અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બહેરામજી મલબારી/ઇતિહાસની આરસી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 70: Line 70:
{{Center|'''(સંસારિકા)'''}}
{{Center|'''(સંસારિકા)'''}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = જનાવરની જાન
|next = ગુજરાતનું ભાવી ગૌરવ
}}

Revision as of 08:37, 19 October 2021

ઇતિહાસની આરસી

બહેરામજી મલબારી

(લાવણી)


રાજા રાણા! અક્કડ શેંના? વિસાત શી તમ રાજ્યતણી?
કઈ સત્તા પર કૂદકા મારો? લાખ કોટિના ભલે ધણી.
લાખ તો મૂઠી રાખ બરાબર, બળી આસપાસે બાળે;
ચક્રવર્તી મહારાજ ચાલિયા, કાળચક્રની ફેરીએ;
સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. (ટેક) ૧

ક્યાં છે રાજ્યરાજન આગળનાં? દિવ્ય કહું જે દેવસ્થાન;
શોધ્યાં ન મળે સ્થાન, દશા કે ન મળે શોધ્યાં નામનિશાન.
લેવો દાખલો ઈરાનનો, જે પૂર્વ પ્રજામાં પામ્યું માન;
ચોગમ જેની ધજા ઊડી રહી, — રૂમ, શામ ને હિંદુસ્તાન.
હાલ વ્હીલું વેરાન ખાંડિયર, શોક સાડી શું પ્હેરી એ?
સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. ૨

ક્યાં જમશેદ, ફરેદુન, ખુશરો? ક્યાં અરદેશર બાબેગાન?
રૂસ્તમ જેવા શૂરવીર ક્યાં? નહિ તુજને મુજને તે ભાન.
ખબર નહીં યુનાની સિકંદર, કે રૂમી સીઝર ક્યાં ગૂમ?
અવની કે આકાશ કહે નહિ, સારો ભવ મર મારે બૂમ.
હશે કહીંક તો હાથ જોડી ઊભા કિરતારકચેરીએ,
સગાં દીઠા મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. ૩

રામ, કૃષ્ણ, નરસિંહ, પરશુરામ, દશ અવતારો થયા અલોપ;
વિક્રમ જેવી વાર રાજનો ખમે કાળનો કેવો કોપ?
ક્યાં મહમદ ગઝની? ક્યાં અકબર? રજપૂતવીર શિવાજી ક્યાં?
રાજપાટના ધણી ધુરંધર, આજ યુદ્ધની બાજી ક્યાં?
રાજમહેલમાં ઢોર ફરે, ને કબર તો કૂતરે ઘેરી એ;
સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. ૪

ક્યાં નેપોલિયન ચીલઝડપિયો? જીત્યા પૂરવ પશ્ચિમ ખંડ;
જાતિલોભનો ભોગ બિચારો, અંતે વલખાં મારે પંડ,
સુણ્યાં પરાક્રમ એવાં બહુ બહુ, સ્વપ્નાં કે સાચે ઇતિહાસ?
નહિ સમજાતું નિશ્ચયપૂર્વક, ઊડી ગયા જ્યાં શ્વાસોચ્છ્વાસ.
વિજયરૂપી એ સળો શું લાગ્યો? વિજયવાયુ બહુ ઝેરી એ;
સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. ૫

ક્યાં ગઈ ફૂટડી ક્લિઓપેટ્રા? ક્યાં છે એન્ટરની સ્હેલાણી?
જંતુ ખાય કે વળગે જાળાં? ભમરા કીટ કહો કહાણી!
કબર ગીધડાં ખણે ખોતરે, શિયાળ સમાધિ પર બેસે;
સંત શરમથી નીચું જોયે, મહારાજા કોને કહેશે?
રાજ્યપતિ રજકણથી નાનો છે આયુષ આખેરીએ,
સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. ૬

દીઠાં સ્મારકસ્થાન ઘણાંએ, કીર્તિકોટ આકાશ ચ્હડ્યા;
ખરતાં ખરતાં પથ્થર બાકી, ચૂના માટીએ જકડ્યા.
દિલ્હી, આગ્રા, કનોજ, કાશી, ઉજ્જન ઉજ્જ્વલતા ન્હાસી,
રૂમ, શામ ને ઈરાન ઉજ્જડ, રડે ગળામાં લઈ ફાંસી.
તવારીખનાં ચિહ્ન ન કાંઈ, જાણે બધી મશ્કેરી એ;
સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. ૭

દીઠાં અયોધ્યા, બેટ, દ્વારિકાં, નાથદ્વાર ને હરદ્વારી;
ધરતે આંગણે સુરત દેખતાં છાતી ધબકે છે મારી.
ગુર્જરગિરિ સૌરાષ્ટ્ર હાલ શા? હાય! કાળના કાળા કેર;
દખ્ખણ દુઃખમાં દેખી શત્રુની આંખ વિષે પણ આવે ફેર.
હજી જોવી શી બાકી નિશાની રહી રે વિનાશ કેરી એ?
સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. ૮

કોટિગણ તુંથી મોટા તે ખોટા પડી ગયા વીસરાઈ;
શી તારી સત્તા, રે રાજા! સિંહ સમીપ ચકલી તું ભાઈ,
રજકણ તું હિમાલય પાસે, વાયુ વાય જરી જોરથકી,
ઈશ્વર જાણે ઊડી જશે ક્યાં? શોધ્યો મળવાનો ન નકી.
શક્તિ વ્હેમ, સત્તા પછડાયો: હા છાયા રૂપેરી એ,
સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. ૯

દ્રવ્ય મટોડું હિંમત મમતા, ડહાપણ કાદવનું ડોળું;
માનપાન પાણી પરપોટો, કુળ-અભિમાન કહું પોલું,
આગળ પાછળ જોને રાજા-સત્તાધીશ કે કોટિપતિ,
રંક ગમે એવો દરદીપણ મરશે નહિ તે તારી વતી,
ભૂલઈ જવું મરવે, ે બહુ દુઃખ સર્જ્યું કાળ નમેરીએ;
સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. ૧૦

કુલીન કુળમાં કજાત પુત્રો પ્રગટ દીસે આ દુનિયામાં;
બળિયા વંશજ જુઓ બાયલા, રોગી નિરોગી જગ્યામાં.
સૃષ્ટિનિયમ ફરતું ચક્કર એ, નીચેથી ઉપર ચઢતું,
ચઢે તે થકી બમણે વેગે પૃથ્વી પર પટકઈ પડતું.
શી કહું કાળ! અજબ બલિહારી? વિદુરમુખી તુજ લ્હેરીએ!
સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. ૧૧

(સંસારિકા)