય જ્યારે
પ્રેમનત નયનના સ્નિગ્ધચ્છાયામય
દીર્ઘ પલ્લવની જેમ? મારું આ હૃદય
વિદ્યા લેવા આવ્યો’તો તો શાને લીધું હરી
સ્વર્ગની ચાતુરીજાળે? સમજી હું હવે
મને વશ કરી લઈ પિતાજીના ઉરે
ઇચ્છ્યું હતું પ્રવેશવા — કૃતકાર્ય થઈ
આજે ચાલ્યો જશે થોડી દઈ કૃતજ્ઞતા —
લબ્ધમનોરથ અર્થી રાજદ્વારે જેમ
દ્વારપાળને દઈ દે મુદ્રા બે કે ચાર
સંતોષાયા મને.
કચ હે અભિમાનિની નારી,
સત્ય સુણીને શું થશે સુખ! ધર્મ જાણે
પ્રતારણા કરી ના મેં, અકપટ પ્રાણે
આનન્દિત ઉરે તવ સાધીને સન્તોષ
સેવીને તને મેં કર્યો હોય કશો દોષ
દણ્ડ એનો દીધો છે વિધિએ, હતું મને
કરીશ ના વાત જ એ; લાભ શો એ જાણીને
ત્રિભુવને કોઈને ના જેની દરકાર?
મારી એકલાની જ છે કેવળ જે વાત
શાને કહું એને? ચાહી છે કે નહીં તને
વાદનો શો અર્થ? મારાં જે કાંઈ છે કાર્ય
કરીશ હું પૂરાં. સ્વર્ગ હવે સ્વર્ગ જેવું
જો ના લાગે મને, દૂર દૂરે વનતલે
જો ભટકી મરે ચિત્ત વિદ્ધ મૃગસમ
ચિર તૃષ્ણા પીડ્યા કરે દગ્ધ પ્રાણ મમ
સર્વ કાર્યમહીં — તોય ચાલ્યા જવું રહ્યું
સુખશૂન્ય સ્વર્ગધામે. સર્વ દેવોને આ
સંજીવની વિદ્યાતણું કરીને પ્રદાન
નૂતન દેવત્વ દઉં, પછી મારા પ્રાણ
સાર્થક થશે; એ પહેલાં કશુંય ના
મારે મન સુખ. ક્ષમા કર, દેવયાની,
ક્ષમસ્વ આ દોષ.
દેવયાની ક્ષમા જ ક્યાં રહી હવે?
કર્યું તેં આ નારીચિત્ત કુલિશકઠોર
હે બ્રાહ્મણ! તું તો ચાલ્યો જશે સ્વર્ગલોકે
સગૌરવે, કૃતકાર્યતાએ રોમાંચિત,
સર્વ દુ:ખશોક કરી દૂર — પરાહત;
મારે હવે શાં છે કાજ, ને મારે શાં વ્રત?
પ્રતિહત ને નિષ્ફળ આ જીવને મમ
શું રહ્યું છે હવે? ગૌરવેય શાનું? વને
બેસી ર્હૈશ નતશિરે નિ:સંગ એકાકી
લક્ષ્યહીના. જ્યાં જ્યાં દૃષ્ટિ ઠરે ત્યાંથી મને
સહસ્ર સ્મૃતિના કાંટા વીંધશે નિષ્ઠુર;
છુપાઈને વક્ષસ્ખ્તલે લજ્જા અતિ ક્રૂર
વારંવાર દેશે દંશ. ધિક્ ધિક્
ક્યાંથી આવી ચઢ્યો તું હે નિર્મમ પથિક?
બેસી મારા જીવનની વનચ્છાયાતલે
ઘડી બે ઘડી જ માત્ર ગાળવાના છળે
જીવનનાં સુખ સર્વ — કુસુમ સમાન
ચૂંટી લઈ ગૂંથી એની બેઠાં બેઠાં માળા
એક સૂત્રે પરોવીને; હવે જતી વેળા
એ માળા ધારી ના કણ્ઠે, કરી અવહેલા
એ જ સૂક્ષ્મ સૂત્ર તોડી કરીને બે ભાગ
છિન્ન કરી નાખી; રગદોળી નાખ્યો ધૂળે
પ્રાણતણો મહિમા સમસ્ત! તેથી તને
આ છે મારો અભિશાપ — જે વિદ્યાને કાજે
મારી કરી અવહેલા, તે વિદ્યા જ તને
સમ્પૂર્ણ થશે ના વશ, ને તું માત્ર એનો
વહૃાા જ કરીશ ભાર, કરીશ ના ભોગ,
શીખવીશ, કરી જ ના શકીશ પ્રયોગ.
કચ મારું વરદાન દેવી, સુખી સદા ર્હેજે
વિપુલ ગૌરવે સર્વ ગ્લાનિ ભૂલી જજે.
રથયાત્રા, લોકારણ્ય, ભારે ધામધૂમ
ભક્તો સૌ આળોટી પથે કરે છે પ્રણામ.
પથ માને હું છું દેવ, રથ માને કે હું,
મૂર્તિ માને હું જ દેવ, હસે અંતર્યામી.
પ્રાચીર*ના છિદ્રે એક નામગોત્રહીન
ખીલી ઊઠ્યું નાનું ફૂલ અતિશય દીન.
ધિક્ ધિક્ કરે એને કાનને બધાંય
સૂર્ય ઊગી પૂછે એને: ‘ઠીક છે ને, ભાઈ?’
સૂર્યના ઉદયે થશે મહિમાનો ક્ષય
શાહત મુખે કહે પ્રભાતનો ચહદ્ર તોય:
‘રાહ જોઈ રહૃાો છું હું અસ્ત સિન્ધુતીરે
પ્રણામ કરીને જૈશ ઉદિત રવિને.’
પ્રકાશ ના પદચિહ્ન આકાશમાં રાખે;
ચાલ્યા જવું જાણે તેથી ચિરદિન રહે.
જાય જે તેમને હવે સાદ દેવો વૃથા,
અશ્રુજળે સ્મૃતિ એની થાઓ પલ્લવિતા.
- દીવાલ.
વાણીઃ આષાઢ-શ્રાવણ, ૨૦૦૪