ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 1,437: | Line 1,437: | ||
'''વેલુજીવીરામ''' [ ] : મેસવાણિયા સાધુ. ભજનાન્દ ઉર્ફે અમરદાસજીના શિષ્ય. તેમણે ‘વેલુજીવી ભજનાન્દની ચેલી’ એ નામછાપથી ઘણાં ભજન ને ધોળની રચના કરી છે. | '''વેલુજીવીરામ''' [ ] : મેસવાણિયા સાધુ. ભજનાન્દ ઉર્ફે અમરદાસજીના શિષ્ય. તેમણે ‘વેલુજીવી ભજનાન્દની ચેલી’ એ નામછાપથી ઘણાં ભજન ને ધોળની રચના કરી છે. | ||
સંદર્ભ : ૧. સત્પુરુષચરિત્રપ્રકાશ, પંડિત મયારામ વેદાન્તતીર્થ, સં. ૧૯૮૯; ૨. ગૂહાયાદી. [કી.જો.] | સંદર્ભ : ૧. સત્પુરુષચરિત્રપ્રકાશ, પંડિત મયારામ વેદાન્તતીર્થ, સં. ૧૯૮૯; ૨. ગૂહાયાદી.{{Right|[કી.જો.]}} | ||

વૈકુંઠ [ઈ.૧૭મી સદી મધ્ય ભાગ] : આખ્યાનકવિ. મૂળ કચ્છ-ભૂજના પરંતુ સૌરાષ્ટ્રના કુતિયાણા (કુંતલપુર)માં આવીને વસ્યા હતા. જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ. પિતા તુલસી. | '''વૈકુંઠ''' [ઈ.૧૭મી સદી મધ્ય ભાગ] : આખ્યાનકવિ. મૂળ કચ્છ-ભૂજના પરંતુ સૌરાષ્ટ્રના કુતિયાણા (કુંતલપુર)માં આવીને વસ્યા હતા. જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ. પિતા તુલસી. | ||
વૈકુંઠે આખું મહાભારત ગુજરાતીમાં લખ્યું હોવાનું કહેવાય છે, પરંતુ અત્યારે ‘ઉદ્યોગપર્વ’ (ર.ઈ.૧૬૬૦), ‘ભીષ્મપર્વ (મુ.), ‘કર્ણપર્વ’ (ર.ઈ.૧૬૬૦) ને ‘શલ્યપર્વ’ (ર.ઈ.૧૬૫૧) મળે છે. મુદ્રિત રૂપે મળતું ચોપાઈ-પૂર્વછાયાની ૧૨૬૪ કડીનું ‘ભીષ્મપર્વ’ વાંચતાં લાગે છે કે ચિંતનાત્મક અંશો જાળવવા તરફ કે રસજમાવટ તરફ કવિનું વિશેષ લક્ષ નથી. એટલે વિચારતત્ત્વવાળો ભગવદ્ગીતાનો ભાગ કવિએ ટૂંકાવી નાખ્યો છે. મુખ્યત્વે કથાકથન તરફ લક્ષ્ય રાખતા કવિ કથનશૈલીમાં વેગનો અનુભવ કરાવે છે. | વૈકુંઠે આખું મહાભારત ગુજરાતીમાં લખ્યું હોવાનું કહેવાય છે, પરંતુ અત્યારે ‘ઉદ્યોગપર્વ’ (ર.ઈ.૧૬૬૦), ‘ભીષ્મપર્વ (મુ.), ‘કર્ણપર્વ’ (ર.ઈ.૧૬૬૦) ને ‘શલ્યપર્વ’ (ર.ઈ.૧૬૫૧) મળે છે. મુદ્રિત રૂપે મળતું ચોપાઈ-પૂર્વછાયાની ૧૨૬૪ કડીનું ‘ભીષ્મપર્વ’ વાંચતાં લાગે છે કે ચિંતનાત્મક અંશો જાળવવા તરફ કે રસજમાવટ તરફ કવિનું વિશેષ લક્ષ નથી. એટલે વિચારતત્ત્વવાળો ભગવદ્ગીતાનો ભાગ કવિએ ટૂંકાવી નાખ્યો છે. મુખ્યત્વે કથાકથન તરફ લક્ષ્ય રાખતા કવિ કથનશૈલીમાં વેગનો અનુભવ કરાવે છે. | ||
‘બૃહત્ કાવ્યદોહન-૨’માં તુલસીને નામે મુદ્રિત ‘ધ્રુવાખ્યાન’ વસ્તુત: વૈકુંઠની કૃતિ છે. ત્યાં મળતી કૃતિની રચનાસાલ વર્ષ, માસ, તિથિની દૃષ્ટિએ ખોટી છે અને અન્યત્ર પ્રાપ્ત થતી હસ્તપ્રતોમાં મળતી રચનાસાલથી જુદી છે. ચોપાઈ-પૂર્વછાયાની ૫૨૨ કડીમાં રચાયેલું આ આખ્યાન (ર.ઈ.૧૬૩૮/સં. ૧૬૯૪, ચૈત્ર વદ ૧૩, શનિવાર; મુ.) મેગલના ‘ધ્રુવાખ્યાન’ને કથાતત્ત્વની દૃષ્ટિએ ઠીકઠીક મળતું આવે છે. રોચક રીતે કથા કહેવાની કવિની શક્તિ અહીં પણ દેખાય છે અને પ્રસંગોપાત્ત તેમણે ભાવનિરૂપણની તક લીધી છે. પરંતુ કવિનું સવિશેષ ધ્યાનપાત્ર આખ્યાન તો ૨૬૮૧ કડીનું ‘નલકથા’ છે. પ્રારંભમાં તૂટક રૂપે મળતું આ આખ્યાન મુખ્યત્વે હર્ષના સંસ્કૃત મહાકાવ્ય ‘નૈષધીયચરિત’ના કથાભાગને અનુસરે છે અને કેટલાક નવા પ્રસંગો પણ ઉમેરે છે. દમયંતી-વિયોગના પ્રસંગમાં કરુણનું નિરૂપણ કરવામાં પણ કવિએ સારી શક્તિ બતાવી છે. આ ઉપરાંત ‘નાસિકેતનું આખ્યાન’ (ર. ઈ.૧૬૬૮) અને ‘પ્રહ્લાદાખ્યાન’ પણ એમણે રચ્યાં છે. | ‘બૃહત્ કાવ્યદોહન-૨’માં તુલસીને નામે મુદ્રિત ‘ધ્રુવાખ્યાન’ વસ્તુત: વૈકુંઠની કૃતિ છે. ત્યાં મળતી કૃતિની રચનાસાલ વર્ષ, માસ, તિથિની દૃષ્ટિએ ખોટી છે અને અન્યત્ર પ્રાપ્ત થતી હસ્તપ્રતોમાં મળતી રચનાસાલથી જુદી છે. ચોપાઈ-પૂર્વછાયાની ૫૨૨ કડીમાં રચાયેલું આ આખ્યાન (ર.ઈ.૧૬૩૮/સં. ૧૬૯૪, ચૈત્ર વદ ૧૩, શનિવાર; મુ.) મેગલના ‘ધ્રુવાખ્યાન’ને કથાતત્ત્વની દૃષ્ટિએ ઠીકઠીક મળતું આવે છે. રોચક રીતે કથા કહેવાની કવિની શક્તિ અહીં પણ દેખાય છે અને પ્રસંગોપાત્ત તેમણે ભાવનિરૂપણની તક લીધી છે. પરંતુ કવિનું સવિશેષ ધ્યાનપાત્ર આખ્યાન તો ૨૬૮૧ કડીનું ‘નલકથા’ છે. પ્રારંભમાં તૂટક રૂપે મળતું આ આખ્યાન મુખ્યત્વે હર્ષના સંસ્કૃત મહાકાવ્ય ‘નૈષધીયચરિત’ના કથાભાગને અનુસરે છે અને કેટલાક નવા પ્રસંગો પણ ઉમેરે છે. દમયંતી-વિયોગના પ્રસંગમાં કરુણનું નિરૂપણ કરવામાં પણ કવિએ સારી શક્તિ બતાવી છે. આ ઉપરાંત ‘નાસિકેતનું આખ્યાન’ (ર. ઈ.૧૬૬૮) અને ‘પ્રહ્લાદાખ્યાન’ પણ એમણે રચ્યાં છે. | ||
કૃતિ : ૧. બૃકાદોહન : ૨; ૨. મહાભારત : ૪. | કૃતિ : ૧. બૃકાદોહન : ૨; ૨. મહાભારત : ૪. | ||
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નલકથા’ ૬. ગૂહાયાદી; ૭. ફાહનામાવલિ : ૨. [ચ.શે.] | સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નલકથા’ ૬. ગૂહાયાદી; ૭. ફાહનામાવલિ : ૨.{{Right|[ચ.શે.]}} | ||

વૈકુંઠદાસ [ઈ.૧૬૮૮ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથ સિવાય ગુસાંઇજી(વિઠ્ઠલનાથ)ના બીજા પુત્રોના અનુયાયી. એમણે ભાગવતના રાસપંચાધ્યાયી પ્રસંગ પર આધારિત ચાલ અને દોઢનાં ૩૯ પદોમાં ‘રાસલીલા’ (લે.ઈ.૧૬૮૮; મુ.) નામનું છટાદાર કાવ્ય રચ્યું છે. પ્રસંગકથન અને ભાવનિરૂપણ ઉભય દૃષ્ટિએ સમતુલન જાળવતું તથા શિષ્ટ ને મધુર શૈલીથી આ કાવ્ય રોચક બન્યું છે. કવિએ ’હિંડોલો’ નામની બીજી કૃતિ પણ રચી છે. | '''વૈકુંઠદાસ''' [ઈ.૧૬૮૮ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથ સિવાય ગુસાંઇજી(વિઠ્ઠલનાથ)ના બીજા પુત્રોના અનુયાયી. એમણે ભાગવતના રાસપંચાધ્યાયી પ્રસંગ પર આધારિત ચાલ અને દોઢનાં ૩૯ પદોમાં ‘રાસલીલા’ (લે.ઈ.૧૬૮૮; મુ.) નામનું છટાદાર કાવ્ય રચ્યું છે. પ્રસંગકથન અને ભાવનિરૂપણ ઉભય દૃષ્ટિએ સમતુલન જાળવતું તથા શિષ્ટ ને મધુર શૈલીથી આ કાવ્ય રોચક બન્યું છે. કવિએ ’હિંડોલો’ નામની બીજી કૃતિ પણ રચી છે. | ||
કૃતિ : સગુકાવ્ય (સં.) | કૃતિ : સગુકાવ્ય (સં.) | ||
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. પુગુસાહિત્યકારો; ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ફાહનામાવલિ : ૨. [ચ.શે.] | સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. પુગુસાહિત્યકારો; ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ફાહનામાવલિ : ૨. {{Right|[ચ.શે.]}} | ||

વૈષ્ણવાનંદ(સ્વામી) [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. તેમણે ૨૪ પદોમાં વિભાજિત, વરવર્ણન, લગ્નવિધિવર્ણન એમ સમગ્રપણે વર્ણનાત્મક અને જીવનું જો પુરુષોત્તમ સાથે લગ્ન થાય તો બ્રહ્મરૂપ પ્રાપ્ત થાય એવા તત્ત્વજ્ઞાનને સાંકળી લેતી ‘પુરુષોત્તમવિવાહ(મુ.) તથા સહજાનંદના રૂપને વર્ણવતાં પદ (૪મુ.)ની રચના કરી છે. હિંદી કૃતિ ‘શ્રીહરિલીલામૃતસિંધુ’માંનાં ૭ રત્નો તેમણે રચ્યાં છે. | '''વૈષ્ણવાનંદ(સ્વામી)''' [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. તેમણે ૨૪ પદોમાં વિભાજિત, વરવર્ણન, લગ્નવિધિવર્ણન એમ સમગ્રપણે વર્ણનાત્મક અને જીવનું જો પુરુષોત્તમ સાથે લગ્ન થાય તો બ્રહ્મરૂપ પ્રાપ્ત થાય એવા તત્ત્વજ્ઞાનને સાંકળી લેતી ‘પુરુષોત્તમવિવાહ(મુ.) તથા સહજાનંદના રૂપને વર્ણવતાં પદ (૪મુ.)ની રચના કરી છે. હિંદી કૃતિ ‘શ્રીહરિલીલામૃતસિંધુ’માંનાં ૭ રત્નો તેમણે રચ્યાં છે. | ||
કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, અવિનાશાનંદકૃત, ઈ.૧૯૪૨; ૨. પુરુષોત્તમવિવાહ, તુલસીવિવાહ, રૂક્ષ્મણીવિવાહ, લક્ષ્મીવિવાહ, શ્રીજીમહારાજના શલોકા અને વૃત્તિવિલાહ, પ્ર. મહંત પુરાણી હરીસ્વરૂપદાસજી, ઈ.૧૯૮૧. | કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, અવિનાશાનંદકૃત, ઈ.૧૯૪૨; ૨. પુરુષોત્તમવિવાહ, તુલસીવિવાહ, રૂક્ષ્મણીવિવાહ, લક્ષ્મીવિવાહ, શ્રીજીમહારાજના શલોકા અને વૃત્તિવિલાહ, પ્ર. મહંત પુરાણી હરીસ્વરૂપદાસજી, ઈ.૧૯૮૧. | ||
સંદર્ભ : સદવિદ્યા, જાન્યુ. ૧૯૫૩ -. [કી.જો.] | સંદર્ભ : સદવિદ્યા, જાન્યુ. ૧૯૫૩ -.{{Right|[કી.જો.]}} | ||

વ્યાઘ્રમલ્લ [ઈ.૧૭૪૪ સુધીમાં] : લોંકાગચ્છના જૈન સાધુ. ગજસારકૃત ૪૪ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘વિચારષટ્ત્રિંશિકા-પ્રકરણ’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. | '''વ્યાઘ્રમલ્લ''' [ઈ.૧૭૪૪ સુધીમાં] : લોંકાગચ્છના જૈન સાધુ. ગજસારકૃત ૪૪ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘વિચારષટ્ત્રિંશિકા-પ્રકરણ’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. | ||
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચચિ : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : હેજૈજ્ઞાસૂચચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} | ||

વ્રજદાસ [ઈ.૧૬૩૩માં હયાત] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. ભરૂચના મહદવર્ય ગોકુલભાઈજીના બીજા પુત્ર. પદોના કર્તા. | '''વ્રજદાસ''' [ઈ.૧૬૩૩માં હયાત] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. ભરૂચના મહદવર્ય ગોકુલભાઈજીના બીજા પુત્ર. પદોના કર્તા. | ||
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. | સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}} | ||

વ્રજભૂષણ [ઈ.૧૮૬૯ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ. વલ્લભાચાર્યના વંશજ. ‘સર્વોત્તમ-સ્તોત્રનું ધોળ’ (લે.ઈ.૧૮૬૯) એ કૃતિના કર્તા. | '''વ્રજભૂષણ''' [ઈ.૧૮૬૯ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ. વલ્લભાચાર્યના વંશજ. ‘સર્વોત્તમ-સ્તોત્રનું ધોળ’ (લે.ઈ.૧૮૬૯) એ કૃતિના કર્તા. | ||
સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [કી.જો.] | સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. {{Right|[કી.જો.]}} | ||

વ્રજવલ્લભ [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજીના ગોકુલનાથ સિવાયના બીજા પુત્રોના અનુયાયી. | '''વ્રજવલ્લભ''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજીના ગોકુલનાથ સિવાયના બીજા પુત્રોના અનુયાયી. | ||
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.] | સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}} | ||

વ્રજસખી [સં. ૧૭મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભક્ત કવયિત્રી. વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથનાં શિષ્યા. તેઓ સંસ્કૃત, ગુજરાતી અને વ્રજ ત્રણે ભાષા જાણતાં હતાં. તેમણે આ ત્રણે ભાષામાં પદો અને કીર્તનોની રચના કરી છે. ગુજરાતીમાં તેમની ૧૩ કડીની ‘ગોપી કૃષ્ણનો વાદવિવાદ’ (મુ.), ૧૩ કડીની ‘દશવિધભક્તિ’(મુ.), ૭ કડીની ‘કૃષ્ણમિલન’(મુ.) તથા ૫ કડીનું ૧ કીર્તન(મુ.) એ કૃતિઓ મળે છે. | '''વ્રજસખી'' [સં. ૧૭મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભક્ત કવયિત્રી. વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથનાં શિષ્યા. તેઓ સંસ્કૃત, ગુજરાતી અને વ્રજ ત્રણે ભાષા જાણતાં હતાં. તેમણે આ ત્રણે ભાષામાં પદો અને કીર્તનોની રચના કરી છે. ગુજરાતીમાં તેમની ૧૩ કડીની ‘ગોપી કૃષ્ણનો વાદવિવાદ’ (મુ.), ૧૩ કડીની ‘દશવિધભક્તિ’(મુ.), ૭ કડીની ‘કૃષ્ણમિલન’(મુ.) તથા ૫ કડીનું ૧ કીર્તન(મુ.) એ કૃતિઓ મળે છે. | ||
કૃતિ : અનુગ્રહ, સપ્ટે. ૧૯૫૮-‘વ્રજસખી અને તેનું પદ સાહિત્ય’, સં. ચિમનલાલ મ. વૈદ્ય (+સં). | કૃતિ : અનુગ્રહ, સપ્ટે. ૧૯૫૮-‘વ્રજસખી અને તેનું પદ સાહિત્ય’, સં. ચિમનલાલ મ. વૈદ્ય (+સં). | ||
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.] | સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}} | ||

વ્રજસેવક [જ.ઈ.૧૬૪૪ પછી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજીના ગોકુલનાથ સિવાયના અન્ય પુત્રોના અનુયાયી. વ્રજોત્સવજી મહારાજશ્રીના સેવક. યમુનાજીના દર્શનના અનુભવને વર્ણવતા ધોળ (૯મું) તથા પદોના કર્તા. | '''વ્રજસેવક''' [જ.ઈ.૧૬૪૪ પછી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજીના ગોકુલનાથ સિવાયના અન્ય પુત્રોના અનુયાયી. વ્રજોત્સવજી મહારાજશ્રીના સેવક. યમુનાજીના દર્શનના અનુભવને વર્ણવતા ધોળ (૯મું) તથા પદોના કર્તા. | ||
કૃતિ : અનુગ્રહ, માર્ચ ૧૯૬૦-‘વ્રજસેવક વૈષ્ણવ’, તંત્રી(+સં.) | કૃતિ : અનુગ્રહ, માર્ચ ૧૯૬૦-‘વ્રજસેવક વૈષ્ણવ’, તંત્રી(+સં.) | ||
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.] | સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}} | ||

વ્રજાધીશજી [સં. ૧૯મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. ગોસ્વામી બાળક. | '''વ્રજાધીશજી''' [સં. ૧૯મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. ગોસ્વામી બાળક. | ||
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.] | સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}} | ||

'''વ્રહદેવ''' : જુઓ બ્રેહેદેવ. | |||

વૃદ્ધાત્માનંદસ્વામી [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ.તેમણે મહારાજની લીલાઓ નજરે જોયા પછી ‘શ્રીહરિની લીલાની વાર્તા’(મુ.) એ કૃતિની રચના કરી હતી. | '''વૃદ્ધાત્માનંદસ્વામી''' [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ.તેમણે મહારાજની લીલાઓ નજરે જોયા પછી ‘શ્રીહરિની લીલાની વાર્તા’(મુ.) એ કૃતિની રચના કરી હતી. | ||
કૃતિ : સદવિદ્યા, જાન્યુ. ૧૯૫૪-. [કી.જો.] | કૃતિ : સદવિદ્યા, જાન્યુ. ૧૯૫૪-. {{Right|[કી.જો.]}} | ||

વૃદ્ધિ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજયક્ષમાસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજયના શઇષ્ય. ૧૧ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજયક્ષમાસૂરિ (જ.ઈ.૧૬૭૬-અવ. ઈ.૧૭૨૯)ની હયાતીમાં રચાઈ હોઈ, કર્તાનો સમય ઈ.૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણાય. ‘વિજયપ્રભસૂરિનિસાણી-છંદ’ (લે. સં. ૧૯મી સદી) પણ આ કવિની રચના હોવાની સંભાવના છે. | '''વૃદ્ધિ '''[ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજયક્ષમાસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજયના શઇષ્ય. ૧૧ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજયક્ષમાસૂરિ (જ.ઈ.૧૬૭૬-અવ. ઈ.૧૭૨૯)ની હયાતીમાં રચાઈ હોઈ, કર્તાનો સમય ઈ.૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણાય. ‘વિજયપ્રભસૂરિનિસાણી-છંદ’ (લે. સં. ૧૯મી સદી) પણ આ કવિની રચના હોવાની સંભાવના છે. | ||
કૃતિ : ઐસમાલા : ૧. | કૃતિ : ઐસમાલા : ૧. | ||
સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : રાહસૂચી : ૧.{{Right|[ર.ર.દ.]}} | ||

વૃદ્ધિકુશલ [ઈ.૧૬૯૫ સુધીમાં] : જૈન સાધુ. સિદ્ધસેન આચાર્યકૃત સંસ્કૃત રચના ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ ઉપરનો બાલાવબોધ (લે. ઈ.૧૬૯૫)ના કર્તા. | '''વૃદ્ધિકુશલ''' [ઈ.૧૬૯૫ સુધીમાં] : જૈન સાધુ. સિદ્ધસેન આચાર્યકૃત સંસ્કૃત રચના ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ ઉપરનો બાલાવબોધ (લે. ઈ.૧૬૯૫)ના કર્તા. | ||
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} | ||

વૃદ્ધિવિજય(ગણી) : આ નામે ૭૯ કડીનું ‘ચિંતામણિ-પાર્શ્વનાથ સ્તવન’ (ર. ઈ.૧૬૫૬), માનતુંસૂરિકૃત સંસ્કૃત રચના ‘ભક્તામરસ્તોત્ર’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૬૮૦, સ્વહસ્તલિખિત પ્રત), ‘ધુલેવામંડન-ઋષભદેવ-છંદ’ (લે.ઈ.૧૬૬૬), ૪૩ કડીની ‘રોહિણીતપ-સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ‘આહારગ્રહણ-સઝાય’ મળે છે. આ પૈકી ‘ચિંતામણિ પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘ભક્તામર-સ્તોત્ર’ પરનો બાલાવબોધ તેમના રચના-સમયને લક્ષમાં લેતાં વૃદ્ધિવિજય-૧ની રચના હોવાનું અનુમાન થાય છે. | વૃદ્ધિવિજય(ગણી) : આ નામે ૭૯ કડીનું ‘ચિંતામણિ-પાર્શ્વનાથ સ્તવન’ (ર. ઈ.૧૬૫૬), માનતુંસૂરિકૃત સંસ્કૃત રચના ‘ભક્તામરસ્તોત્ર’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૬૮૦, સ્વહસ્તલિખિત પ્રત), ‘ધુલેવામંડન-ઋષભદેવ-છંદ’ (લે.ઈ.૧૬૬૬), ૪૩ કડીની ‘રોહિણીતપ-સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ‘આહારગ્રહણ-સઝાય’ મળે છે. આ પૈકી ‘ચિંતામણિ પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘ભક્તામર-સ્તોત્ર’ પરનો બાલાવબોધ તેમના રચના-સમયને લક્ષમાં લેતાં વૃદ્ધિવિજય-૧ની રચના હોવાનું અનુમાન થાય છે. |
Revision as of 12:43, 16 October 2021
વખત(મુનિ) : આ નામે ૩ કડીનું ‘આત્માનુશાસનગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે તે કયા વખત-છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી.[ગી.મુ.]
વખતચંદ્ર-૧ [ ] : જૈન સાધુ. યુગપ્રધાન કનકચંદ્રસૂરીશ્વર સંતાનીય. ૫ ઢાળના ‘ત્રેસઠ-સલાકા પુરુષરત્ન-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ષટ્દ્રવ્યનવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯; ૨. સ્તવન સઝાય-સંગ્રહ, સં. શ્રી સાગરચંદ્રજી મહારાજ, ઈ.૧૯૩૭. [ગી.મુ.]
વખતચંદ્ર-૨ [ ] : જૈન સાધુ. પદ્મચંદ્રસૂરિસંતાનીય. ૩ ઢાળની ‘વીશસ્થાનકતપની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ષટ્દ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. [ગી.મુ.]
‘વચનામૃત’ [ર.ઈ.૧૮૨૦થી ઈ.૧૮૨૪] : સહજાનંદ સ્વામીએ ગઢડા અને અન્ય સ્થળોએ આપેલાં ૨૬૨ ઉપદેશવચનોનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગૌરવભર્યુ સ્થાન ધરાવતો ધર્મગ્રંથ(મુ.)સહજાનંદ સ્વામીએ આપેલાં ઉપદેશ-વચનોની નોંધ પરથી મુક્તાનંદ, ગોપાલાનંદ, નિત્યાનંદ અને શુકાનંદ એ શિષ્યોએ આ વચનામૃતોને સંચિત કર્યાં છે તેથી સહજાનંદની પોતાની વાણી આ વચનામૃતોમાં જોવા મળે છે. ધર્મના વિચારોને આચારમાં મૂકી શકાય એવો વ્યવહારુ બોધ આ વચનામૃતોની લાક્ષણિકતા છે. ધર્મશાસ્ત્ર, ભક્તિ, વૈરાગ્ય, નીતિ, વેદાંત, અધ્યાત્મસાધના વગેરે વિશેના વિચારોને લોકગમ્ય વાણીમાં સમજાવવાનો એમાં પ્રયાસ છે, એ રીતે ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં ધર્મોપદેશ માટે વપરાતા ગદ્યને સમજવા માટે આ ગ્રંથ ઉપયોગી સાધન બની રહે છે. ગદ્યમાં અનુભવાતો સૌરાષ્ટ્રી બોલીનો પાસ, વાક્યરચનામાં ‘જે’ સંયોજકનો ઉપયોગ, ‘અને’ વડે જોડાતાં વાક્યોની હારમાળા, વિશેષણાત્મક પદસમૂહો અને સંબંધદર્શક ‘તે’નો પ્રચુર ઉપયોગ વગેરે આ ગદ્યની કેટલીક તરી આવતી લાક્ષણિકતાઓ છે.[ચ.મ. , શ્ર.ત્રિ.]
વચ્છ : આ નામે ‘આર્દ્રકુમાર વિવાહલો’ કૃતિ મળે છે તે કયા વચ્છની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [ભા.વૈ.]
વચ્છ(ભંડારી)-૧ [ઈ.૧૪૧૫માં હયાત] : જૈન શ્રાવક. માંગરોળના પાર્શ્વનાથની સ્તુતિ કરતા ૧૮ કડીના ‘નવપલ્લવ પાર્શ્વનાથ-કલશ’ (દેપાલકૃત ‘સ્નાત્રપૂજા’માં અંતર્ગત મુ.), ૭ કડીના ‘નવકાર-ગીત/ સઝાય’(મુ.) તથા ૯૫ કડીના ‘આદિનાથ ધવલ’ (ર.ઈ.૧૪૧૫/સં.૧૪૭૧, કારતક-)ના કર્તા.
કૃતિ : ૧. નસ્વાધ્યાય : ૩; ૨. વિવિધ પૂજાસંગ્રહ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧ (ચોથી આ.); ૩. વિવિધ પૂજાસંગ્રહ, પ્ર. જસવંતલાલ ગી. શાહ, ઈ.૧૯૫૩.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ભા.વૈ.]
વચ્છ-૨/વાછો [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : જૈન શ્રાવક. વડતપગચ્છના જ્ઞાનસાગરસૂરિના શિષ્ય. દુહા, રોળા, ચોપાઈની દેશીઓમાં રચાયેલા ૪૦૧ કડીના ‘મૃગાંકલેખા-રાસ’માં કવિએ મૃગાંકલેખાના ચરિત્ર દ્વારા ધર્મ અને શીલનો મહિમા ગાયો છે. ઈ.૧૫મી સદી આસપાસ રાસાઓ બોધાત્મક ને વધુ વિસ્તારી બન્યા એ રાસાના સ્વરૂપમાં આવેલા પરિવર્તનને આ રાસ સૂચવે છે. આ કવિએ વિવિધ રાગના નિર્દેશવાળી દેશીઓમાં જીવની ભવસ્થિતિનું વર્ણન કરતો આશરે ૨૦૦૦ કડીનો ‘જીવભવસ્થિતિ-રાસ/સિદ્ધાંત-રાસ/પ્રવચન-રાસ’ (ર.ઈ.૧૪૬૭/સં.૧૫૨૩, ફાગણ સુદ ૧૩, રવિવાર) રચ્યો છે. એમાં હરપતિ સંઘવીએ ઈ.૧૪૬૨માં કાઢેલા સંઘનું વર્ણન આવે છે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’એ આ કવિને નામે ‘વીર વિક્રમાદિત્ય પરકાયાપ્રવેશકથા-રાસ’ (લે.સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિ નોંધી છે, પણ ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કૃતિ કોઈ બ્રાહ્મણ કવિ વસ્તોને નામે નોંધાયેલી છે. કૃતિના અંતભાગમાં મળતા સંદર્ભ પરથી કૃતિનો રચયિતા કોઈ જૈનેતર છે. ‘ચિંહુગતિની વેલિ’માં અંતે આવતો ‘વાંછૂ’ શબ્દ ‘ઇચ્છું’ એ અર્થમાં વપરાયો છે, એટલે એ કૃતિ આ કવિની જ છે કે કેમ તે શંકાસ્પદ છે.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. નયુકવિઓ; ૪. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯-‘જૈન સાહિત્ય’; ૫. મરાસસાહિત્ય; ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. કૅટલૉગગુરા; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી. [ભા.વૈ.]
વચ્છરાજ : આ નામે ૧૬૦ કડીની ‘મદનજૂઝ’ (ર.ઈ.૧૫૩૩) તથા ૧૫૭૩ ગ્રંથાગ્રનું ‘સંગ્રહણી પ્રકરણ-સ્તબક’ મળે છે. આ કયા વચ્છરાજ છે તે નક્કી થઈ શકતું નથી. ‘મુનિરજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહત ગુજરાતી હસ્તપ્રતસૂચી’એ ‘સંગ્રહણીપ્રકરણ-સ્તબક’ વચ્છરાજ-૧ની હોવાની સંભાવના વ્યક્ત કરી છે.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]
વચ્છરાજ-૧ [ઈ.૧૫૭૯માં હયાત] : સંભવત: જંબૂસરના વતની. પિતાનું નામ વિનાયક. દુહા-ચોપાઈ-છપ્પામાં રચાયેલી ૬૦૫ કડીની ‘રસમંજરી’(ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, અસાડ સુદ ૩, રવિવાર; મુ.) એ કવિની એકમાત્ર કૃતિ મળે છે. પ્રેમરાજ એ રસમંજરીના પ્રેમ-પરિણયની કથા નિમિત્તે રસમંજરીના સ્ત્રીચરિત્રને ઉપસાવતી આ પદ્યવાર્તા એના પ્રવાહી કથા નિરૂપણથી ધ્યાન ખેંચે છે.
કૃતિ : બૃકાદોહન : ૪.
સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ. [ગી.મુ.]
વચ્છરાજ-૨/વત્સરાજ(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છ/પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વાચક રત્નચંદ્ર/રત્નચરિત્રના શિષ્ય. દુહા, ચોપાઈ, વસ્તુ છંદ આદિમાં નિબદ્ધ ૧૪૮૪ કડીના ‘સમ્યકત્વકૌમુદી-ચતુષ્પદી/રાસ’ (ર.ઈ.૧૫૮૬/સં.૧૬૪૨, મહા સુદ ૫, ગુરુવાર), જૈન પંચતંત્રકથાની પરંપરા પર આધારિત ૩૪૯૬ કડીની ‘પંચાખ્યાન નીતિશાસ્ત્ર-કથા-કલ્લોલ-રાસ/પંચોપાખ્યાન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, આસો સુદ ૫, રવિવાર) તથા ‘પાર્શ્વચંદ્ર-સઝાય’ના કર્તા. તેમણે શ્લોકબદ્ધ ‘શ્રી શાંતિનાથ-ચરિત્ર’ રચ્યું હોવાનું નોંધાયું છે.
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. ગુસામધ્ય; ૩. જૈસાઇતિહાસ; ૪. પંચતંત્ર, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૯; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]
વચ્છરાજ-૩ [ઈ.૧૬૮૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ‘સુબાહુ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૮૩)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ગી.મુ.]
‘વચ્છરાજ-રાસ’ [ર.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, શ્રાવણ સુદ ૬, મંગળવાર/શુક્રવાર] : રામવિજ્યશિષ્ય ઋષભવિજ્યકૃત દુહા અને દેશીબદ્ધ આ રાસ(મુ.) ૪ ખંડ અને ૫૬ ઢાળમાં રચાયેલો છે. ક્ષિતિપ્રતિષ્ઠ નગરનો રાજા મૃત્યુ પામતા ગાદીએ આવેલો મોટો પુત્ર દેવરાજ નાના ભાઈ વચ્છરાજ અને પોતાની માતાને કાઢી મૂકે છે. ઉજ્જૈન નગરીમાં પહેલાં શેઠને ઘરે અને પછી રાજાને ત્યાં આશ્રય પામેલો વચ્છરાજ વિદ્યાધરીઓ-વ્યંતરીઓ પાસેથી પરાક્રમપૂર્વક દૈવી કંચુકી, સાડી અને ત્રીજું વસ્ત્ર ક્રમશ: મેળવી રાણીની હઠ સંતોષે છે અને એ દરમ્યાન પરદેશપ્રવાસ ખેડતાં ત્રણ રાણીઓ પણ પ્રાપ્ત કરે છે. આ પછી રાજાને પોતાના ઘરે જમવા નિમંત્રતાં, રાજા તેની રૂપવતી સ્ત્રીઓ પર મોહિત થાય છે અને અશક્ય કામો સોંપી વચ્છરાજનો કાંટો કાઢી નાખવા પ્રયત્ન કરે છે. પરંતુ વચ્છરાજને દૈવી સહાય પ્રાપ્ત હોઈ એ બધાં કામો કરી આપે છે. છેવટે રાજા યમને મળી આવવાનું કહે છે ત્યારે પણ બનાવટી વચ્છરાજ અગ્નિચિતામાં પ્રવેશે છે અને પછી જ્યારે રાજા એની સ્ત્રીઓને મેળવવા એને ઘેર આવે છે ત્યારે પોતે યમરાજા પાસે જઈ આવ્યાનો હેવાલ આપે છે અને યમરાજાએ રાજાને અને મંત્રીઓને પોતાની પાસે બોલાવ્યા છે એવો સંદેશો આપે છે. જો કે, અગ્નિચિતા તૈયાર થયા પછી મંત્રીઓને બળી મરવા દઈ રાજાને સાચી વાત કહી એ બચાવી લે છે. રાજા વચ્છરાજને રાજ્ય સોંપી નિવૃત્ત થાય છે તે પછી વચ્છરાજ ક્ષિતિપ્રતિષ્ઠની પ્રજાને દેવરાજના ત્રાસમાંથી છોડાવે છે અને પોતે રાજ્ય પ્રાપ્ત કરે છે. છેવટે મુનિરાજના ઉપદેશથી વિરક્ત થઈ દીક્ષા લે છે.
અદ્ભુતરસના પ્રસંગો, પ્રસંગોપાત્ત ગૂંથાયેલી દૃષ્ટાંતકથાઓ જેમાં જિનપાલિત-જિનરક્ષિતના જેવી લાંબી કથા પણ આવી જાય, ક્યાંક ક્યાંક લાડથી થયેલાં પ્રસંગનિરૂપણો અને વર્ણનો, ઓછી પણ સઘન અલંકારરચનાઓ, દેશીવૈવિધ્ય-એમાં પણ સુંદર ધ્રુવાઓવાળી ગીતશૈલીનો વિનિયોગ - એ આ કૃતિની કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ છે.
વજિયો [ઈ.૧૬૫૮ સુધીમાં] : આખ્યાનકાર. આ કવિની એક કૃતિ ‘સીતાવેલ’ની મળેલી હસ્તપ્રતોમાં જૂનામાં જૂની ઈ.૧૬૫૮ની છે. એને આધારે કવિ એ સમય સુધીમાં થયા હોવાનું કહી શકાય.
આ કવિની સર્વ કૃતિઓ રામાયણ આધારિત છે. એમનું ૧૭ કડવાંનું આખ્યાન ‘રણજંગ’(મુ.) રણ-યજ્ઞ એવી રૂપક્યોજનાની બાબતમાં તથા કેટલાક લાક્ષણિક ઢાળોના વિનિયોગની બાબતમાં પ્રેમાનંદના ‘રણયજ્ઞ’ને પ્રેરક બનેલું એમ કહેવાય છે. યુદ્ધવર્ણનોમાંની ઝડઝમકવાળી જુસ્સાદાર ભાષાની દૃષ્ટિએ અને એમાંના હિંદી ને અરબી-ફારસી શબ્દપ્રયોગોની દૃષ્ટિએ પણ એ લાક્ષણિક કૃતિ છે. ‘સીતાવેલ/સીવરામંડપ(મુ.) ઢાળ અને સાખી એવા પદબંધમાં રચાયેલાં ૫ કડવાંમાં સીતાસ્વયંવરની કથાને ચિત્રાત્મક રીતે નિરૂપે છે. સીતાએ હનુમાન દ્વારા લંકામાંથી પોતાને છોડવવા રામને મોકલેલા સંદેશના પ્રસંગને આલેખતું દુહાની ૪-૪ પંક્તિઓની ૧ એવી ૫૨ કડીનું ‘સીતાસંદેશ’ (૫૧ કડી મુ.) દરેક કડીની ચોથી પંક્તિ ધ્રુવપદની પંક્તિની જેમ ગવાય એ રીતે થયેલા એના પદબંધને લીધે વિશિષ્ટ છે. આ કવિએ કેટલાંક પદ પણ રચ્યાં હોવાનું નોંધાયું છે.
કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. બૃકાદોહન : ૪; ૩. ‘મહાકવિ પ્રેમાનંદકૃત ‘રણયજ્ઞ’ અને કવિ વજિયાકૃત ‘રણજંગ’, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૪ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત્ર : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસામધ્ય; ૪. ગુસાસ્વરૂપો; ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૭. ડિકૅટલૉગબીજે; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. ફાહનામાવલિ : ૨.[ર.સો.]
વજેરામ [ ] : પદોના કર્તા.
સંદર્ભ : સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]
વજ્રસેન(સૂરિ) [ઈ.૧૨મી સદી ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. દેવસૂરિ(વાદિદેવસૂરિ)ના શિષ્ય. દેવસૂરિનો આયુષ્યકાળ ઈ.૧૦૮૫થી ઈ.૧૧૭૦ છે. તેથી કવિ ઈ.૧૨મી સદીમાં હયાત હશે એવું અનુમાન થયું છે. આ કવિએ ઋષભદેવના બંને પુત્રો ભરત અને બાહુબલિ વચ્ચે થયેલા ઘોર સંગ્રામને વર્ણવતી ૪ ખંડ અને ૪૮ કડીની દુહા-સોરઠા આદિ ગેય ઢાળો ધરાવતી ‘ભરતેશ્વર બાહુબલિ-ઘોર’(મુ.) કૃતિની રચના કરી છે.
કૃતિ : ૧. પ્રાગુકાસંચય; ૨. રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા, સં. ૨૧૦૬ (+સં.).
સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. મરાસસાહિત્ય; ૪. જૈમગૂકરચનાએં : ૧. [ભા.વૈ.]
વણારશી [ઈ.૧૭૯૫માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. ‘વણારસીબાપા’ના નામે જાણીતા તલોદ (તા.વાગરા)ના વતની અને જ્ઞાતિએ લેઉવા પાટીદાર. નરેરદાસ મહારાજના ભાઈ.ઈ.૧૭૯૫માં નિરાંત મહારાજ પાસથી તેમણે ઉપદેશ લીધેલો. ગુરુમહિમા ગાતાં અને મનને સંબોધતાં પદો (૨ મુ.)ના કર્તા.
કૃતિ : ગુમુવાણી.
સંદર્ભ : શ્રી નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ દે. શર્મા, ઈ.૧૯૩૯.[દે.દ.]
વણારશીદાસ [ ] : ૩૩ કડીના ‘અંબાજી માતાનો છંદ’(મુ.) એ કૃતિના કર્તા.
કૃતિ : (શ્રી) દેવી મહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ, પ્ર. વિશ્વનાથ દ્વિવેદી, ઈ.૧૮૯૭. [દે.દ.]
વણારસીબાઈ [ ] : જ્ઞાનમાર્ગી કવયિત્રી. છાણી (તા. વડોદરા)નાં વતની અને જ્ઞાતિએ શ્રીગોડ બ્રાહ્મણ. નિરાંતના ૧૬ પ્રમુખ શિષ્યોમાંનાં એક. તેમની જ્ઞાનગાદી છાણીમાં હતી જે પાછળથી ચાલી ન હતી. તેમણે કેટલાંક ભક્તિવિષયક પદોની રચના કરી છે.
સંદર્ભ : ૧. આપણાં સ્ત્રીકવિઓ, કુલીન ક. વોરા, ઈ.૧૯૬૦; ૨. ગુસાઇતિહાસ ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકામાલા : ૧૦-પ્રસ્તા. [દે.દ.]
વત્સરાજ(ગણિ)-૧ : જુઓ વચ્છરાજ-૨.
વત્સરાજ-૨ [ઈ.૧૬૦૯માં હયાત] : રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલા ૯૫૬ ગ્રંથાગ્રના ‘ક્ષેત્રસમાસકરણી-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૯)ના કર્તા. કવિ કદાચ રત્નચંદશિષ્ય વચ્છરાજ હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧. [કી.જો.]
વધા/વધો [ઈ.૧૬૬૮માં હયાત] : શ્રાવક કવિ. અવટંકે શાહ. ૩૯ કડીના ‘કુમતિનો રાસ/મહાવીર-સ્તવન-કુમતિખંડન/પ્રતિમાસ્થાપન-ગીત’ (ર.ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, શ્રાવણ સુદ ૬) એ કૃતિના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]
વનમાળીદાસ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ઈ.૧૬૭૦ પછી ઓરંગઝેબનું વ્રજ પર આક્રમણ થવાથી શ્રીનાથજી મેવાડ પધાર્યા એ પ્રસંગને અનુરૂપ ઐતિહાસિક કાવ્ય રચનાઓમાં આ કવિ પણ હતા.
‘વનમાળી’ નામછાપ ધરાવતું કૃષ્ણલીલાનું ૧ પદ(મુ.) તથા ‘વનમાળી ગિરધર’ને નામે ’નરસિંહ મહેતાની હૂંડી’ નોંધાયેલી મળે છે. આ બન્ને કૃતિઓના કર્તા પ્રસ્તુત વનમાળીદાસ હોઈ શકે. પરંતુ નિશ્ચિતપણે કહેલું મુશ્કેલ છે.
કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૨.
સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]
વનો/ધનો : આ નામે ૭૧ કડીની ‘સ્થૂલભદ્ર-ગણધર-વેલિ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે. આ વનો તે વાનો શ્રાવક છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]
વરજીવનદાસ [ઈ.૧૮મી સદી આસપાસ] : પારસીશાઈ ગુજરાતીમાં રૂપાંતર પામેલી, રાજકીય દૃષ્ટિએ મહત્ત્વની તેમજ તત્કાલીન સમાજસ્થિતિનો ખ્યાલ આપનાર કીમતી દસ્તાવેજ સમી ૭૨ કડીની ‘સુરતની હડતાળનો ગરબો’ (ઈ.૧૮મી સદી આસપાસ; મુ.) એ કૃતિના કર્તા.
કૃતિ : ગુજરાતી લોકસાહિત્યમાળા, મણકો : ૩, પ્ર. ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, ઈ.૧૯૬૩ (+સં.).[કી.જો.]
વરસિંઘ : જુઓ વીરસિંહ.
વરસિંહ(ઋષિ) [ઈ.૧૭૧૦માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. તેજસિંહની પરંપરામાં કાન્હજી આચાર્યના શાસનમાં દાસમુનિના શિષ્ય. ‘નવતત્ત્વ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૦; મુ.) તથા ‘શ્રીપાલ-રાસચરિત્ર’ના કર્તા. પહેલી કૃતિ સિંઘજીને નામે મુદ્રિત થયેલ છે, પરંતુ ખરું નામ વરસિંઘ-વરસિંહ છે. વરસંગને નામે ‘ચતુર્વિંશતિ-ચોપાઈ’ મળે છે તે આ વરસિંહની હોવાની સંભાવના છે.
કૃતિ : લોંપ્રપ્રકરણ.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૪. મુપુગૂહસૂચી. [કી.જો.]
વર્ધમાન : આ નામે ૨૫ કડીની ‘ઋષભદેવ-હમચી/શિખામણ-હમચી/સઝાય’ તથા અપભ્રંશમાં ‘વીર જિણેસર-પારણું’ એ કૃતિઓ મળે છે તે કયા વર્ધમાન કવિની છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. [ગી.મુ.]
વર્ધમાન(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ‘શિવજીગણિની સ્તુતિ’ (ર.ઈ.૧૬૧૫) તથા ‘હંસવછરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, આસો સુદ ૧)ના કર્તા.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
‘વર્ષાવર્ણન’ : ‘નેમિ-બારમાસ’સાથે જિનવિજ્યને નામે મુદ્રિત થયેલી ૭કડીની આ કૃતિ(મુ.) “પિયારા ઉત્તમ જિન મન માંહિ ધરી” એ પંક્તિને કારણે જિનવિજ્યશિષ્ય ઉત્તમવિજ્ય કે જિનવિજ્ય-ઉત્તમ વિજ્યશિષ્ય પદ્મવિજ્યની હોવાનું સંભવે છે. વર્ષાઋતુની ભૂમિકામાં વિરહભાવનું આલેખન કરતી આ કૃતિમાં વર્ષાનું નાદચિત્ર કવિએ કુશળતાથી ઉપસાવ્યું છે.
કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧ (+સં.). [જ.કો.]
‘વલ્કલચીરી-ચોપાઈ/રાસ’ [ર.ઈ.૧૬૨૫] : સકલચન્દ્રશિષ્ય સમયસુન્દરની ચોપાઈની ૧૦ ઢાળોની વચ્ચે વચ્ચે દુહાની કડીઓ મૂકી રચાયેલી ૨૨૬ કડીની આ રાસકૃતિ(મુ.) હેમચંદ્રાચાર્યના ‘ત્રિશષ્ટિશલાકાપુરુષ-ચરિત્ર’ના ‘પરિશિષ્ટ-પર્વ’ની કથાને અનુસરે છે.
જૈન કથાસાહિત્યમાં કંઈક ઓછી પ્રચલિત આ કથામાં પોતનપુરના રાજા સોમચંદ્રનો નાનો પુત્ર વલ્કલચીરી પિતાની સાથે જંગલમાં ઊછરી મોટો થયા પછી હવે પોતાનપુરના રાજા બનેલા પોતાના મોટાભાઈ પ્રસન્નચંદ્ર પાસે કેવા અનુભવોમાંથી પસાર થઈ પહોંચે છે એ કથા કૃતિનો મોટો ભાગ રોકે છે. સરળ રીતે કથા કહી જતી આ કૃતિમાં ક્યાંક કવિએ ભાવાલેખનની તક ઝડપી છે. વનમાં ઊછરીને મોટો થયેલો વલ્કલચીરી મનુષ્યજીવન અને મનુષ્યવ્યવહારથી સાવ અજાણ રહ્યો હોવાને લીધે કેવું અબુધ મનુષ્યના જેવું વર્તન કરે છે તેનું કવિએ કરેલું આલેખન અહીં ધ્યાન ખેંચે છે.[જ.ગા.]
વલ્લભ/વલ્લભદાસ : વલ્લભને નામે ‘અષ્ટઉપાધિ’, ૬૬ કડીની ‘ગોકુળ લીલા’ તથા પુષ્ટિમાર્ગીય સાંપ્રદાયિક અસરવાળાં કૃષ્ણભક્તિનાં ઘણાં ધોળ-પદ(મુ.) મળે છે, જેમાંનાં કેટલાંક વ્રજમાં છે. વલ્લભદાસને નામે ૫૫ કડીનું ‘વ્રજપરિક્રમાનું ધોળ’(મુ.), ગુજરાતી-વ્રજમાં રુક્મિણીવિવાહનાં ને ગોકુલેશ પ્રભુની મહિમાનાં પદ (કેટલાંક મુ.) તથા ‘રામરાજિયો’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા વલ્લભ/વલ્લભદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : શ્રી ગોકુલશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ, ઈ.૧૯૬૬ (બીજી આ.); ૩. પ્રાકાસુધા : ૨; ૪. રુક્મિણીવિવાહનાં પદ, પ્ર. પંડ્યા બ્રધર્સ, ઈ.-; ૫. વ્રજ્યાત્રાદર્શન, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૮૩ (બીજી આ.)
સંદર્ભ : ૧. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી; ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨. [ર.સો.]
વલ્લભ-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. સુરતના બેગમપુરના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય ટોળકિયા બ્રાહ્મણ. પિતા નાના ભટ્ટ. એમણે વ્યાવસાય અર્થે ગણદેવી, કાખેર, ખેરગામ, ચીખલી આદિ સ્થળોએ ભાગવતકથા કરેલી.
પૂર્વછાયો અને ચોપાઈ બંધની ૨૧૫ કડીઓનું ‘અનાવિલપુરાણ’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, પોષ વદ ૩૦, મંગળવાર; મુ.) રચનાર આ કવિની ભાગવતના અનુવાદ રૂપે મળતી ૧૧ સ્કંધની ‘પદબંધ ભાગવત’ (મુ.) કૃતિ વધુ મહત્ત્વની છે. એનો સ્કંધ-૧ ઈ.૧૬૯૮નું તથા સ્કંધ બેથી ૯ ઈ.૧૭૦૭ અને ઈ.૧૭૦૯ વચ્ચેનાં રચનાવર્ષ દેખાડે છે. એ પછીનો ભાગ કવિએ ઈ.૧૭૧૦ સુધીમાં પૂરો કર્યો હોવાનું અનુમાન થયું છે. વલ્લભના આ ભાગવતની કોઈપણ હસ્તપ્રતમાં ‘દશમસ્કંધ’ મળતો નથી. એ એમણે રચવા ધાર્યો હોય ને ન રચી શકાયો હોય એવું અનુમાન થયું છે. તો, કેટલીક હસ્તપ્રતોમાં પ્રેમાનંદવાળો ‘દશમસ્કંધ’ મળતો હોવાથી એમણે પોતાની કથામાં પ્રેમાનંદના ‘દશમસ્કંધ’થી જ ચલાવી લઈ પોતે એ સ્કંધ રચ્યો જ ન હોય એવો તર્ક પણ થયો છે.
આ ઉપરાંત, ‘તાપીસ્તોત્ર’ (ર.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, અસાડ વદ ૮, સોમવાર), ‘રેવામાહાત્મ્ય’ (ર.ઈ.૧૭૦૧/સં.૧૭૫૭, આસો સુદ ૨, ગુરુવાર; મુ.), ‘રામવિવાહ’ તથા પ્રેમાનંદનું ગણાતું ૩૧ કડવાંનું ‘સુભદ્રાહરણ’ પણ આ કવિની કૃતિઓ હોવાની સંભાવના છે. ‘લંકાનો સલોકો’ (ર.ઈ.૧૭૧૪) નામની આ નામે મળતી કૃતિ આ કવિની હોવાની સંભાવના પણ વ્યક્ત થઈ છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ એને વલ્લભ-૨ની ગણે છે. આ જ શીર્ષકવાળી એક જ પાઠ ધરાવતી કૃતિ અંબાઈદાસને નામે પણ મળે છે. જુઓ અંબાઈદાસ.
કૃતિ : ૧. પદબંધ ભાગવત ભાગ : ૧, ૨, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ.૧૯૬૦ (પાંચમી આ.) (+સં.); ૨. રેવાને તીરે તીરે, મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૫૮; ૩. બુદ્ધિપ્રકાશ, જાન્યુ.-ફેબ્રુ. ૧૯૨૪-‘અનાવિલ-પુરાણ’, સં. હીરાલાલ ત્રિ. પારેખ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. પાંગુહસ્તલેખો; ૪. પ્રાકકૃતિઓ; ૫. સ્વાધ્યાય નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, ‘દેવદત્ત જોશી; ૬. કદહસૂચિ; ૭. ગૂહાયાદી; ૮. ફૉહનામાવલિ[ર.સો.]
વલ્લભ-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ગરબાકવિ. અમદાવાદ પાસેના નવાપુરાના ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. હરિ ભટ્ટ એમના પિતાનું નામ હતું કે ભાઈનું નામ તે સ્પષ્ટ નથી. માતા ફૂલકોર. એમણે સલખનપુરીની અનેકવાર યાત્રા કરેલી. માતાનાં મંદિરોમાં વલ્લભની સાથે જ જેનું નામ બોલાય છે એ ધોળા એમના ભાઈ અને કવિ હતા. વલ્લભ પહેલાં વૈષ્ણવ હતા અને પછીથી માતાના ભક્ત થયેલા એમ પણ કહેવાયું છે. એમનાં જન્મવર્ષ ઈ.૧૬૪૦ (સં.૧૬૯૬, આસો સુદ ૮)કે ઈ.૧૭૦૦ અને અવસાનવર્ષ ઈ.૧૭૫૧ બતાવવામાં આવે છે, પરંતુ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી. કવિની ૧ કૃતિની ર.ઈ.૧૭૩૬ છે, એટલે તેઓ ઈ.૧૮મી સદી પૂર્વાર્ધમાં હયાત હતા એ નિશ્ચિત છે.
આ કવિનું મુખ્ય અર્પણ એમણે રચેલા લાંબા વર્ણનાત્મક ગરબા(મુ.) છે. વિવિધ રાગઢાલમાં ને સહજ પ્રાસાદિક વાણીમાં જુદા જુદા વિષયના અનેક ગરબાઓ એમણે રચ્યા છે. એમાં ૬૧ કડીનો ‘અંબાજીના શણગારનો ગરબો’(મુ.), ૧૧૮ કડીનો ‘આનંદનો ગરબો’(મુ.), ૧૫૭ કડીનો ‘ધનુષધારીનો ગરબો’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૭૯૨, અસાડ વદ ૧૧, મંગળવાર; મુ.), ૭૩/૭૫ કડીનો ‘મહાકાળીનો ગરબો’, ૪૦ કડીનો ‘ગાગરનો ગરબો’(મુ.) જેવા અંબા, બહુચરા અને મહાકાળીનું મહિમાગાન કરતા શક્તિઉપાસનાના જનસમાજમાં લોકપ્રિય ગરબાઓ એમાંના અલંકારવૈભવ, સ્વભાવોક્તિયુક્ત ચિત્રણ, પ્રાસઅનુપ્રાસની ગૂંથણી, નાટ્યાત્મક પ્રસંગ-નિરૂપણ, એમાં ગૂંથાયેલી-શાક્તસિદ્ધાંત, શક્તિની ઉત્પત્તિ, શક્તિના અવતારો, દેવીનાં પૂજનઅર્ચનની વીગતો ઇત્યાદિ તત્ત્વોને લીધે વિશેષ ધ્યાનાર્હ છે. ૮૪ કડીનો ‘આંખમીંચામણાનો ગરબો/રાધિકાજીનો ગરબો’(મુ.), ૫૫ કડીનો ‘વ્રજવિયોગનો ગરબો/ઓધવજીને અરજ’(મુ.), ૪૩ કડીનો ‘સત્યભામાનો ગરબો’(મુ.) વગેરે એમના કૃષ્ણભક્તિના ગરબા છે. એ સિવાય ૨૯ કડીનો ‘કજોડાનો ગરબો/ગોરમાનો ગરબો’(મુ.), ૫૮ કડીનો ‘કળિકાળનો ગરબો’(મુ.) જેવા ઐતિહાસિક-સામાજિક વિષયના ગરબાઓ પણ એમણે રચ્યા છે.
ગરબાઓ ઉપરાંત ‘રંગમાં રંગતાળી’, ‘રંગે રમે, આનંદે રમે’, ‘ચાલોને ચાચર જઈએ’ જેવી લોકપ્રિય ગરબીઓ; અંબાજી, કમળા-કંથ, ગોપી આદિને વિષય બનાવી મહિના, વાર, હોરી, આરતી સ્વરૂપની કૃતિઓ(મુ.) તથા વિવિધ રાગનિર્દેશવાળાં શક્તિ ને કૃષ્ણ ભક્તિનાં ઘણાં પદો(મુ.) પણ એમણે રચ્યાં છે.
‘પ્રેમગીતા’ (ર.ઈ.૧૭૨૩) અને ‘લંકાનો સલોકો’ (ર.ઈ.૧૭૧૪)ને ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિની રચના ગણે છે, પરંતુ ‘લંકાનો સલોકો’ વલ્લભ-૧ની કૃતિ હોવાની સંભાવના પણ વ્યક્ત થઈ છે.
કૃતિ : ૧. વલ્લભભટ્ટની વાણી, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૬૨ (+સં.); ૨. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૩. કાદોહન : ૧ (+સં.); ૪. પ્રાકામંજરી (+સં.); ૫. બૃકાદોહન : ૧, ૨ (+સં.), ૪, ૫, ૮; ૬. શ્રીમદ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
સંદર્ભ : ૧. વલ્લભ મેવાડો : એક અધ્યયન, જયવંતી ઘ. શાહ, ઈ.૧૫૫૯; ૨. અક્ષરરેખા, સુરેશ દીક્ષિત, ઈ.૧૯૭૪; ૩. કવિ ચરિત્ર; ૪. ગુમાસ્તંભો; ૫. ગુલિટરેચર; ૬. ગુસાઇતિહાસ : ૨; ૭. ગુસામધ્ય; ૮. ગુસારૂપરેખા : ૧; ૯. ગુસારસ્વતો; ૧૦ નભોવિહાર, રામાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧-‘વલ્લભ મેવાડો અને ગરબી પ્રવાહ’; ૧૧. નર્મગદ્ય, ઈ.૧૯૭૫ની આવૃત્તિ; ૧૨. પ્રાકકૃતિઓ; ૧૩. ગૂહાયાદી; ૧૪. ડિકૅટલૉગબીજે; ૧૫. ફાહનામાવલિ : ૨; ૧૬. ફૉહનામાવલિ; ૧૭. મુપુગૂહસૂચી.[ર.સો.]
વલ્લભ-૩[ ] : બીલ પરગણાના મહિસાના વતની. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. આ કવિને નામે ‘ભક્તમાળ(નાની)’ નામની કૃતિ મળે છે. ‘ગુજરાતના સારસ્વતો’ આ કવિને ઈ.૧૯મી સદીના ગણે છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી.[ર.સો.]
વલ્લભ-૪ [ ] : અમદાવાદના વતની, જ્ઞાતિએ વડનગરા બ્રાહ્મણ. આ કવિએ ‘નાગરોની ઉત્પત્તિનો ગરબો’ અને અન્ય કેટલાંક ગરબા-ગરબી (*મુ.), ‘મહાદેવજીનો વિવાહ’(મુ.), ‘શામળશાહનો વિવાહ/નરસિંહ મહેતાના પુત્રનો વિવાહ’ તથા વિવાહખેલનાં પદોની રચના કરી છે.
કૃતિ : *અંબિકેન્દુશેખર,-.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી. [ર.સો.]
વલ્લભ-૫ [ ] : સુરતના સલાબતપુરાના વતની. અવટંકે રાણા. પિતા ખુશાલચંદ. આ કવિએ લગભગ ૭૦૦ જેટલી ગરબીઓ તથા ઘણાં પદો રચ્યાં હોવાની નોંધ મળે છે.
સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા. [ર.સો.]
વલ્લભ(મુનિ)-૬ [ ] : જૈન સાધુ. ૧૦ કડીની ‘રેવતી પ્રમુખ દૃષ્ટાંત-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ લોંકાગચ્છ સંપ્રદાયના પુસ્તકમાં મુદ્રિત છે માટે કર્તા લોંકાગચ્છના હોઈ શકે.
૯ કડીની ‘રહનેમિરાજિમતી-ગીત’ વલ્લભઋષિને નામે મળે છે જે પ્રસ્તુત વલ્લભમુનિની પણ હોય, પણ તે નિશ્ચિત નથી.
કૃતિ : લોંપ્રપ્રકરણ.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [કી.જો.]
વલ્લભકુશલ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધીરકુશલની પરંપરામાં સુંદરકુશલના શિષ્ય. ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ.૧૭૧૮/સં.૧૭૭૫, કારતક વદ ૧૩, રવિવાર), ૧૦ ઢાળની દુહા-ચોપાઈ બંધમાં રચાયેલી વર્ણનાત્મક ઐતિહાસિક ‘હેમચન્દ્રગણિ-રાસ’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૭૯૩, માગશર સુદ ૨, મંગળવાર; મુ.) કૃતિના કર્તા.
કૃતિ : જૈઐકાસંચય.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
વલ્લભજી-૧ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. તેઓ ‘કાકા વલ્લભજી’ને નામે જાણીતા હતા. સં. ૧૭૨૬ પછી ઔરંગઝેબના વ્રજ પર થયેલા આક્રમણને કારણે શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાસિક પ્રસંગને વિષય બનાવી રચાયેલા કાવ્ય તથા ‘ભગવદીયનામમણિમાલા’ કૃતિના કર્તા.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]
વલ્લભજી-૨[સં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. પંચમ પીઠના ગોસ્વામી બાળક.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]
વલ્લભદાસ-૧ [સં.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુસાંઇજી(વિઠ્ઠલનાથજી)ના ભક્ત. પદો (૧ મુ.)ના કર્તા.
કૃતિ : પુગુસાહિત્યકારો (+સં.). [ર.સો.]
વલ્ભદાસ-૨/વલ્લભભાઈ [ઈ.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ભરૂચના વતની. પિતા ત્રિકમભાઈ.માતા ફૂલાંભાભી. ગોકુલનાથજી (ઈ.૧૫૫૨-ઈ.૧૬૪૧)ના ભક્ત. ઈ.૧૬૦૪ પછી તેમનો જન્મ થયો હોવાનું અનુમાન થયું છે.
ઈ.૧૬૧૬માં કોઈ ચિદ્રુપ નામના સંન્યાસીના પ્રભાવમાં આવી મોગલ બાદશાહ જહાંગીરે પુષ્ટીમાર્ગીય વૈષ્ણવોને ઊર્ધ્વપુંડ્રતિલક અને તુલસીમાળા ધારણ ન કરવાનું ફરમાન કાઢ્યું તે વખતે ગોકુલનાથજીએ કાશ્મીરનો પ્રવાસ કરી જહાંગીર બાદશાહને મળી સમજાવ્યો અને આ ફરમાન પાછું ખેંચાવ્યું એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં જાણીતા પ્રસંગને આલેખતું વ્રજભાષાની અસરવાળું ૧૧૧ કડીનું ‘માલાઉદ્ધાર’(મુ.) કાવ્ય આ કવિએ રચ્યું છે. કાવ્યની જૂની પ્રત ઈ.૧૬૯૪ પૂર્વેની મળે છે. એટલે આ કવિ ઈ.૧૭મી સદીમાં થઈ ગયા હોવાનું કહી શકાય.
એ ઉપરાંત, ‘વલ્લભરસાલય (નાનો મહોત્સવ)’, ‘શ્રી વલ્લભરસ’, ‘શ્રી વલ્લભવેલ’, ‘વિવાહખેલ’, ‘માલાનો કરખો વાર્ષિક મહોત્સવ’, ‘શ્રી ભાગ્યરાસચરિત્ર’, ‘નવરસ’ તથા અનેક ધોળ-પદ (કેટલાંક મુ.)ની રચના એમણે કરી છે. ગોકુલનાથજી-ગોકુલેશ પ્રભુનો મહિમા કરતાં વ્રજભાષામાં જે પદ મુદ્રિત સ્વરૂપે મળે છે તે આ કવિનાં હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ.ઈ.૧૯૧૬; ૨. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૫૭-‘માલાઉદ્ધાર કાવ્ય’, સં. ચિમનલાલ મ. વૈદ્ય.
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [ર.સો.]
વલ્લભદાસ-૩ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સં. ૧૭૨૬ પછી મોગલ બાદશાહ ઔરંગઝેબનું વ્રજ પર આક્રમણ થયું ત્યારે શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાસિક પ્રસંગને વિષય બનાવી એમણે કાવ્ય રચ્યું છે.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]
વલ્લભદાસ-૪ [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વ્રજ ભૂષણના સેવક.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]
વલ્લભવિજ્ય [ઈ.૧૮૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. શાંતિ વિજ્યની પરંપરામાં હિતવિજ્યના શિષ્ય. જયાનંદસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, જેઠ સુદ ૬)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
વલ્લભસાગર [ઈ.૧૭૮૪માં હયાત] : જૈન સાધુ. આગમસાગરના શિષ્ય. ૭ કડીના ‘આદિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૮૪)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
‘વલ્લભાખ્યાન’ : રામદાસપુત્ર ગોપાળદાસની ‘આખ્યાન’ નામક ૯ કડવાંની ‘નવાખ્યાન’ને નામે પણ ઓળખાયેલી આ કૃતિ(મુ.) પહેલા કડવામાં શુદ્ધાદ્વૈતસિદ્ધાંત અનુસાર પ્રભુના નિત્યસ્થાન અને જગતની ઉત્પત્તિનું વર્ણન કરે છે, બીજા કડવામાં શ્રી વલ્લભાચાર્યની પ્રશસ્તિપૂર્વક શ્રી વિઠ્ઠલનાથજીના જન્મનો હેતુ નિર્દેશે છે અને ત્રીજા કડવાથી વિઠ્ઠલનાથજીનું ચરિત્ર આલેખે છે. છેલ્લા કડવામાં શ્રી વલ્લભાચાર્યજીના પરિવારોનો નિર્દેશાત્મક પરિચય અપાયેલો છે. આ રીતે, આ આખ્યાન વસ્તુત: ‘વલ્લભાખ્યાન’ નહીં પણ ‘વિઠ્ઠલનાથાખ્યાન’ છે. વિઠ્ઠલનાથજીને પુરુષોત્તમના અવતારરૂપ ગણાવી કવિએ, એમના જીવનનું હકીકતનિષ્ઠ વર્ણન કરવાને બદલે એમની લીલાઓ ગાઈ છે અને એમનો ગુણાનુવાદ કર્યો છે. આ રીતે આ મુખ્યત્વે વર્ણનાત્મક અને ભાવાનુપ્રાણિત રચના છે. શબ્દાલંકાર તથા અર્થાલંકારનું સૌંદર્ય ધરાવતાં વર્ણનોમાં તેમ જ કાવ્યની શિષ્ટ પ્રૌઢ બાનીમાં કવિનું કવિત્વ પ્રગટ થાય છે.
ઝૂલણા, ચોપાઈ, સવૈયાની દેશીઓને વિવિધતા સાથે પ્રયોજતા આ આખ્યાનને કવિએ જુદા જુદા રાગોમાં બાંધ્યું છે ને સાંપ્રદાયિકોમાં એ આખ્યાનનાં કડવાં નિશ્ચિત રાગતાલમાં, રાગ અનુસાર દિવસના જુદા જુદા ભાગમાં ગવાય છે. જેના પર વ્રજ તેમ જ સંસ્કૃત ભાષામાં ટીકાઓ લખાઈ હોય તેવું આ એકમાત્ર જૈનેતર ગુજરાતી કાવ્ય છે ને ટીકાઓ લખનાર વૈષ્ણવ આચાર્યોએ ગોપાલદાસનું દાસત્વ ઇચ્છયું છે. આ બધું આ આખ્યાનનું સંપ્રદાયમાં કેટલું મહત્ત્વ છે તે બતાવે છે.
વિઠ્ઠલનાથના પુત્ર ઘનશ્યામજીના પરિણીત જીવનનો નિર્દેશ કરતું આ કાવ્ય એમના લગ્ન (ઈ.૧૫૯૨) પછીના થોડા સમયમાં રચાયેલું હોવાનું માની શકાય. [જ.કો.]
વલ્લવ/વહલવ/વહાલો : વલ્લવને નામે કૃષ્ણભક્તિની ૪ ગરબીઓ (મુ.), રામવિવાહના વરઘોડાનાં કાફી રાગનાં ૩ પદ(મુ.), જ્ઞાનવૈરાગ્યનું ૧ પદ(મુ.) ને ‘ધોળસંગ્રહ’ મળે છે. વહલવ-વલ્લવને નામે ‘રાધાવિરહ’ તથા વહાલોને નામે ‘બારમાસ’, ‘પંદરતિથિ’ ને પદો મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક હોવાની સંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે.
કૃતિ : બૃકાદોહન : ૮.
સંદર્ભ : ૧. કાશીસુત શેધજી : એક અધ્યયન, બહેચરભાઈ પટેલ, ઈ.૧૯૭૪; ૨. ગૂહાયાદી.[ર.સો.]
વલ્હપંડિતશિષ્ય [ઈ.૧૬૦૬ સુધીમાં] : કવિ જૈન છે કે જૈનેતર તે સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી. ‘કુકડા માર્જારી-રાસ’ (લે.ઈ.૧૬૦૬)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ એ વલ્હ પંડિતને કર્તા ગણ્યા છે, પરંતુ ‘કહઈ વલ્હ પંડિતાઉ દાસ’ એ પંક્તિ પરથી કર્તા વલ્હ પંડિતના શિષ્ય લાગે છે.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કી.જો.]
વશરામ [ઈ.૧૬૭૬માં હયાત] : અવટંકે ગોહિલ. ‘નાગર-સંવાદ’ (ર.ઈ.૧૬૭૬), ‘વામનનું આખ્યાન’ તથા હિન્દી-ગુજરાતી બંને ભાષામાં રચાયેલાં પદોના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]
વસનજી/વસીદાસ [ઈ.૧૮૪૯ સુધીમાં] : ‘સૂર્યછંદ/સૂર્યનારાયણનો પાઠ/સ્તુતિ’ (લે.ઈ.૧૮૪૯; મુ.) તથા ‘હનુમાનજીનો છંદ’ના કર્તા. ‘સૂર્યનારાયણનો છંદ’ વસંતદાસને નામે મુદ્રિત થયું છે, પરંતુ અન્યત્ર એ વસનજી/વસીદાસને નામે પણ મળે છે.
કૃતિ : નકાદોહન : ૩.
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧; ૩. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી; ૪. ગુહાયાદી; ૫. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]
વસંતદાસ [ઈ.૧૮૪૪ સુધીમાં] : ભુજંગી છંદમાં રચાયેલા કાશીમાહાત્મ્ય ગંગાજીનો પાઠ’ (લે.ઈ.૧૮૪૪) તથા પદોના કર્તા. વસનજી/વસીદાસ અને આ કવિ એક હોવાની સંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧; ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [કી.જો.]
વસંતરામ [ ] : પદોના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
‘વસંતવિલાસ’-૧ : પ્રાકૃત-અપભ્રંશ પિંગળોના દોહક અને ઉપદોહક સાથે મળતા આવતા દુહા પ્રકારના છંદમાં રચાયેલું ને દરેક કડીમાં ચરણના પૂર્વાર્ધ વચ્ચે પ્રયોજાયેલી અંતર્યમક-સાંકળીને લીધે વિશિષ્ટ બનેલા પદ્યબંધ (જે પછીથી ફાગુબંધ તરીકે ઓળખાયો) વાળું આ ફાગુ(મુ.) ૫૨ કડીની લઘુવાચના ને ૮૪ કડીની બૃહત્વાચના રૂપે ઉપલબ્ધ થાય છે. ઈ.૧૪૫૨ની કાવ્યની ઉપલબ્ધ થતી પ્રત, રત્નમંદિરગણિના ‘ઉપદેશતરંગિણી’ (ર.ઈ.૧૪૬૧ આશરે)માં આ કાવ્યમાંથી અપાયેલું અવતરણ તથા કાવ્યનું ભાષાસ્વરૂપ એ પ્રમાણોને લક્ષમાં લઈ આ ફાગુ ઈ.૧૪મી સદીના પૂર્વાર્ધમાં રચાયું હોવાનું અનુમાન થયું છે. કાવ્યનો રચયિતા જૈન કરતાં જૈનેતર હોવાની સંભાવના વિશેષ છે. નતર્ષિ-નયર્ષિ, આચાર્ય રત્નાકર, ગુણવંત કે મુંજ એમાંથી કોઈ કાવ્યના કર્તા હોવાની સંભાવના વિચારાઈ છે, પરંતુ એમાંની એકે સંભાવના પૂરતી પ્રતીતિકર બનતી નથી. કાવ્યની સં. ૧૬૩૮ની પ્રતમાં લિપિકારે કાવ્યના કર્તા તરીકે મુંજનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે, પણ એ સિવાાય મુંજ વિશે બીજી કોઈ માહિતી આપી નથી. સંભવ છે કે લિપિકાર કૃતિની અંતિમ પંક્તિમાં આવતા ‘મુંજ’ શબ્દથી દોરવાયા હોય.
જેની કડીએ કડીએ જીવનનો ઉલ્લાસ ઊભરાય છે એવું આ ફાગુ અન્ય મધ્યકાલીન ફાગુઓથી અનેક રીતે વિશિષ્ટ છે. અન્ય ફાગુઓની જેમ આમ તો આ ફાગુમાં પણ વસંતની માદક ઉદ્દીપકતા વચ્ચે પ્રણયીજનોનો વિરહ અને પછી સંભોગનો શૃંગાર આલેખાયો છે, પરંતુ અહીં કાવ્યનાં નાયક-નાયિકા કોઈ એક યુગલ નહીં, પણ અનેક યુગલ છે. એટલે સમષ્ટિના વસંતવિલાસનું એ ગાન બની રહે છે. કાવ્યના પ્રારંભમાં આવતું ઇન્દ્રિયગમ્ય વનવર્ણન અને પછી વનને નગરનું રૂપક આપી થયેલું રૂપકાત્મક વનવર્ણન કે સુંદરીઓનાં દેહસૌંદર્યનાં ને અંગપ્રસાધનનાં આલંકારિક વર્ણન સંસ્કૃત કાવ્યપરંપરાનુસારી હોવા છતાં, પદલાઘવ, પદમાધુર્ય ને અભિવ્યક્તિવૈચિત્ર્યથી અસરકારક રીતે કામોદ્દીપક બને છે. કાવ્યમાં આલેખાયેલો કામવિલાસ આનંદપ્રદ છે, પણ સંસ્કૃત કવિતા જેવો ઉન્માદક કે પ્રગલ્ભ નથી. કાવ્યના અંતમાં ભ્રમરને સંબોધી રચાયેલી અન્યોકિતઓ દ્વારા પુરુષની રસિકવૃત્તિને અપાયેલો કોમળ ઉપાલંભ કૃતિના શૃંગારને વિશેષ રૂપે પુષ્ટ કરે છે.
કાવ્યમાં દરેક કડીની પાછળ કવિએ સુભાષિતાવલી, શાર્ઙધરપદ્ધતિ, અમરુશતક, નૈષધીયચરિત વગેરે ગ્રંથોમાંથી એકબે સંસ્કૃત-પ્રાકૃત શ્લોક મૂક્યા છે. કડીનો ભાવ ક્યાંથી સૂઝ્યો તે બતાવવાનું એમાં કવિનું પ્રયોજન છે. જો કે કવિએ મૂળ શ્લોકનો સારાનુવાદ નથી આપ્યો. ક્યાંક મૂળ અર્થને સંકોચી કે વિસ્તારી, ક્યાંક મૂળમાંથી સામાન્ય સૂચન લઈ કવિએ પોતાની મૌલિકતાની પ્રતીતિ કરાવી છે. આ શ્લોકો કવિનું કાવ્યપરિશીલન કેટલું ઊંડુ હતું એના પણ દ્યોતક છે. કાવ્યની ઉપલબ્ધ થયેલી ૧ સચિત્ર પ્રતનાં ચિત્રો રજપૂત અન મોગલ ચિત્રશૈલીથી કેટલીક દૃષ્ટિએ ભિન્ન પડતાં હોવાને લીધે મહત્ત્વનાં ગણાયાં છે.
કૃતિ : ૧. વસંતવિલાસ (અં.), સં. કાંતિલાલ બી. વ્યાસ, ઈ.૧૯૪૨ (+સં.); ૨. એજન, સં. કાંતિલાલ બ. વ્યાસ, ઈ.૧૯૭૪ (તૃતીય આ.નું પુનર્મુદ્રણ) (+સં.); ૩. એજન (અં.), સં. ડબલ્યુ નોર્મન બ્રાઉન, ઈ.૧૯૬૨; ૪. એજન, સં. રતિલાલ સાં. નાયક, ઈ.૧૯૭૪ (+સં.); ૫. વસંતવિલાસ ફાગુ, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૬; ૬. એજન (અં.), સં. મધુસૂદન ચિ. મોદી, ઈ.૧૯૬૦ (+સં.); ૭. પંગુકાવ્ય.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૧, ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસાસ્વરૂપો; ૫. નયુકવિઓ; ૬. ફાત્રૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૩૭-‘વસન્તવિલાસ’, સારાભાઈ મ. નવાબ; ૭. સ્વાધ્યાય, મે ૧૯૭૮-‘વસન્તવિલાસફાગુના રચયિતાનું નામ’, અગરચંદ નાહટા, અનુ. નવીનચંદ્ર એન. શાહ. [જ.ગા.]
‘વસંતવિલાસ’-૨ : ઝૂલણાના ઉત્તરાર્ધની ૧૭ માત્રાના ઢાળની ૧ કડી અને દુહાની ૨ કડી એવા એકમની બનેલી ૨૬ કડીનું કવિ રામનું આ ફાગુકાવ્ય(મુ.) એના ભાષાસ્વરૂપને લક્ષમાં લેતાં અજ્ઞાત કવિના ‘વસંતવિલાસ’ પછી રચાયું હોવાની પૂરી શક્યતા છે અને તેમ છતાં ‘વસંતવિલાસ’કાર પછી ફાગુકાવ્યોમાં વ્યાપક બનેલા યમક સાંકળીવાળા ફાગુબંધને અનુસરવાનું વલણ આ કૃતિમાં ખાસ નથી - એ એની વિલક્ષણતા છે.
પ્રારંભની પહેલી ૨ કડીઓમાં ગણપતિની સ્તુતિ કરતા ૨ સંસ્કૃત શ્લોકો મૂકી પછી કવિએ પ્રસંગવર્ણન શરૂ કર્યું છે. પહેલાં તો વસંતઋતુના પ્રારંભે પ્રવાસે ન જવા માટે કોઈ નાયિકા પોતાના પ્રિયતમને વીનવે છે, પરંતુ પ્રિયતમ એ વિનંતીની અવગણના કરી ચાલ્યો જાય છે એવું સમજાય છે. પાછળથી નાયિકા તે રુક્મિણી અને નાયક કૃષ્ણ છે એવું સ્પષ્ટ થતાં એ કૃષ્ણના વિરહમાં ઝૂરતી રુક્મિણીના વિરહભાવને આલેખતું કાવ્ય બની રહે છે. કામોદ્દીપક વસંતવર્ણન, વિરહવ્યાકુળ રુક્મિણીનો ભ્રમર સાથે કૃષ્ણ ને સંદેશો મોકલવો કે કૃષ્ણ ક્યારે આવશે એ માટે એનું જોષી પાસે જવું જેવી વીગતો આમ તો પરંપરાનુસારી છે, પરંતુ કવિની ભાષાની પ્રૌઢિ તથા અભિવ્યક્તિની કુશળતાને લીધે રુક્મિણીવિરહનું આલેખન મર્મસ્પર્શી બન્યું છે. એ રીતે કૃષ્ણાગમન પછી વાસકસજ્જા રુક્મિણીનો આનંદ પણ ‘હરખ અંગ મુઝ અંગિ ચંદન વીંટિયો જાણે ભૂયંગ’ કે ‘કૃષ્ણ તરુઅર અમ વેલ’ જેવી ઉત્પ્રેક્ષાઓ દ્વારા મનોરમ રીતે અભિવ્યક્ત થયો છે. ‘જિમજિમ’ ‘તિમતિમ’ ‘ધનધન’ ‘અંગિઅંગિ’ જેવી વ્યાપક રીતે થયેલી શબ્દની દ્વિરુકિતથી કે એકના એક વાક્યઢાળાના આવર્તનથી કવિએ કાવ્યને ભાવોત્કટ અને ગેયત્વયુક્ત અંશોવાળું બનાવ્યું છે.
કાવ્યના અંત ભાગમાં કૃષ્ણે જેમ પોતાની મિલનની આશા પૂરી કરી તેમ સહુની આશા પૂરી કરજો એમ રુક્મિણી કહે છે ત્યારે કાવ્ય કૃષ્ણભક્તિના સંસ્કરવાળું બને છે. [જ.ગા.]
વસીદાસ : જુઓ વસનજી.
વસુ: જુઓ વસ્તો-૩.
વસ્તિગ [ઈ.૧૩૧૨માં હયાત] : જૈન સાધુ. રત્નપ્રભસૂરિના શિષ્ય. આ કર્તાનું નામ વસ્તુપાલ પણ મળે છે. ‘વીસ વિહરમાન-રાસ/સ્તવન (ર.ઈ.૧૩૧૨/સં. ૧૩૬૮, મહા સુદ ૫, શુક્રવાર; મુ.), ૯૫/૯૭ કડીના ધાર્મિક કાવ્ય ‘ચતુર્ગતિ-ચોપાઈ/ચિંહુગતિવેલ-ચોપાઈ’ (અંશત: મુ.) તથા ‘સુદર્શન-ચોપાઈ’ એ કૃતિઓ એમણે રચી છે.
કૃતિ : ૧. આકવિઓ : ૧; ૨. ઐજૈકાસંગ્રહ (+સં.); ૩. નયુકવિઓ; ૪. જૈનયુગ, અષાડ-શ્રાવણ ૧૯૮૬-‘વીશવિહરમાન-જિનરાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૫. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩-‘ચિંહુગતિવેલચોપાઈ’, સં. મોહનલાલ દ. દેશાઈ.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]
‘વસ્તુગીતા’ : વસ્તા વિશ્વંભરની અદ્વૈતવિચારનું નિરૂપણ કરતી જ્ઞાનમાર્ગી પરંપરાની ૮ અધ્યાય ને સાખીની ૪૨૭ કડીની કૃતિ(મુ.). કવિએ પ્રથમ ૭ અધ્યાયમાં અદ્વૈતવિચારનું નિરૂપણ કર્યું છે, અને અંતિમ અધ્યાયમાં આગળના સાતે અધ્યાયમાં કરેલી ચર્ચાનો અધ્યયવાર સાર આપ્યો છે. જીવ અને શિવ વચ્ચેનો ભેદ, માયાનું કાર્ય, પંચીકરણની પ્રક્રિયા, પંચકોષ અને જીવ-બ્રહ્મની એકતા, આત્મસ્વરૂપને કેમ પામવું, જીવ-ઈશ્વર-બ્રહ્મ-પરબ્રહ્મનું સ્વરૂપ તથા વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ દ્વારા ઈશ્વરરૈક્યનો અનુભવ કરવાની વાત આ અધ્યાયોમાં એમણે સમજાવી છે. કવચિત્ પોતાના વિચારને સ્ફુટ કરવા કવિ દૃષ્ટાંતનો આશ્રય લે છે. પરંતુ સીધા તત્ત્વનિરૂપણ તરફ એમનું લક્ષ
વિશેષ છે. [ચ.શે.]
વસ્તુપાલ(ગણિ) : આ નામે ૧૫ કડીની ‘આદીશ્વર-બિરદાવલી’ મળે છે. આ ક્યા વસ્તુપાલ છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
વસ્તુપાલ(બ્રહ્મ)-૧ [ઈ.૧૫૯૮માં હયાત] : દિગંબર સરસ્વતીગચ્છના જૈન સાધુ. સુમતિકીર્તિના શિષ્ય ગુણકીર્તિના શિષ્ય. ‘રોહિણીવ્રત-પ્રબંધ’ (ર.ઈ.૧૫૯૮/સં.૧૬૫૪, અસાડ સુદ ૩, સોમવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
વસ્તુપાલ-૨ [ ] : પાર્શ્વચન્દ્રગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં હીરના શિષ્ય. ‘હંસરાજ-વચ્છરાજ-પ્રબંધ-ચોપાઈ’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
વસ્તો-૧ : [ઈ.૧૫૬૮માં હયાત] : ખેડા જિલ્લાના વીરસદ કે બોરસદના વતની. કવિની ઉપલબ્ધ કૃતિ ‘શુકદેવ-આખ્યાન’ની વિવિધ પ્રતોમાંથી થોડાક વીગતભેદે કેટલોક કવિપરિચય મળે છે. એને આધારે કવિ ડોડીઆ કુળના એટલે સંભવત: ક્ષત્રિય જ્ઞાતિના હતા. કાળા કે નારાયણદાસ તેમના પિતાનું નામ હતું કે ગુરુનું નામ તે સ્પષ્ટ નથી. પરંતુ એમના ગુરુ કોઈ બ્રાહ્મણ હતા એવું લાગે છે. કવિ જ્ઞાતિએ લેઉવા પાટીદાર હતા એવી માહિતી પણ મળે છે, પરંતુ એ માટે કોઈ નિશ્ચિત આધાર નથી.
મહાભારતના શાંતિપર્વના વ્યાસ-શુકદેવ-સંવાદ પર આધારિત સામાન્યત: મુખબંધ-ઢાળ-વલણને જાળવતું ૪૫ કડવાનું ‘શુકદેવ-આખ્યાન’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, માગશર સુદ ૧૨, ગુરુવાર;મુ.) શિષ્ટ ને પ્રાસાદિક વાણીમાં આ કવિએ રચ્યું છે. વ્યાસને ત્યાં વિલક્ષણ સંજોગોમાં થયેલો શુકદેવનો જન્મ અને મોટા થયા પછી શુકદેવજીએ કરેલો સંસારત્યાગ કાવ્યની મુખ્ય ઘટના છે. પણ કવિનું મુખ્ય લક્ષ સંન્યસ્તજીવન અને ગૃહસ્થજીવન વચ્ચેના વિચારવિરોધને ઉપસાવવાનું છે અને વ્યાસ-શુકદેવના સંવાદ દ્વારા કવિ એ વિરોધને સારી રીતે ઉપસાવી શક્યા છે. વ્યાસજીની પુત્રઆસક્તિને પ્રગટ કરતો કેટલોક ભાગ ભાવબોધની દૃષ્ટિએ પણ આસ્વાદ્ય છે.
‘સુભદ્રાહરણ’ અને ‘સાધુચરિત્ર’ એ કૃતિઓ કવિએ રચી હોવાનું મનાય છે. પરંતુ તેમની કોઈ હસ્તપ્રત અત્યારે ઉપલબ્ધ નથી.
કૃતિ : બૃકાદોહન : ૪ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. પ્રાકકૃતિઓ; ૭. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૬-‘આખ્યાનકાર વસ્તો ડોડીઓ’; ૮. ગૂહાયાદી; ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ફૉહનામાવલિ.[ચ.શે.]
વસ્તો-૨ [ઈ.૧૭૬૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભક્તિની પરંપરામાં જિનલાભના શિષ્ય. ‘લોદ્રવા-સ્તવન’ (ર.ઈ.૧૭૬૧/સં.૧૮૧૭, માગશર વદ ૫, રવિવાર), ૧૦ કડીનું ‘જિનલાભસૂરિ-ગીત’(મુ.), ૧૮ કડીની ‘ત્રેસઠસલાકાપુરુષ-સઝાય’(મુ.), ‘પાર્શ્વનાથ-સ્તવન’, ૭ કડીની ‘રહનેમિરાજિમતિ-સઝાય’(મુ.), ૧૩ કડીની ‘રાત્રિભોજન-સઝાય’(મુ.) તથા ૧૬ કડીનું ‘વીશસ્થાનક-સ્તવન’ના કર્તા.
૧૩ કડીની ‘રાત્રિભોજન-સઝાય’ તથા ૭ કડીની ‘રહનેમિરાજિમતિ-સઝાય’ કૃતિઓને ‘જૈન ગૂર્જર કવિઓ’ વસ્તિગ-૧ને નામે મૂકે છે, પરંતુ ભાષા દૃષ્ટિએ આ કૃતિઓ આટલા વહેલા સમયની જણાતી નથી અને અન્ય સંદર્ભો તો ૧૩ કડીની ‘રાત્રિભોજન-સઝાય’ને આ જ કર્તાને નામે મૂકે છે.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. ચૈસ્તસંગ્રહ; ૩; ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈસમાલા(શા); ૫. જૈસસંગ્રહ(જૈ); ૬. જૈસસંગ્રહ(ન); ૭. પ્રાસ્તસંગ્રહ; ૮. મોસસંગ્રહ.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહસૂચી.[કી.જો.]
વસ્તો-૩/વસુ [ઈ.૧૭૬૯ સુધીમાં] : જ્ઞાતિએ બ્રાહ્મણ. ‘વિક્રમરાય-ચરિત્ર/વિક્રમાદિત્ય પરકાયાપ્રવેશકથા-રાસ’ (લે.ઈ.૧૭૬૯)ના કર્તા. આ કવિ અને વાસુ એક જ હોવાની સંભાવના વ્યક્ત થઈ છે, પણ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
વસ્તો-૪ [ઈ.૧૭૮૦માં હયાત] : સ્થાનકવાસી વણિક શ્રાવક. વઢવાણના વતની. રાણપુરમાં ખેતી કરતા હતા તે ગાળામાં વૈરાગ્ય જાગ્યો તેથી દીક્ષા લીધી અને તપસ્વી તરીકે પંકાયા. ‘જુઠા તાપસીનો શલોકો’ (ર.ઈ.૧૭૮૦/સં.૧૮૩૬, ભાદરવા સુદ ૧૦, રવિવાર; *મુ.)ના કર્તા.
કૃતિ : *જુઠા તાપસીનો શલોકો, પ્ર. નેમચંદ સ. દોશી, સં. ૧૯૮૬.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
વસ્તો-૫ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. ખંભાતની પાસે આવેલા સકરપુરના વતની. તેઓ રામાનન્દી સંત અમરદાસજીના શિષ્ય વિશ્વંભરદાસના શિષ્ય તથા જ્ઞાતિએ ટોળકિયા ઔદીચ્ય બ્રાહ્મણ હોવાની સંભાવના છે. સકરપુરમાં રહેતા ખારવા જ્ઞાતિના લોકો હજી તેમના સમાધિસ્થાનની પૂજા કરે છે એવું કહેવાય છે. કવિની ઘણી કૃતિઓમાં રચનાવર્ષનો ઉલ્લેખ મળે છે, પરંતુ ઠીકઠીક લાંબી કહી શકાય એવી કેટલીક કૃતિઓનું એકબે માસના ફેરથી એક જ રચનાવર્ષ મળે છે, એટલે એ વર્ષ લેખનવર્ષ હોવાની સંભાવના વિશેષ દેખાય છે. કવિની એક કૃતિ પરથી મળતા સંદર્ભ પરથી કવિ ઈ.૧૭૮૬માં અવસાન પામ્યા હશે એવો તર્ક કરવામાં આવ્યો છે. કવિને અખાની શિષ્યપરંપરા સાથે કંઈ સંબંધ હતો કે નહીં તે નિશ્ચિતપણે કહી શકાય એવું નથી.
જ્ઞાનમાર્ગી કાવ્યપરંપરાનો વિશેષ પ્રભાવ ઝીલતા આ કવિએ અન્ય ઘણા જ્ઞાનમાર્ગી કવિઓની જેમ પ્રેમલક્ષણા ભક્તિની કવિતા પણ રચી છે. સાખીની ૪૨૭ કડીમાં રચાયેલી ૮ અધ્યાયની ‘વસ્તુ-ગીતા’(મુ.) કવિના અદ્વૈતવિચારને સમજવા માટે મહત્ત્વની કૃતિ છે. ગુરુશિષ્યસંવાદ રૂપે રચાયેલી ૨ કૃતિઓ પૈકી ચોપાઈની ૫૦૭ કડી ને ૧૦ કડવાંની ‘વસ્તુવિલાસ’ (લે.ઈ.કે ર.ઈ.૧૭૭૫/સં.૧૮૩૧, અધિક વૈશાખ વદ ૧૧; અંશત: મુ.) તથા પોતાના પ્રગુરુ અમરદાસજીના નામને સાંકળીને રચાયેલી ૭ ગોલાંટ ને ૭૦૬/૭૧૫ સાખીની ‘અમરપુરી-ગીતા’ (લે.ઈ.કે ર.ઈ.૧૭૭૫/સં.૧૮૩૧, જેઠ વદ ૬, ગુરુવાર; અંશત: મુ.)માં જીવને સંસારના બંધનમાંથી કેમ મુક્ત થવું તેનો માર્ગ સમજાવ્યો છે. ‘ગુરુવંદન કો’, ‘મિથ્યાજ્ઞાની કો’, ‘આત્મજ્ઞાન કો’ વગેરે ૮૮ અંગોમાં વહેંચાયેલી ને વ્રજમિશ્રિત ગુજરાતીમાં રચાયેલી ૨૬૪૧ સાખીઓ (લે.ઈ.કે.ર.ઈ.૧૭૭૫/સં.૧૮૩૧, ફાગણ વદ ૨, શનિવાર; અંશત: મુ.)માં પણ કવિ અનેક દૃષ્ટાંતો દ્વારા દેહના અભિમાનથી મુક્ત થઈ બ્રહ્મભાવ અનુભવવાનો બોધ આપે છે. જીવ-ઈશ્વર-બ્રહ્મના અભેદને વ્યક્ત કરતો ‘કક્કો’ (ર.ઈ.૧૭૮૬/સં.૧૮૪૨, આસો સુદ ૬, ગુરુવાર; અંશત: મુ.), મનુષ્યજીવનની ક્ષણભંગુરતા બતાવી ઈશ્વર-સ્મરણ કરવાનો બોધ આપતાં ‘ચેતામણી’નાં ૧૯ પદો (૨ મુ.), બ્રહ્માનુભવની અવસ્થાનું નિરૂપણ કરતા ૯-૯ કડીના (૮ કડી દુહાની અને છેલ્લી કડી સાખીની) ૧૦ ‘મંગલ્લ’(મુ.) તથા વિવિધ રાગના નિર્દેશવાળાં ઘણાં પદો(મુ.) કવિની અન્ય જ્ઞાનમૂલક કૃતિઓ છે. દૃષ્ટાંતો ને લોકોકિતઓનો ઉપયોગ
કરતી એમની વાણી ધાર્યું લક્ષ્ય વીંધવામાં વખતોવખત સફળ નીવડે છે.
દાણલીલા (અંશત: મુ.) ને તિથિ (મુ.), માસ (એકની ર.ઈ.૧૭૭૧/સં.૧૮૨૭; મુ.), થાળ(મુ.), ગરબી વગેરે સ્વરૂપે મળતાં પદો (કેટલાંક મુ.) એમની પ્રેમલક્ષણા ભક્તિની રચનાઓ છે. ગોપીવિરહ ને કૃષ્ણગોપીની રાસક્રીડાને આલેખતાં એમનાં પદોમાં શૃંગારભાવ પ્રબળ છે અને સંયોગના આલેખનમાં એ ક્યારેક પ્રગલ્ભ પણ બને છે. ધ્રુવપંક્તિઓનો ઉપાડ, પદમાધુર્ય કે અભિવ્યક્તિવૈચિત્ર્યની દૃષ્ટિએ પણ ધ્યાનાર્હ આ પદોની દયારામની ગરબીઓ પર અસર હોવાની સંભાવના વ્યક્ત થઈ છે.
કૃતિ : ૧. વસ્તાનાં પદો, સં. સુરેશ હ. જોશી, ઈ.૧૯૮૩ (+સં.); ૨. અસંપરંપરા, (+સં.); ૩. ત્રણ ગુજરાતી ગીતાઓ, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૮૭; ૪.
પ્રાકાસુધા : ૧.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨; ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨; ૫. ફૉહનામાવલિ.[ચ.શે.]
વહલવ : જુઓ વલ્લવ.
વહાલદાસ [ ] : ૪ કડીના હિંદીમિશ્ર ગુજરાતી પદ(મુ.)ના કર્તા.
કૃતિ : અભમાલા. [કી.જો.]
વહાલો : જુઓ વલ્લવ.
વંકુ [ ] : રામેરી રાગમાં લખેલાં બોધક પદોના કર્તા.
સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ [કી.જો.]
વાઘ(મુનિ) : આ નામે પાંચ કડીનું ‘અરનાથ-સ્તવન’ (અર્થ સાથેનું) મળે છે. તેના કર્તા કયા વાઘ છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી.
કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯.[શ્ર.ત્રિ.]
વાઘ-૧ [ઈ.૧૭૪૮ સુધીમાં] : ‘વાઘવાણી’ને નામે પદસંગ્રહ (લે.ઈ.૧૭૪૮; અંશત: મુ.) તથા કેટલાંક બીજાં પદો મળે છે.
કૃતિ : બૃકાદોહન : ૮.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો ૨. પ્રાકકૃતિઓ; ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]
વાઘજી [ઈ.૧૭૪૧ સુધીમાં] : જૈન. ‘શાંતિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૭૪૧)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]
વાઘસિંહ [ ] : માંડણના શિષ્ય. ૧૦ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
કૃતિ : બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.).[શ્ર.ત્રિ.]
વાઘા(ભક્ત) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૨૫/સં.૧૮૮૧ ભાદરવા-૧૧] : રામકબીર સંપ્રદાયના હરિજન સંતકવિ. પ્રેમસાગરના શિષ્ય. ગોંડલ પાસેના વાછરા ગામના વતની. પિતા પાતાભાઈ.માતા લક્ષ્મીબાઈ.તેમનો જન્મ ઈ.સ. ૧૭૯૨માં થયો હોવાનું અનુમાન થયું છે. ચારથી ૮ કડીનાં ૪ પદ(મુ.)ના કર્તા. એમાં તેમની ૮ કડીની ‘ચૂંદડી’ વધુ પ્રચલિત છે.
કૃતિ : ૧. યોગ વેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૨. સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭ (+સં.); ૩. ઊર્મિનવરચના, જૂન ૧૯૭૦-‘વાઘા ભગતનાં ભજનો’, સં. જયમલ્લ પરમાર. [શ્ર.ત્રિ.]
વાછો : જુઓ વચ્છ-૨
વાદિચંદ્ર [ઈ.૧૫૯૫માં હયાત] : દિગંબર પંથના જૈન સાધુ. મૂલસંઘ વિદ્યાનંદિની પરંપરામાં પ્રભાચંદના શિષ્ય. ‘શ્રીપાલઆખ્યાન-કથા’ (ર.ઈ.૧૫૯૫), ૨૮ કડીના ‘આરાધના-ગીત’ અને ૫૮/૬૩ કડીના ‘ભરતબાહુબલિ-છંદ’ તથા ‘ચંદનાધર્મપરીક્ષા’ના કર્તા.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]
વાન [ઈ.૧૭૬૪માં હયાત]: શ્રાવક કવિ. જ્ઞાનવિમલસૂરિની પરંપરામાં વિબુધવિમલસૂરિના શિષ્ય. ઐતિહાસિક કથાવસ્તુ પર આધારિત દુહા-ચોપાઈની દેશીની ૧૩ ઢાળમાં રચાયેલી ‘વિબુધવિમલસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૬૪, સં.૧૮૨૦, શ્રાવણ સુદ ૧૩., મુ) કૃતિના કર્તા.
કૃતિ : જૈઐકાસંચય (+સં.).
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ગી.મુ.]
વાનો [ઈ.૧૬૩૦માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક કવિ. વિજ્યાનંદસૂરિના શિષ્ય. મુનિસુંદરસૂરિના સંસ્કૃત ‘જયાનંદચરિત્ર’ પરથી રચાયેલી ૫ ઉલ્લાસ અને ૧૨૦૭ કડીની ‘જયાનંદકેવલી-ચરિત્ર/રાસ/પ્રબંધ’ (ર.ઈ.૧૬૩૦/સં.૧૬૮૬, પોષ સુદ ૧૩, ગુરુવાર; મુ.) કૃતિના કર્તા.
કૃતિ : આકામહોદધિ : ૩(+સં.).
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; ૩. જૈગૂકવિઓ : ૧; ૪. ડિકૅટલૉગભાઇ : ૧૯(૨). [ગી.મુ.]
વાલદાસ [ ] : જામનગરના સાધુકવિ. ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
કૃતિ : યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમ, ઈ.૧૯૭૬ (ચોથી આ.).[શ્ર.ત્રિ.]
વાલમ [ ] : ૪ કડીના ૧ ગરબા(મુ.)ના કર્તા.
કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.). [શ્ર.ત્રિ.]
વાસણ-૧ [ઈ.૧૫૪૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિના શિષ્ય. ૭ ઢાલની ૧૫૩ કડીમાં હેમવિમલસૂરિના પટ્ટધર આણંદવિમલસૂરિ (જ.ઈ.૧૪૪૧-અવ. ઈ.૧૫૪૧)ના ચરિત્રને આલેખતા ‘આણંદવિમલસૂરિ-રાસ/સાધુગુણરત્નમાલા-રાસ’ (ર.ઈ.૧૫૪૧/સં.૧૫૯૭, આસો,-; મુ.) તથા ૨૧ કડીના ‘આદિનાથ-સ્તવન’ના કર્તા.
કૃતિ : ઐરાસંગ્રહ : ૩ (+સં.)
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. ફાત્રૈમાસિક, જાન્યુ. ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧).[ગી.મુ.]
વાસણ-૨ [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં.૧૮મી સદી દરમ્યાન] : વલ્લભાચાર્યની ‘સિદ્ધાંત-મુક્તાવલિ’નો ચોપાઈ અને ગદ્યમાં ભાવાનુવાદ આપનાર કવિ. આ કવિ સં. ૧૬૦૦-૧૬૫૦થી પૂર્વે નહીં થયા હોય એવું ‘કવિચરિત’માં અનુમાન કરવામાં આવ્યું છે. ગુસાંઇજી (વિઠ્ઠલનાથજી)ના પુત્રોના ભક્તકવિઓમાં એક વાસણ કવિ સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં. ૧૮મી સદી દરમ્યાન થઈ ગયા છે તે આ કવિ હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. પુગુસાહિત્યકારો. [ચ.શે.]
વાસણદાસ : આ નામે મળતું ૧૭ કડીનું ‘સુભદ્રાની કંકોતરી’ (લે.ઈ.૧૮૨૩) નામનું ધોળ કયા વાસણદાસનું છે તે કહેવું મુશ્કેલ છે. વાસણદાસ-૧ની એ કૃતિ હોય એવી સંભાવના વ્યક્ત
થઈ છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગૂહાયાદી. [ચ.શે.]
વાસણદાસ-૧ [ઈ.૧૫૩૬ સુધીમાં] : કૃષ્ણની ગોપાંગના સાથેની વસંતકીડા વર્ણવતી ચુઆક્ષરા-દુહામાં રચાયેલી ‘હરિચુઆક્ષરા’ તથા શાર્દૂલવિક્રીડિતમાં રચાયેલી ‘કૃષ્ણવૃન્દાવનરાધા-રાસ/કૃષ્ણવૃંદાવન-રાસ/રાધા-રાસ’ (લે.ઈ.૧૫૯૨; ૨૬થી ૧૩૫ શ્લોક સુધી ઉપલબ્ધ) નામની ૨ કૃતિઓના કર્તા. આ કાવ્યોમાં કવિનો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો પરિચય દેખાય છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૧; ૪. ડિકૅટલૉગબીજે. [ચ.શે.]
વાસુ [ઈ.૧૫૯૧ સુધીમાં] : દુહા-ચોપાઈની ૧૭૦ કડી ને ૨ પદોની બનેલી ‘સગાળશા-આખ્યાન/કર્ણકથા’ (લે.ઈ.૧૫૯૧;મુ.)ના કર્તા. નાકર કવિની આ કૃતિથી વાકેફ હોવાની શક્યતા અને કૃતિના ભાષાસ્વરૂપને લક્ષમાં લઈ તેઓ ઈ.૧૪૪૪-૧૪૯૪ દરમ્યાન થયા હોવાનું અનુમાન થયું છે.
સગાળશા કુંતીપુત્ર કર્ણનો અવતાર હતો એ લોકપરંપરાની માન્યતાને વ્યક્ત કરતું આ કાવ્ય એમાં પ્રયોજાયેલી લોભ, દયા, અન્નવિષયક બોધાત્મક ચિંતનકંડિકાઓ તથા ૨ પદોમાંથી નિષ્પન્ન થતા કરુણભાવને લીધે ધ્યાનાર્હ છે.
કૃતિ : સગાળશા આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૩૪ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગૂહાયાદી; ૪. જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]
વાસુદેવાનંદ(સ્વામી)[જ.ઈ.૧૭૫૯-અવ.ઈ.૧૮૬૪/સં.૧૯૨૦, કારતક વદ ૧૩] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ. જ્ઞાતિએ ત્રવાડી મેવાડા બ્રાહ્મણ. તેમણે શ્રીહરિ પાસે દીક્ષા લીધી હતી.દીક્ષાનામ વાસુદેવાનંદ. તેમણે ગુજરાતીમાં ‘નામમાળા’, ‘હરિચરિત્રચિંતામણિ’, પદો (૧ મુ.) તથા સંસ્કૃત કૃતિ ‘સત્સંગિભૂષણ’(મુ.)નો અનુવાદ કર્યો છે. સંસ્કૃતમાં ‘હરિપ્રાર્થનાષ્ટકમ્’(મુ.)ની રચના કરી છે.
કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, અવિનાશાનંદકૃત, ઈ.૧૯૪૨; ૨. શિક્ષાપત્રી, પંચરત્ન, નિત્યવિધિ, સં. હરિજીવનદાસ, ઈ.૧૯૩૫; ૩. સત્સંગિભૂષણ-વાસુદેવાનંદસ્વામીકૃત (સંસ્કૃત પરથી અનુવાદ), પ્ર. માધવલાલ દ. કોઠારી, સં. ૧૯૯૪.
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫-‘સ્વામીનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી; ૨.
મસાપ્રવાહ; ૩. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯; ૪. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં. ૨૦૩૦ (બીજી આ.); ૫. સ્વામિનારાયણીય સંસ્કૃત સાહિત્ય, ભાઈશંકર પુરોહિત, ઈ.૧૯૭૯.[કી.જો.]
‘વાસુપૂજ્યમનોરમફાગ’ [ર.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬, મહા સુદ ૮, સોમવાર] : તેજપાલશિષ્ય કલ્યાણકૃત ૨ ઉલ્લાસ, ૨૧ ઢાળ અને ૩૨૮ કડીનો આ ફાગ(મુ.) પ્રથમ ઉલ્લાસમાં ૧૨મા તીર્થકર વાસુપૂજ્યના પૂર્વભવોને અને બીજા ઉલ્લાસમાં એમના તીર્થંકરભવને રજૂ કરે છે. સીધા ચરિત્રકથનની આ કૃતિમાં ૪ ઢાળમાં વસંતક્રીડાનું થયેલું વર્ણન અને કવચિત્ સંસ્કૃત શ્લોક રૂપે પણ આવતી સુભાષિતવાણી ધ્યાન ખેંચે છે. ત્રોટકો ઉપરાંત ફાગની, અઢૈયાની અને અન્ય વિવિધ પ્રકારની દેશીઓનો ઉપયોગ કરતા આ કાવ્યમાં કેટલીક ઢાળોમાં મનોરમ ધ્રુવાઓ પણ પ્રયોજાયેલી છે, જે કાવ્યની સુગેયતાની છાપ ઉપસાવે છે. [જ.કો.]
વિક્રમ [ઈ.૧૬૪૯માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ભોજાજીની પરંપરામાં ખીમરાજના શિષ્ય. ‘ધના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૬, કારતક સુદ ૯, શુક્રવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).[ગી.મુ.]
‘વિક્રમચરિત્ર-રાસ’ [ઈ.૧૫૦૯/સં.૧૫૬૫, જેઠ સુદ-, રવિવાર] : ઉદયભાનુકૃત ૫૬૦/૬૫ કડીની આ કૃતિ(મુ.) મુખ્યત્વે દુહા અને ચોપાઈમાં રચાયેલી છે, પરંતુ પ્રસંગોપાત્ત એમાં વસ્તુ અને ગાથા એ છંદોનો તથા દેશી ઢાળનો પણ ઉપયોગ થયો છે. ગાથામાં સામાન્ય રીતે પ્રાકૃત ભાષાનો ઉપયોગ કરી કવિએ કદાચ પોતાના ભાષાકૌશલ્યનો પરિચય આપવાનું ઇચ્છયું છે. ઢાળનો ઉપયોગ એક વખત સ્ત્રીચરિત્રનો મહિમા ગાવા માટે કર્યો છે.
પ્રસ્તુત રાસ બે કથાભાગમાં વહેંચાઈ જાય છે. પહેલા કથાભાગમાં આસાઈતની ‘હંસાઉલી’ના પહેલા ખંડને મળતું કથાવસ્તુ છે. એમાં વિક્રમરાજા પોતે સ્વપ્નમાં જોયેલી સુંદરી, જે પુરુષદ્વેષિણી લીલાવતી છે, તેને પોતાના પ્રધાનની મદદથી પરણે છે. બીજા કથાભાગમાં લીલાવતીને મૂકીને જતા રહેલા વિક્રમરાજાને, લીલાવતીનો પુત્ર વિક્રમચરિત્ર રાજાના નગરમાં જઈ પોતાની કપટવિદ્યાથી પાઠ ભણાવે છે તેના વિવિધ પ્રસંગો વર્ણવાયા છે. પહેલા કથાભાગની તુલનાએ બીજો કથાભાગ વધારે ઝડપથી ચાલતો દેખાય છે. છતાં સમગ્ર રાસમાં કવિએ પ્રસંગોપાત વર્ણન અને દૃષ્ટાંતગ્રથનની તથા સમાજચિત્રણ અને વ્યવહારોપદેશની તક લીધી છે, જો કે આ બધામાં પ્રસંગૌચિત્ય અને સપ્રમાણતાનો ગુણ દેખાઈ આવે છે. કૃતિનો છંદોબંધ સફાઈભર્યો છે અને ભાષાશૈલી પ્રૌઢ અને પ્રવાહી છે. [જ.કો.]
વિજ્ય(સૂરિ)-૧ [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ‘રોહિણી-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૭૧) અને ૧૧ કડીની ‘નવવાડ-સઝાય’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૨; ૩. લીંહસૂચી.[શ્ર.ત્રિ.]
વિજ્ય-૨ [ ] : જૈન. પદ્મવિજ્યના શિષ્ય. ‘મન થીર કરવાની સઝાય’ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા. [શ્ર.ત્રિ.]
વિજ્યકીર્તિશિષ્ય [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. છંદના પલટા અને પ્રાસાનુપ્રાસવાળી સુગેય ૨૬ કડીની ‘નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ; મુ.)ના કર્તા.
કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧(+સં.).[કી.જો.]
વિજ્યકુશલ [ ] : તપગચ્છના જૈન સાધુ. ‘ધનાદિકુલક-ટબા’ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, સં. અગરચંદજી નાહટા. [શ્ર.ત્રિ.]
વિજ્યકુશલશિષ્ય [ઈ.૧૬૦૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિ-વિજ્યકુશલના શિષ્ય. દુહામાં રચાયેલી ‘શીલરત્ન-રાસ’ (ર.ઈ.૧૬૦૫) કૃતિના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
વિજ્યચંદ/વિજ્યચંદ્ર : વિજ્યચંદને નામે ૫૨૧ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩), વિજ્યચંદ્રને નામે ૧૧ કડીનું ‘મહાવીરજિન-સ્તવન’ અને ‘અભયકુમાર-સઝાય’ (ર.ઈ.૧૬૫૪) એ જૈન કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા વિજ્યચંદ/વિજ્યચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિજ્યજિનેન્દ્ર(સૂરિ)શિષ્ય [ઈ.૧૭૦૬માં હયાત] : જૈન સાધુ. ૧૮૫૦ ગ્રંથાગ્રના ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૦૬) અને ‘અધ્યાત્મ-સ્તુતિ-ચતુષ્ક’(મુ.)ના કર્તા.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૨.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
વિજ્યતિલક(ઉપાધ્યાય) [ઈ.૧૫૫૮ સુધીમાં] : જૈન સાધુ. વિનયપ્રભના શિષ્ય. ૨૧/૪૧ કડીના અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલ ‘જીવવિચારગર્ભિત-શત્રુંજયમંડન-ઋષભજિન-સ્તોત્ર/શત્રુંજયમંડન આદિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૫૫૮) તથા ૨૫ કડીની ‘શત્રુંજય-ચૈત્યપરિપાટી’(મુ.)ના કર્તા. ‘શત્રુંજય-પરિપાટી’માં નામછાપ નથી મળતી, પરંતુ એ કૃતિ આ કવિની હોય એવી સંભાવના વ્યક્ત થઈ છે. ‘શત્રુંજયમંડન-આદિનાથ-સ્તવન’નો સંસ્કૃતમાં બાલાવબોધ મળે છે તે અને ૩૧ કડીની ‘સીમંધર-વિનંતિ’ (લે.ઈ.૧૫૫૪) પણ પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે.
આ ઉપરાંત ઈ.૧૩૭૪માં રચાયેલ ‘જંબૂસ્વામી-ફાગ’ના કર્તા વિજ્યતિલક છે કે રાજતિલક છે કે તે અજ્ઞાતકર્તૃક છે તે વિશે મતભેદ પ્રવર્તે છે.
કૃતિ : જૈન સત્યપ્રકાશ ડિસે. ૧૯૪૬-‘પંદરમા સૈકાની શત્રુંજયચૈત્ય-પરિપાટી’, સં. સારાભાઈ મ. નવાબ.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૨-‘કતિપય આવશ્યકીય સંશોધન’, અગરચંદ નાહટા; ૩. બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ ૧૯૬૨-‘જંબૂસ્વામી-ફાગ’ના રચયિતા રાજતિલકસૂરી’ વી. જે ચોક્સી; ૪. એજન, જુલાઈ ૧૯૬૩-‘શાલિભદ્રરાસના કર્તા રાજતિલકનો સમય’, અગરચંદ નાહટા; ૫. જૈગૂકવિઓ : ૧; ૬. જૈહાપ્રોસ્ટા; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિજયદાન(સૂરિ) [ ]: તપગચ્છના આચાર્ય, ૪ કડીની ‘પાક્ષિક-સ્તુતિ’ (લે.સં. ૧૮મી સદી અનુ.) અને ૧૫ કડીના ‘સીમંધરજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. મુનિસુંદરની પરંપરામાં થયેલા વિજયદાનસૂરિ (જ.ઈ. ૧૪૯૭-અવ.ઈ. ૧૫૬૬) આ કૃતિના કર્તા હોય એવી સંભાવના છે.
સંદર્ભ: ૧. જૈગૂકવિઓ: ૨; ૨. મુપૂગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિજ્યદાન(સૂરીશ્વર)શિષ્ય [ ] : જૈન સાધુ. ૫ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ઐસમાલા : ૧.[કી.જો.]
વિજ્યદેવ(સૂરિ) : આ નામે ૬૦ કડીનું ‘મહાવીર-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.), ૧૧ કડીનું ‘(નારંગપુરમંડન) પાર્શ્વજિન-સ્તવન’, ૧૩ કડીની ‘મુનિગુણની સઝાય/સાધુગુણ-સઝાય’(મુ.), ૯ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.), ૨૧ કડીની ‘શુદ્ધઆણાની સઝાય’(મુ.) અને ૧૪ કડીની ‘નવવાડી-સઝાય’-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યદેવસૂરિ છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈસમાલા(શા) : ૨ : ૩. પ્રાસ્તસંગ્રહ; ૪. મોસસંગ્રહ.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિજ્યદેવ(સૂરિ)-૧ [ઈ.૧૫૩૬ સુધીમાં હયાત] : પાર્શ્વગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિ (જ.ઈ.૧૪૮૧-અવ.ઈ.૧૫૫૬)ના શિષ્ય. જોધપુર પાસેના રૂણનગરના વતની. પિતા ઓશવાલ વંશના માહડશા. માતા ચાંપલદે. પાર્શ્વચંદ્રના હસ્તે દીક્ષા. પાર્શ્વગચ્છના બ્રહ્મર્ષિ વિનયદેવના મિત્ર. મૂળ નામ બરદરાજ. વિજ્યનગરના રાજાએ વિજ્યદેવસૂરિ નામ આપ્યું. સ્વર્ગવાસ થયા પહેલાં બ્રહ્મર્ષિને સૂરિમંત્ર આપી ‘વિનયદેવસૂરિ’ નામ આપ્યું હતું. અવસાન ખંભાતમાં.
૬૭ કડીના ‘નેમિનાથ-રાસ/શીલરક્ષા-પ્રકાશ-રાસ/શીલ-રાસ’ (લે.ઈ.૧૫૩૬), ૧૬ કડીની ‘આત્મપ્રબોધ-સઝાય/આત્મહિતશિક્ષાની સઝાય/ઉપદેશ-ગીત’(મુ.), ૧૨ કડીનું ‘આધ્યાત્મિક-ગીત’, ૭ ઢાળ અને ૨૮ કડીનું ‘અનંતનાથજિન-સ્તવન’(મુ.), ૧૫ કડીનું ‘સુમતિનાથ જિન-સ્તવન’(મુ.) અને ‘સીમંધરસ્વામી-સ્તવન’ના કર્તા. પાર્શ્વગચ્છના બ્રહ્મર્ષિ વિનયદેવે રચેલી ‘દશાશ્રુતસ્કંધ’ પરની જિનહિતા અને જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ પરની વૃત્તિને પ્રસ્તુત વિજ્યદેવસૂરિએ સંશોધી હતી.
કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. ષટ્દ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. પ્રાકારૂપરંપરા; ૫. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ કાપડિયા; ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈગૂકવિઓ : ૧, ૨; ૮. જૈહાપ્રોસ્ટા; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. મુપુગૂહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિજ્યદેવ-૨ [જ.ઈ.૧૫૭૮-અવ.ઈ.૧૬૫૭] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં વિજ્યસેનસૂરિના શિષ્ય. ઈડરના વતની. પિતા થિરાતુલ ચંદસિંહ શાહ. માતા રૂપાં. ઈ.૧૫૮૭માં વિજ્યસેનસૂરિ પાસે દીક્ષા લીધી. ઈ.૧૬૦૦માં ખંભાતમાં આચાર્યપદ. ઈ.૧૬૧૮માં જહાંગીરે ‘મહાતપા’નું બિરુદ આપ્યું. પ્રખર વિદ્વાન અને તેજસ્વી. સેંકડો મંદિરોની પ્રતિષ્ઠા કરેલી. તેઓ વિશાળ સાધુ-સાધ્વીઓનો પરિવાર ધરાવતા હતા. પ્રખ્યાત આચાર્ય યશોવિજ્ય અને પદ્મવિજ્યને તેમણે વડી દીક્ષા આપેલી. દીવમાં અનશનથી અવસાન.
‘સાધુમર્યાદા-પટ્ટક’ (ર.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, વૈશાખ સુદ ૭, બુધવાર) નામે ગદ્યકૃતિ, ૧૦ ઢાળના ‘દિવાલીકલ્પ-સ્તવન/વીરનિર્વાણ-સ્તવન’(મુ.) અને ૨૭ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા.
કૃતિ : પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દિવાલીકલ્પસ્તવન, પ્ર. મોહનલાલ સુ. પાટણવાળા, ઈ.૧૮૯૯.
સંદર્ભ : ૧. જૈઐકાસંચ્ય; ૨. જૈઐરાસમાલા : ૧; ૩. જૈસાઇતિહાસ; ૪. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
વિજ્યદેવ(સૂરિ)શિષ્ય [ઈ.૧૭૦૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહસૂરિની પરંપરામાં વિજ્યદેવના શિષ્ય. ૭ ઢાલની ૩૬ કડીમાં રચાયેલા ‘સીમંધરવિનતિ-સ્તવન’ (લે.ઈ.૧૮૨૯; મુ.), ‘શોભનસ્તુતિ-ચતુર્વિંશતિકા’ પરના સ્તબક (લે.ઈ.૧૭૦૫) તથા ૩૦ કડીના ‘નેમરાજુલ-ગીત’ના કર્તા.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૩-‘સીમંધર વિનતિ-સ્તવન’, સં. જયંતવિજ્યજી.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]
વિજ્યધર્મ(સૂરિ) [ઈ.૧૭૯૩ સુધીમાં] : જૈન સાધુ. ૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૩)ના કર્તા. તપગચ્છના ૬૫મા પટ્ટધરવિજ્યધર્મ (જ.ઈ.૧૭૪૬-અવ.ઈ.૧૭૮૪) અને આ કૃતિના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]
વિજ્યપ્રભ(સૂરિ) : આ નામે ‘નેમિરાજુલ-સ્તવન’ અને ભટ્ટારક વિજ્યપ્રભસૂરિના નામે ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૮૨) મળે છે. તેમના કર્તા કયા વિજ્યપ્રભ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]
વિજ્યપ્રભ(સૂરિ)શિષ્ય [ઈ.૧૬૪૯માં હયાત] : જૈન સાધુ. ૧૬ કડીના ‘ઋષભજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૪૯)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]
વિજ્યબુદ્ધ(મુનિ) [ ] : જૈન સાધુ. ૧૪ કડીની ‘ઉત્તમમનોરથ-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. [શ્ર.ત્રિ.]
વિજ્યભદ્ર : આ નામે ૧૨ કડીની ‘ક્ષમા ઉપર સઝાય’ (લે.સં.૧૭મું શતક અનુ.), ૨૨/૨૫ કડીની ‘શ્રાવકને શિખામણની સઝાય/હિતશિક્ષા-સઝાય’ (લે.ઈ.૧૭૨૯; મુ.), ૨૭ કડીની ‘બ્રહ્મચર્યની સઝાય/શિયલ-નવવાડ-સઝાય’ (લે.સં.૧૮મુ શતક અનુ; મુ.) અને ૧૨ કડીનો ‘આત્મશિક્ષા-છંદ’ (લે.ઈ.૧૮૫૩)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યભદ્ર છે તે નિશ્ચિત થતું નથી. ૭૫ ગ્રંથાગ્રની ‘હિતોપદેશ-શિખામણ’ (લે.ઈ.૧૮૮૨) એ ‘હિતશિક્ષા-સઝાય’ હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. સઝાયમાળા(પં.); ૩. સઝાય સંગ્રહ : ૧, પ્ર. ગોકળદાસ મંગળદાસ શાહ.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિજ્યભદ્ર-૧ [ઈ.૧૩૫૫માં હયાત] : ‘હંસરાજ-વચ્છરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૩૫૫) તથા ‘શીલ-રાસ/શીલ વિશે’ (ર.ઈ.૧૩૫૫) એ કૃતઓના કર્તા.
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. જૈગૂકવિઓ : ૧. [શ્ર.ત્રિ.]
વિજ્યભદ્ર-૨ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં લાવણ્યરત્નના શિષ્ય. લાવણ્યરત્નનો સમય ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ હોઈ વિજ્યભદ્રને પણ એ સમયના ગણી શકાય. ૪૯ કે ૭૭ કડીના ‘કલાવતીસતીનો રાસ’ (લે.ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, ચૈત્ર વદ ૪) અને ૭ ઢાલના કમલાકુંવરી, રતિવલ્લભ અને કીર્તિવર્ધનના ચરિત્રને નિરૂપતા, કર્મફળ ભોગવવાં જ પડે તેવા સિદ્ધાંતને ચરિતાર્થ કરતા, ગેયતાના વૈવિધ્યવાળા અને અનુપ્રાસોમાં કવિને સફળતા અપાવતા ૩૬ કે ૭૭ કડીના ‘કમલાવતી-રાસ’ના કર્તા.
૧૦ કડીની ‘શીલ વિશે સઝાય’(મુ.) તથા ૬ કડીની ‘નવકારમાહાત્મ્ય’(મુ.) પણ કવિની કૃતિઓ હોવાનું મનાય છે, જો કે બન્નેમાં ગુરુપરંપરાનો નર્દેશ નથી.
કૃતિ : ૧. નસ્વાધ્યાય;૨. સજઝાયમાળા : ૧(શ્રા).
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨). [શ્ર.ત્રિ.]
વિજ્યમંડન(ગણિ) [ ] : જૈન સાધુ. ‘શીલવતીચરિત્ર’ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા. [શ્ર.ત્રિ.]
વિજ્યરાજ [ ] : તપગચ્છના જૈન સધુ. ૩૪ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. તપગચ્છમાં એક વિજ્યરાજ (જ.ઈ.૧૬૨૩-અવ.ઈ.૧૬૮૬) છે તે અને આ કવિ એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
૪ કડીની ‘ચૈત્રી પૂનમની સ્તુતિ’(મુ.) ઉક્ત વિજ્યરાજની છે કે અન્ય કોઈની તે પણ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨-‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિજ્યલક્ષ્મી(સૂરિ)/લક્ષ્મી(સૂરિ)/સૌભાગ્યલક્ષ્મી [જ.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, ચૈત્ર સુદ ૫, ગુરુવાર-અવ.ઈ.૧૮૦૨/સં.૧૮૫૮, મેરુ તેરશ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિની પરંપરામાં વિજ્યસૌભાગ્યસૂરિના શિષ્ય. મારવાડના આબુ પાસેના પાલડીના રહીશ. પોરવાડ વણિક. પિતા હેમરાજ. માતા આણંદબાઈ.મૂળ નામ સુરચંદ. સૌભાગ્યસૂરિ પાસે ઈ.૧૭૫૮માં દીક્ષા, દીક્ષાનામ સુવિધિવિજ્ય. તે જ વર્ષમાં સૂરિપદ અને વિજ્યલક્ષ્મીસૂરિ નામ. વિજ્યોદયસૂરિના પટ્ટધર તરીકે પણ તેઓ ઓળખાય છે. અવસાન પાલી/સુરતમાં.
‘વિજ્યલક્ષ્મી’ કે ‘લક્ષ્મીસૂરિ’ નામછાપથી આ કવિની કૃતિઓ મળે છે. ૮ ઢાળનું ‘જ્ઞાનદર્શનચારિત્રનું સ્તવન/જ્ઞાનદિનયમતવિચારગર્ભિત-વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૭૧/સં.૧૮૨૭,-સુદ ૮; મુ.), ૯ ઢાળનું ‘છ અઠ્ઠાઈનું સ્તવન’ (ર.ઈ.૧૭૭૮/સં.૧૮૩૪, ચૈત્ર સુદ ૧૫; મુ.), ૧૦ કડીનું ‘આમોદપ્રતિષ્ઠાનું સ્તવન’ (ર.ઈ.૧૭૮૮/સં.૧૮૪૪, મહા સુદ ૧૧), ‘વીશસ્થાનક-તપપૂજા’ (ર.ઈ.૧૭૮૯/સં.૧૮૪૫, આસો સુદ ૧૦; મુ.), ૯ કડીનું ‘અનંતજિન-સ્તવન’, ‘ચોવીસી’(મુ.), ‘જ્ઞાનપંચમી-દેવવંદન (વિધિસહિત)’(મુ.), ૫ ઢાળની ‘જ્ઞાનપંચમીની ઢાળો/સઝાય’(મુ.), જ્ઞાનપંચમીવિષયક સ્તુતિ-સ્તવનો (મુ.), ૭ કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.), ‘ભગવતી-સઝાય’, ‘મૃગાપુત્ર-સઝાય’, ૯ કડીની ‘રોહિણી-સઝાય’(મુ.), ૪ કડીની ‘વીસ સ્થાનકની સ્તુતિ’(મુ.), ‘વીશવિહરમાન-જિનનમસ્કાર’, ૭ કડીની ‘શિયલની સઝાય’(મુ.), ૧૨ કડીનું ‘સિમંધરજિન-ચૈત્યવંદન’(મુ.), ‘નેમિનાથનું સત્વન’(મુ.) તથા પ્રેમવિજ્યને છાણી લખેલો પત્ર (મુ.)-એ એમની કૃતિઓ છે. ‘જ્ઞાનપંચમી-દેવવંદન’માંથી કેટલોક ભાગ અને ‘ચોવીસી’માંનાં કેટલાક સ્તવનો સ્વતંત્ર રીતે પણ મુદ્રિત મળે છે. આ ઉપરાંત તેમની પાસેથી સંસ્કૃતમાં ૩૬૦ વ્યાખ્યાનનો ‘ઉપદેશ પ્રાસાદ-સ્તંભ-સટીક’ ગ્રંથ મળે છે.
કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ : ૧, ૩, ૩. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ : ૧; ૫. જૈકાપ્રકાશ : ૧; ૬. દેસ્તસંગ્રહ; ૭. પ્રવિસ્તસંગ્રહ; ૮. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજ્યજી, સં. ૧૯૯૩; ૯. પ્રાસપસંગ્રહ : ૧; ૧૦. વિવિધ પૂજાસંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, સં. ૧૯૫૪ (ચોથી આ.); ૧૧. સમન્મિત્ર : ૨.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. જૈગૂસારત્નો : ૨; ૩. જૈસાઇતિહાસ; ૪. પસમ્મુચ્ચય : ૨; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકારૂપરંપરા; ૭. જૈનયુગ, ફાગણ ૧૯૮૨-‘શ્રી પૂજ્ય લક્ષ્મીસૂરિ’, ગોરધનભાઈ વી. શાહ; ૮. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]
વિજ્યલક્ષ્મી(સૂરિ)શિષ્ય/લક્ષ્મી(સૂરિ)શિષ્ય [ ] : જૈન સાધુ. ૫ કડીની અને ૯ કડીની ૨ ‘ગહૂંલી’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩.[કી.જો.]
વિજ્યશીલ(મુનિ) : આ નામે ૧૧ કડીનો ‘પાર્શ્વનાથનો છંદ’(મુ.) મળે છે. તેના કર્તા કયા વિજ્યશીલ છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [શ્ર.ત્રિ.]
વિજ્યશીલ-૧ [ઈ.૧૫૮૫માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ગુણનિધાનની પરંપરામાં હેમશીલના શિષ્ય. ‘ઉત્તમચરિત-ઋષિરાજચરિત-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, ભાદરવા વદ ૧૧, શુક્રવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
વિજ્યશેખર : આ નામે ૧૩ કડીનો ‘ગૌતમ સ્વામીનો લઘુ-રાસ/ગૌતમસ્વામી-સ્તોત્ર’(મુ.), ૯ કડીનું ‘વરકાણા પાર્શ્વજિન-સ્તવન’ (લે.સં.૧૭મી સદી અનુ.) તથા ‘જંબૂસ્વામીચરિત-ચોપાઈ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા વિજ્યશેખર-૧ છે કે કેમ તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : પ્રાત:સ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ.૧૯૩૧.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિજ્યશેખર-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિવેકશેખરના શિષ્ય. ૧૬ ઢાળનો ‘ક્યવન્ના-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં.૧૬૮૧, જેઠ-, રવિવાર), ૨૧૮/૩૦૫ કડીનો ‘સુદર્શન-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં.૧૬૮૧, આસો સુદ-), ૪૮૪ કડીની ‘ચંદરાજા-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૩૭/સં.૧૬૯૪, કારતક વદ ૧૧, ગુરુવાર), ૩ ખંડનો ‘ઋષિદત્તાનો રાસ’ (ર.ઈ.૧૬૫૧/સં.૧૭૦૭, વસંત (મહા?) માસ વદ ૯), ૬૭ કડીનો ‘અરણિકઋષિ-રાસ’, ૭૫૫ કડીનો ‘યશોધર-રાસ’ અને ‘સાગરચંદ્રમુનિ-રાસ’ આદિ રાસકૃતિઓના કર્તા. આ ઉપરાંત ૩૭૫ કડીની ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, પોષ સુદ ૧૩ શુક્રવાર), ૮ ઢાળની ‘ત્રણમિત્રકથા-ચોપાઈ (આત્મપ્રતિબોધ ઉપર)’ (ર.ઈ.૧૬૩૬/સં.૧૬૯૨, ભાદરવા વદ ૭, રવિવાર) અને ૧૬૦૦૦ ગ્રંથાગ્રનો, મૂળ સુધર્માસ્વામીના ‘જ્ઞાતાસૂત્ર’ પરનો બલાવબોધ (ઈ.૧૬૨૫ આસપાસ) પણ તેમણે રચ્યાં છે.
આ નામે મળતાં ૧૨૭ કડીનો ‘પુણ્યાઢ્ય નૃપ-પ્રબંધ/પુણ્યાઢ્ય રાજાનો રાસ’ (ર.ઈ.૧૬૨૫) અને ‘જિનપલિત-જિનરક્ષિત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૧)એ કૃતિઓ પણ સમયની દૃષ્ટિએ વિચારતાં પ્રસ્તુત વિજ્યશેખરની હોવા સંભવ છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
વિજ્યસાગર : આ નામે ‘ઢંઢણકુમાર-ભાસ’ નામે કૃતિ મળે છે. તેના કર્તા કયા વિજ્યસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]
વિજ્યસાગર-૧ [ઈ.૧૬૦૫ આસપસ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પંરપરામાં સહજસાગરના શિષ્ય. ૬ ઢાલના ‘સમેતશિખરતીર્થમાલા-સ્તવન’(મુ.)ના કર્તા. પાલગંજ સમેતશિખરના રક્ષક રાજા પૃથ્વીમલ્લની હયાતીમાં રચાયેલ હોવાથી ‘જૈન ગૂર્જર કવિઓ’ તે ઈ.૧૬૦૫ આસપાસ રચાઈ હોવાનું માને છે. સહજસાગરશિષ્યને નામે મળતી ૩ ઢાલ અને ૬૪ કડીની ‘ઇષુકારઅધ્યયન-સઝાય’ (ર.ઈ.૧૬૧૩) રચનાસમય અને ગુરુપરંપરાને લક્ષમાં લેતાં પ્રસ્તુત કર્તાની હોવા સંભવ છે.
કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિજ્યસાગર-૨ [ ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિ (જ.ઈ.૧૫૨૯-અવ.ઈ.૧૬૧૪)ના પ્રશિષ્ય અને વાચક રાજમૂર્તિના શિષ્ય. તેમને ઈ.ની ૧૭મી સદીના પૂર્વાર્ધ અને મધ્યભાગ દરમ્યાન હયાત ગણી શકાય. ૭ કડીના ‘પાર્શ્વજિન-છંદ’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. [શ્ર.ત્રિ.]
વિજ્યસિંહ : આ નામે મળતી ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ના કર્તા કયા વિજ્યસિંહ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. વિજ્યસિંહશિષ્યને નામે પણ ૭ કડીની ‘સિદ્ધચક્ર-સઝાય’ મળે છે. બંનેના કર્તા એક હોવાની સંભાવના છે. જો કે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. જુઓ વિજ્યસિંહ(સૂરિ)શિષ્ય.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
વિજ્યસિંહ-૧[જ.ઈ.૧૫૮૮-અવ.ઈ.૧૬૫૩/સં.૧૭૦૯, આસાડ સુદ ૨] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિના શિષ્ય. પિતા મેડતાના ઓશવાલ નથમલ્લ (નાથુ). માતા નાયકદે. મૂળ નામ કર્મચંદ્ર. ઈ.૧૫૯૮માં વિજ્યસેનસૂરિ પાસે દીક્ષા. દીક્ષાનામ કનકવિજ્ય. વિજ્યદેવસૂરિ દ્વારા વાચક પદ ઈ.૧૬૧૭માં. ઈ.૧૬૨૫માં આચાર્યપદ. અમદાવાદમાં અનશન દ્વારા અવસાન.
૨૯ કડીની ‘બારભાવના’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, જેઠ સુદ ૧૩, મંગળવાર; મુ.) અને ‘રાત્રિભોજન (પરિહાર)-સઝાય’ના કર્તા.
કૃતિ : ૧. સજઝાયમાલા : ૧(શ્રા); ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૧-‘બારભાવના’, સં. વિજ્યયતીન્દ્રસૂરિજી.
સંદર્ભ : ૧. જૈઐકાસંચય; ૨. જૈગૂકવિઓ : ૨-‘જૈનગચ્છની ગુરુપટ્ટાવલીઓ’; ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
વિજ્યસિંહ(સૂરિ)શિષ્ય [ઈ.૧૭૪૧ સુધીમાં] : જૈન સાધુ. ૭ કડીની ‘સિદ્ધચક્ર-સઝાય’ (લે.ઈ.૧૭૪૧)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]
વિજ્યસુંદર [ ] : નિર્ગ્રંથગચ્છના જૈન સાધુ. સુધર્માસ્વામીની પરંપરામાં ભાણવિમલના શિષ્ય. ‘ભાણવિમલ(તપા)-રાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
વિજ્યસેન : આ નામે ૫ કડીની ‘આદિજિન-વિનતિ’ અને ૧૦ કડીની ‘પાર્શ્વનાથનો છંદ’(મુ.)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યસેન છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : પ્રાચીન છંદ ગુણાવલિ : ૧, સં. ગુણસુન્દરજી, સં. ૧૯૮૩.
સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
વિજ્યસેન(સૂરિ)-૧ [ઈ.૧૨૩૧માં હયાત] : નાગેન્દ્રગચ્છના જૈન સાધુ. મહેન્દ્રસૂરિની પરંપરામાં હરિભદ્રસૂરિના શિષ્ય. વસ્તુપાલ અને તેજપાલના કુલગુરુ. તેમણે ઈ.૧૨૩૧/સં.૧૨૮૭, ફાગણ વદ ૩, રવિવારના રોજ આબુ પર નેમનાથની પ્રતિષ્ઠા કરી હતી. અપભ્રંશ કડવાં કરતાં દેશીબદ્ધ કડવાંને વધુ મળતાં ૪ સુગેય કડવાં અને ૭૨ કડીમાં રચાયેલો, ગિરનારનાં મંદિરો વગેરેની ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયોગી એવી માહિતી આપતો તથા વર્ણસગાઇયુક્ત વર્ણનોથી આકર્ષક, કવિત્વયુક્ત ‘રેવંતગિરિ-રાસુ’(ર.ઈ.૧૨૩૨ આસપાસ; મુ.)ના કર્તા. વિજ્યસેનસૂરિએ, બૃહદ્ગચ્છના શ્રીપદ્મસૂરિની સાથે રહી, આસડકૃત ‘વિવેકમંજરી’ પર બાલચંદે રચેલી ટીકા (ર.ઈ.૧૧૯૨/ઈ.૧૨૨૨)નું શોધન કર્યું હતું.
કૃતિ : પ્રાગૂકાસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. જૈગૂકવિઓ : ૧. [શ્ર.ત્રિ.]
વિજ્યસોમ [ ] : જૈન. ૧૨ કડીની ‘જીવકાયા-સઝાય’ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિજ્યસૌભાગ્ય [ ] : જૈન સાધુ. ૯ અને ૧૧ કડીના ‘શંખેશ્વર-સ્તોત્ર’ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
વિજ્યહર્ષ : આ નામે ૯ કડીનું ‘પાર્શ્વ-સ્તવન’ અને ૧૬ કડીની ‘સનતકુમારરાજર્ષિ-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યહર્ષ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [શ્ર.ત્રિ.]
વિજયહર્ષ-૧ [ઈ.૧૮૪૪માં હયાત]: જૈન સાધુ. ૩૪ કડીના ‘દંડક-સ્તવન’ (ર.ઈ.૧૮૪૪)ના કર્તા.
સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧. [શ્ર.ત્રિ.]
વિજ્યાણંદ(સૂરિ)શિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૧૮ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૪-‘પ્રાચીન ગુજરાતી કાવ્યો’, સં. સારાભાઈ મ. નવાબ.[કી.જો.]
વિઠ્ઠલ : કૃષ્ણભક્તિનાં ૨૦ જેટલાં પદો ‘જનવિઠ્ઠલ’ને નામે તથા કેટલાંક પદો ‘વિઠ્ઠલ’ને નામે મળે છે. આ પદોના કર્તા કયા વિઠ્ઠલ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગભાવિ; ૪. ફાહનામાવલિ : ૨; ૫. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]
વિઠ્ઠલ(જી)-૧[જ.ઈ.૧૭૯૬-અવ.ઈ.૧૮૬૨/સં.૧૯૧૮, આસો] : જામનગરના પ્રશ્નોરા નાગર. અવટંકે ભટ્ટ. પિતાનું નામ કસનજી. સંસ્કૃતના વિદ્વાન. વૈદકના પણ જાણકાર. તેમણે સંસ્કૃત તથા ગુજરાતી બંનેમાં સર્જન કર્યું છે. ‘રાસપંચાધ્યાયી’ (અંશત: મુ.)ના કર્તા.
કૃતિ : અહિચ્છત્ર-કાવ્યકલાપ, સં. દયાશંકર ભા. શુકલ, ઈ.૧૯૧૪(+સં.).
સંદર્ભ : મારાં અક્ષરજીવનનાં સ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪. [શ્ર.ત્રિ.]
વિઠ્ઠલ-૨ [ ] : પિતા વ્રજભૂષણ. ‘સર્વોત્તમજી મહારાજનું ધોળ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત ૨. પ્રાકકૃતિઓ. [શ્ર.ત્રિ.]
વિઠ્ઠલ-૩/વિઠ્ઠલનાથજી [ ] : અવટંકે દીક્ષિત. શ્રી વલ્લભાચાર્યજીના પુત્રના ‘પ્રબોધ’ નામ સંસ્કૃત ગ્રંથના ૧૦૦ ગ્રંથાગ્રવાળા, ભાષા દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા ‘ચિત્તપ્રબોધિની’ નામક ગદ્યાનુવાદના કર્તા.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
વિદ્ધાણુ [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ] : શ્રાવક કવિ. પિતા ઠક્કુર મહાલે. ખરતરગચ્છના જિનઉદયસૂરિના અનુયાયી. આ કવિએ રાજગૃહના પાર્શ્વનાથ મંદિરમાં ઈ.૧૩૫૬માં ૩૮ શ્લોકની સંસ્કૃત પ્રશસ્તિનો લાંબો શિલાલેખ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના આદેશથી કોતર્યો હતો. વરદત્ત અને ગુણમંજરીના પ્રસિદ્ધ કથાનક દ્વારા કારતક સુદ પાંચમનું માહાત્મ્ય વર્ણવતી તથા લોકકથાને ધર્મકથાનું સ્વરૂપ આપતી ૫૪૮ કડીની ‘જ્ઞાનપંચમી-ચોપાઈ/શ્રુતપંચમી/સૌભાગ્યપંચમી’ (ર.ઈ.૧૩૬૭/સં.૧૪૨૩, ભાદરવા સુદ ૧૧, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય વિકાસ, વિધાત્રી વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. જૈગૂકવિઓ : ૩(૧). [ગી.મુ.]
વિદ્યાકમલ [ઈ.૧૬૧૩ સુધીમાં] : જૈન. ‘ભગવતી-ગીતા’ (લે.ઈ.૧૬૧૩ પહેલાં)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]
વિદ્યાકીર્તિ : આ નામે ૭ કડીની ‘ધન્નાજીની સઝાય/ધન્યાલગાર-સઝાય’(મુ.) મળી છે તેના કર્તા કયા વિદ્યાકીર્તિ છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : સજઝાયમાળા (પં.).
સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
વિદ્યાકીર્તિ-૧ [ઈ.૧૪૪૯માં હયાત] : જૈન. ‘જીવપ્રબોધપ્રકરણભાષા’ (ર.ઈ.૧૪૪૯/સં.૧૫૦૫, માગશર સુદ-, મંગળવાર/શુક્રવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
વિદ્યાકીર્તિ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પુણ્યતિલકના શિષ્ય. ‘નરવર્મ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૧૩), ‘ધર્મબુદ્ધિમંત્રી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬), ‘સુભદ્રા-સતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૯), ૨૩ કડીના ‘મહાવીર-સ્તવન (ઇરિયાવહીગર્ભિત)’ના કર્તા. ‘ચારકષાય-વેલિ’ (ર.ઈ.૧૬૧૪ આસપાસ) સમયદૃષ્ટિએ આ કર્તાની કૃતિ હોવા સંભવ છે.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
વિદ્યાકુશલ [ઈ.૧૭૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ચારિત્રધર્મની સાથે મળીને તેમણે ‘રામાયણ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૫/સં.૧૭૯૧, આસો સુદ ૧૦)ની રચના કરી હતી.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
વિદ્યાચંદ : આ નામે ૪ કડીની ‘મૌનએકાદશી-સ્તુતિ’ મળે છે તેના કર્તા કયા વિદ્યાચંદ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. [શ્ર.ત્રિ.]
વિદ્યાચંદ-૧/વિદ્યાચંદ્ર [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં વીપાના શિષ્ય. ‘શંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯), ૨૬ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન (શંખેશ્વર)’ (ર.ઈ.૧૬૦૪) અને ઈ.૧૬૧૬માં અવસાન પામેલા વિજ્યસેનસૂરિને વિષય બનાવતા ૫૭ કડીના ‘વિજ્યસેનસૂરિનિર્વાણ-રાસ’(મુ.)ના કર્તા. ૧૬ કડીની ‘રાવણને મંદોદરીના ઉપદેશની સઝાય/સીતા-સ્વાધ્યાય’(મુ.)ને ‘જૈન ગૂર્જર કવિઓ’એ પ્રસ્તુત કર્તાની ગણાવી છે. પણ ભાષામાં ઠીકઠીક અર્વાચીનતા તરફ ઝોક ધરાવતી ગુરુનામના ઉલ્લેખ વગરની અને ‘પ્રાચીન સ્તવન સઝાયાદિ સંગ્રહોમાં સંગૃહિત હોવાથી તે પાર્શ્વચંદ્રગચ્છના ભ્રાતૃચંદ્રશિષ્ય વિદ્યાચંદ્રની હોવા સંભવ છે. ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯), ૧૫ કડીની ‘વિજ્યદેવસૂરિ-સ્વાધ્યાયયુગલ’ અને ૮ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’-એ કૃતિઓ રચનાસમય અને વિષય દૃષ્ટિએ પ્રસ્તુત વિદ્યાચંદની હોવા સંભવ છે.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. જૈઐકાસંચય; ૩. જૈસમાલા (શા) : ૨.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; ૩. જૈગૂકવિઓ : ૧; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિદ્યાચંદ-૨ [ઈ.૧૬૫૨ સુધીમાં] : જૈન સાધુ. વિજ્યસિંહસૂરિના શિષ્ય. ૪ કડીની ‘શાંતિજિન-સ્તુતિ’ (લે.ઈ.૧૬૫૨)ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]
વિદ્યાચારિત્ર [ ] : જૈન. ‘સુકોશલઋષિ-સઝાય’ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિદ્યાધર [ ] : શ્રાવક. ૧૨ ઢાળની ‘બારભાવના-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિદ્યાનિધાન [ઈ.૧૭૮૩માં હયાત] : જૈન. ‘રત્નપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૩)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિદ્યાપ્રભ(સૂરિ) : આ નામે ૩૨ કડીની ‘આત્મભાવના-બત્રીશી’ (લે.ઈ.૧૬૪૯ પહેલાં; મુ.) અને ‘ઇચ્છાપરિમાણ-રાસ (દ્વાદશવ્રત-સ્વરૂપ), (લે.ઈ.૧૫૫૯) એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા વિદ્યાપ્રભ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૫-‘આત્મભાવના-બત્રીશી’, સં. જયંતવિજ્યજી.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
વિદ્યાપ્રભ(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬૬૦ સુધીમાં] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. વિમલચંદ્રસૂરિના શિષ્ય. પૂર્ણિમાગચ્છના ઈ.૧૫૯૮નો ધાતુપ્રતિમા લેખ ધરાવતા લલિતપ્રભના ગુરુ વિદ્યાપ્રભ અને પ્રસ્તુત વિદ્યાપ્રભને ‘જૈન ગૂર્જર કવિઓ’ એક હોવાનું માને છે. ‘સત્તરભેદી-પૂજા’ (ર.ઈ.૧૫૯૮ આસપાસ), ૭ કડીનું ‘આદિનાથ-સ્તવન(રૂપપુરમંડન)’, ૩૨ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’, ૨૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન (ઢંઢેરવાડાપાટણ)’ અને ૨૩/૨૫ કડીની ‘શાલિભદ્ર-સઝાય’ (લે.ઈ.૧૬૬૦)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
વિદ્યાભૂષણ [ઈ.૧૫૫૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. વિશ્વસુસેનના શિષ્ય. ૨૫૧ કડીના ‘નેમિનાથ-ફાગ/નેમિવસન્ત-ફાગુ’ (લે.ઈ.૧૫૫૮/સં.૧૬૧૪, કરાતક સુદ ૪, મંગળવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગમ્બર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુકાવ્ય’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
વિદ્યારત્ન [ઈ.૧૫૧૭માં હયાાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલની પરંપરામાં ધનદેવસુરહંસ-લાવણ્યરત્નના શિષ્ય. ૩૩૯ કડીના ‘મંગલકલશ-રાસ’ (ર.ઈ.૧૫૧૭/સં. ૧૫૭૩, માગશર વદ ૯) અને ‘મૃગાપુત્ર-રાસ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ફાત્રૈમાસિક, જાન્યુ. જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. જૈમગૂકરચનાએં : ૧. [શ્ર.ત્રિ.]
વિદ્યારુચિ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં હર્ષરુચિના શિષ્ય. ૧૦૩ ઢાલ અને ૨૫૦૫ કડીના ‘ચંદ્રનૃપ-ચોપાઈ/ચંદરાજા-રસ’ (ર.ઈ.૧૬૬૧/સં.૧૭૧૭, કરાતક સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. કૃતિનો આરંભ ઈ.૧૬૫૫માં થયો હતો તેવો ઉલ્લેખ છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિદ્યાલક્ષ્મી(ગણિ) [ ] : જૈન સાધુ. ૨૪૫ કડીના ‘ઋષભદેવધવલ-વિવાહલો’ (લે.સં. ૧૭મું શતક અનુ.)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિદ્યાવિજ્ય-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં નયવિજ્યના શિષ્ય. હીરવિજ્યના ગુરુબંધુ. ૪૬ કડીના ‘ચતુર્વિંશતિજિન-પંચકલ્યાણકતિથિ-સ્તવન’ (ર.ઈ.૧૬૦૪), ૧૫ કડીની ‘ઇરિયાવહીની સઝાય’ (મુ.), ૪ કડીની ‘મહાવીર-સ્તુતિ’, ૯ કડીની ‘વિજ્યસેનસૂરિની સઝાય’ અને ૩૭ કડીના ‘શીતલજિન-સ્તવન’ના કર્તા.
કૃતિ : પ્રાસપસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૧; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિદ્યાવિજ્ય-૨ [ઈ.૧૬૨૮માં હયાત] : જૈન સાધુ. કલ્યાણસાગરના શિષ્ય. ‘નેમિરાજુલલેખ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, શ્રાવણ વદ ૧૩, સોમવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧) [શ્ર.ત્રિ.]
વિદ્યાવિમલ [ઈ.૧૫૭૮માં હયાત] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં વિજ્યવિમલના શિષ્ય. વિજ્યદેવસૂરિ વિશેનાં ૬ અને ૮ કડીનાં ૨ ગીતો(મુ.)ના કર્તા. વિજ્યવિમલે ‘ગચ્છાચારપયન્ના’ પર ટીકા (ર.ઈ.૧૫૭૮) રચેલી જેના શોધન-લેખનમાં આ કર્તાએ સહાય કરી હતી. ‘જૈન સત્યપ્રકાશ’માં ૨ કડીનું ‘નેમિનાથ-ગીત’(મુ.) ઉક્ત કર્તાનું હોવાનું દર્શાવાયું છે પણ તેના કર્તા વિજ્યવિમલ છે કે વિદ્યાવિમલ તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી ૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી (+સં.); ૨. એજન, માર્ચ ૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી.
સંદર્ભ : જૈસાઇતિહાસ. [શ્ર.ત્રિ.]
વિદ્યાવિલાસ : આ નામે ‘અક્ષરબત્રીસી’ (લે.ઈ.૧૮૦૮) કૃતિ મળે છે. રાજસ્થાનીમાં ‘કક્કાભાષ’ (લે.સં.૧૯મી સદી) કૃતિ નોંધાઈ છે તે આ જ કૃતિ હોઈ શકે. આા કૃતિના કર્તા કયા વિદ્યાવિલાસ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. રાપુહસૂચિ : ૪૨; ૨. રાહસૂચી : ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિદ્યાવિલાસ-૧ [ઈ.૧૬૭૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. માનવિજ્યશિષ્ય કમલહર્ષના શિષ્ય. ‘કલ્પસૂત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૬૭૩, સ્વહસ્તાક્ષરની પ્રત), ૭ કડીના ‘જિનચંદ્રસૂરિ-ગીત’(મુ.) અને કેટલાક સંસ્કૃત અષ્ટકોના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.)
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
‘વિદ્યાવિલાસ-પવાડુ’ [ર.ઈ.૧૪૨૯] : પીંપલગચ્છના જૈન સાધુ હીરાણંદસૂરિની દુહા, ચોપાઈ, સવૈયા ઇત્યાદિની દેશીઓમાં રચાયેલી ૧૮૯ કડીની આ કૃતિ(મુ.) આમ તો લોકકથા પર આધારિત છે, પરંતુ એમાંની વાર્તાનું મૂળ વિનયચંદ્રકૃત સંસ્કૃત ‘મલ્લિનાથ મહકાવ્ય’માં મળે છે.
માલવદેશની ઉજ્જયિની નગરીના શ્રેષ્ઠી ધનસાગરનો સૌથી નાનો પુત્ર ધનસાગર પિતાએ ઘરમાંથી કાઢી મૂકવાને લીધે શ્રીપુર નગરમાં પંડિત પાસે વિદ્યાભ્યાસ કરવા માટે રહ્યો. વિદ્યાપ્રાપ્તિમાં ઠોઠ હોવાને લીધે તે મૂર્ખચટ્ટ નામથી ઓળખાયો, પરંતુ પછી પોતાની વિનયશીલ પ્રકૃતિને લીધે મૂર્ખચટ્ટમાંથી વિનયચટ્ટ બન્યો, અને સરસ્વતીની કૃપાથી વિનયચટ્ટમાંથી વિદ્યાવિલાસ બન્યો. શ્રીપુર નગરના પ્રધાનપુત્ર મનમોહનના પ્રેમમાં પડેલી રાજપુત્રી સૌભાગ્ય સુંદરીને પછી તે પ્રધાનપુત્રના કહેવાથી બનાવટ કરી પરણ્યો ને આહડ નગરમાં આવીને રહ્યો. ત્યાં મૃદંગવાદનથી સૌભાગ્યસુંદરીના મનને જીતી લઈ એ નગરની રાજકુંવરી ગુણસુંદરી સાથે પણ લગ્ન કર્યા અને અંતે ઉજ્જયિનીના રાજાને હરાવી ઉજ્જયિનીનો રાજા બન્યો. એક વખત જૈન મુનિના ઉપદેશથી તેણે દીક્ષા લીધી.
કથાના અંતમાં કંઈક અપ્રસ્તુત રીતે આવતા સદાચારબોધને બાદ કરતાં બુદ્ધિચાતુરીવાળી સમસ્યાબાજી, અદ્ભુતનું તત્ત્વ, કેટલાંક વર્ણનો વગેરેને લીધે રોચક બનેલી, રાજદરબાર, વાણિજ્ય ને સામાન્ય જનજીવને લગતી વીગતોને લીધે તત્કાલીન સામાજિક જીવનને ઉપસાવતી તથા મધ્યકાલીન ગુજરાતીના ભાષાસ્વરૂપને જાળવતી આ કૃતિ ઘણી રીતે ધ્યાનપાત્ર છે.[ભો.સાં.]
વિદ્યાશીલશિષ્ય [ ] : જૈન સાધુ. ૧૦ કડીના ‘(ગોડી)પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]
વિદ્યાસાગર-૧ [ઈ.૧૬૧૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિશિષ્ય સુમતિકલ્લોલના શિષ્ય. ‘કલાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, આસો સુદ ૧૦) અને ‘પ્રાકૃતવ્યાકરણદોધક-અવચૂરિ’ના કર્તા.
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
(બ્રહ્મ) વિદ્યાસાગર-૨ [ઈ.૧૬૭૬માં હયાત] : ‘જાબલીભદ્ર-આખ્યાન’, (ર.ઈ.૧૬૭૬)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]
વિદ્યાસાગર(સૂરિ) (ભટ્ટારક)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૭૩૭ કે ૧૭૪૦/સં.૧૭૯૩ કે સં. ૧૭૯૬, કારતક સુદ ૫] : અંચલગચ્છના જૈન સાધુ. આચાર્યપદ ઈ.૧૭૦૬માં. અવસાન પાટણમાં. મૂળ દેવેન્દ્રસૂરિના ૫૦ કડીના ‘સિદ્ધપંચાશિકા-પ્રકરણ’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’માં પ્રસ્તુત કૃતિના કર્તાનું નામ વિદ્યાનંદસાગર(સૂરિ) મળે છે.
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિશ્રી દર્શનવિજ્યજી અને અન્ય, ઈ.૧૯૬૦; ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
વિદ્યાસાગર-૪ [ ] : જૈન સાધુ. ૫ કડીની ‘સામયિક-સઝાય’ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
વિદ્યાસિદ્ધિ [ઈ.૧૬૪૩માં હયાત] : ખરતરગચ્છના જિનસિંહસૂરિની પરંપરાના જૈન સાધ્વી. ૭ કડીના ‘ગુરુણી-ગીતમ્’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯, ભાદરવા વદ ૨; મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ.
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [શ્ર.ત્રિ.]
વિદ્યાહર્ષ [ ] : જૈન. ૧૫ કડીની ‘વીશસ્થાનક સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
v [ઈ.૧૭૭૪માં હયાત] જૈન. ‘વિવાહપડલ-અર્થ’ (ર.ઈ.૧૭૪૪/સં.૧૮૩૦, માગશર વદ ૨) નામે ગદ્યકૃતિના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
‘વિધિ-રાસ’ : ચોપાઈબંધની ૧૦૭ કડીની સમાચારીવિષયક આ કૃતિ (મુ.)ના કર્તૃત્વના તથા રચનાવર્ષના પ્રશ્નો છે. કૃતિમાં ૯૫મી કડીમાં “શ્રી ધર્મમૂર્તિસૂરિ ગુણિ ભંડાર (ગંભીર), બહુદિન દીપઈ” એ શબ્દો મળે છે અને પછી ‘ઇતિશ્રી વિધિરાસ સમાપ્ત’ એમ લખેલું છે. ત્યારપછી ચૂલિકા છે, જે ૧૦૭ કડીએ પૂરી થાય છે. ૧ પાઠમાં “છાજૂકૃત” એમ લખેલું અને એ પછી “ઇતિશ્રી વિધિરાસ ચૂલિકા સમાપ્ત” એવા શબ્દો મળે છે. આ જાતની સ્થિતિ કેટલાક પ્રશ્નો ઊભા કરે છે : છાજૂ આખા ‘વિધિ-રાસ’ના કર્તા છે કે ચૂલિકાના? બધા પાઠમાં છાજૂનો કર્તા તરીકે ઉલ્લેખ મળતો ન હોય તો એ કેટલો અધિકૃત માનવો? છાજૂ કર્તા ન હોય અથવા તો માત્ર ચૂલિકાના કર્તા હોય તો ધર્મમૂર્તિસૂરિને કર્તા ગણવા કે એમનો જે રીતે ઉલ્લેખ થયો છે તે રીતે જોતાં કૃતિ તેમના કોઈ શિષ્યની છે એમ માનવું? એ નોંધપાત્ર છે કે ‘જૈન ગૂર્જર કવિઓ’ આ કૃતિ ધર્મમૂર્તિસૂરિશિષ્યની હોવાનું માને છે ને એને છાજૂના નિર્દેશવાળો પાઠ મળ્યો નથી.
કૃતિ ભાદરવા સુદ ૧૧ના દિવસે રચાયેલી છે પરંતુ રચનાવર્ષનો કોયડો છે. ‘સંવત સોલ છિલોત્તરે’ (સં. ૧૬૦૬/ઈ.૧૫૫૦) તથા ‘સંવત સોલ બિહુંતરઇએ’ (સં.૧૬૭૨/ઈ.૧૬૧૬) એમ ૨ પાઠ મળે છે. સં. ૧૬૭૨ની રચના માનીએ તો એ ધર્મમૂર્તિસૂરી (અવ.સં.૧૬૭૦)ની કૃતિ ન હોઈ શકે, તેથી “સોલ બિહુંતરઈ”નું અર્થઘટન સં. ૧૬૦૨ કરી ધર્મમૂર્તિસૂરિની કૃતિ હોવાનો તર્ક કરવામાં આવ્યો છે. પંરતુ બધું વિચારતાં એ તર્ક યથાર્થ લાગતો નથી.
કૃતિ : આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯-‘વિધિપક્ષ (અંચલ)ગચ્છના સમાચારી ગ્રંથો અને વિધિરાસ-એક સમીક્ષા’, સં. કલાપ્રભસાગરજી.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).[કી.જો.]
વિનય/વિનય(મુનિ) : આ નામે ૧૬ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’(મુ.), ૬ કડીનું ‘મહાવીર-સ્તવન’(મુ.), ૩ કડીનું ‘શત્રુંજય-સ્તવન’, ૩ કડીનું ‘સિદ્ધાચલ-ઋષભદેવ-સ્તવન’ (મુ.), ૧૧ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ (લે.ઈ.૧૭૨૫) મળે છે. એમાં ‘મહાવીર-સ્તવન’ વિનયપ્રભકૃત હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓ કયા વિનયની છે તે કહેવું મુશ્કેલ છે.
૬૧ કડીનું ‘ઇલાપુત્ર-કુલક’, ૮૩ કડીનું ‘ચિત્રસંભુતિ-કુલક’, ૧૬ કડીનું ‘થંભણપાર્શ્વ-સ્તવન’, ૩૯ કડીનું ‘પાર્શ્વદસભવ-સ્તવન’, ૫૫ કડીની ‘બ્રહ્મચારી’, ૧૦૪ કડીની ‘સાધુવંદના’, ‘ચોવીસી’ વગેરે રચનાઓ ‘જૈન મરુ ગુર્જર કવિ ઔર ઉનકી રચનાએં’ એ વિનય સમુદ્રને નામે નોંધી છે, પરંતુ કૃતિને અંતે નામછાપ ‘વિનય’ મળે છે અને ગચ્છ કે ગુરુપરંપરાનો નિર્દેશ નથી. એટલે આ રચનાઓના કર્તા પણ કયા વિનય છે તે સ્પષ્ટ પણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧. જિસ્તમાલા : ૨. જૈકાસંગ્રહ; ૩. જૈકાસાસંગ્રહ; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. પ્રાસ્તસંગ્રહ; ૬. સસન્મિત્ર(ઝ).
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
વિનયકુશલ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં લક્ષ્મીરુચિ-વિમલકુશલના શિષ્ય. ‘જીવદયા-રાસ’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા. આ ઉપરાંત તેમણે ‘મંડલપ્રકરણ-સ્વોપજ્ઞવૃત્તિસહિત’ (ર.ઈ.૧૫૯૬) તથા ‘વિચારસપ્તતિકા-વૃત્તિ’ (ર.ઈ.૧૬૧૯)એ સંસ્કૃત ગ્રંથોની પણ રચના કરી છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
વિનયકુશલ-૨ [ઈ.૧૬૧૧માં હયાત] : જૈન સાધુ. ૩૫ કડીના ‘ગોડીપાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૧)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વિનયકુશલ-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગની પરંપરામાં વિબુધકુશલના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૮૯-૧૭૩૨ની મધ્યમાં)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૧; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]
વિનયચંદ/વિનયચંદ્ર : આ નામે હિંદીમિશ્ર ગુજરાતીમાં ૨૫ કડીની ‘બુઢ્ઢા ઉપદેશ પચ્ચીસી-સઝાય’ (ર.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, ફાગણ સુદ ૨; મુ.), ‘ચંદનબાલા ચોઢાળિયું’ (ર.૧૮૨૯/સં.૧૮૮૫, જેઠ સુદ ૭), ૧૧ કડીનું ‘ચૈત્રીપૂનમ-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.), ૧૫ કડીની ‘ચૌદ બોલસહિત ઋષભ શાંતિ-નેમિપાર્શ્વનાથ-જિન-નમસ્કાર’ (લે.સં.૧૮મી સદી અનુ.), ‘પાર્શ્વનાથબૃહદ્-સ્તવન’ (લે.સં.૧૮મી -૧૯મી સદી અનુ.)-આ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિનયચંદ/વિનયચંદ્ર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : શ્રાવક સ્તવનસંગ્રહ : ૨, સં. પાનમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વિનયચંદ્ર(આચાર્ય)-૧ [ઈ.૧૩મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. રાજિમતી અને સખી વચ્ચેના સંવાદ રૂપે ચાલતું ને ૩-૩ કડીના ઝૂમખાને લીધે વિશિષ્ટ સંયોજનવાળું ૪૦ કડીનું ‘નેમિનાથ-ચતુષ્પદિકા’(મુ.) એમાં અનુભવાતી રાજિમતીની ઉત્કટ વિરહવ્યથા અને એમાંનાં મનોરમ વર્ણનોથી ધ્યાનપાત્ર બારમાસીકાવ્ય બન્યું છે. કવિએ ૫૩ કડીના ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૨૮૨; મુ.)ની પણ રચના કરી છે. ‘કલ્પનિર્યુક્તિ દીપાવલિકાકલ્પ’ (ર.ઈ.૧૨૬૯) એ સંસ્કૃતકૃતિ તથા ‘આનંદપ્રથમોપાસક-સંધિ’ એ અપભ્રંશકૃતિ કવિની અન્ય રચનાઓ છે.
કૃતિ : ૧. તેરમાચૌદમા શતકનાં ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્યો, સં. હરિવલ્લભ ચૂ. ભાયાણી, ઈ.૧૯૫૫; ૨. પ્રાગૂકાસંગ્રહ : ૧; ૩. પ્રામબાસંગ્રહ : ૧; ૪. ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક, ઈ.૧૯૭૫-‘શ્રી વિનયચંદ્રસૂરિકૃત ‘નેમિનાથ ચતુષ્પદિકા’ એક બારમાસી કાવ્ય’, રમેશ મ. શુકલ; ૫. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬ - ‘વિનયચંદ્રકૃત બારવ્રતરાસ’, મોહનલાલ દ. દેશાઈ.
સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. પ્રાકામંજરી; ૫. સંધિકાવ્ય સમુચ્ચય, સં. ર. મ. શાહ, ઈ.૧૯૮૦; ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈગૂકવિઓ : ૩(૧); ૮. લીંહસૂચી. [ર.ર.દ.]
વિનયચંદ્ર-૨ [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ મુનિચંદ્ર પંડિતના શિષ્ય. ૬૮ કડીની ‘બારવ્રતની સઝાય’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, ચૈત્ર સુદ ૬, સોમવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
વિનયચંદ્ર-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્ર-સમયસુંદરની પરંપરામાં જ્ઞાનતિલકના શિષ્ય. કર્મફળના સિદ્ધાંતનું ઉત્તમકુમારના ચરિત્ર દ્વારા માહાત્મ્ય કરતી ૩ અધિકારમાં વિભાજિત ૪૨ ઢાળ અને ને ૮૪૮ કડીની ‘ઉત્તમકુમારચરિત્ર-રાસ/ચોપાઈ/મહારાજકુમાર-ચરિત્ર’ (ર.ઈ.૧૬૯૬/સં.૧૭૫૨, ફાગણ સુદ ૫, ગુરુવાર; મુ.) એમાંનાં અદ્ભુત અને વીરરસના નિરૂપણથી અને ઝડઝમકયુક્ત વર્ણનોથી કવિની રોચક રાસકૃતિ બની છે. એમની ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૯૬/સં.૧૭૫૨, ફાગણ સુદ ૫; મુ.) પણ એમાં ધ્રુવાઓ તરીકે પ્રયોજાયેલા પ્રેમભાવ સૂચક શબ્દો ને ઉદ્ગારોથી પ્રેમલક્ષણાભક્તિની અસર બતાવતી હોવાને લીધે વિશિષ્ટ બની છે. ‘વીસી’ (ર.ઈ.૧૬૯૮/સં.૧૭૫૪, આસો સુદ ૧૦; મુ.), દેશીબદ્ધ ‘અગિયાર અંગની સઝાયો’ (ર.ઈ.૧૬૯૯/સં.૧૭૫૫, ભાદરવા વદ ૧૦; મુ.), ૪ ઢાળ અને ૩૬ કડીની ‘જિનપ્રતિમાસ્વરૂપ-નિરૂપણસઝાય’(મુ.), ૨૧ કડીનું ‘શત્રુંજયયાત્રા-સ્તવન’ (ર.ઈ.૧૬૯૯ પછી; મુ.) અને ૫ ઢાળ અને ૩૧ કડીની ‘કુગુરુની સઝાય; (મુ.) એમની અન્ય કૃતિઓ છે. ‘જૈન ગૂર્જર કવિઓ’ એ ‘ધ્યાનામૃત-રાસ’ અને ‘મયણરેહા-ચોપાઈ’ને પણ આ કવિની કૃતિઓ માની છે. પરંતુ તેમાં ‘મયણરેહા-ચોપાઈ’ અનોપચંદશિષ્ય વિનયચંદ્રની છે. કવિની ભાષા પર રાજસ્થાની હિંદીનો પ્રભાવ વરતાય છે.
૧૩ કડીની ‘સ્થૂલિભદ્ર-બારમાસા’(મુ.), ૧૫ કડીની ‘રહનેમિ-રાજિમતી-સઝાય’(મુ.), ૯ કડીની ‘દુર્ગતિનિવારણ-સઝાય’(મુ.), ૧૩ કડીની ‘નેમિનાથરાજિમતી-બારમાસા’(મુ.) એ એમની હિન્દીમાં રચાયેલી કૃતિઓ છે.
કૃતિ : ૧. વિનયચંદ્ર કૃતિ કુસુમાંજલિ, સં. ભવરલાલ નાહટા, સં. ૨૦૧૮. ૨. ઐરાસંગ્રહ : ૩ (+સં.); ૩. પ્રવિસ્તસંગ્રહ.
સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૧; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય; ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. ડિકૅટલૉગભાવિ : ૧૯(૨); ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વિનયચંદ્ર-૪ [ઈ.૧૮૧૪માં હયાત] : જૈન સાધુ. શ્યામઋષિની પરંપરામાં અનોપચંદના શિષ્ય. ૬ ઢાળની ‘મયણરેહા-ચોપઈ’ (ર.ઈ.૧૮૧૪/સં. ૧૮૭૦, મહા-૧૩) તથા ૫ ઢાળની ‘સુભદ્રા-ચોપાઈ’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). [ર.ર.દ.]
વિનયદેવ(સૂરિ) : જુઓ બ્રહ્મર્ષિ.
વિનયધીર [ ] : જૈન સાધુ. ૨૩ કડીની ‘નેમનાથ-ભાસ’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
વિનયપ્રભ [ઈ.૧૪મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિના શિષ્ય. ઈ.૧૩૨૬માં દીક્ષા. એમણે ૬ ભાસમાં વિભાજિત રોળા, ચરણાકુળ, દોહરા, સોરઠા અને વસ્તુ છંદની ૬૩ કડીમાં રચેલો ‘ગૌતમસ્વામી-રાસ’ (ર.ઈ.૧૩૫૬/સં.૧૪૧૨, કરતક સુદ ૧; મુ.) જૈન સંપ્રદાયમાં ખૂબ લોકપ્રિય બનેલો છે. ગૌતમસ્વામીની તપસ્વિતાનો મહિમા કરતો આ રાસ તેની રચનાગત વિશિષ્ટતાથી અને આલંકરિક વર્ણનોમાં પ્રગટ થતા કવિના કવિત્વથી ધ્યાનપાત્ર બને છે. આ રાસ ઉદયવંત/મંગલપ્રભ/વિજ્યભદ્ર/વિનયવંત એવાં કર્તાનામોથી પણ મળે છે. પરંતુ વસ્તુત: તે આ કર્તાની રચના છે. એ સિવાયનું ૪૧ કડીનું ‘ચૈત્યપરિપાટી-સ્તવન’ એમણે રચ્યું છે. ૨૧ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’ તથા ૧૩ કડીનું ‘વિમલાચલ-આદિનાથ-સ્તવન’ એ આ કવિની કૃતિઓ ‘બોધીબીજ’ એવાં અપરનામથી મળે છે.
કૃતિ : ૧. જૈગૂસારત્નો : (+સં.); ૨. પ્રાગુકાસંચય (+સં.).
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. જૈસાઇતિહાસ; ૪. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯-‘વિનયપ્રભરચિત ગૌતમસ્વામીનો રાસ’; ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈમગૂકરચનાએં : ૧; ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ : ૧૯(૨); ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વિનયપ્રમોદ [ ] : જૈન સાધુ. ૨૩ કડીના ‘શત્રુંજય-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વિનયભાવ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં આનંદવિમલના શિષ્ય. ૧૧ અને ૧૮ કડીની ૨ ‘આનંદવિમલસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિમાં આનંદવિમલનું અવસાન ઈ.૧૫૪૦માં થયું એમ ઉલ્લેખ મળે છે તેથી કૃતિ ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં રચાઈ હશે એમ અનુમાન થાય છે. ‘હેમચંદ્રચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’ ભૂલથી આ રચનાઓને વિનયવિમલના નામે નોંધે છે.
કૃતિ : જૈઐકાસંચય (+સં.).
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વિનયમાણિક્ય [ઈ.૧૬૫૮માં હયાત] : જૈન સાધુ. ‘શાશ્વતાશાશ્વતજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૫૮)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વિનયમૂર્તિ(ગણિ) [ઈ.૧૪૫૩ સુધીમાં] : જૈન સાધુ. ૧૨૫૦ ગ્રંથાગ્રના ‘ષડાવશ્યક-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૫૩)ના કર્તા.
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [ર.ર.દ.]
વિનયમેરુ(વાચક) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. રાજસારની પરંપરામાં હેમધર્મના શિષ્ય. ૪૫૦ ગ્રંથાગ્રનો ‘હંસરાજ-વચ્છરાજ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૩), ૨૦ ઢાળ અને ૨૯૦ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૩) તથા ૨૫ કડીની ‘પન્નવણા છત્રીસ પદ ગર્ભિત-સઝાય/મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૩૬/સં.૧૬૯૨, પોષ સુદ ૧૫) નામની રચનાઓના કર્તા. ‘ગુજરાતી સાહિત્ય(મધ્યકાલીન)’ અને ‘યુગપ્રધાન જિનચંદ્રસૂરિ’માં કર્તાનું નામ ‘વિજ્યમેરુ’ ઉલ્લેખાયું છે તે ભૂલ છે.
સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. ગુસારસ્વતો; ૩. યુજિનચંદ્રસૂરિ. ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વિનયરતન(વાચક) [ઈ.૧૪૯૩માં હયાત] : વડગચ્છના જૈન સાધુ. દેવસૂરિની પરંપરામાં મહીરતનના શિષ્ય. ૧૫૩ કડીની ‘સુભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૪૯૩/સં.૧૫૪૯, ભાદરવો-)ના કર્તા.
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]
વિનયલાભ/બાલચંદ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં વિનયપ્રમોદના શિષ્ય. ૪ ખંડમાં વિભાજિત ૬૨ ઢાળની ‘દેવરાજવચ્છરાજની કથા/ચોપાઈ/વચ્છરાજ-રાસ’ (ર.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, પોષ વદ ૨, સોમવાર), ૩ ખંડ ને ૬૯ ઢાળની ‘વિક્રમ-ચોપાઈ/સિંહાસન-બત્રીશી’ (ર.ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, શ્રાવણ વદ ૭) તથા ૫૬ કડીની ‘સવૈયા-બાવની’ના કર્તા.
સંદર્ભ - ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ; ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
વિનયવિજ્ય : આ નામે ૨૨ કડીની ‘દ્વારિકાનગરીની સઝાય’(મુ.) મળે છે તેના કર્તા કયા વિનયવિજ્ય છે તે નિશ્ચતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈકાસાસંગ્રહ; ૩. સસંપમાહાત્મ્ય. [ર.ર.દ.]
વિનયવિજય(ઉપાધ્યાય)-૧ [જ.ઈ.૧૬૦૪ અનુ.-અવ.ઈ.૧૬૮૨] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં કીર્તિવિજ્ય ઉપાધ્યાયના શિષ્ય. પિતા તેજપાલ. માતા રાજશ્રી. કીર્તિવિજ્યના હસ્તે દીક્ષા રાન્દેરમાં અવસાન. કવિ વ્યાકરણના ઊંડા અભ્યાસી હતા. તેમણે ફાગુ, રાસ, વીસી, ચોવીસી, વિનતિ, સઝાય, સ્તવન, ચૈત્યવંદન, ચૈત્યપરિપાટી, જકડી, સ્તુતિ, સ્તોત્ર, પદ, ભાસ, ગીત જેવા વિવિધ કાવ્યપ્રકારો ખેડ્યા છે. ગુજરાતી ઉપરાંત હિન્દી, પ્રાકૃત તથા સંસ્કૃત ભાષામાં પણ તેમણે સર્જન કર્યું છે.
માળવાના રાજા શ્રીપાલે સિદ્ધચક્ર-(અર્હત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપ)-એટલે કે નવપદના સેવનથી કઈકઈ મહત્તા પ્રાપ્ત કરી તેનું ૪ ખંડ અને ૪૧ ઢાળની કુલ ૧૯૦૦ કડીમાં નિરૂપણ કરતી તેમ જ ૭૫૦ કડીઓ રચાયા પછી કવિનું અવસાન થતાં તેમના અંતેવાસી યશોવિજ્ય દ્વારા પૂર્ણ થયેલ ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૮૨; મુ.), ૧૨૦ કડીની ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૭૪/૭૯; મુ.), ૧૧૬ કડીની ‘વીસી’ (ર.ઈ.૧૬૭૪ આસપાસ; મુ.), ૧૩૮ કડીની ‘આરાધનાનું સ્તવન/લઘુ ઉપમિતિ ભવપ્રપંચ આશ્રયી ધર્મનાથજીની વિનતિરૂપ પુણ્યપ્રકાશ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩; મુ.), ૬ ઢાળનું ‘પાંચ સમવાયનું ઢાળિયું/વીર જિનનું પાંચ કારણનું સ્તવન’ (ર.ઈ.૧૬૬૭; મુ.), ૬ ઢાળ અને ૪૪ કડીનું ‘પ્રતિક્રમણ/ષડાવશ્યક-સ્તવન’(મુ.), ૨૪ કડીનું ‘ઉપધાન-સ્તવન’(મુ.), ૧૨ કડીનું ‘જિનપૂજન/પરમાત્માનું ચૈત્યવદન’(મુ.), ૧૪ કડીની ‘સૂર્યપૂર(સૂરત)-ચૈત્યપરિપાટી/તીર્થમાલા’ (ર.ઈ.૧૬૨૩; મુ.), ૭૨ કડીની ‘ગણધર પટ્ટાવલી-સઝાય’ (ર.ઈ.૧૬૫૪/૬૨ અનુ.મુ.), ૨૯ કડીની ‘પચ્ચખાણ-સઝાય/પ્રત્યાખ્યાનવિચાર’(મુ.), ૨૬ કડીની ‘ઇરિયાવહી-સઝાય’ (ર.ઈ.૧૬૭૭; મુ.), ૨૭ કડીની દુહા અને ફાગમાં રચાયેલી ‘નેમિનાથ ભ્રમર-ગીતા’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, ભાદરવા-; મુ.), ૨૭ કડીની ‘નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૬૭૨; મુ.) ૫૭ કડીની ‘આદિજિન/ઋષિભજિન-વિનતિ’(મુ.), ‘ધ્યાનવિચાર-વિવરણાત્મક-સ્તવન’(મુ.), ૨૪ કડીનો પદ્મપત્રરૂપ ‘વિજ્યદેવસૂરિ-લેખ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, આસો વદ ૧૩; મુ.), ૯ કડીની ‘શાશ્વતીજિન-ભાસ’(મુ.), ૨૩૯ કડીની ‘અધ્યાત્મ-ગીતા’, ૫૮ કડીનું ‘સ્યાદવાદવિચારગર્ભિતમહાવીરજિન-સ્તવન’, ૭૩ કડીનું ‘ચૌદ ગુણ ઠાણાં સ્વરૂપ-સ્તવન’ વગેરે કૃતિઓ મળે છે.
આ ઉપરાંત કવિએ હિન્દી ભાષામાં ૩૭ પદોની ‘વિનયવિલાસ’(મુ.), અપભ્રંશમાં ‘જિણચેઇયથવણ’ તેમ જ સંસ્કૃતમાં ૬૫૮૦ કડીઓની ‘કલ્પસૂત્ર સુબોધિકા’ (ર.ઈ.૧૬૪૦; મુ.), ૨૦,૦૦૦ કડીઓની ‘લોકપ્રકાશ’ (ર.ઈ૧૬૫૨; મુ.), ‘શાંતસુધારસ-ભાવ’ (મુ.), ‘નયકર્ણિકા’(મુ.), ‘હેમલઘુપ્રક્રિયા-વ્યાકરણ’ (હેમચંદ્રના ‘સિદ્ધહેમ’ વ્યાકરણ પર સ્વોપજ્ઞ ટીકા સાથે), જેવી નાની-મોટી કૃતિઓ રચી છે.
કૃતિ : ૧. ચિત્રમય શ્રીપાળ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૨. શ્રીપાળ રાજાનો રાસ (અર્થસહિત), પ્ર. જૈન આત્માનંદ સભા, સં. ૧૯૯૦; ૩. અરત્નસાર; ૪. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૫. જિભપ્રકાશ, ૬. જિસ્તકાસંદોહ : ૨; ૭. જૈકાસાસંગ્રહ; ૮. જૈગૂસારત્નો : ૧; ૯. જૈસમાલા(શા) : ૧; ૧૦. દેસ્તસંગ્રહ; ૧૧. પસમુચ્ચય : ૨; ૧૨. (શ્રી) પ્રતિક્રમણસૂત્ર તથા નવસ્મરણ અને દેવવંદનાદિ ભાષ્યત્રય અર્થસહિત, પ્ર. શા. ભીમસિંહ માણક, ઈ.૧૯૦૬; ૧૩. પ્રાફાગુસંગ્રહ; ૧૪. પ્રામબાસંગ્રહ : ૧; ૧૫. મોસસંગ્રહ; ૧૬. લઘુ ચોવીશી વીશી સંગ્રહ, શા. કુંવરજી આણંદજી, સં. ૧૯૯૫; ૧૭. સજઝાયમાળા (પં.); ૧૮. સસંપમાહાત્મ્ય; ૧૯. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑગસ્ટ ૧૯૧૪-‘આત્મનિંદા ને વીરને વિનતિ’, સં. મો. દ. દેશાઈ; ૨૦. એજન, ઑક્ટો-નવે. ૧૯૧૪-‘મહાવીરને વિનતિ’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૨૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘અઢારમી સદીનું એક ખંડકાવ્ય વિનયવિજ્યગણિકૃત નેમરાજુલ ભ્રમરગીતા’, સં. ચિમનલાલ લ. ઝવેરી; ૨૨. સ્વાધ્યાય, મે ૧૯૭૦-‘વિનયવિજ્યકૃત નેમિનાથ રાજિમતી બારમાસ’, સં. કનુભાઈ વ્ર. શેઠ.
સંદર્ભ : ૧. વિનયસૌરભ, પ્ર. વિનયમંદિર સ્મારક સમિતિ, ઈ.૧૯૬૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. જૈસાઇતિહાસ; ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]
વિનયવિજ્ય-૨ [ ] : જૈન સાધુ. મેઘવિજ્યના શિષ્ય. ૪ કડીની ‘નવપદની/સિદ્ધચક્રની સ્તુતિ’(મુ.)ના કર્તા.
કૃતિ : ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૨; ૩. જિભપ્રકાશ; ૪. સસન્મિત્ર(ઝ). [ર.ર.દ.]
વિનયવિજ્ય-૩ [ ] : જૈન સાધુ. પ્રીતિવિજ્યના શિષ્ય. ૩ કડીના ચૈત્યવંદન(મુ.)ના કર્તા.
કૃતિ : દેસ્તસંગ્રહ. [ર.ર.દ.]
વિનયવિજય(ઉપાધ્યાય)શિષ્ય [ ] : જૈન સાધુ. ૫ કડીની ‘સંતોષીની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : અસસંગ્રહ. [કી.જો.]
વિનયવિમલ(પંડિત) : આ નામે ૮ કડીની ‘સાધુ-સઝાય/સુગુરુગુણની સઝાય’(મુ.), તથા ૧૩ કડીની ‘સુમતિશિક્ષા-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિનયવિમલ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. સસંપમાહાત્મ્ય.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વિનયવિમલશિષ્ય [ઈ.૧૭૫૧ સુધીમાં] : જૈન સાધુ. ‘જીવાભિગમસૂત્ર-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૫૧)ના કર્તા. જુઓ ધનવિમલ.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
વિનયશીલ(મુનિ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ગુણશીલના શિષ્ય. ૪૫ કડીના ‘સહસ્ત્રફણા-પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૪૫/સં.૧૭૦૧, માગશર સુદ ૬), ‘૨૪ જિનભાસ’, ‘નેમિ-બારમાસા’(મુ.), ૧૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ૧૦૪ કડીના ‘અર્બુદાચલઉત્પત્તિ ચૈત્યપરિપાટી-સ્તવન’ (ર.ઈ.૧૭૮૬; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૨. પ્રામબાસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વિનયશેખર [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં સત્યશેખરના શિષ્ય. ‘યશોભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૭/સં.૧૬૪૩, મહા સુદ ૩, રવિવાર;સ્વહસ્તલિખિત પ્રત), ‘શાંતિમૃગસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૮/સં.૧૬૪૪, શ્રાવણ સુદ ૧૩, રવિવાર), ‘રત્નકુમાર-રાસ’ તથા ૨ કડનું ‘ધર્મમૂર્તિસૂરિ-ગીત’ (સ્વહસ્તલિખિતપ્રત)-એ કૃતિઓના કર્તા. ‘ગુજરાતના સારસ્વતો’એ ભૂલથી કર્તાનામ વિજ્યશેખર મૂક્યું છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]
વિનયસમુદ્ર(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ-ઈ.૧૬મી સદી મધ્યભાગ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિના શિષ્ય. હર્ષસમુદ્રના શિષ્ય. ૨૪૮ કડીની ‘આરામશોભા-ચોપાઈ’ (ર. ઈ.૧૫૨૭/સં. ૧૫૮૩, માગશર-; મુ.), ૬૯ કડીની ‘નેમિરાજઋષિ-સંધિ’ (ર. ઈ.૧૫૨૭ લગભગ), મુનિરત્નસૂરિકૃત મૂળ સંસ્કૃત ગ્રંથ ‘અંબડચરિત’-આધારિત ૫૦૩ કડીનું ‘અંબડચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૫૪૩/સં. ૧૫૯૯, મહ સુદ ૨, રવિવાર), ૨૪૬ કડીની ‘મૃગાવતી-ચોપાઈ/મૃગાંકલેખા-ચતુષ્પદી’ (ર. ઈ.૧૫૪૬/સં. ૧૬૦૨, વૈશાખ સુદ ૫, સોમવાર), ૨૪૬ કડીનો ‘ચિત્રસેન પદ્માવતી-રાસ/પદ્મચરિત/સીતા સતી-ચોપાઈ’ (ર. ઈ.૧૫૪૯), ‘સિંહાસન બત્તીસી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૫), ૩૦૦ કડીની ‘નલદવદંતી-ચરિત્ર’ (ર.ઈ.૧૫૫૮), ૨૯૭ કડીનો ‘દ્રૌપદી શિયળ-રાસ’, ‘ચંદનબાળારાસ’ (ર. ઈ.૧૫૨૭) તથા ‘સંગ્રામસૂરિ-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા.
કૃતિ : સ્વાધ્યય, ફેબ્રુ, મે, ઑગસ્ટ ૧૯૭૮ - ‘વિનિયસમુદ્રવાચકકૃત આરામશોભા ચઉપઈ’, સં. નવીનચંદ્ર એન. શાહ.
સંદર્ભ : ૧. આરામશોભારાસ(જિનહર્ષકૃત), સં. જયંત કોઠારી, કીર્તિદા જોશી, ઈ.૧૯૮૩; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહસ; ૪. દેસુરાસમાળા; ૫. પ્રકારૂપરંપરા; ૬. જૈન સત્યપ્રકાશ, જાન્યુ.-ફેબ્રુ. માર્ચ ૧૯૪૪-‘વિક્રમાદિત્ય સંબંધી જૈન સહિત્ય’, અગરચંદ નાહટ; ૭. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૯. જૈમગૂકરચનાએં : ૧; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વિનયસમુદ્ર(વાચક)-૨ [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિ (જ. ઈ.૧૪૯૩-અવ. ઈ.૧૫૫૬)ના શિષ્ય. ૨૨ કડીનાા ‘ઋષભ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]
વિનયસાગર : આ નામે ‘હરિયાલી-સ્તબક’ (લે. સં. ૨૦મી સદી અનુ.) ‘અષ્ટપ્રવચનમાતા-સઝાય/અષ્ટાપદ-સ્તવન’ (લે. સં. ૧૭મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. આ કયા વિનયસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
વિનયસાગર-૧ [ઈ.૧૫૬૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષસૂરિની પરંપરામાં સુમતિકલશના શિષ્ય. ૩૨૧ કડીની ‘સોમચંદ રાજાની ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૧/સં. ૧૬૧૭, શ્રાવણ સુદ ૧૫, બુધવાર) તથા ‘ચિત્રસેન પદ્માવતી-રાસ’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; ૩. જૈગૂકવિઓ : ૧; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વિનયસાગર-૨ [ઈ.૧૬૪૬(?)માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ‘અનેકાર્થનામમાલા’ (ર. ઈ.૧૬૪૬?)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]
વિનયસાગર-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છની સાગરશાખાના જૈન સાધુ. રાજસાગરની પરંપરામાં વૃદ્ધિસાગરના શિષ્ય. ૬૩ કડીની ‘રાજસાગરસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૬૫૯ પછી)ના કર્તા. આ ઉપરાંત રાજસાગરશિષ્ય વિનયસાગરના નામે ૧૭ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ મળે છે જે આ જ કર્તાની કૃતિ હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
વિનયસુંદર : આ નામે ૮૫૦ ગ્રંથાગ્ર ધરાવતી ગેય ‘સુરસુંદરીચરિત્રરાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૮/સં. ૧૬૪૪, જેઠ સુદ ૧૩) તથા માનતુંગસૂરિકૃત ૪૪ કારિકાના સંસ્કૃત ‘ભક્તામરસ્તોત્ર’ પરનો બાલાવબોધ-એ કૃતિઓ મળે છે. આ કયા વિનયસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વિનયસુંદર(પંડિત)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ૨૭/૨૯ કડીની ‘તપગચ્છ ગુર્વાવલી-સઝાય’ (ર.ઈ.૧૫૯૪ અનુ.; મુ.)ના કર્તા.
કૃતિ : પસમુચ્ચય : ૨.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
વિનયસોમ : આ નામે ૫ કડીનું ‘પોષીના પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે એ વિનયસોમ-૧નું છે કે અન્યનું તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [ર.ર.દ.]
વિનયસોમ-૧ [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિના શિષ્ય. ૧૭ કડીના ‘ફલોધી પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]
વિનાયક [ ] : ‘રાધાના દાણનો ગરબો’ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૨.[શ્ર.ત્રિ.]
વિનીતકુશલ [ઈ.૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સુમતિકુશલશિષ્ય-વિવેકકુશલના શિષ્ય. વિજયપ્રભસૂરિ (જ.ઈ.૧૬૨૧-અવ. ઈ.૧૬૯૩)ના સમકાલીન. કવિએ ઈ.૧૬૬૬માં શત્રુંજયતીર્થયાત્રા કરેલી. એ વિષયને લઈ ૧૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ (ર.ઈ.૧૬૬૬ના અરસામાં; મુ.) અને ૭ ઢાલની ‘શત્રુંજય-તીર્થયાત્રા’ (ર.ઈ.૧૬૬૬ના અરસામાં; મુ.) કૃતિઓ તેમણે રચી છે.
કૃતિ : પ્રાતીસંગ્રહ.
સંદર્ભ : ૧. જૈસઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૨. [પા.માં.]
વિનીતવિજય : આ નામે ‘વિહરમાણ જિનગતસૂરપ્રભાદિ આઠ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૨), ૭ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) ૭ કડીનું ‘આદિનાથ-સ્તવન’ અને ૨૧ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિનીતવિજય છે તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
વિનીતવિજય-૧ [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાનંદસૂરિની પરંપરામાં પ્રીતિવિજયના શિષ્ય. વિજયમાનસૂરિ (જ.ઈ.૧૬૫૧-અવ. ઈ.૧૭૨૪)ના સમકાલીન. ૧૨૫ કડીના ‘૧૨૪ અતિચારમય શ્રી મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, આસો સુદ ૧૩), ૭૯ કડીના ‘ચોવીસ દંડક વિચારમયવીરજિન-સ્તવન’ (ર.સં. સાયર દ્વિજકર ગુણ નભમાસ, સુદ ૩, ગુરુવાર), અને પર્યુષણપર્વને લગતાં ૩-૩ કડીનાં કેટલાંક ચૈત્યવંદનો(મુ.)ના કર્તા.
કૃતિ : સસંપમાહાત્મ્ય.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. હૈજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
વિનીતવિજય-૨ [ઈ.૧૬૯૯ની આસપાસમાં હયાત] : જૈન સાધુ. લાવણ્યવિજયશિષ્ય પંડિત મેરુવિજયના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૯૯ની આસપાસ; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. જૈગૂસારત્નો : ૧ (+સં.). [પા.માં.]
વિનીતવિજય-૩ [ ] : જૈન સાધુ. પંડિત રત્નવિજયના શિષ્ય. ૯ કડીની જીવને સંબોધીને રચેલી ‘વૈરાગ્યની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. [પા.માં.]
વિનીતવિમલ [ઈ.૧૬૯૩ સુધીમાં] : તપગચ્ચના જૈન સાધુ. પંડિત શાંતિવિમલના શિષ્ય. ૫૫ કડીના ‘અષ્ટાપદ સલોકો’, ૫૫ કડીના ‘આદિનાથ-સલોકો/ઋષભદેવ-ગીત’ (ર.ઈ.૧૬૯૩ પહેલાં; મુ.), ૧૧૧ કડીના ‘વિમલમંત્રી/શાહ/સરનો સલોકો’ (અંશત: મુ). અને ૬૫ કડીના ‘નેમિનાથ-સલોકો’ના કર્તા.
કૃતિ : ૧. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. સલોકાસંગ્રહ, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ; ૩. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૭-‘વિમલશાહનોસલોકો’, સં. લક્ષ્મીભદ્રવિજયજી.
સંદર્ભ : ૧. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૫ - ‘સલોકા સાહિત્ય’, ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૬-‘સલોકાનો સંચય’, હીરાલાલ કાપડિયા; ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧; ૬. લીંહસૂચી. [પા.માં.]
વિનીતસાગર [ઈ.૧૭૩૨માં હયાત] : જૈન સાધુ. ૭ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’ (ર.ઈ.૧૭૩૨)ના કર્તા. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’માં ભાવસાગરશિષ્ય વિનીતસાગરનો નિર્દેશ મળે છે, તે આ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકતું નથી.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. મુપુગૂહસૂચી. [પા.માં.]
વિબુધવિજય-૧ [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં કવિ વીરવિજયના શિષ્ય. વૃદ્ધિવિજયના ગુરુભાઈ.૬૬૮ કડીના ‘મંગલકલશ-રાસ’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, વૈશાખ-બીજ, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [પા.માં.]
વિબુધવિજય(પંડિત)-૨ [ઈ.૧૭૨૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. વિજયક્ષમાસૂરિ (જ.ઈ.૧૬૭૬-અ.વ.ઈ.૧૭૨૯)ના સમકાલીન. ‘સુરસુંદરી-રાસ’ (ર.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, મુનીસર માસ સુદ-, સોમવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]
વિબુધવિમલ(સૂરિ)/લક્ષ્મીવિમલ(વાચક) [ઈ.૧૭૨૪માં હયાત-અવ. ઈ.૧૭૫૮/સં. ૧૮૧૪, માગશર વદ ૩] : તપગચ્છની વિમલશાળાના જૈન સાધુ. જ્ઞાનવિમલસૂરિની પરંપરામાં કીર્તિવિમલના શિષ્ય. સીતાપુરના વતની. જ્ઞાતિએ પોરવાડ. પિતા ગોકલ મહેતા. માતા રેઇઆ. પૂર્વાશ્રમનું નામ લખમીચંદ. દીક્ષાનામ લક્ષ્મીવિમલ. સૂરિપદ ઈ.૧૭૪૨માં. અવસાન ઔરંગાબાદમાં. તેમની કેટલીક કૃતિઓ ‘લક્ષ્મીવિમલ’ એવી નામછાપથી પણ પ્રાપ્ત થાય છે. ‘૨૦ વિહરમાન જિનસ્તવન/વીસી’ (ર.ઈ.૧૭૨૪/સં. ૧૭૮૦, આસો સુદ ૧૦, ગુરુવાર; મુ.), સ્વરચિત સંસ્કૃત ‘સમ્યકત્વપરીક્ષા’ નામની દીર્ઘ પદ્યકૃતિ પર બાલાવબોધ (ર.ઈ.૧૭૫૭/સં. ૧૮૧૩, જેઠ-) અને ‘ચોવીસી’ (મુ.)ના કર્તા.
૬ કડીની ગૌતમસ્વામીની, ૫ કડીની જ્ઞાનવિમલસૂરિની, ૧૧ કડીની મહાવીરસ્વામીની, ૫ કડીની મુનિ સુવ્રતસ્વામીની, ૯ કડીની વિજયસેનની, ૭ કડીની મુનિ સુવ્રતસ્વામીની, ૯ કડીની વિજયસેનની, ૭ કડીની સામાન્યની અને ૯ કડીની સ્થૂલભદ્રસૂરિની - આ બધી ગહૂંલીઓ(મુ.) પણ આ જ વિબુધવિમલની હોવાની શક્યતા છે.
આ ઉપરાંત ‘વિબુધવિમલ’ના નામે પ્રાપ્ત થતી ‘છપ્પન દિક્કુમારી આદિ સ્વરૂપગર્ભિત મહાવીર જિનજન્મકલ્યાણક-સ્તવન’, ૯ કડીનું ‘તારંગાજીનું સ્તવન’(મુ.), ૮ કડીનું ‘પજુસણનું સ્તવન’ (મુ.), ૧૫ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન’(મુ.) અને ૫ કડીની ‘વિનયની સઝાય’ (મુ.) કૃતિઓ પણ આ વિબુધવિમલની જ હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ઐરાસંગ્રહ : ૩(+સં.); ૩. ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ ઝ. સંઘવી, ૧૯૭૨; ૪. ગહૂંલીસંગ્રહનામ ગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઇ. ૧૯૦૧; ૫. જૈઐકાસંચય (+સં.); ૬. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૭. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૮. શોભનસ્તવનાવલી, પ્ર. શા. ડાહ્યાભાઈ ફત્તેહચંદ તથા શા. મોતીલાલ મહાસુખભાઈ, ઈ.૧૮૯૭; ૯. સસન્મિત્ર(ઝ).
સંદર્ભ : ૧. જૈસઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧, ૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
વિબુધવિમલશિષ્ય [ઈ.૧૫૧૪ની આસપાસ] : તપગચ્છના જૈન સાધુ. ૧૧૨ કડીની દુહા-ચોપાઈના બંધમાં રચાયેલી ‘તપગચ્છ પટ્ટાનુક્રમ ગુર્વાવલી-છંદ’ (ર.ઈ.૧૫૧૪ અનુ; મુ.) અને ૮ કડીની ‘પર્યુષણપર્વનું સ્તવન’(મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. જિનગુણ પદ્યાવળી, પ્ર. શાહ વેણીચંદ સુ. અને બીજા, ઈ.૧૯૨૫ (બીજી આ.); ૨. પસમુચ્ચય:૨.[કી.જો.]
વિમલ : નામે ૧૬ કડીની ‘ઋષિ-સઝાય’, ૮ કડીની ‘ચંદનબાલા-સઝાય’ (મુ.) તથા ૬ કડીની ‘નમસ્કાર-સઝાય’ એ જૈનકૃતિઓ મળે છે તથા ‘માતાજીનો ગરબો’ (લે.ઈ.૧૮૬૪) એ જૈનેતરકૃતિ મળે છે. એમના કર્તા કયા વિમલ છે તે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : સજઝાયમાલા(પં.).
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
વિમલ-૧ [ઈ.૧૫૫૪માં હયાત] : જૈન સાધુ. ‘મિત્રચાડ-રાસ’ (ર.ઈ.૧૫૫૪/સં. ૧૬૧૦, આસો સુદ ૧૦)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
વિમલ-૨ [ઈ.૧૫૬૦માં હયાત] : ‘હરિરસ’ (ર.ઈ.૧૫૬૦)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો.[શ્ર.ત્રિ.]
વિમલ-૩ [ઈ.૧૬૦૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના શિષ્ય. ૧૨ કડીની ‘નવપદમહિમાની સઝાય/શ્રીપાલની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. સજઝાયામાળા(પં.). [કી.જો.]
વિમલકીર્તિ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુકીર્તિની પરંપરામાં વિમલતિલક-સાધુસુંદરના શિષ્ય. અભયદાનના વિષયને કેન્દ્રમાં રાખીને રચેલી ‘યશોધરચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, આસો સુદ ૧૦), ‘ચંદ્રદૂતકાવ્યો’ (ર.ઈ.૧૬૨૫), ‘પ્રતિક્રમણવિધિ-સ્તવન’ (ર.ઈ.૧૬૩૪/સં. ૧૬૯૦, આસો વદ ૩૦) ‘જયતિહુઅણ-બાલાવબોધ’, ‘જીવવિચાર-બાલાવબોધ’, ‘વિચારષટત્રિંશિકા(દંડક)-બાલાવબોધ/દંડક-બાલાવબોધ’, ‘નવતત્ત્વ-બાલાવબોધ’, ‘પદવ્યવસ્થા’, ૧૩ કડીના ‘મહાવીરના ચંદ્રાવલા’, ‘ષષ્ટિશતક બલાવબોધ’ના કર્તા.
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ૨. જૈગૂકવિઓ : ૩(૧, ૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
વિમલકીર્તિ(પંડિત)-૨ [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘ઉપદેશમાલાપ્રકરણ’ પરના ટબાના કર્તા.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’ અગરચંદ નાહટા; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
વિમલચારિત્ર : તપગચ્છના જૈન સાધુ. ૫ કડીના ‘પાર્શ્વજિનસ્તવન’ના કર્તા. આ કર્તા કયા વિમલચારિત્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : મુપુગૂહસીચી. [કી.જો.]
વિમલચારિત્ર-૧ [ઈ.૧૫૪૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સંઘચારિત્રના શિષ્ય. ૪૦૦ ગ્રંથાગ્રના ‘નવકાર-ચોપાઈ/નવકાર-રાસ/રાજસિંહ-રાસ’ (ર.ઈ.૧૫૪૮/સં. ૧૬૦૫, શ્રાવણ સુદ ૧, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]
વિમલચારિત્ર(ગણિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : નાગોરી વડતપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વાચક રત્નચારિત્રના શિષ્ય. ‘અંજનાસુંદરી-ચારિત્ર/રાસ’ (ર.ઈ.૧૬૦૬/સં. ૧૬૬૩, માગશર સુદ ૨, ગુરુવાર; મુ.) અને ઐતિહાસિક ‘રાયચંદ્રસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૧૯)ના કર્તા.
કૃતિ : *ભ્રાતૃચંદ્રસૂરિ ગ્રંથમાલા-.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]
વિમળદીપ : જુઓ દીપવિમળ.
વિમલધર્મશિષ્ય [ઈ.૧૪૬૪માં હયાત] : જૈન સાધુ. ૧૪ કડીની ‘મહાવીર-વિનતિ’ (ર.ઈ.૧૪૬૪/સં. ૧૫૨૦, જેઠ સુદ ૧૦) તથા ૧૮ કડીની ‘જીરાઉલી પાર્શ્વનાથ-વિનતિ’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
‘વિમલપ્રબંધ/રાસ’ [ર.ઈ.૧૫૧૨/સં. ૧૫૬૮, આસો સુદ-, રવિવાર] : તપગચ્છના જૈન સાધુ અને સમયરત્નશિષ્ય લાવણ્યસમયની ૯ ખંડ ને ૧૩૫૬ કડીની ચોપાઈ, દુહા, વસ્તુ, પવાડુ જેવા છંદો અને વિવિધ દેશીઓના ઢાળમાં નિબદ્ધ ચૌલુક્ય રાજા ભીમદેવ પહેલાના સમયમાં થઈ ગયેલા વિમલ મંત્રીના સુકૃત્યોને આલેખી એમના ધર્મવીર તરીકેના ચરિત્રને વિશેષ રૂપે ઉપસાવતી કૃતિ(મુ.) પ્રબંધ, રાસ અને ચરિત્ર ત્રણેનાં સ્વરૂપગત લક્ષણો ઓછેવત્તે અંશે પ્રગટ કરતી આ રચના વિમલ મંત્રીના જીવનની ઘટનાઓ અને એમના પરાક્રમપ્રસંગોને કેટલાક ઐતિહાસિક આધારોનું સમર્થન મળે એ રીતે નિરૂપતી હોઈ મુખ્યતયા ‘કાન્હડદેપ્રબંધ’ પછીની આ પ્રકારની સૌથી વિશેષ નોંધપાત્ર રચના બની રહે છે. જો કે અહીં દંતકથાઓ પર ઠીકઠીક આધાર રખાયો હોવાને લીધે અને સામાજિક ધાર્મિક પ્રસંગોનું નિરૂપણ વિશેષ થયું હોવાને લીધે વિમલ મંત્રીની પ્રશસ્તિ અને જૈન ધર્મના પ્રભાવનું ગાન કરવાનો કવિનો ઉદ્દેશ ઉપર તરી આવે છે.
પ્રારંભના ૨ ખંડોમાં શ્રીમાલનગર અને શ્રીમાલવંશની સ્થાપના, ઓસવાળો અને પ્રાગ્વાટો, અઢાર વર્ણની વ્યવસ્થા, ૬ દર્શન, ૯૬ પ્રકારનાં પાખંડ વગેરેનો પરિચય આપી ત્રીજા ખંડમાં વીર નામે શ્રેષ્ઠીને ત્યાં વીરમતીની કુખે વિમલના જન્મની વાત કવિ કહે છે. પાટણના શ્રીદત્ત શ્રેષ્ઠીની પુત્રી શ્રી સાથે વિમલનું લગ્ન, વિમલ વિરુદ્ધની કાનભંભેરણીથી ભોળવાઈને રાજા ભીમે એની હત્યા કરવા માટે કરેલા પ્રયત્ન, યુદ્ધોમાં વિમલે મેળવેલા વિજય, ભીમને હાથે જ પાછળથી વિમલનું થતું સંમાન, ગુરુએ આબુ પર્વત પર જૈન મંદિર બંધાવવા વિમલને આપેલો આદેશ-એ બધા પ્રસંગો બાકીના ખંડોમાં આલેખાયા છે. એમાં અંબા પાસે પુત્રપ્રાપ્તિને બદલે તીર્થરચનાનું વરદાન માગવાનો પ્રસંગ વિમલના ધર્મવીરચરિત્રને સૂચક રીતે ઉપસાવે છે.
કળિયુગનું વર્ણન, રોમનગરના સુલતાનની બેગમોનું ખડી બોલીમાં ટીખળ, ઓજસ્વી શૈલીવાળું યુદ્ધવર્ણન, વિજય પછીનો વિમલનો અલંકૃત શૈલીમાં વર્ણવાયેલો સત્કાર તથા સ્ત્રીપુરુષનાં સામુદ્રિક લક્ષણો, રાગરાગિણીઓ, સ્ત્રીપુરુષની કલાઓ, શુકન-અપશુકનની માન્યતાઓ વગેરેનાં વીગતસભર ચિત્રણો-આવા કેટલાક અંશો આ કૃતિને કવિની અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ધ્યાનાર્હ કૃતિ બનાવે છે.[કા.શા.]
વિમલપ્રભ(સૂરિ)શિષ્ય [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છની પિપ્પલશાખાના જૈન સાધુ. ૨૯૪ કડીની ‘વલકલચીરી-રાસ’ (ર.ઈ.૧૫૯૧) તથા ‘થાવચ્ચાકુમાર-ભાસ’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, કારતક સુદ ૮) એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ-મે ૧૯૪૮-‘થિરાપદ્રગચ્છીય ભંડારોંમેં ઉપલબ્ધ વિવાહલો, સંધિ, ભાસ, ધવલસંન્નક સાહિત્ય’, વિજયયતીન્દ્રસૂરિજી; ૨. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]
વિમલરત્ન [ઈ.૧૬૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વિમલકીર્તિની પરંપરામાં વિજયકીર્તિના શિષ્ય. ‘વીરચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૪૬/સં. ૧૭૦૨, પોષ સુદ ૧૦), ૯ કડીના ‘જિનરત્નસૂરિનિર્વાણ-ગીત’(મુ.) અને ૮ કડીના ‘વિમલકીર્તિગુરુ-ગીત’(મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંચય (+સં.).
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
વિમલરંગ(મુનિ)શિષ્ય [ઈ.૧૫૭૨માં હયાત] : જૈન સાધુ. ૧૪૧ કડીના, વિવિધ રાગ તથા દેશીઓનો નિર્દેશ કરતા અને જિનચંદ્રસૂરિનો મહિમા ગાતા ઐતિહાસિક કથાવસ્તુવાળા ‘અકબરપ્રતિબોધ-રાસ/શ્રી યુગપ્રધાન જિનચંદ્રસૂરીશ્વર-રાસ’ (ર.ઈ.૧૫૭૨/સં. ૧૬૨૮, જેઠ વદ ૧૩-; મુ.)ના કર્તા.
કૃતિ : રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા, સં. ૨૦૧૬ (+સં.). [કી.જો.]
વિમલવિજય-૧ [ઈ.૧૬૯૩ પછી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયપ્રભ (ઈ.૧૬૨૧-૧૬૯૩)ના શિષ્ય તરીકે તેઓ નોંધાયા છે, પરંતુ વિજયપ્રભના સીધા શિષ્ય તેઓ હોય એવી સંભાવના ઓછી છે, એટલે તેઓ ઈ.૧૬૯૩ પછી થયા હોવાનું કહી શકાય. તેઓ વિમલવિજય-૨ પણ કદાચ હોઈ શકે. ૫૫ કડીનું ‘અષ્ટાપદ સમેતશિખર-સ્તવન’ (લે. સં. ૧૮મું શતક અનુ.) તથા ૪ ઢાલ અને ૩૭/૩૮ કડીની ‘વિજયપ્રભસૂરિ-નિર્વાણ’ (મુ.)ના કર્તા.
કૃતિ : જૈઐકાસંચય.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [કી.જો.]
વિમલવિજય-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિમલહર્ષના શિષ્ય. ૪૨ કડીના ’.નેમિનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મું શતક અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
વિમલવિનય [ઈ.૧૫૯૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણશેખરની પરંપરામાં નયરંગના શિષ્ય. ૭૨ કડીના ‘અનાથીસંધિ’ (ર.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, ફાગણ સુદ ૩), ૪ ઢાલ અને ૬૬ કડીના ‘અરહન્નક-રાસ’ તથા કેટલાંક સ્તવનોના કર્તા.
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય; ૨. યુજિનચંદ્રસૂરિ; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [કી.જો.]
વિમલ(વાચક)શિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૧૨ કડીના ‘(નાડુલાઇમંડન) નેમિનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
વિમલહર્ષ : આ નામે ૫ કડીનું ‘સીમંધરજિન-ગીત’ (લે. ઈ.૧૫૩૮) અને ‘શત્રુંજય-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી) મળે છે. તેમના કર્તા કયા વિમલહર્ષ છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૨. [કી.જો.]
‘વિરાટપર્વ’-૧ [ર.ઈ.૧૫૪૫/સં. માગશર સુદ ૧૦, સોમવાર] : વીકાસૂત નાકરરચિત, ૧૫ રાગનો વિનિયોગ થયાનું જણાવતી ૬૫ કડવાંની આ આખ્યાનકૃતિ(મુ.) એમાં વ્યક્ત થતી કવિની પ્રૌઢિ ને પકવતાને કારણે સવિશેષ નોંધપાત્ર બને છે.
પૂર્વકથાને વણી લેવાની પોતાની લાક્ષણિક પદ્ધતિને અનુસરી કવિ અહીં પહેલાં ૨૧ કડવાંમાં મહાભારતના આદિપર્વ, સભાપર્વ અને આરણ્યકપર્વનું વૃત્તાંત સંક્ષેપમાં વર્ણવે છે અને બાકીનાં કડવાંઓમાં વિરાટપર્વના વૃત્તાન્તનું વર્ણન કરે છે. ક્વચિત્ પ્રસંગોનો ક્રમફેર થાય છે ને ઘણી વાર પ્રસંગનું વીગતફેર કે વિસ્તારથી વર્ણન થાય છે, તે સિવાય સામાન્ય રીતે મૂળ મહાભારતકથાનું અહીં અનુસરણ થયું છે. જીમૂતપ્રસંગમાં કવિ પાંડવોની શોધનું પ્રયોજન જોડે છે ને કીચકપ્રસંગને ઉપકારક રીતે એની કેટલીક વીગતો રચે છે એમાં કવિની કથાનિર્માણની શક્તિ દેખાય છે. પાંડવો વિરાટનગરમાં પ્રવેશે છે તે વેળા ગોપાલકોનો પ્રસંગ કવિ યોજે છે, તેમાં ગ્રીક નાટકના કૉરસના જેવું રચનાવિધાન નીપજી આવ્યું છે.
એ સિવાય પ્રસંગનિરૂપણોમાં જે નવી રેખાઓ છે તે માનવસ્વભાવના ચિત્રણ કે રસપ્રદતાના ધોરણથી આવેલી છે. જેમ કે, કવિ દ્રૌપદીને કીચકને જોવાની ઉત્કંઠા બતાવતી વર્ણવે છે એમાં સામાન્ય સ્ત્રીસ્વભાવનો પ્રક્ષેપ થયો છે. માનવભાવનો આવો પ્રક્ષેપ કેટલીક વાર સમુચિત ને રસાત્મક હોય છે તો કોઈ વાર પૌરાણિક પાત્રના ગૌરવને ખંડિત કરનારો પણ બને છે. યુધિષ્ઠિર પોતાના ભાઈઓ અને દ્રૌપદી વિશે ચિંતા કરે એમાં એમના હૃદયની ઉષ્મા પ્રગટ થાય છે, પરંતુ બૃહદશ્વ ઋષિ પાસે એ ભાઈઓ વિશે ફરિયાદ કરે એ એમના પાત્રને શોભાસ્પદ બનતું નથી. પરંતુ માનવભાવોના આવા આલેખનની વારંવાર તક લઈને નાકરે મહાભારતકથાને વધારે લોકભોગ્ય બનાવી છે. લોકભોગ્યતાના થોડા પુટ સાથે પાત્રોનાં સ્વભાવલક્ષણો મૂર્ત કરવાની સારી ફાવટ એમણે બતાવી છે.
પ્રસંગોચિત રીતે અહીં વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત, કરુણ, અને શૃંગારનું નિરૂપણ થયું છે. શૃંગાર બહુધા કરુણનું અંગ બનીને આવે છે. પણ કવિએ વિનોદની લહરીઓ અવારનવાર ફરકાવી છે એ વધારે તાજગીભર્યું લાગે છે. કીચક-વધના કરુણ-રુદ્ર પ્રસંગને પણ એ વિનોદી વળાંક આપે છે. વર્ણનોમાં અલંકારવિનિયોજનની અને ઝડઝમકભરી પદાવલિની કવિની શક્તિ દેખાઈ આવે છે. જીમૂત-ભીમ એ કીચક-ભીમનાં દ્વન્દ્વયુદ્ધો શબ્દના સબળ ટંકારવથી આલેખાયેલાં છે, તો દ્રૌપદીનું સૌન્દર્યવર્ણન અલંકારછટાથી ને સમુચિત વર્ણવિન્યાસથી ઓપતું છે.
સવૈયા-હરિગીતની વિવિધ દેશીઓ પ્રયોજતા નાકરે ડિંગળ જેવી ઓજસભરી પદાવલિમાં ચારણી છંદોરચના કરી છે, ને કવચિત્ પદપદ્ધતિના કડવાં પણ આપ્યાં છે.
કૃતિના રચનાસમયના નિર્દેશમાં પાઠાંતરો પ્રાપ્ત થાય
છે, પરંતુ ઉપર નિર્દિષ્ટ રચનાસમય અધિકૃત જણાય છે.[ચિ.ત્રિ.]
‘વિરાટપર્વ’-૨[ઈ.૧૪૨૨ પહેલાં] : દક્ષિણગોગ્રહ અને ઉત્તરગોગ્રહ એમ બે ખંડમાં વહેંચાયેલી ૧૮૩ કડીની જૈન કવિ શાલિસૂરિકૃત આ રચનાને (મુ.) કવિએ ‘કવિત’ સંજ્ઞાથી ઓળખાવી છે. જૈન કવિની હોવા છતાં જૈન મહાભારતની નહીં પરંતુ વ્યાસરચિત મહાભારતની કથાપરંપરાને અનુસરવાનું વલણ, કૃતિના પ્રારંભમાં સરસ્વતીની વંદના તથા માત્રામેળને બદલે સ્વાગતા-રથોદ્ધતા-વસંતતિલકા-માલિની જેવા અક્ષરમેળ છંદોનો ઉપયોગ આ કૃતિની જુદી તરી આવતી લાક્ષણિકતાઓ છે. કવિએ કાવ્યમાં રચનાસાલ આપી નથી, પરંતુ માણિક્યસુંદરના ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ (ર.ઈ.૧૪૨૨)માં આ કાવ્યમાંથી ૨ કડીની એકએક પંક્તિ ઉદ્ધૃત કરવામાં આવી છે, એટલે આ કૃતિની રચના તે પૂર્વે થઈ હોવાનું કહી શકાય. કૃતિના ભાષાસ્વરૂપ પરથી તે ઈ.૧૫મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન પણ થયું છે.
મહાભારતના ‘વિરાટપર્વ’ના મુખ્ય કથાતંતુ કવિએ અહીં જાળવ્યા છે, અને અન્ય ગૌણ પ્રસંગો ને વીગત ટાળ્યાં છે. એટલે પહેલાં ખંડમાં દ્રૌપદીથી આકર્ષાયેલા કીચકનો અને પછી તેના ભાઈઓનો ભીમ વધ કરે છે એ તથા સુશર્મા અને વિરાટ રાજા વચ્ચે થયેલા યુદ્ધની કથાના પ્રસંગો આલેખાયા છે. બીજા ખંડમાં વિરાટપુત્ર ઉત્તરે અર્જુનની સહાયથી કૌરવો પર મેળવેલા વિજ્યની કથા છે. સમગ્ર આલેખનમાંથી પાંડવોના વીરત્વને ઉપસાવવાનો કવિનો ઉપક્રમ ઊપસી આવે છે. શબ્દ અને અર્થના અલંકારોનો આશ્રય લઈ યુદ્ધનાં ને અન્ય વર્ણનો તાદૃશ કરવાનો કવિએ પ્રયત્ન કર્યો છે તેમાં પરંપરાને અનુસરવાનું વલણ પ્રબળ છે. પરંતુ પ્રસંગનિરૂપણમાં અનેક જગ્યાએ વક્તવ્યને ધારદાર બનાવવા કવિએ વણી લીધેલી લોકોક્તિઓ કવિની શૈલીની ધ્યાનપાત્ર લાક્ષણિકતા છે. જેમ કે, દ્રૌપદી પ્રત્યે આકર્ષાયેલા કીચકને ચેતવણી આપતાં સુદેષ્ણા કહે છે, “કિમઇ ન જાણિઉં ફલ નૈવ ખાજઈ અણજાણતું અંધ ઉબાડિ દાઝઈ.” [ભા.વૈ.]
વિલ્હણ : જુઓ બિલ્હ.
વિલ્લ [ ] : અપભ્રંશની અસર ધરાવતા સુભાષિતોના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
વિવેક : આ નામે ૧૫ કડીનું ‘મહાવીરજીનું સ્તોત્ર’ (લે.ઈ.૧૮૫૪) મળે છે. તેના કર્તા કયા વિવેક છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
વિવેકચંદ્ર : આ નામે ૧૧ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ મળે છે. તેના કર્તા કયા વિવેકચંદ્ર છે તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
વિવેકચંદ્ર-૧ [ઈ.૧૬૪૧માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં ગુણચંદ્રગણિના શિષ્ય. ૧૯ ઢાળ અને ૪૩૬ કડીના સુરપાળનો રાસ’ (ર.ઈ.૧૬૪૧/સં.૧૬૯૭, પોષ સુદ ૧૫)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [શ્ર.ત્રિ.]
વિવેકચંદ્ર-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવની પરંપરામાં વાચક ભાનુચંદ્રના શિષ્ય. દીક્ષા પહેલાં સગાભાઈ અને દીક્ષા પછી દેવચંદ્ર (અવ.ઈ.૧૬૪૦)ના ગુરુભાઈ.
‘દેવચંદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૪૦ પછી), ૨૫/૨૭ કડીનો ‘જીવદયાનો છંદ/શિખામણનો સલોકો’(મુ.) અને ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા.
કૃતિ : પ્રાછંદસંગ્રહ.
સંદર્ભ : ૧. પસમુચ્ચય : ૨; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
વિવેકરત્ન [ઈ.૧૫૧૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાવણ્યરત્નના શિષ્ય. ૬૪૬ કડીના ‘યશોધર-ચરિત્ર/રાસ’ (ર.ઈ.૧૫૧૭)ના કર્તા.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
વિવેકવર્ધન [ ] : જૈન. ૩૬ કડીના ‘આદિદેવ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિવેકવિજ્ય : આ નામે ૪ કડીનું ‘મગસીપાર્શ્વનાથ-સ્તવન’ અને ૯ કડીનું ‘મહાવીરજિન-સ્તોત્ર’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે. તેમના કર્તા કયા વિવેકવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
વિવેકવિજ્ય-૧ [ઈ.૧૬૨૧માં હયાત] : જૈન સાધુ. જ્ઞાનવિજ્યના શિષ્ય. ‘શાલિભદ્રધન્નાનો રાસ’ (ર.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, ચૈત્ર સુદ ૬)ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા.
વિવેકવિજ્ય-૨ [ઈ.૧૬૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વીરવિજ્યના શિષ્ય. ૪ ખંડ અને ૩૫ ઢાલના ‘મૃગાંકલેખા-રાસ’ (ર.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા; ૪. જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]
વિવેકવિજ્ય-૩ [ઈ.૧૭૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં ચતુરવિજ્યના શિષ્ય. ‘રિપુમર્દન-રાસ’ અને ‘અર્બુદાચલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૮/સં. ૧૭૬૪, જેઠ વદ ૫)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨). [શ્ર.ત્રિ.]
વિવેકવિજ્ય-૪ [ઈ.૧૮૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં ડુંગરવિજ્યના શિષ્ય. ૧૧ ઢાલના ‘નવતત્ત્વનું સ્તવન’ (ર.ઈ.૧૮૧૬/સં.૧૮૭૨, આસો સુદ ૧૦, ગુરુવાર; મુ.)ના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર’માં વિવેકસુંદરને નામે નોંધાયેલી ‘નવતત્ત્વવિચારગર્ભિત-આદિજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૧૬) કૃતિ અને પ્રસ્તુત રચના એક હોવા સંભવ છે.
કૃતિ : ૧. કસસ્તવન : ૨. ચૈસ્તસંગ્રહ : ૩.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિવેકસિદ્ધિ [ ] : સંભવત: ખરતરગચ્છનાં જૈન સાધ્વી. ૧૧ કડીના ‘વિમલસિદ્ધિગુરુણી-ગતી’(મુ.)નાં કર્તા. ગીતમાં ઉલ્લેખાયેલા લલિતકીર્તિ અને ઈ.૧૬૨૩માં હયાત લલિતકીર્તિ જો એક હોય તો આ કવયિત્રીને ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ પછીના સમયમાં મૂકી શકાય.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [શ્ર.ત્રિ.]
વિવેકહર્ષ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલની પરંપરામાં હર્ષાનંદગણિના શિષ્ય. વિદ્વાન અને પ્રતાપી. ઈ.૧૬૧૧નો તેમનો પ્રતિમાલેખ મળે છે. તેમણે કચ્છના રાજા ભારમલ્લને (ઈ.૧૫૮૬-ઈ.૧૬૩૨) પ્રતિબોધ્યા હતા. ૧૦૧ કડીના ‘હીરવિજ્યસૂરિ(નિર્વાણ)-રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, ભાદરવા સુદ ૧૧, ગુરુવાર; મુ.), ૨૨ કડીની ‘હીરવિજ્યસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૫૯૬; મુ.), ૨૪ કડીના ‘ઋષભ નેમિનાથ-સ્તવન’, ‘ક્ષુધા-પિપાસા-શીત-ઊષ્ણની સઝાય’ અને ૭ પ્રકરણના ‘પરબ્રહ્મ-પ્રકાશ’ના કર્તા.
કૃતિ : ૧. જૈઐકાસંચય; ૨. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘હીરવિજ્યસૂરિ(નિર્વાણ) રાસ’, સં. મો. દ. દેશાઈ (+સં.).
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વિવેકહર્ષ(પંડિત)-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. કલ્યાણસુંદરના શિષ્ય. ૨૯ કડીની ‘તપગચ્છ-ગુર્વાવલી-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’ એ આ જ કૃતિ ભૂલથી વિનયસુંદરકૃત ૨૨ કડીની ‘હીરવિજ્યસૂરિ-સ્વાયાય’ને નામે પણ નોંધી છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
વિવેકહંસ(ઉપાધ્યાય) [ઈ.૧૫૫૪ સુધીમાં] : ‘ઉપાસક દશાંગ-બાલાવ બોધ’ (લે.ઈ.૧૫૫૪)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
વિશાલરાજ : જુઓ સુધાભૂષણશિષ્ય.
વિશાલસાગર [ ] : જૈન સાધુ. કલ્યાણસાગરના શિષ્ય. ૭ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા.
કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ-૧, પ્ર. ખીમજી ભીમસિંહ માણક, ઈ.૧૮૯૧. [શ્ર.ત્રિ.]
વિશાલસુંદરશિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૭ કડીની ‘ગૈતમ-ભાસ’, ૭ કડીની ‘નાગૌર-ચૈત્યપરિપાટી’ (મુ.), ૧૩ કડીનું ‘બંભણવાડા મહાવીર-સ્તોત્ર’(મુ.), ૬૪ કડીનું ‘સપ્તતિશતજિનનામગ્રહ-સ્તોત્ર/સત્તરિસયજિન-સ્તવન’ (લે.સં. ૧૭મી સદી) તથા ૧૩ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’ (મુ.) એ કૃતિઓના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર’-એ ‘સત્તરિસયજિન-સ્તવન’ વિશાલસુંદરને નામે નોંધી છે, પણ એ ભૂલ છે.
કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૪૩-‘શ્રી વિશાલસુંદરશિષ્ય વિરચિત ‘શ્રી બંભણવાડા મહાવીર-સ્તોત્ર’, સં. જયંતવિજ્યજી; ૩. એજન, જાન્યુ. ૧૯૪૭-‘નાગોર ચૈત્યપરિપાટી’, સં. અગરચંદ નાહટા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
વિશાલસોમશિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૧૫ કડીની ‘મૌન એકાદશી-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : મોસસંગ્રહ. [કી.જો.]
વિશુદ્ધવિમલ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. વીરવિમલના શિષ્ય. ૫ ઢાળ અને ૪૨ કડીના ‘મૌન એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૭૨૪/૨૫; મુ.), ‘વીસ વિહરમાનજિન-સ્તવન/વીસી’ (ર.ઈ.૧૭૪૮/સં.૧૮૦૦, માગશર સુદ ૨, ગુરુવાર; મુ.), ૧૫ કડીની ‘આત્મહિતશિક્ષા/ચેતનને શિખામણ/જીવને ઉપદેશની સઝાય’(મુ.), ૧૪ કડીની ‘આત્મશિખામણ/વાણિયાની સઝાય’(મુ.), અગિયાર ગણધર, વૈરાગ્ય, સમકિત વગેરે પર સઝાયો (કેટલીક મુ.), પાર્શ્વનાથ, જિનપૂજાવિધિ વગેરે વિશે સ્તવનો-સ્તુતિઓ (કેટલાંક મુ.) વગેરે કૃતિઓની રચના તેમણે કરી છે.
કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહ, સં. સંઘવી શિવલાલ ઝ. સં. ૧૯૭૨; ૨. ચોવીસ્તસંગ્રહ; ૩. જૈસસંગ્રહ(જૈ); ૪. જૈસસંગ્રહ(ન); ૫. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; મોસસંગ્રહ; ૭. વીશીયો તથા વિવિધ પ્રકારની પૂજાઓ, પ્ર. માસ્તર ઉમેદચંદ, ઈ.૧૯૨૫; ૮. સજઝાયમાલા (શ્રા) : ૧.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. ડિકૅટલૉગબીજે; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[પા.માં.]
વિશુદ્ધાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. તેમની ‘વેદસ્તુતિ’માં ‘દશમસ્કંધ’ના ૮૯મા અધ્યાયનું ગદ્યમાં ભાષાંતર છે.
સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૫-‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી. [શ્ર.ત્રિ.]
વિશ્વનાથ : આ નામે ૪૩/૫૩ કડીનો ‘અંબાનો ગરબો’(મુ.), ૧૭ કડીનો ‘શારદા માતાનો ગરબો’(મુ.), ૪૧ કડીનો ‘ભસ્મકંકણનો ગરબો’ (મુ.) એ ગરબાઓ તથા જ્ઞાનવૈરાગ્યનું ૮ કડીનું ભજન(મુ.) મળે છે. તેમના કર્તા કયા વિશ્વનાથ છે તે સ્પષ્ટ રીતે કહી શકાય એમ નથી. માતાના ગરબાના રચયિતા વિશ્વનાથ કદાચ એક જ કવિ હોઈ શકે.
કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૩. બૃહત સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમ ગી. શાહ, ઈ.૧૯૫૦; ૪. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે.[કા.શા.]
વિશ્વનાથ-૧ [ઈ.૧૬૫૨માં હયાત] : આખ્યાનકાર અને પદકવિ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. અવટંક જાની. ‘મોસાળા-ચરિત્ર’ની રચના તેમણે પાટણમાં કરી છે અને એમનાં બીજાં ૨ કાવ્યોની હસ્તપ્રત પણ પાટણમાંથી મળી છે, એટલે તેઓ પાટણ કે પાટણની આસપાસના કોઈ ગામના વતની હોય એવી સંભાવના છે. એમનાં કાવ્યોમાં અનુભવાતાં ઉત્કટ ગોપીભાવ અને કૃષ્ણપ્રીતિને કારણે તથા ૬ કડીનું ‘શ્રીનાથજીનું ધોળ’ (લે.ઈ.૧૭૪૪; મુ.) જો એમની રચના હોય તો તેઓ પુષ્ટિમાર્ગીય કવિ હોવાની પણ શક્યતા છે.
ભાલણ પછી પોતાની ભાષાને ‘ગુજર ભાષા’ તરીકે ઉલ્લેખનાર વિશ્વનાથ જાની પ્રેમલક્ષણા ભક્તિની ધારાના મહત્ત્વના કવિ છે.
વિવિધ રાગના નિર્દેશવાળું ૨૩ કડવાંનું ‘સગાળ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૫૨; મુ.) અન્નદાનનો મહિમા સમજાવવાના હેતુથી રચાયેલું સાધારણ કોટિનું આખ્યાન છે, તો પણ કુંવર ચેલૈયાને ખાંડતી માતાના વાત્સલ્યપૂર્ણ ઉદ્ગારોમાં કવિની ભાવનિરૂપણની શક્તિનો અનુભવ થાય છે. એને મુકાબલે ભક્તની અચળ ઈશ્વરશ્રદ્ધા ને ભક્તિનો મહિમા કરતું નરસિંહજીવનના મામેરાના પ્રસંગને વિષય બનાવી રચાયેલું ૧૮/૨૧ કડવાંનું ‘મોસાળાચરિત્ર’(ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, ચૈત્ર વદ ૧૩, શનિવાર; મુ.) વધારે ધ્યાનાર્હ કૃતિ છે. એમાં જોવા મળતાં પ્રસંગબીજ પોતાના ‘કુંવરબાઈનું મામેરું’માં પ્રેમાનંદે વધારે રસાવહ બનાવી ખીલવ્યાં છે એ રીતે પ્રેમાનંદની પુરોગામી કૃતિ તરીકે એનું મૂલ્ય છે, પરંતુ એ સિવાય કથા-વિકાસ, ચરિત્રચિત્રણ કે પ્રસંગનિરૂપણની દૃષ્ટિએ આ વિષયની અન્ય કૃતિઓ કરતાં એ વધારે કાવ્યગુણવાળી છે.
કવિની પદબદ્ધ કૃતિઓમાં ૪૦ પદો અને આશરે ૩૭૫ કડીની ‘ચતુર-ચાલીસી’(મુ.) જયદેવના ‘ગીતગોવિન્દ’ના વિષયને અનુસરતી શૃંગારપ્રધાન રચના છે. પ્રસંગલેખન કરતાં ભાવનિરૂપણ તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતી, સંવાદનો વિશેષ આશ્રય લેવાને કારણે નાટ્યાત્મકતાનો અનુભવ કરાવતી આ કૃતિ એની સુશ્લિષ્ટતા, ભાવવૈવિધ્ય એ એમાંના સુરુચિપૂર્ણ સંયત શૃંગાર એ દરેક દૃષ્ટિએ પ્રેમલક્ષણાભક્તિની અસ્વાદ્ય રચના બની રહે છે.
પરંતુ કવિની ઉત્તમ કૃતિ તો ભાગવતના ઉદ્ધવસંદેશને વિષય બનાવીને રચાયેલી ૨૪ ગુજરાતી અને ૧ વ્રજ-હિંદી પદની ‘પ્રેમપચીસી’(મુ.) છે. અભિવ્યક્તિ કે ભાવનિરૂપણની દૃષ્ટિએ ઉદ્ધવસંદેશનાં અન્ય કાવ્યોથી આ કૃતિ જુદી પડી જાય છે. દેવકી, કૃષ્ણ, વસુદેવ, નંદ, જસોદા, ગોપી કે ઉદ્ધવની ઉક્તિ રૂપે સંવાદાત્મક રીતિથી ગૂંથાયેલાં આ પદોમાં ગોપીઓએ કૃષ્ણને આપેલા ઉપાલંભોમાં કે એમની વિરહવ્યાકુળતામાં શૃંગારભાવનું કેટલુંક નિરૂપણ છે, પરંતુ કૃતિમાં પ્રધાન રૂપે તો અનુભવાય છે કૃષ્ણ અને નંદજસોદાનો પરસ્પર માટેનો પ્રેમ. ભાવની નૂતનતા, મૂર્તતા, સૂક્ષ્મતા કે ઉત્કટતા ને ભાષાની પ્રસાદિકતાની દૃષ્ટિએ એ ગુજરાતીની મનોરમ કૃતિ છે.
કૃતિ : ૧. ચતુરચાલીસી, સં. મહેન્દ્ર અ. દવે, ઈ.૧૯૮૬(+સં.); ૨. પ્રેમપચીસી, સં. જિતેન્દ્ર દવે અને મહેન્દ્ર દવે, ઈ.૧૯૭૨ (+સં.); ૩. મોસાળા-ચરિત્ર, સં. મહેન્દ્ર અ. દવે, ઈ.૧૯૮૭(+સં.); ૪. ભ્રમરગીતા (+સં.); ૫. બૃકાદોહન : ૮ (+સં.); ૬. સગાળશા-આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૩૪ (+સં.); ૭. સગુકાવ્ય (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુલિટરેચર; ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુસામધ્ય; ૬. ગુસારસ્વતો; ૭. પ્રાકકૃતિઓ; ૮. સાહિત્યકાર પ્રેમાનંદ (પૂર્વાર્ધ), સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૬૭-‘મામેરું : વિશ્વાનાથ જાનીનું અને પ્રેમાનંદનું-એક તુલના’, મહેન્દ્ર
દવે; ૧૦. ગૂહાયાદી; ૧૧. ડિકૅટલૉગબીજે; ૧૨. ફાહનામાવલિ : ૨. [જ.કો.]
વિશ્વનાથ-૨ [ઈ.૧૬૭૬ કે ઈ.૧૭૦૬માં હયાત] : ૮ સર્ગના ગેયકાવ્ય ‘રસિકરાજ/રાધાકૃષ્ણવિનોદ’ (ર.ઈ.૧૬૭૬ કે ઈ.૧૭૦૬/સં. ૧૭૬૨, જેઠ સુદ ૨, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી.[કા.શા.]
વિશ્વનાથ-૩ [ ] : વિવિધ રાગની દેશીઓમાં રચાયેલી ૪ ખંડ ને ૩૯૯ કડી સુધી ખંડિત રૂપે મળતી ‘ગનીમની લડાઈનો પવાડો’(મુ.)ના કર્તા. આ કાવ્યમાં ગનીમ(મરાઠાઓ. દુશ્મન-લૂંટારા એ અર્થમાં વ્યાપક આ શબ્દ મુસલમાનકાળ દરમ્યાન પ્રજાજીવનમાં મરાઠાઓ માટે સાંકેતિક અર્થમાં વપરાતો હતો) અને ગુજરાતના મુસલમાન સરદારો વચ્ચે નર્મદાકિનારે આવેલા બાબાપ્યારા પાસે થયેલા યુદ્ધના પ્રસંગને એમાં આલેખવામાં આવ્યો છે. મરાઠાઓ અને મુસલમાની સૈન્ય વચ્ચે ઈ.૧૭૦૫/૦૬માં બાબાપ્યારા પાસે યુદ્ધ થયેલું એવા ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. આ કાવ્ય એ પ્રસંગને અનુલક્ષીને છે એટલે તેની રચના ત્યારપછી થઈ હશે.
કાવ્યત્વની દૃષ્ટિએ નહીં, પણ ઐતિહાસિક દૃષ્ટિએ આ કાવ્ય મહત્ત્વનું છે. મરાઠાઓની યુદ્ધરીતિ, હારેલા મુસલમાની સૈન્યના નાસભાગ કરતા સૈનિકોની હાલત ઇત્યાદિના આલેખનને લીધે એમાનું યુદ્ધવર્ણન વાસ્તવિક ને મધ્યકાલીન કવિતામાં થતાં પરંપરાનુસારી યુદ્ધવર્ણનો કરતાં જુદું પડે છે. યુદ્ધવર્ણન સિવાય મરાઠાઓએ ગુજરાતનાં શહેરો ને ગામોમાં ચલાવેલી લૂંટફાટ, એમના આગમનના સમાચારથી અમદાવાદની પ્રજામાં ફેલાયેલો આતંક એનું પણ કવિએ વીગતે આલેખન કર્યુ છે, જે કૃતિને વિશિષ્ટ ઐતિહાસિક મૂલ્યવાળી બનાવે છે. ચોથા ખંડમાં મરાઠાઓના સંતાપથી બચાવવા કવિ અંબા માતાને સહાય રૂપ થવા પ્રાર્થના કરે છે.
કૃતિ : કવિ વિશ્વનાથકૃત ગનીમની લડાઈનો પવાડો, સં. મંજુલાલ ર. મજમુદાર તથા ગણેશ કૃષ્ણ ગોખલે, ઈ.૧૯૬૫.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ફાત્રૈમાસિક, ઓક્ટો.-ડિસે. ૧૯૬૬-‘ગનીમનો પવાડો : કર્તૃત્વ’, મહેન્દ્ર અ. દવે; ૩. ગૂહાયાદી. [કા.શા.]
વિશ્વનાથ-૪ [ ] : વડનગરા નાગર બ્રહ્મણ. માંદા પડેલા કૃષ્ણને સાજો કરવા માટે જસોદા અને ગોપીઓ અંબામાતાને પ્રાર્થના કરે છે એનું નિરૂપણ કરતો ૫૩ કડીનો ‘ગરબો’(મુ.), ‘ઉમિયાનો ગરબો’ તથા ‘રંગીલા કાનુડાનો ગરબો’ એ કૃતિઓના કર્તા.
કૃતિ : શ્રીમદ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨. [કા.શા.]
વિષ્ણુ(?) [ ] : વડોદરાના વતની. ‘મામેરું’ (લે.ઈ.૧૮૦૬ લગભગ)ના કર્તા. ‘ગુજરાતના સારસ્વતો’ તેમને ઈ.૧૮મી સદીમાં હયાત હોવાનું માને છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી.[ચ.શે.]
વિષ્ણુજી [ઈ.૧૭૬૪ સુધીમાં] : રામકથાના પ્રસંગો વર્ણવતા ‘રામકથાનો કક્કો’ (લે.સં.૧૭૬૪)ના કર્તા. વિષ્ણુ(?) અને આ કવિ એક જ છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો; ૩. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથા’, દેવદત્ત જોશી; ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [ચ.શે.]
વિષ્ણુદાસ : આ નામે ‘એકાદશીમાહાત્મ્ય-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૮) તથા કૃષ્ણભક્તિ ને જ્ઞાનવૈરાગ્યનાં ૫ પદ(મુ.) ગુજરાતી અને હિન્દીમાં મળે છે તેમના કર્તા કયા વિષ્ણુદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧. નકાદોહન : ૨. પરિચિત પદસંગ્રહ, સં. ભિક્ષુ અખંડાનંદ, ઈ.૧૯૪૬; ૩. પ્રાકાસુધા : ૨; ૪. ભજનસાગર : ૨.
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. લીંહસૂચી : ૧. [ચ.શે.]
વિષ્ણુદાસ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકવિ. ખંભાતના નાગર બ્રાહ્મણ. પોતાની જુદીજુદી કૃતિઓમાં હરિભટ્ટ, ભૂધર વ્યાસ અને વિશ્વનાથ વ્યાસનો એમણે ગુરુઓ તરીકે ઉલ્લેખ કર્યો છે એના પરથી લાગે છે કે આ પુરાણીઓએ એમને કૃતિઓની રચનામાં સહાય કરી હોય. એમની કૃતિઓ ઈ.૧૫૭૮ થી ઈ.૧૬૧૨ સુધીનાં રચનાવર્ષ બતાવે છે, એટલે ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધ ને ઈ.૧૭મી સદીના પૂર્વાર્ધ વચ્ચે તેઓ હયાત હતા એમ કહી શકાય.
નાકર અને પ્રેમાનંદ વચ્ચે કડી રૂપ આ આખ્યાનકવિએ પૌરાણિક કથાઓને વફાદારીપૂર્વક અનુસરતી અનેક કૃતિઓ રચી છે. વીર કે કરુણ રસના આલેખનમાં કે ક્યારેક પ્રસંગવર્ણનમાં એમની કવિત્વ શક્તિનો ઝબકાર વરતાય છે, પરંતુ વિશેષત: મૂળ કથાને સંક્ષેપમાં સરળ રીતે કહી જવામાં એમણે સંતોષ માન્યો છે.
એમનાં વિપુલ સર્જનમાં મહાભારત અને રામાયણની મોટા-ભાગની કથાને વલણ, ઢાળ ને ઊથલાવાળા કડવાંબદ્ધ આખ્યાનસ્વરૂપમાં ઉતારવાનો એમનો પ્રયાસ સૌથી વિશેષ ધ્યાનપાત્ર છે. મહાભારતનાં ૧૫ પર્વોને તેમણે ગુજરાતીમાં ઉતાર્યા છે. કવિને નામે ૨ ‘સભાપર્વ’(મુ.) મળે છે-૨૦ કડવાંવાળું ને ૩૬ કડવાંવાંળું. તેમાં ૩૬ કડવાંવાળું ‘સભાપર્વ’ (ર.ઈ.૧૫૯૮/સં.૧૬૫૪, આસો વદ ૩, રવિવાર; મુ.) આંતરબાહ્ય પ્રમાણોને લક્ષમાં લેતાં કવિની અધિકૃત કૃતિ લાગે છે. ૨૦ કડવાંવાંળું ‘સભાપર્વ’કવિના સમકાલીન ને ખંભાતમાં જ રહેતા શિવદાસનું કે અન્યનું હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. ૨૫ કડવાંના ‘ઉદ્યોગપર્વ’(મુ.)માં કવિએ મૂળના વિદુરનીતિ ને સનત્સુજાતીય આખ્યાન જેવા જટિલ ચર્ચાવાળા ભાગોને કાઢી નાખી કે ઇન્દ્ર-શચિના આખ્યાનને માત્ર સૂચન રૂપે મૂકી મૂળ કથાનકનો ઠીકઠીક સંક્ષેપ કરી નાક્યો છે. ૧૪ કડવાંનું ‘ગદાપર્વ’(મુ.), ૯ કડવાંનું ‘પ્રસ્થાનપર્વ’(મુ.), ૩૮ કડવાંનું ‘કર્ણપર્વ’ (ર.ઈ.૧૫૯૯/સં.૧૬૫૫, જેઠ સુદ ૪, શનિવાર; મુ.), ૧૫ કડવાંનું ‘શલ્યપર્વ’(મુ.), ૨૫ કડવાંનું ‘ભીષ્મપર્વ’ (અંશત: મુ.), ૨૦ કડવાંનું ‘સ્ત્રીપર્વ’ (૨૦ મું કડવું મુ.), ૯૨ કડવાનું ‘આરણ્યકપર્વ’ (ર.ઈ.૧૫૯૧-જેમાંથી ‘નળાખ્યાન’ વાળા ભાગનાં ૭ કડવાં મુ.), ‘વિરાટપર્વ’, ‘દ્રોણપર્વ’, ‘આદિપર્વ’, ૧૫ કડવાંનું ‘સૌપ્તિકપર્વ’, ૧૦ કડવાંનું ‘મૌશલ/મૂશળપર્વ’ અને ૭ કડવાંનું ‘સ્વર્ગારોહણીપર્વ’ એ બીજા મૂળ કથાને સાર રૂપે આપતાં પર્વો છે.
મહાભારતની જેમ રામાયણના પણ ૬ કાંડ કવિએ આખ્યાન રૂપે ઉતાર્યા છે-૩૮ કડવાંનો ‘અયોધ્યાકાંડ’, ૨૩ કડવાંનો ‘અરણ્યકાંડ’, ૧૧૦૦ ગ્રંથાગ્રનો ‘કિષ્કિંધાકાંડ’ (ર.ઈ.૧૫૯૮/સં.૧૬૫૪, ચૈત્ર સુદ ૧૩, રવિવાર), ‘સુંદરકાંડ’, ૪૭ કડવાંનો ‘યુદ્ધકાંડ’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, ફાગણ સુદ ૧૫, રવિવાર) અને ‘ઉત્તરકાંડ’. એ સિવાય ૮૨ કડવાંના ‘રામાયણ’ની પણ પ્રત મળે છે, તેમાં અયોધ્યાકાંડથી ઉત્તરકાંડ સુધીની કથા આલેખાઈ હોવાનું નોંધાયું છે. એટલે કવિએ રચેલા જુદા જુદા કાંડ સળંગ રૂપે અહીં મળે છે. પરંતુ આ ‘રામાયણ’નાં ૮૨ કડવાં અને જુદાજુદા કાંડોમાં મળતાં કડવાંની કુલ સંખ્યા વચ્ચે મેળ બેસતો નથી. તેથી ‘રામાયણ’ના વિવિધ કાંડો અને ‘રામાયણ’ બન્ને જુદી કૃતિઓ છે કે એક જ છે એ સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે. ૮૨ કડવાંની ‘રામાયણ’ની મૂળ પ્રત ૮૩ કડવાંની છે અને એમાં છેલ્લું કડવું ‘રામજન કુંવર’નું છે. બાકીનાં કડવાંમાં આલેખાયેલા પ્રસંગોમાં પણ શબરી રામને પાણી આપવાની ના પાડે છે એ પ્રસંગ કે કુંભકર્ણસુતની સીતા પાસે અગ્ન્યાસ્ત્ર છોડાવી રામ હત્યા કરે છે એ પ્રસંગો મૂળ વાલ્મીકિ-રામાયણમાં નથી. વિષ્ણુદાસે એ પ્રસંગો પોતે ઉમેર્યા હોય એમ કહી શકાય, પરંતુ વિષ્ણુદાસનું વલણ એમની બધી કૃતિઓમાં મૂળ કથા પ્રસંગોને વફાદાર રહેવાનું છે એ ધ્યાનમાં લઈએ તો આ પ્રસંગો ક્ષેપક હોવાની સંભાવના વિશેષ લાગે. પહેલો પ્રસંગ ભાષાની દૃષ્ટિએ પણ કૃતિની સમગ્ર ભાષાથી જુદો પડી જાય છે, અને એ પ્રસંગ માત્ર એક જ પ્રતમાં મળે છે તે પણ સૂચક છે.
વિષ્ણુદાસે જૈમિનીના ‘અશ્વમેધ’ને આધારે ૧૧ આખ્યાનોની રચના કરી છે : યુધિષ્ઠિરના અશ્વમેધ યજ્ઞ વખતે કર્ણપુત્ર વૃષકેતુ અનુશાલ્વની હત્યા કરે છે એ પ્રસંગને આલેખતું ૧૧ કડવાંનું ‘અનુશાલ્વનું આખ્યાન’(મુ.), ઉદ્દાલક ઋષિની સ્ત્રી ચંડીના કહ્યાથી ઊલટું વર્તન કરવાના સ્વભાવને આલેખતું ૮ કડવાનું ‘ચંડી-આખ્યાન’(મુ.), અર્જુન અને બભ્રુવાહનના યુદ્ધપ્રસંગ દ્વારા બભ્રુવાહનના પરાક્રમને વર્ણવતું ૧૯ કડવાંનું ‘બભ્રુવાહન-આખ્યાન’(મુ.), સીતાત્યાગથી શરૂ કરી રામના સૈન્ય સાથે યુદ્ધ કરી લવકુશે બતાવેલા પરાક્રમ સુધીની કથાને આલેખતું ૨૮ કડવાંનું ‘લવકુશ-આખ્યાન’ (મુ.), પાંડવોના પૂર્વજ યૌવનાશ્વે કરેલા અશ્વમેધ યજ્ઞના પ્રસંગને વર્ણવતું ૨૩ કડવાંનું ‘યૌવનાશ્વનું આખ્યાન/અશ્વમેધ(યુવનાશ્વ)ની કથા’, ૨ કડવાંનું ‘અશ્વપ્રયાણ’, મહિષ્મતીના રાજા નીલધ્વજને અર્જુન હરાવે છે તે પ્રસંગને વર્ણવતું ૧૧ કડવાંનું ‘નીલધ્વજનું આખ્યાન’, કૃષ્ણના અલૌકકિક માયારૂપને વર્ણવતું ૧૦ કડવાંનું ‘ભીમહાસ્યની કથા’, નર્મદાતટે આવેલા રતનપુરના રાજા મોરધ્વજ અને અર્જુન વચ્ચેના યુદ્ધપ્રસંગને આલેખતું ૨૪ કડવાંનું ‘મોરધ્વજનું આખ્યાન’, ૩૦ કડવાંનું ‘ચંદ્રહાસ-આખ્યાન’ (ર.ઈ.૧૫૭૮) તથા ‘સુધન્વા-આખ્યાન/હંસકેતુનું આખ્યાન’. એ સિવાય ‘શુકદેવાખ્યાન’, ‘અમરિષ-આખ્યાન’, ભાગવતના દશમસ્કંધ પર આધારિત ‘લક્ષ્મણાહરણ’, રામાયણના ઉત્તરકાંડની કથા પર આધારિત ૨૭ કડવાંનું ‘હરિશ્ચંદ્રઆખ્યાન/હરિશ્ચંદ્રપુરી’ (ર.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, મહા સુદ ૯, રવિવાર; મુ.), નારદિકપુરાણ પર આધારિત ૨૩ કડવાંનું ‘રુક્માંગદઆખ્યાન’(મુ.), કવિની અન્ય આખ્યાનકૃતિઓ છે.
વિષ્ણુદાસને નામે મળતી ૭૨ કડવાંની ‘ઓખાહરણ’(મુ.) ૪૦ કડવાંની ‘જાલંધર-આખ્યાન’(મુ.), ‘અંગદવિષ્ટિ’, ‘દ્વારિકાવિલાસ’, ‘શિવરાત્રિની કથા’ તથા ‘સુદામાચરિત્ર’-એ કૃતિઓને કોઈ હસ્તપ્રતોનો ટેકો નથી એટલે એમની અધિકૃતતા શંકાસ્પદ છે. કવિને નામે મુદ્રિત ‘હૂંડી’ કૃષ્ણદાસની છે. ‘ધ્રુવાખ્યાન’ કૃતિની નામછાપને આધારે હરિદાસનું હોવાની સંભાવના છે.
વિષ્ણુદાસને નામે મુદ્રિત ‘મોસાળું’ વ્યાપક રીતે કવિએ રચ્યું હોય એમ સ્વીકરાયું છે, પરંતુ પોતાની અન્ય કૃતિઓમાં કવિ જે રીતે કૃતિનાં કડવાં, રાગ, પદસંખ્યા વિશે કે પોતાના જીવન વિશે જે વ્યવસ્થિત માહિતી આપે છે તે પ્રકારની માહિતી કૃતિને અંતે આપેલી નથી. કવિની કૃતિઓમાં જળવાયેલો વલણ-ઢાળ-ઊથલોને જાળવતો કડવાબંધ અહીં જળવાયો નથી. પ્રેમાનંદના ‘મામેરું’ની કેટલીક બેઠી પંક્તિઓ પાછળથી કોઈએ વિષ્ણુદાસને નામે ચડાવી દીધી હોય એવી સંભાવના છે.
‘રુકિમણીહરણ’, ‘નાસિકેતાખ્યાન’, ‘ગુરુશિષ્ય-સંવાદ’ અને ‘લૂણનાથ-આખ્યાન’-એ કૃતિઓને હસ્તપ્રતોનો ટેકો છે, પણ ‘કવિચરિત’ એમને કવિની શ્રદ્ધેય કૃતિઓ ગણતું નથી.
કૃતિ : ૧. કવિ વિષ્ણુદાસકૃત સભાપર્વ, નળાખ્યાન, કુંવરબાઈનું મોસાળું, હૂંડી, સં. ભનુસુખરામ નિ. મહેતા, ઈ.૧૯૨૧; ૨. ઓખાહરણ : પ્રેમાનંદ, નાકર અને વિષ્ણુદાસનાં, સં. ગજેન્દ્રશંકર લા. પંડ્યા, ઈ.૧૯૪૬; ૩. જાલંધર આખ્યાન : વિષ્ણુદસ, ભાલણ અને શિવદાસકૃત, રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૩૨(+સં.); ૪. કાદોહન : ૨; ૫. પ્રાકાસુધા : ૩; ૬. બૃકાદોહન : ૮ (+સં.):; ૭. મહાભારત : ૧, ૩, ૪, ૫, ૭; ૮. અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તક, સપ્ટે. ૧૮૮૫થી ઑગ. ૧૮૮૬ - ‘ભીષ્મપર્વ’, ૯. પ્રાકાત્રૈમાસિક, વ. ૭, અં. ૩, ઈ.૧૮૯૧ (સં.); ૧૦. એજન, વ. ૮, અં. ૪, ઈ.૧૮૯૨-‘બભ્રુવહન-આખ્યાન’, ૧૧. બુદ્ધિપ્રકાશ, જૂન-નવે. ૧૯૦૨ - ‘રુકમાંગદ-આખ્યાન’ અને ‘શલ્યપર્વ’, ૧૨. એજન, એપ્રિલ, જૂન, ઑક્ટો. ૧૯૦૩ - ‘અનુશાલ્વનું આખ્યાન’; ૧૩ એજન, જુલાઈ-ઑગ. ૧૯૦૪-‘ચંડીનું આખ્યાન’.
સંદર્ભ : ૧. વિષ્ણુદાસ, ભાનુસુખરામ નિ. મહેતા, ઈ.૧૯૨૦; ૨. કાશીસુત શેધજી-એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ ઈ.૧૯૭૪; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાસ્વતો; ૬. નર્મગદ્ય, સં. મહીપતરામ રૂપરામ નીલકંઠ, ઈ.૧૮૯૧ (પાંચમી આ.); ૭. મગુઆખ્યાન; ૮. સ્વાધ્યાય, નવે. ૧૯૮૨ - ‘વિષ્ણુદાસરચિત રામાયણ’, દેવદત્ત જોશી; ૯. એજન, ઓક્ટો. ૧૯૮૪-‘કેટલાક મદ્યકાલીન ગુજરાતી ગદ્યરામાયણો’, દેવદત્ત જોશી; ૧૦. આલિસ્ટઑઇ : ૨; ૧૧. ગૂહાયાદી; ૧૨. ડિકૅટલૉગબીજે; ૧૩. ડિકૅટલૉગભાવિ; ૧૪. ફાહનામાવલિ : ૧, ૨; ૧૫. ફૉહનામાવલિ.[ચ.શે.]
વિષ્ણુદાસ-૨ [ઈ.૧૮૦૦માં હયાત] : રામકબીર સંપ્રદાયની ઉદાધર્મ શાખાના સંત કવિ. તેઓ વસંતદાસ અને વૈષ્ણવદાસ એ નામથી પણ જાણીતા હતા. તેમના પિતાનું નામ રાઘવદાસ અને માતાનું નામ સુંદરબા હતું. રાઘવદાસ પછી તેઓ પુનિયાદની ગાદી પર આવ્યા હતા. ઈ.૧૮૦૦માં તેમના સમય દરમ્યાન મોટો ધર્મમેળો ભરાયો હતો. તેમણે ૭ કડવાંના ‘પદ્મનાભ-આખ્યાન’ની રચના કરી છે.
સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨. [ચ.શે.]
વિષ્ણુદાસ-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. આત્મજ્ઞાનનો બોધ આપતા ૩૩ કડીના ‘કક્કો’(મુ.)ના કર્તા.
કૃતિ : પદસંગ્રહ, સં. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ.૧૯૭૭ (ચોથી આ.).
સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમ છ. શાહ અને ચન્દ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪.[ચ.શે.]
વિસામણ(ભક્ત) [ ] : સિહોરના વતની. ૧ કડીના ‘વિસલનું ભજન’ના કર્તા.
સંદર્ભ : ફાહનામાવલિ : ૧. [શ્ર.ત્રિ.]
વીકો : વીકોને નામે ૧૬ કડીની ‘અઢારધાન્ય-વર્ણન’ (લે. સં. ૧૭મી સદી; મુ.) અને વીકો ખત્રીના નામે ૧૭૮ કડીની ‘શનિશ્ચરદેવની કથા’ (લે. સં. ૨૦મી સદી) - એ કૃતિઓ મળે છે. આ કયા વીકો તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : ફાત્રૈમાસિક, ઓક્ટો.-માર્ચ, ૧૯૪૩-૪૪-‘વીકાકૃત અઢાર ધાન્ય-વર્ણન’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
વીકો-૧ [ ] : લોંકાગચ્છના જૈન સાધુ હોવાની સંભાવના. લોંકાશાહને વિષય બનાવીને રચાયેલી ‘અસૂત્રનિરાકરણ-બત્રીશી’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈનયુગ, ભાદરવા-કારતક ૧૯૮૫-૮૬-વીકાકૃત ‘અસૂત્ર નિરાકરણ-બત્રીસી.’ [શ્ર.ત્રિ.]
‘વીકો સીસોદિયાનો વેશ’ : કોઈ કર્તા-નામછાપ વગરનો ચિતોડગઢના રજપુત સરદાર વીકાનો વીર, હાસ્ય ને પ્રણયના અંશવાળો આ ભવાઈ-વેશ(મુ.) વહેલી સવારે ભજવાતા વેશોમાં ખૂબ જાણીતો છે. ૪ ખંડમાં વહેંચાઈ જતા ને જુદીજુદી વાચના રૂપે મળતા આ વેશની પહેલા ૩ ખંડની ભાષા પર મારવાડી બોલીની ઘણી અસર છે. રત્નાવળાના મુખે ગવાયેલાં ચોથા ખંડનાં પદો મારવાડીની અસરથી મુક્ત છે.
પહેલા ખંડમાં વીકો પોતે પૂછનારને ક્યાંથી આવ્યા એ જણાવી પહેલાં ગણપતિ, મહાદેવ, અંબિકા, ગોપાળજી, રામચંદ્રજી અને હનુમાનજીની સ્તુતિ તથા રાણા રાયસંગ, રામસંગ, જોરાવરસંગ, અમીરસીંગ, અજિતસિંહ ને સવાઈસિંહજીની પ્રશસ્તિ કરે છે. બીજા ખંડમાં વીકો પોતે સીસોદિયો અને એહડાઉજી એમ બે નામે કેમ ઓળખાયો તેની રમૂજી કથા કહે છે. પોતે સવાશેર ઉકાળેલું સીસું પીને હજમ કરી ગયો એટલે સીસોદિયો કહેવાયો, અને ચિતોડના રાણાને દિલ્હીના બાદશાહ સાથે યુદ્ધ થયું ત્યારે પોતે બાદશાહના હાથીને ગંડસ્થળમાં સાંગ મારી હઠાવ્યો અને એહડાઉજી કહેવાયો. ત્રીજા ખંડમાં મોતિયો માંગણ વીકા પાસે દાન માગવા આવે છે તે પ્રસંગ રમૂજી સંવાદ રૂપે આલેખાયો છે. ચોથા ખંડમાં વીકાની પત્ની રત્નાવળાનાં પોતાના પતિને સંબોધી રચાયેલાં પ્રેમનાં ગીતો છે. વીકાની શૂરવીરતા અને તેના પડછંદ દેહ પર વારી ગયેલી રત્નાવળા વીકાને રાજદરબારમાં પાછા ન જવા માટે અને પોતાની સાથે રહી શાંતિમય જીવન વિતાવવા વિનવે છે એવો સંદર્ભ પ્રાપ્ત થાય છે. રત્નાવળાના છલકાતા પ્રેમની અભિવ્યક્તિ અહીં અસરકારક બની છે.
કૃતિ : ૧. ભવાઈ, સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨(અં.); ૨. ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪; ૩. ભવાઈનો ભોમિયો, મયાશંકર જી. શુક્લ, ઈ.-; ૪. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૫. ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી, ઈ.-. [જ.ગા.]
વીર/વીર(મુનિ) : વીરને નામે ૭ કડીની ‘લોભનિવારકની સઝાય’ (મુ.), ૫૪ કડીની ‘ગહૂંલી’(મુ.), ૭ કડીની ‘રહનેમિ-રાજિમતી-સઝાય’(મુ.) તથા વીરમુનિને નામે ૪ કડીનું ‘નેમરાજુલ-ગીત’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા વીર છે તે સ્પષ્ટ રીતે કહી શકાય એમ નથી.
કૃતિ : ૧. ગહૂંલી સંગ્રહનામા : ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૨. પ્રાસપસંગ્રહ : ૧; ૩. સજ્ઝાયમાલા(જા):૧-૨.
સંદર્ભ: મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
વીર(મુનિ)-૧ [ઈ.૧૭૫૬માં હયાત] : સવૈયાની દેશીમાં રચાયેલા ૩૭ કડીના ‘રાજિમતી-નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૭૫૬/સં. ૧૮૧૨, વૈશાખ સુદ-, ગુરુવાર; મુ.)ના કર્તા. કારતકથી આરંભી આસો માસ સુધીના ૧૨ માસમાં રાજિમતીના વિરહને કવિએ ગાયો છે.
કવિ : પ્રામબાસંગ્રહ : ૧ (+સં.).
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
વીરચંદ-૧ [ઈ.૧૭૨૨માં હયાત] : જૈન. ‘પંદરમીકલાવિદ્યા-રાસ’ (ર.ઈ.૧૭૨૨/સં. ૧૭૭૮, શ્રાવણ વદ ૫)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]
વીરચંદ(મુનિ-૨) [ ] : જૈન. નેમિનાથના વિવાહપ્રસંગનું વર્ણન કરતા ૧૦૪ કડીના ‘વીરવિલાસ-ફાગ’ના કર્તા. આ કૃતિ ઈ.૧૬-૧૭મી સદીની હોવાનું ઉલ્લેખાયું છે.
સંદર્ભ - સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગમ્બર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુ-કાવ્ય’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]
વીરજી(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદસૂરિની પરંપરામાં દેવચંદ્ર(વણારસી)ના શિષ્ય. ૧૩ કડીની ‘પાર્શ્વચંદ્રસૂરિ-ગીત’ (ર.ઈ.૧૬૪૬) તથા વિવિધ રાગના નિર્દેશવાળા દુહાની દેશીના ૧૩ ઢાળમાં જુદાં જુદાં કર્મોના પરિણામનું વર્ણન કરતી ‘કર્મવિપાક/જંબૂપૃચ્છા-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૭૨ મુ.) નામની રચનાઓના કર્તા.
કૃતિ : કર્મવિપાક/જંબૂપૃચ્છારાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૧૦.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વીરજી-૨ [ઈ.૧૬૬૪માં હયાત] : આખ્યાનકવિ. જ્ઞાતિએ બ્રાહ્મણ. એમના ‘સુરેખાહરણ’ના અંતે ‘બરાણપોહોર મધે ભટ વીરજી નામ’ એવી પંક્તિ મળે છે, તેને આધારે તેઓ બુરહાનપુરના (મધ્યપ્રદેશ) વતની હોય એમ લાગે છે.
તેઓ પ્રેમાનંદશિષ્ય હતા, તેમણે શામળ સાથે સ્પર્ધા કરી હતી વગરે એમના જીવન વિશે ‘પ્રાચીન કાવ્યમાળા : ૮’માં આપેલી વીગતો શ્રદ્ધેય નથી.
કવિને નામે ૪ કૃતિઓ મુદ્રિત સ્વરૂપે મળે છે, તેમાં અભિમન્યુએ બલરામપુત્રી સુરેખાનું હરણ કર્યું એ પ્રસંગને આલેખતું ૨૫ કડવાંનું ‘સુરેખાહરણ’ (ર.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, વૈશાખ સુદ ૫, ગુરુવાર) કવિનું ખાસ ચમત્કૃતિ વગરનું આખ્યાન છે.
૨૨ કડવાંની ‘કામાવતીની કથા’, ૧૮ કડવાંની ‘બલિરાજાનું આખ્યાન’ તથા ‘દશાવતારની કથા’ એ ૩ કૃતિઓને હસ્તપ્રતનો આધાર નથી. આંતરિક પ્રમાણોને લક્ષમાં લેતાં પણ એ કૃતિઓ વીરજીકૃત હોવાની સંભાવના લાગતી નથી. અર્વાચીન સમયમાં આ કૃતિઓ વીરજીને નામે ચડાવી દેવાઈ હોય એમ લાગે છે. એ સિવાય ‘કાકરાજની કથા’ ને ‘વ્યાસકથા’ આ કવિએ રચી છે એમ નોંધાયું છે, પરંતુ એમનીય કોઈ હસ્તપ્રત ઉપલબ્ધ નથી.
કૃતિ : ૧. પ્રાકામાળા : ૮ (+સં.); ૨. પ્રાકાત્રૈમાસિક, અં. ૩, ઈ.૧૮૮૯-‘સુરેખાહરણ’.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાકાર્યવહી, ઈ.૧૯૪૨-૪૩-‘પ્રાચીન કાવ્ય-ત્રૈમાસિક અને કાવ્યમાળા લેખનું પરિશિષ્ટ’, કે.કા.શાસ્ત્રી; ૩. ગુસામધ્ય; ૪. રામલાલ ચુ. મોદી લેખસંગ્રહ, સં. પુરુષાત્તમદાસ ભી. શાહ અને ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૩; ૫. ગ્રંથ, એપ્રિલ ૧૯૭૬-‘વીરજીકૃત કામાવતી બનાવટ?’, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી; ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. ફૉહનામાવલિ; ૧૧. રાપુહસૂચી : ૪૨; ૧૨. રાહસૂચી : ૧. [ચ.શે.]
વીરજી-૩[ ] : સંભવત: લોંકાગચ્છીય જૈન. ૭ કડીના ‘નેમિનાથ-સ્તવન/રાજિમતી-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. [ર.ર.દ.]
વીરપ્રભ(સૂરિ)શિષ્ય [ઈ.૧૪૩૯માં હયાત] : જૈન સાધુ. ‘જંબૂસ્વામિનું વિવાહલું’ (ર..૧૪૩૯)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]
વીરબાઈ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગનાં વૈષ્ણવ કવયિત્રી. ગોકુલેશ પ્રભુનાં ભક્ત. દક્ષિણમાં આવેલા બાગલાણ પ્રાંતના ધાયતા ગામનાં વતની. પતિનું નામ વિશ્રામભાઈ.ઈ.૧૬૨૯માં તે ગોકુલમાં નિવાસ અર્થે આવ્યાં ત્યારે તેમની વય ૪૫ વર્ષની હોવાનું અનુમાન થયું છે. તેમનો જન્મ ઈ.૧૫૮૪/સં.૧૬૪૦, વૈશાખ સુદ ત્રીજના રોજ થયો હતો એમ મનાય છે. ઈ.૧૬૪૧ પછી થોડા સમયમાં અવસાન. તેમની પાસેથી કેટલાંક પદો મળે છે.
સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૬૧-‘ભક્ત કવયિત્રી વીરબાઈ’, ચિમનલાલ વૈદ્ય.[શ્ર.ત્રિ.]
વીરમસાગર [ઈ.૧૬૯૫માં હયાત] : જૈન. ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૫/સં.૧૭૫૧, કારતક વદ ૧૧)ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, સં. અગરચંદજી નાહટા.[ર.ર.દ.]
વીરવિજ્ય : આ નામે ’નેમરાજુલ-ચોપાઈ’, ૧૪ કડીની ‘સ્થૂલિભદ્રબારમાસ’ તથા ‘વીસવિહરમાનજિન-વીસી’ (લે.ઈ.૧૭૮૮) મળે છે. તેમના કર્તા કયા વીરવિજ્ય છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વીરવિજય-૧ [ઈ.૧૫૯૭માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ‘સત્તરભેદીપૂજા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૭)ના કર્તા.
સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧). [ર.ર.દ.]
વીરવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહસૂરિની પરંપરામાં કનકવિજ્યના શિષ્ય. વિવિધ રાગ નિર્દેશવાળું ‘બંભનવાડીમંડનવીરજિન-સ્તવન/રાગમાલા-સ્તવન’ (ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, આસો વદ ૩૦), ૫૩ કડીની ‘વિજ્યસિંહસૂરિ નિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૩/સં.૧૭૦૯, ભાદરવા વદ ૬, સોમવાર; મુ.), ૪ કડીની ‘નેમિજિન-સ્તુતિ/પંચમી-સ્તુતિ’(મુ.) તથા ૮ કડીની ‘ગૌતમ-સઝાય’ના કર્તા.
કૃતિ : ૧. જૈઐકાસંચય (+સં.); ૨. જૈકાપ્રકાશ : ૧.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વીરવિજ્ય(ગણિ)-૩ [ઈ.૧૭૭૦ સુધીમાં] : જૈન સાધુ. તેજસારના શિષ્ય. ૨૫૦ કડીની ‘દશદૃષ્ટાંત-ચોપાઈ’ (લે.ઈ.૧૭૭૦)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
વીરવિજ્ય-૪/‘શુભવીર’ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮, ભાદરવા વદ ૩, ગુરુવાર] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજ્ય-કપૂરવિજ્ય-ક્ષમાવિજ્ય-જશવિજ્ય-શુભવિજ્યશિષ્ય. ઈ.૧૭૭૩/૭૪માં તેમનો જન્મ થયો હોવાનું નોંધાયું છે. પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ. પિતા અમદવાાદના જદ્રોસર નામના બ્રાહ્મણ. માતા વિજ્યા. પૂર્વાશ્રમનું નામ કેશવ. ઈ.૧૭૯૨માં પાનસરમાં શુભવિજ્ય પાસે દીક્ષા લીધી. દીક્ષાનામ વીરવિજ્ય. અમદાવાદમાં અવસાન.
‘શુભવીર’ નામછાપથી રાસ, બારમાસા, પૂજા, સ્તવન, સઝાય ઇત્યાદિ સ્વરૂપોમાં વિપુલ સર્જન કરનાર આ કવિની મોટાભાગની કૃતિઓ ગેયત્વપૂર્ણ અને સાંપ્રદાયિક વિધિઓમાં ઉપયોગી બને એવી છે, એટલે જૈન સંપ્રદાયમાં આ કવિનું નામ ઘણું જાણીતું છે.
ગુણસુંદરીના ચરિત્ર દ્વારા ધૈર્ય, સહનશીલતા, પુરુષાર્થ અને નવકાર ભક્તિ અંગેનો બોધ આપતો ૪ ખંડમાં વિભક્ત દુહા ને ૫૨ ઢાળનો ‘સુરસુંદરી-રાસ’ (ર.ઈ.૧૮૦૧/સં.૧૮૫૭, શ્રાવણ સુદ ૪, ગુરુવાર; મુ.), પ્રાકૃત ગ્રંથ ‘વસુદેવહિંડી’ પર આધારિત આશંસાસહિત ૬ માસનું આયંબિલતપ કરવાને પરિણામે સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરનાર ધમ્મિલકુમારના ચરિત્રને આલેખતો ૬ ખંડ, ૭૨ ઢાળ ને દુહામાં નિબદ્ધ ૩૬૦૦ કડીનો ‘ધમ્મિલકુમાર-રાસ’ (ર.ઈ.૧૮૪૦/સં.૧૮૯૬, શ્રાવણ સુદ ૩; મુ.), આશંસારહિત ભાવે ભક્તિભાવપૂર્વક મુનિને દાન આપી બીજા ભવમાં સ્વર્ગસુખ ને મોક્ષ મેળવનાર ચંદ્રશેખરની કથા દ્વારા આશંસારહિત તપફળનો મહિમા કરતો ૪ ખંડ, ૫૭ ઢાળ ને દુહામાં નિબદ્ધ ૨૨૪૩ કડીનો ‘ચંદ્રશેખર-રાસ’ (ર.ઈ.૧૮૪૬/સં.૧૯૦૨, આસો સુદ ૧૦; મુ.) એ કવિની રાસકૃતિઓ છે.
કવિએ ઘણી પૂજાકૃતિઓ રચી છે, જેમાં ‘અષ્ટપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૮૦૨/સં.૧૮૫૮, ભાદરવા સુદ ૧૨, ગુરુવાર; મુ.), જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એવાં ૮ કર્મ પૈકી પ્રત્યેક પર ૮-૮ પૂજાવાળી ‘અંતરાયકર્મનિવારણ/ચોસઠપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, વૈશાખ સુદ ૩; મુ.), ૪૫ જૈનસૂત્રો-આગમોનું નિરૂપણ કરતી ‘પિસ્તાળીસ આગમગર્ભિત અષ્ટપ્રકારી-પૂજા/૪૫ આગમની પૂજા’ (ર.ઈ.૧૮૨૫/સં.૧૮૮૧, માગશર સુદ ૧૧,-; મુ.), શત્રુંજ્ય પર્વતનાં ૯૯ નામનું માહાત્મ્ય કરતી ‘નવાણું પ્રકારી/શત્રુંજ્યમહિમાગર્ભિત નવાણું પ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૮૨૮/સં.૧૮૮૪, ચૈત્ર સુદ૧૫,-; મુ.), ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એમ શ્રાવકે લેવાનાં ૧૨ વ્રતોની સમજૂતી આપતી ‘બારવ્રતની-પૂજા’ (ર.ઈ.૧૮૩૧/સં.૧૮૮૭, આસો વદ ૩૦,-; મુ.), ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથના જીવનના-માતાની કુક્ષીમાંથી આવવું, ચ્યવન, જન્મ, દીક્ષા, કૈવલ્યજ્ઞાન એ ૫ કલ્યાણકારી પ્રસંગોનું નિરૂપણ કરતી ‘પંચકલ્યાણક-પૂજા’ (ર.ઈ.૧૮૩૩/સં.૧૮૮૯, વૈશાખ સુદ ૩,-; મુ.), તીર્થંકરના જન્મમહોત્સવનું વર્ણન કરતી ‘સ્નાત્ર-પૂજા’(મુ.), ૧૦ કડીની ‘જિન નવ અંગ/તીર્થંકર નવઅંગપૂજાના દુહા’(મુ.) વગેરેનો સમાવેશ થાય છે.
કવિએ પોતાના સમયમાં સંપ્રદાયની અંદર બનેલા બનાવોને વિષય બનાવી કેટલીક કૃતિએ રચી છે જેમનું ઇતિહાસની દૃષ્ટિએ મહત્ત્વ છે. મોતીશા શેઠે મુંબઈમાં ભાયખલાની અંદર ઋષભદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી એ પ્રસંગને વર્ણવતું ૧૩ ઢાળ ને ૮૧ કડીનું ‘ભાયખલા(મુંબાપુરીસ્થ)ઋષભચૈત્ય-સ્તવન’ (ર.ઈ.૧૮૩૨/સં.૧૮૮૮, અસાડ સુદ ૧૫), મોતીશા શેઠે પાલીતાણામાં આદીશ્વરની ટૂંક સામે કુતાસરનો મોટો ખાડો પુરાવી ત્યાં મોટી ટૂંક બંધાવી ઋષભદેવ પુંડરિક પ્રમુખની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી એ પ્રસંગને વર્ણવતું ૭ ઢાળનું ‘અંજનશલાકા-સ્તવન/મોતીશાનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૩૭; મુ.), અમદાવાદના હઠીસિંગના મંદિરની સ્થાપના ને પ્રતિમા-પ્રતિષ્ઠાનું વર્ણન કરતી ૬ ઢાળની ‘હઠીસિંહની અંજનશલાકાનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૪૭; મુ.), અમદવાદાના શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ કાઢેલા ગિરનારના સંઘનું વર્ણન કરતું ૬ ઢાળનું ‘સિદ્ધાચલ ગિરનારસંઘ-સ્તવન/પ્રેમાભાઈ હેમાભાઈના સોરઠસંઘનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૪૯/સં.૧૯૦૫, મહા સુદ ૧૫, મહા સુદ ૧૫, બુધવાર), હરકુંવર શેઠાણીએ કાઢેલા ગિરનારના સંઘનું વર્ણન કરતું ‘સંઘવણ હરકુંવર સિદ્ધક્ષેત્ર-સ્તવન/સિદ્ધાચલ ગિરનારસંઘ-સ્તવન’ (ર.ઈ.૧૮૫૨) એ પ્રકારની કૃતિઓ છે.
આ ઉપરાંત ૧૭ ઢાળની ‘શ્રી ગોડીપાર્શ્વનાથજી/મેઘકાજળનાં ઢાળિયાં’(મુ.), ૬ ઢાળનું ‘મહાવીર જિનપંચકલ્યાણ-સ્તવન’ (ર.ઈ.૧૭૯૯; મુ.), ૧૧ ઢાળ ને ૨૧૨ કડીનું ‘કોણિકરાજા ભક્તિગર્ભિતવીર-સ્તવન/કોણિકનું સામૈયું’ (ર.ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, કારતક સુદ ૧૫), ૫ ઢાળ ને ૫૦ કડીનું ‘અક્ષયનિધિતપ-સ્તવન’ (ર.ઈ.૧૮૧૫), ૫ ઢાળ ને ૫૧ કડીનું ‘મહાવીર ૨૭ ભવ-સ્તવન’ (ર.ઈ.૧૮૪૫/સં.૧૯૦૧, શ્રાવણ સુદ ૧૫,-; મુ.), ૫ ઢાળ ને ૬૫ કડીની ‘દશાર્ણભદ્ર-સઝાય’ (ર.ઈ.૧૮૦૭/સં.૧૮૬૩, પોષ સુદ ૧૩, ગુરુવાર; મુ.), પોતાના ગુરુ શુભવિજ્યના ચરિત્રને આલેખતી ‘શુભવેલિ’ (ર.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦, ચૈત્ર સુદ ૧૧), વિવિધ રાગના ૨૨ ઢાળ ને ૧૫૧ કડીનો ‘નેમિનાથ-વિવાહલો/ગરબો’ (ર.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦, પોષ વદ ૮, -; મુ.), ૫ સ્તવન અને ૨૦ સ્તુતિઓનાં ‘ચોમાસીનાં દેવવંદન’ (ર.ઈ.૧૮૦૯/સં.૧૮૬૫, અસાડ સુદ ૧, -; મુ.), ૧૮ કડીની ‘નેમિનાથ-રાજિમતી-બારમાસા’(મુ.), ૨ ઢાળ ને ૧૮ કડીની ‘જિનજન્મરાસક્રીડા’, ‘હિતશિક્ષા-છત્રીસી’(મુ.), સિદ્ધચક્ર, મહાવીરસ્વામી, વયરસ્વામી, ભગવતીસૂત્ર, શુભવિજય, ગીતાર્થ મુનિ વગેરે પરની ગહૂંલીઓ(ઘણી મુ.), ઇરિયાવહી, કાયા, દશ શ્રાવક, પચાસપડીલેહણ/મુહપત્તીના ૫૦ બોલ, રહનેમી, સામાયક ૩૨ દોષ, સહજાનંદી, સોદાગર વગેરે પરની સઝાયો (ઘણી મુ.), ગોડીપાર્શ્વનાથ, દિવાળી, નેમિનાથ, મહાવીર સ્વામીની જન્મકુંડળી, શંખેશ્વર, સિદ્ધચક્ર, સીમન્ધર, વીરપ્રભુ, અઠ્ઠાણું બોલ વગેરે પરનાં સ્તવનો (ઘણાં મુ.), પાર્શ્વનાથની આરતી(મુ.), બાવનજિનાલયના ‘અધ્યાત્મસાર’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૮૨૫/સં.૧૮૮૧, ચૈત્ર સુદ ૧૫,-; મુ.) એમની અન્ય નાનીમોટી કૃતિઓ છે.
કૃતિ : ૧. (અંતરાય કર્મનિવારણ) અષ્ટપ્રકારી-પૂજા, સં.જયભિખ્ખુ, ઈ.૧૯૬૪; ૨. અંતરાયકર્મની પૂજા (અર્થ તથા કથાઓ સહિત), પ્ર. વિમલ ભક્તિ કંચન-ભાસ્કર સેવા સમિતિ, ઈ.૧૯૬૩; ૩. ચંદ્રશેખરનો રાસ, પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ઈ.૧૮૯૯; ૪. એજન, સં. જીવણલાલ માણેકચંદ, ઈ.૧૮૫૯; ૫. ચોસઠ પ્રકારી પૂજા (અનેક કથાઓસહિત), પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ઈ.૧૯૨૫; ૬. ધમ્મિલચરિત્ર, પ્ર. મોહનલાલ દલસુખરામ તથા લલ્લુ સુરચંદ, ઈ.૧૮૫૫; ૭. સુરસુંદરીનો રાસ, પ્ર. ઉમેદરામ હરગોવનદાસ, ઈ.૧૯૬૧; ૮. સ્થૂલિભદ્રજીની શિયલ-વેલ, પ્ર. સરસ્વતી છાપખાનું, ઈ.૧૯૧૧; ૯. કાદોહન : ૩; ૧૦. ગહૂંલીસંગ્રહનામા : ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૧૧. ચોવીસ્તસંગ્રહ; ૧૨. જિનગુણસ્તવનાદિ તથા ગહૂલીસંગ્રહ, સં. મુનિ માનવિજ્ય, ઈ.૧૯૨૪; ૧૩. જિભપ્રકાશ; ૧૪. જિસ્તકાસંદોહ : ૧; ૧૫. જૈન કાવ્યદોહન : ૧, સં. મનસુખલાલ ર. મહેતા, ઈ.૧૯૧૩; ૧૬. જૈકાપ્રકાશ : ૧; ૧૭. જૈકાસંગ્રહ; ૧૮. જૈકાસાસંગ્રહ; ૧૯. જૈગુસારત્નો : ૨; ૨૦. જૈપ્રપુસ્તક : ૧; ૨૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨૨. જૈરસંગ્રહ; ૨૩. જૈસસંગ્રહ(ન); ૨૪. દેસ્તસંગ્રહ; ૨૫. પ્રકરણરત્નાકર : ૧, સં. શા. ભીમસિંહ માણક, ઈ.૧૯૦૩; ૨૬. પ્રામબાસંગ્રહ : ૧; ૨૭. પ્રાસપસંગ્રહ : ૧; ૨૮. પ્રાસ્તસંગ્રહ; ૨૯. બારવ્રતની પૂજા, પ્ર. જૈન ધર્મ પ્રચારક સભા, ભાવનગર, ઈ.૧૯૩૮; ૩૦. બૃકાદોહન : ૨; ૩૧. મોસસંગ્રહ; ૩૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, ઈ.૧૮૬૭; ૩૩. વિસ્નાપૂજાસંગ્રહ; ૩૪. વિવિધ પૂજાસંગ્રહ (વિધિસહિત), પ્ર. જસવંતલાલ ગી. શાહ, ઈ.૧૯૫૩; ૩૫. શત્રુંજ્ય તીર્થમાલા રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩; ૩૬. સઝાયમાલા(૫); ૩૭. સઝાયમાલા(જા) : ૧-૨; ૩૮. સસન્મિત્ર (ઝ); ૩૯. સિદ્ધાચલસ્તવનાવલી; ૪૦. સૂર્યપૂરરાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦; ૪૧. સ્નાસ્તસંગ્રહ.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસાપઅહેવાલ : ૭-‘ગુજરાતી મહાકવિ શ્રી વીરવિજ્યજી; ૪. એજન : ૧૨-‘પંડિત શ્રી વીરવિજ્યજી’, મોતીચંદ ગી. કાપડિયા; ૫. ગુસારસ્વતો; ૬. જૈસાઇતિહાસ; ૭. મરાસસાહિત્ય; ૮. જૈનયુગ, કારતક માગશર ૧૯૮૫-‘પંડિત શ્રી વીરવિજ્યજીનો ટૂંકો પ્રબંધ’, શા. ગીરધરલાલ હીરાભાઈ; ૯. જૈગૂકવિઓ : ૩(૧); ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વીરવિજ્ય-૫ [ ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં લબ્ધિવિજ્યના શિષ્ય. ૨૩ કડીની ‘અમકાસતીની સઝાય’(મુ.) તથા ૯ કડીની ‘નેમિનાથની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. દેસ્તસંગ્રહ. [ર.ર.દ.]
વીરવિજ્યશિષ્ય[ઈ.૧૮૫૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૧૧ ઢાળના ‘સમેતશિખર તીર્થનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮ ભાદરવા વદ ૪-; મુ.)ના કર્તા.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૮-‘શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં’, સં. વિજ્યપદ્મસૂરિજી.[કી.જો.]
વીરવિદ્યાધર : જુઓ વીરવિમલ-૨.
વીરવિમલ-૧ [ઈ.૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં માનવિજ્યના શિષ્ય. ‘ભાવિનીકર્મરેખા-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, શ્રાવણ વદ ૫, રવિવાર), ૯ કડીની ‘ગૌતમસ્વામીની ગહૂંલી’(મુ.), ‘જંબૂસ્વામી-રાસ’ તથા ‘સચિત્તાચિત્તવિચારગર્ભિત-સઝાય’(મુ.) નામની રચનાઓના કર્તા. આ ઉપરાંત ‘વીરવિમલ’ નામછાપવાળી ૩૦ કડીની ‘ઇલાપુત્ર-સઝાય’, ૨૪ કડીની ‘કર્મબલ-સઝાય’ તથા ૭ કડીની ‘વીશસ્થાનક-સઝાય’ મળે છે, તે આ વીરવિમલની હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ ઝ. સંઘવી, ઈ.૧૮૧૬; ૨. ગહૂંલીસંગ્રહનામા : ૧, પ્ર. ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૩. મોસસંગ્રહ.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પંચતંત્ર, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૯; ૩. જૈગૂકવિઓ : ૨; ૪. ડિકૅટલૉગભાવિ; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]
વીરવિમલ-૨/વીરવિદ્યાધર [ઈ.૧૮૧૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિ આનંદવિમલસૂરિની પરંપરામાં દેવવિમલના શિષ્ય. ૮૧/૮૨ કડીની ‘હીરવિજ્યસૂરિનો શલોકો’ (લે.ઈ.૧૮૧૯; મુ.), ૧૧ કડીની ‘આત્મચિંતન-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.; મુ.)ના કર્તા. ઉપર્યુક્ત બન્ને કૃતિઓમાં અનુક્રમે ‘વીરવિદ્યાધર’ અને ‘વીર’ એવી નામછાપ મળે છે. ‘હીરવિજ્યસૂરિનો શલોકો’ના કર્તા તરીકે વિદ્યાધર વિદ્યાવિમલ કે વીરવિમલ ગણવામાં આવ્યા છે. બીજી કૃતિ સંપાદકે વીરવિમલની ગણી છે. બન્ને કૃતિઓના કર્તા એક જ કવિ હોવાની સંભાવના છે. ૩૩ કડીની ‘સુભદ્રાસતીની સઝાય’ (મુ.) પણ ગુરુપરંપરા લક્ષમાં લેતાં આ કવિની કૃતિ લાગે છે.
કૃતિ : ૧. અયવંતી સુકુમારનો તેર ઢાલીયો તથા અઢાર નાત્રાંની સઝાય અને સુભદ્રાસઝાય, પ્ર. જગદીશ્વર છાપખાનું, સં. ૧૯૪૦; ૨. પસમુચ્ચય : ૨; ૩. જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૫-‘આત્મચિંતવનસ્વાધ્યાય’, સં. મુનિ મહારાજ ચંપકસાગર.[કી.જો.]
વીરવિમલશિષ્ય [ ] : જૈન સાધુ. ‘જિનપરિવાર સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
વીરસાગર : આ નામે ૪ કડીની ‘બીજતિથિની સ્તુતિ’(મુ.) મળે છે. એના કર્તા વીરસાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : જૈપ્રાસ્તસંગ્રહ. [ર.ર.દ.]
વીરસાગર-૧[ ] : જૈન સાધુ. નયસાગરના શિષ્ય. ૩ ઢાળ અને ૩૧ કડીની ‘અઢારનાતરાંની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વીરસિંહ/વરસિંહ [ઈ.૧૫૧૩ સુધીમાં] : વરસંગ નામછાપથી એમના ‘ઉષાહરણ’(લે.ઈ.૧૫૧૩; મુ.)ની એકમાત્ર પ્રત પાટણમાંથી મળી હોવાને લીધે તેઓ પાટણની આસપાસના વતની હોવાનું અનુમાન થયું છે.
ભાગવતની ઉષા(ઓખા) વિષયક કથામાં વધારાઘટાડા કરી મુખ્યત્વે-દુહા-ચોપાઈમાં રચાયેલું એમનું ૧૦૦૦ પંક્તિનું ‘ઉષાહરણ’ કાવ્ય આ વિષયનાં અત્યારે ઉપલબ્ધ ગુજરાતી કાવ્યોમાં પહેલું છે એ દૃષ્ટિએ તો નોંધપાત્ર છે, પરંતુ વિશિષ્ટ કાવ્યબંધ, એમાં થયેલી શૃંગાર-વીરની સારી જમાવટ, એમાંની સંસ્કૃતાઢ્ય પ્રૌઢ ભાષા વગેરે તત્ત્વોને લીધે કાવ્યત્વની દૃષ્ટિએ પણ ધ્યાનાર્હ છે.
કૃતિ : વીરસિંહકૃત ઉષાહરણ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૩૮ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૧; ૪. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪; ૫. જૈગૂકવિઓ : ૩(૨); ૬. મુપુગૂહસૂચી.[ચ.શે.]
વીરસિંહશિષ્ય [ઈ.૧૬૬૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હરરાજના પ્રશિષ્ય. ૩૭ કડીના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૬૨)ના કર્તા.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી.[કી.જો.]
વીરસુંદર: આ નામે ‘અનન્તકીર્તિ-ચોપાઈ’ (લે.ઈ.૧૫૯૮) તથા ૨૫ કડીની ‘સામયિક-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) મળે છે. તે કયા વીરસુંદર છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [ર.ર.દ.]
વીરો [ઈ.૧૭૬૫માં હયાત] : ભક્ત અને આખ્યાનકવિ. વડોદરા જિલ્લાના ધીરા ભગતના વતન ગોઠડાની પાસે આવેલા વાંકાનેરના વતની. તેઓ જ્ઞાતિએ ભાટ હોવાની સંભાવના વ્યક્ત થઈ છે અને ધીરાની સાથે એમને મૈત્રીસંબંધ હતો એમ પણ કહેવાય છે. ચોપાઈ બંધની ૧૦૦૭ કડીમાં રચાયેલું ‘બભ્રુવાહન-આખ્યાન’ (ર.ઈ.૧૭૬૫/સં.૧૮૨૧, ભાદરવા-૧૦,-) એમનું ખાસ ચમત્કૃતિ વગરનું આખ્યાન છે.
સંતરામ મહારાજના શિષ્ય ગણાતા વીરોએ ‘ગુરુમહિમા’ તથા પદો (૧ મુ.)ની રચના કરી છે. મુદ્રિત પદમાં ‘ભક્તિ કરે વીરો વાંકાનેરમાં’ એવી પંક્તિ મળી છે. એટલે સંતરામ મહારાજના શિષ્ય વીરો અને આ કવિ એક હોવાની સંભાવના છે.
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ.૧૯૭૩.
સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. કવિચરિત : ૩; ૩. ગુજૂકહકીકત; ૪. પ્રાકકૃતિઓ; ૫. પ્રાકામાળા : ૨૩ (પ્રસ્તાવના); ૬. ગૂહાયાદી.[ચ.શે.]
વેણી/વેણીદાસ/વેણીભાઈ [ ] : વસોના લેઉવા પાટીદાર. એમનાં જ્ઞાનવૈરાગ્યબોધનાં ૩ પદ(મુ.) મળે છે.
છગનલાલ રાવળ ઈ.૧૭૬૧માં રચાયેલા ને ઐતિહાસિક ભૌગોલિક ને રાજકીય વીગતોની દૃષ્ટિએ મહત્ત્વના હિંદી કાવ્ય ‘સાહિત્યસિંધુ’ના કર્તા વેણીભાઈ અને આ પદોના કર્તાને એક માને છે. તો આ કવિ ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયા હોવાનું કહી શકાય. ‘કવિચરિત : ૩’ અને ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ ‘દિલ્હીસામ્રાજ્યવર્ણન’ નામના સં. ૧૭૬૧માં રચાયેલા હિન્દી કાવ્યના કર્તા પીજના લેઉવા પાટીદાર વેણીદાસ હોવાનું નોંધે છે, અને પદોના કર્તા ને આ કૃતિના કર્તાને જુદા ગણે છે. ‘સાહિત્યસિંધુ’ અને ‘દિલ્હીસામ્રાજ્યવર્ણન’ એક જ કૃતિઓ છે કે જુદી અને તેમના કર્તા એક જ છે કે જુદા તે સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : પ્રાકાસુધા : ૩(+સં.).
સંદર્ભ : ૧ કવિચરતિ : ૩; ૨. ગુજરાત, ઓક્ટો. ૧૯૧૦-‘કવિ વેણીભાઈ અને ગુજરાતની ભૂગોળ વિદ્યા’, છગનલાવ વિ. રાવળ; ૩. ગૂહાયાદી. [ચ.શે.]
વેણીદાસ-૧[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજીના અનુયાયી. વડોદરાના નાગર અને ગોકુલદાસ નાગર (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ના ભાઈ.એમણે ‘શ્રી ગોકુલ ગોવર્ધનગમનાગમનાગમન’ નામનો ગ્રંથ તથા ગોકુલનાથની ભક્તિનાં ધોળ (૧ મુ.) રચ્યાં છે. એમના મુદ્રિત ધોલની ભાષા વ્રજની અસરવાળી છે.
વેણીદાસને નામે જ્ઞાનભક્તિબોધનું ૧ પદ(મુ.) મળે છે તે આ વેણીદાસનું રચેલું હોય એવી સંભાવના છે.
કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. ભસાસિંધુ.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ; ૩. પુગુસાહિત્યકારો. [ચ.શે.]
વેણીદાસસુત[ ] : ‘રામચંદ્રજીનાં પદ’ના કર્તા.
સંદર્ભ : ગુજૂકહકીકત.[કી.જો.]
વેણીરામ [ઈ.૧૭૪૩માં હયાત] : ખરતરગચ્છના જૈન. દયારામના શિષ્ય. જોધપુરના જાગીરદાર માધોસિંહના આશ્રિત. ૧૯૧ કડીના ‘ગુણજિનરસ’ (ર.ઈ.૧૭૪૩)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
‘વેતાલપચીશી’ જુઓ, ‘મડાપચીશી.’
‘વેદરહસ્ય/વેદરસ’ [ઈ.૧૯મી સદી] : ‘વેદરસ’ને નામે વિશેષ જાણીતો પરંતુ મૂળ ‘વેદરહસ્ય’ નામ ધરાવતો આ ગદ્યગ્રંથ(મુ.) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીએ પોતાના સંપ્રદાયના પરમહંસો-વિશિષ્ટ અધિકારીઓને પત્ર રૂપે સંબોધીને રચેલો છે. આમ તો ગ્રંથમાં અક્ષરબ્રહ્મ-આત્મા સાથે એકાત્મભાવ અનુભવવા મુમુક્ષએ જે પાંચ વર્તમાન-વ્રતો જીવનમાં કેળવવાના હોય છે એની વાત કરવામાં આવી છે, પરંતુ એ વાત કરતાં કરતાં જીવ, અક્ષરબ્રહ્મ અને પરમાત્મા-પુરુષોત્તમના સ્વરૂપ અને તેમની વચ્ચેના પારસ્પરિક સંબંધની ચર્ચા પણ એમાં થઈ છે.
૫ પ્રકરણમાં વહેંચાયેલા આ ગ્રંથમાં પહેલા પ્રકરણ ‘નિર્લોભી વર્તમાન’માં દ્રવ્યની પ્રાપ્તિ, હિંસા, દંભ, ચોરી, કામ, ક્રોધ વગેરે અનર્થોથી અને અન્ય આસક્તિઓથી મુક્ત થવા માટે મનને દરેક પ્રવૃત્તિનો દૃષ્ટા કેમ બનાવવો અને એ રીતે આત્માને દેહથી કેમ જુદો પાડવો એ સમજાવ્યું છે. ‘નિષ્કામી વર્તમાન’ પ્રકરણમાં સ્ત્રીસંગથી જન્મતા અનર્થોની વાત કરી ઘણા અનર્થોનું મૂળ એવી સ્ત્રીને ચંદન ઘો, માછલાં પકડવાની દોરીને બાંધેલો લોખંડનો કાંટો, ચમારનો કુંડ વગેરે સાથે રાખવાની સ્ત્રીસંગનો સર્વથા ત્યાગ કરવાનું કહ્યું છે. ‘નિસ્પૃહી વર્તમાન’ પ્રકરણમાં દેહના અભિમાનથી મુક્ત થવા માટે તૃષ્ણાને જીતવાનું કહ્યું છે અને તૃષ્ણાને રાત્રિ, નદી, કાજળ પ્રગટાવનારો દીવો, નટણી, વાસણ વગેરે સાથે સરખાવી એના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે. ‘નિર્સ્વાદી વર્તમાન’માં સાદ્ય સાત્ત્વિક ને નિર્સ્વાદ ભોજનનો મહિમા સમજાવી કેવા પ્રકારના અન્નનો ત્યાગ કરવો એની વાત છે. છેલ્લા ‘નિર્માની વર્તમાન’ પ્રકરણમાં દરેક પ્રકારના અભિમાનથી મુક્ત થયેલા મુમુક્ષુએ દૃષ્ટિસૂઝ કેળવી મધુકર વૃત્તિથી સૃષ્ટિનાં વિવિધ તત્ત્વોમાંથી ઉપદેશ ગ્રહણ કરી પોતાની વિવેકબુદ્ધિ કેમ ખીલવવી, એવી ખીલેલી બુદ્ધિવાળા નિર્માની ગુરુનો સંગ કરી જે અક્ષરબ્રહ્મ-આત્મતત્ત્વ છે તેની સાથે કેવી રીતે એકાત્મભાવ કેળવવો એની વાત છે. અક્ષરબ્રહ્મ સાથે જીવે એકાત્મભાવ અનુભવવાનો છે, પણ સેવકનો ભાવ કેળવવાનો નથી એમ સહજાનંદ માને છે. સેવકભાવ તો જીવે આ સૃષ્ટિના કારણપણે જે પુરુષોત્તમ છે તેની સાથે જ કેળવવાનો છે. એટલે અક્ષરબ્રહ્મ સાથે એકાત્મભાવ અનુભવતાં જીવે પરમ તત્ત્વ પુરુષોત્તમની ઉપાસના કરવી એ જ મોક્ષ છે.
ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં ધર્મચિંતન અર્થે પ્રયોજાયેલા ગદ્યના સ્વરૂપને સમજવા માટે ‘વચનામૃત’ની જેમ આ ગ્રંથ પણ ઘણો ઉપયોગી છે.[જ.ગા.]
વેલજી-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન. ૯ કડીના ‘જિનસુખસૂરિ-નિર્વાણ’ (ર.ઈ.૧૭૨૪ પછી; મુ.)ના કર્તા. જિનસુખસૂરિનું અવસાન ઈ.૧૭૨૪માં થયું. એટલે આ રચના ત્યારે કે ત્યાર પછી તરત રચાઈ હોય.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).[ર.ર.દ.]
વેલજી-૨ [ઈ.૧૮૪૦માં હયાત] : પિતાનામ વસરામ. ધોળ(મુ.) તથા ૫૫ કડીનો ‘જગત જોગમાયાની હારનો છંદ’ (ર.ઈ.૧૮૪૦/સં.૧૮૯૬, આસો-; મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૨. પ્રાકાસુધા : ૨.[કી.જો.]
વેલસખી [ઈ.૧૫૪૫ પછી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવયિત્રી. શ્રીનાથજી પ્રત્યેનો સર્વાત્મભાવ, શ્રીનાથજીને વિનંતી તથા સંસારનાં તુચ્છ સુખોનો ત્યાગ કરવાથી પરમાત્માનાં દર્શનનો આનંદ પોતાને મળ્યો છે-આ વસ્તુઓને કેન્દ્રમાં રાખી તેમણે ત્રણ કાવ્યો (મુ.)ની રચના કરી છે.
કૃતિ : અનુગ્રહ, જુલાઈ ૧૯૬૦-‘ભક્ત કવયિત્રી વેલસખી’, તંત્રી.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
વેલા(બાપા) [ ] : સંતકવિ. જ્ઞાતિએ કોળી. જૂનાગઢ બાજુના વતની હોવાની સંભાવના. તેઓ વાઘનાથના શિષ્ય હોવાનું સમજાય છે. એમના જીવનમાં બનેલા અનેક ચમત્કાર નોંધાયા છે. તેમનાં જૂનાગઢમાં સં. ૧૯૯૭માં ‘હિંદવાણું રાજ’ સ્થપાશે એવી ભવિષ્યવાણી ઉચ્ચારતું ૬ કડીનું ‘આગમ’(મુ.) તથા ૭ કડીનું વૈરાગ્યબોધનું પદ(મુ.) એમ ૨ પદ મળે છે.
કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૨. સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ની આ. (+સં.).[શ્ર.ત્રિ.]
વેલા(મુનિ) [ઈ.૧૫૬૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિના શિષ્ય. ૧૫૦/૧૮૨ કડીની ‘નવતત્ત્વજોડિ-ચોપાઈચર્ચા/નવતત્ત્વ-રાસ’ના કર્તા. કૃતિમાંના વિજ્યદાનસૂરિ (અવ.ઈ.૧૫૬૬)ના ઉલ્લેખ અનુસાર કૃતિ ઈ.૧૫૬૬ સુધીમાં રચાઈ હોવાનું અનુમાન થાય છે. ‘મનસત્ય’ એ કર્તાનું અપરનામ જણાય છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]
વેલુજીવીરામ [ ] : મેસવાણિયા સાધુ. ભજનાન્દ ઉર્ફે અમરદાસજીના શિષ્ય. તેમણે ‘વેલુજીવી ભજનાન્દની ચેલી’ એ નામછાપથી ઘણાં ભજન ને ધોળની રચના કરી છે.
સંદર્ભ : ૧. સત્પુરુષચરિત્રપ્રકાશ, પંડિત મયારામ વેદાન્તતીર્થ, સં. ૧૯૮૯; ૨. ગૂહાયાદી.[કી.જો.]
વૈકુંઠ [ઈ.૧૭મી સદી મધ્ય ભાગ] : આખ્યાનકવિ. મૂળ કચ્છ-ભૂજના પરંતુ સૌરાષ્ટ્રના કુતિયાણા (કુંતલપુર)માં આવીને વસ્યા હતા. જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ. પિતા તુલસી.
વૈકુંઠે આખું મહાભારત ગુજરાતીમાં લખ્યું હોવાનું કહેવાય છે, પરંતુ અત્યારે ‘ઉદ્યોગપર્વ’ (ર.ઈ.૧૬૬૦), ‘ભીષ્મપર્વ (મુ.), ‘કર્ણપર્વ’ (ર.ઈ.૧૬૬૦) ને ‘શલ્યપર્વ’ (ર.ઈ.૧૬૫૧) મળે છે. મુદ્રિત રૂપે મળતું ચોપાઈ-પૂર્વછાયાની ૧૨૬૪ કડીનું ‘ભીષ્મપર્વ’ વાંચતાં લાગે છે કે ચિંતનાત્મક અંશો જાળવવા તરફ કે રસજમાવટ તરફ કવિનું વિશેષ લક્ષ નથી. એટલે વિચારતત્ત્વવાળો ભગવદ્ગીતાનો ભાગ કવિએ ટૂંકાવી નાખ્યો છે. મુખ્યત્વે કથાકથન તરફ લક્ષ્ય રાખતા કવિ કથનશૈલીમાં વેગનો અનુભવ કરાવે છે.
‘બૃહત્ કાવ્યદોહન-૨’માં તુલસીને નામે મુદ્રિત ‘ધ્રુવાખ્યાન’ વસ્તુત: વૈકુંઠની કૃતિ છે. ત્યાં મળતી કૃતિની રચનાસાલ વર્ષ, માસ, તિથિની દૃષ્ટિએ ખોટી છે અને અન્યત્ર પ્રાપ્ત થતી હસ્તપ્રતોમાં મળતી રચનાસાલથી જુદી છે. ચોપાઈ-પૂર્વછાયાની ૫૨૨ કડીમાં રચાયેલું આ આખ્યાન (ર.ઈ.૧૬૩૮/સં. ૧૬૯૪, ચૈત્ર વદ ૧૩, શનિવાર; મુ.) મેગલના ‘ધ્રુવાખ્યાન’ને કથાતત્ત્વની દૃષ્ટિએ ઠીકઠીક મળતું આવે છે. રોચક રીતે કથા કહેવાની કવિની શક્તિ અહીં પણ દેખાય છે અને પ્રસંગોપાત્ત તેમણે ભાવનિરૂપણની તક લીધી છે. પરંતુ કવિનું સવિશેષ ધ્યાનપાત્ર આખ્યાન તો ૨૬૮૧ કડીનું ‘નલકથા’ છે. પ્રારંભમાં તૂટક રૂપે મળતું આ આખ્યાન મુખ્યત્વે હર્ષના સંસ્કૃત મહાકાવ્ય ‘નૈષધીયચરિત’ના કથાભાગને અનુસરે છે અને કેટલાક નવા પ્રસંગો પણ ઉમેરે છે. દમયંતી-વિયોગના પ્રસંગમાં કરુણનું નિરૂપણ કરવામાં પણ કવિએ સારી શક્તિ બતાવી છે. આ ઉપરાંત ‘નાસિકેતનું આખ્યાન’ (ર. ઈ.૧૬૬૮) અને ‘પ્રહ્લાદાખ્યાન’ પણ એમણે રચ્યાં છે.
કૃતિ : ૧. બૃકાદોહન : ૨; ૨. મહાભારત : ૪.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નલકથા’ ૬. ગૂહાયાદી; ૭. ફાહનામાવલિ : ૨.[ચ.શે.]
વૈકુંઠદાસ [ઈ.૧૬૮૮ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથ સિવાય ગુસાંઇજી(વિઠ્ઠલનાથ)ના બીજા પુત્રોના અનુયાયી. એમણે ભાગવતના રાસપંચાધ્યાયી પ્રસંગ પર આધારિત ચાલ અને દોઢનાં ૩૯ પદોમાં ‘રાસલીલા’ (લે.ઈ.૧૬૮૮; મુ.) નામનું છટાદાર કાવ્ય રચ્યું છે. પ્રસંગકથન અને ભાવનિરૂપણ ઉભય દૃષ્ટિએ સમતુલન જાળવતું તથા શિષ્ટ ને મધુર શૈલીથી આ કાવ્ય રોચક બન્યું છે. કવિએ ’હિંડોલો’ નામની બીજી કૃતિ પણ રચી છે.
કૃતિ : સગુકાવ્ય (સં.)
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. પુગુસાહિત્યકારો; ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ફાહનામાવલિ : ૨. [ચ.શે.]
વૈષ્ણવાનંદ(સ્વામી) [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. તેમણે ૨૪ પદોમાં વિભાજિત, વરવર્ણન, લગ્નવિધિવર્ણન એમ સમગ્રપણે વર્ણનાત્મક અને જીવનું જો પુરુષોત્તમ સાથે લગ્ન થાય તો બ્રહ્મરૂપ પ્રાપ્ત થાય એવા તત્ત્વજ્ઞાનને સાંકળી લેતી ‘પુરુષોત્તમવિવાહ(મુ.) તથા સહજાનંદના રૂપને વર્ણવતાં પદ (૪મુ.)ની રચના કરી છે. હિંદી કૃતિ ‘શ્રીહરિલીલામૃતસિંધુ’માંનાં ૭ રત્નો તેમણે રચ્યાં છે.
કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, અવિનાશાનંદકૃત, ઈ.૧૯૪૨; ૨. પુરુષોત્તમવિવાહ, તુલસીવિવાહ, રૂક્ષ્મણીવિવાહ, લક્ષ્મીવિવાહ, શ્રીજીમહારાજના શલોકા અને વૃત્તિવિલાહ, પ્ર. મહંત પુરાણી હરીસ્વરૂપદાસજી, ઈ.૧૯૮૧.
સંદર્ભ : સદવિદ્યા, જાન્યુ. ૧૯૫૩ -.[કી.જો.]
વ્યાઘ્રમલ્લ [ઈ.૧૭૪૪ સુધીમાં] : લોંકાગચ્છના જૈન સાધુ. ગજસારકૃત ૪૪ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘વિચારષટ્ત્રિંશિકા-પ્રકરણ’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચચિ : ૧. [ર.ર.દ.]
વ્રજદાસ [ઈ.૧૬૩૩માં હયાત] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. ભરૂચના મહદવર્ય ગોકુલભાઈજીના બીજા પુત્ર. પદોના કર્તા.
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [કી.જો.]
વ્રજભૂષણ [ઈ.૧૮૬૯ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ. વલ્લભાચાર્યના વંશજ. ‘સર્વોત્તમ-સ્તોત્રનું ધોળ’ (લે.ઈ.૧૮૬૯) એ કૃતિના કર્તા.
સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [કી.જો.]
વ્રજવલ્લભ [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજીના ગોકુલનાથ સિવાયના બીજા પુત્રોના અનુયાયી.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
'વ્રજસખી [સં. ૧૭મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભક્ત કવયિત્રી. વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથનાં શિષ્યા. તેઓ સંસ્કૃત, ગુજરાતી અને વ્રજ ત્રણે ભાષા જાણતાં હતાં. તેમણે આ ત્રણે ભાષામાં પદો અને કીર્તનોની રચના કરી છે. ગુજરાતીમાં તેમની ૧૩ કડીની ‘ગોપી કૃષ્ણનો વાદવિવાદ’ (મુ.), ૧૩ કડીની ‘દશવિધભક્તિ’(મુ.), ૭ કડીની ‘કૃષ્ણમિલન’(મુ.) તથા ૫ કડીનું ૧ કીર્તન(મુ.) એ કૃતિઓ મળે છે.
કૃતિ : અનુગ્રહ, સપ્ટે. ૧૯૫૮-‘વ્રજસખી અને તેનું પદ સાહિત્ય’, સં. ચિમનલાલ મ. વૈદ્ય (+સં).
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
વ્રજસેવક [જ.ઈ.૧૬૪૪ પછી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજીના ગોકુલનાથ સિવાયના અન્ય પુત્રોના અનુયાયી. વ્રજોત્સવજી મહારાજશ્રીના સેવક. યમુનાજીના દર્શનના અનુભવને વર્ણવતા ધોળ (૯મું) તથા પદોના કર્તા.
કૃતિ : અનુગ્રહ, માર્ચ ૧૯૬૦-‘વ્રજસેવક વૈષ્ણવ’, તંત્રી(+સં.)
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
વ્રજાધીશજી [સં. ૧૯મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. ગોસ્વામી બાળક.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
વ્રહદેવ : જુઓ બ્રેહેદેવ.
વૃદ્ધાત્માનંદસ્વામી [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ.તેમણે મહારાજની લીલાઓ નજરે જોયા પછી ‘શ્રીહરિની લીલાની વાર્તા’(મુ.) એ કૃતિની રચના કરી હતી.
કૃતિ : સદવિદ્યા, જાન્યુ. ૧૯૫૪-. [કી.જો.]
વૃદ્ધિ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજયક્ષમાસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજયના શઇષ્ય. ૧૧ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજયક્ષમાસૂરિ (જ.ઈ.૧૬૭૬-અવ. ઈ.૧૭૨૯)ની હયાતીમાં રચાઈ હોઈ, કર્તાનો સમય ઈ.૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણાય. ‘વિજયપ્રભસૂરિનિસાણી-છંદ’ (લે. સં. ૧૯મી સદી) પણ આ કવિની રચના હોવાની સંભાવના છે.
કૃતિ : ઐસમાલા : ૧.
સંદર્ભ : રાહસૂચી : ૧.[ર.ર.દ.]
વૃદ્ધિકુશલ [ઈ.૧૬૯૫ સુધીમાં] : જૈન સાધુ. સિદ્ધસેન આચાર્યકૃત સંસ્કૃત રચના ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ ઉપરનો બાલાવબોધ (લે. ઈ.૧૬૯૫)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વૃદ્ધિવિજય(ગણી) : આ નામે ૭૯ કડીનું ‘ચિંતામણિ-પાર્શ્વનાથ સ્તવન’ (ર. ઈ.૧૬૫૬), માનતુંસૂરિકૃત સંસ્કૃત રચના ‘ભક્તામરસ્તોત્ર’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૬૮૦, સ્વહસ્તલિખિત પ્રત), ‘ધુલેવામંડન-ઋષભદેવ-છંદ’ (લે.ઈ.૧૬૬૬), ૪૩ કડીની ‘રોહિણીતપ-સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ‘આહારગ્રહણ-સઝાય’ મળે છે. આ પૈકી ‘ચિંતામણિ પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘ભક્તામર-સ્તોત્ર’ પરનો બાલાવબોધ તેમના રચના-સમયને લક્ષમાં લેતાં વૃદ્ધિવિજય-૧ની રચના હોવાનું અનુમાન થાય છે. સંદર્ભ : ૧. ટ્રેઝર્સ ઑવ જૈન ભંડારઝ, ઉમાકાન્ત પી. શાહ, ઈ.૧૯૭૮ (અં.), ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વૃદ્ધિવિજય-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ-ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રત્નવિજયના ગુરુભાઈ સત્યવિજયના શિષ્ય. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-વિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬), ૭૯/૮૪ કડીનું ‘જીવવિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬/સં. ૧૭૧૨, આસો સુદ ૧૦, રવિવાર; મુ.), ૯૫ કડીનું ‘નવતત્ત્વવિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૭/સં. ૧૭૧૩, કારતક સુદ-, ગુરુવાર), ‘ચોવીસી’, ૭ કડીની ‘છ કાયના સઝાય’(મુ.), ૧૪ કડીની ‘દૃષ્ટાંતની સઝાય’ (મુ.), ૪ કડીની ‘નેમિનાથ-સ્તુતિ’, ૧૧ કડીની ‘ચૌદસીયબાવન ગણધર-સ્તુતિ’ તથા ધર્મદાસગણિરચિત પ્રાકૃતગ્રંથ ‘ઉપદેશમાલા’ ઉપરના યશોવિજય ઉપાધ્યાયની મદદથી રચેલ, ૭૧ કથાઓ ધરાવતા બાલાવબોધ (ર.ઈ.૧૬૭૭/સં. ૧૭૩૩, આસો-૧૫, ગુરુવાર; અંશત: મુ.) એ રચનાઓના કર્તા. કૃતિ : ૧. પ્રવિસ્તસંગ્રહ; ૨. પ્રાસપસંગ્રહ : ૧; ૩. સઝાયમાલા : ૧-૨(જા.); ૪. સ્વાધ્યાય, નવે. ૧૯૬૬-‘વૃદ્ધિવિજયકૃત ‘ઉપદેશમાલા-બાલાવબોધ’, ઉમાકાંત પ્રે. શાહ. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩-પ્રસ્તા; ૨. જૈગૂકવિઓ : ૨, ૩ (૨), ૩. ડિકૉટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી. [ર.ર.દ.]
વૃદ્ધિવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં ધીરવિજય-લાભવિજયના શિષ્ય. મોહની પ્રબળતા બતાવી તેમાંથી બચાવવા શંખેશ્વર ભગવાનની સ્તુતિ કરતી ૫૧ કડીની ‘જ્ઞાન-ગીતા’ (ર.ઈ.૧૬૫૦; મુ.), ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, ભાદરવા વદ ૫; અંશત: મુ.), ૩૮ કડીનું ‘શંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, ભાદરવા સુદ ૫), ૧૫ કડીની ‘રહનેમિ-રાજિમતીની સઝાય’(મુ.), ‘દશવૈકાલિક સૂત્રની સઝાયો/દશવૈકાલિકનાં દશ અધ્યયનની ૧૦ સઝાયો’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૨. જૈસમાલા(શા) : ૧; ૩. દેસ્તસંગ્રહ; ૪. પ્રાફાગુસંગ્રહ; ૫. પ્રાસપસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
વૃદ્ધિવિજય-૩ [ઈ.૧૭૫૩માં હયાત] : તપગચ્છની વિજયક્ષમા, વિજયદયા અને વિજયધર્મસૂરિની પરંપરાના જૈન સાધુ. ૧૦ ઢાળના ‘ચિત્રસેન-પદ્માવતી-રાસ’ (ર.ઈ.૧૭૫૩/સં. ૧૮૦૯, વૈશાખ સુદ ૬, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
વૃદ્ધિવિમલ [ ] : જૈન. ૧૧ કડીના ‘જિન-સ્તવન’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
વૃદ્ધિહંસ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિની પરંપરામાં વિદ્યાહંસગણિના શિષ્ય. ૧૩ કડીની ‘વિજયસિંહસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજ્યસિંહસૂરિ (જ.ઈ.૧૬૦૮-અવ.ઈ.૧૬૫૩)ની હયાતી દરમ્યાન લખાયેલી હોઈ કર્તાનો જીવનકાળ ઈ.૧૭મી સદીનો મધ્યભાગ ગણાય. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૩-‘વિજ્યસિંહસૂરિ-સઝાય’, સં. શ્રી વિજ્યયતીન્દ્રસૂરિજી. [ર.ર.દ.]
વૃંદાવન : આ નામે પદ(૬ મુ.), જ્ઞાતિએ વણિક એવી ઓળખ ધરાવતા વૃંદાવનને નામે ‘પાંડવવિષ્ટિ’, આગ્રાના વતની વૃંદાવનદાસભાઈને નામે શ્રીજીની નિત્ય અને વર્ષોત્સવ લીલાનાં પદો તથા વૃંદાવનદાસને નામે ‘વલ્લભવેલ’ મળે છે. વૃંદાવનની નામછાપ ધરાવનાર આ બધા કવિઓ એક જ છે કે જુદાજુદા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. પણ એટલું સ્પષ્ટ છે કે આ કવિ પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ છે. કૃતિ : નકાસંગ્રહ. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગોપ્રભકવિઓ; ૩. ગૂહાયાદી. [કી.જો.]