રવીન્દ્રપર્વ/૧૧૨. કે ઉઠે ડાકિ મમ વક્ષોનીડે થાકિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧૨. કે ઉઠે ડાકિ મમ વક્ષોનીડે થાકિ| }} {{Poem2Open}} આ કયું વિરહવિધુર...")
 
(No difference)

Latest revision as of 06:28, 5 October 2021

૧૧૨. કે ઉઠે ડાકિ મમ વક્ષોનીડે થાકિ

આ કયું વિરહવિધુર પંખી મારા વક્ષના માળામાં કરુણ મધુર અધીર તાને ટહુકી ઊઠે છે? નિબિડ છાયા, ગહન માયા, પલ્લવઘન નિર્જન વન શાન્ત પવનમાં કુંજભવને આ કોણ એકાકી જાગી રહ્યું છે? રાત્રિ વિહ્વળ, ઘનઘોર નિદ્રા, ઘેરી તમાલશાખા નિદ્રાના અંજનથી અંજાયેલી, ચેતનાહીન નિશ્ચલ તારા, ફિક્કું તન્દ્રામગ્ન આકાશ, થાકેલો દિશાભ્રાન્ત ચન્દ્ર, નિદ્રાથી અળસાયેલી આંખ. (ગીત-પંચશતી)