સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિલાલ હ. પટેલ/કવિતા વિશે...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> અશ્વત્થની રતુંબડી કૂંપળ— કવિતા: સીમમાં ઊડતું પતંગિયું પળનું ને...")
 
(No difference)

Latest revision as of 05:56, 5 June 2021

અશ્વત્થની રતુંબડી કૂંપળ—
કવિતા: સીમમાં ઊડતું પતંગિયું
પળનું ને પરંપરાનું મૂળ
શૈશવ ને શેરીની ધૂળ
કવિતા: વડવાઈ કબીરવડની
બાવળની ડાળે ડાળે શૂળે શૂળે
વીંધાયેલાં ઝાકળ મોતી
મારી કવિતા...
દાદીમાના ચહેરાની કરચલીઓ
કવિતા: ખેતરે ખેતરે ખેડ
ચાસ, ઊના ઊના શ્વાસ માટીના
વાટ જોતી નવોઢાનું આંસુ
અંધારે રણઝણતાં ઝાંઝર
કવિતા:
નથણી નીરખતો નાથ
ઓકળિયો પાડતો હાથ
કદી નહિ મળનારો સાથ કવિતા
પશ્ચિમાકાશે એકાકી
બીજત્રીજનો ચન્દ્ર મારી કવિતા...
ભવભવની ભીની આણ
ઉતારવો બાકી સહિયરનો દાવ
કવિતા: દીવાલ પરના કંકુ થાપા
બાપુજીનું ડૂમો થઈ ગયેલું ગીત
કોઈને માટે સાચવી રાખેલું
નહીં વહાવેલું કાળમીંઢ આંસુ—
કવિતા...
છાનાંછપનાં ડૂસકાં ભરતાં શેરી ને પાદર
વતનવિચ્છેદ ટાણે
ભાઈની આંખોની આર્દ્રતા
બેનનો ભીનો ભીનો અવાજ—
મારી કવિતા...
રણમાં તોફાની તોખાર પવને
ચીતરેલી કોમળ કોમળ ઓકળિયો
કવિતા:
પહાડોમાં હવાએ કોરેલાં શિલ્પો
ભીની રેતમાં પ્રિયજનોએ લખેલાં
નામને ભૂંસી નાખતાં
દરિયાનાં મસ્તીખોર મોજાં: કવિતા
વૃક્ષે વૃક્ષે માળામાં સેવાતા
અનાગત કલરવતા દિવસો
સુક્કી ડાળ પર
બેઠેલી શૂક પંકિતઓ
ઘોર અંધારી રાતનાં નક્ષત્રો:
મારી કવિતા....
[‘શબ્દસૃષ્ટિ’ માસિક: ૨૦૦૩]