અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દામોદર ખુ. બોટાદકર/આણાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|આણાં|દામોદર ખુ. બોટાદકર}}
<poem>
<poem>
{{Center|'''(હો રંગરસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો — એ ઢાળ)'''}}
{{Center|'''(હો રંગરસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો — એ ઢાળ)'''}}
Line 35: Line 37:
{{Right|(રાસતરંગિણી, ચોથી આ. ૧૯૨૮, પૃ. ૫૧-૫૩)}}
{{Right|(રાસતરંગિણી, ચોથી આ. ૧૯૨૮, પૃ. ૫૧-૫૩)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /રેવા | રેવા]]  | રેવા, ત્હારી ક્ય કરિ કહૂં કેટલી ઓથ મ્હારે,. ]]
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દામોદર ખુ. બોટાદકર/જનની | જનની]]  | મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,]]
}}

Latest revision as of 11:23, 19 October 2021

આણાં

દામોદર ખુ. બોટાદકર

(હો રંગરસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો — એ ઢાળ)


આવી આવી વગડા વીંધી વેલ્ય જો,
         ઘૂઘરીએ ઘમઘમતા આવ્યા ઘોડલા;
આજ ફળી અંતરની એકલ આશ જો,
         મીઠલડી માવડીએ આણાં મોકલ્યાં.

મેં જાણ્યું જે ભૂલી મુજને માત જો,
         બાપુને અંતરથી છૂટી બેટડી;
ભાભલડીના ઉરનો ભાળી ભાવ જો,
         બન્ધવડે વિસારી એની બ્હેનડી.

શેરડીએ વીરાનો શીળો સાદ જો,
         શીળા એને ઉર શોભે સંદેશડા;
મીઠાં મીઠાં મહિયર કેરાં માન જો,
         મહિયરના મારગડા મનને મીઠડા.

સાસુજી! આપો ને અમને શીખ જો,
         ભાવભર્યાં એ ભાંડરડાંને ભેટવા;
જોશું જોશું વ્હાલેરી વનવાટ જો,
         જોશું રે! મહિયરનાં જૂનાં ઝાડવાં.

જોશું જોશું દાદાનો દરબાર જો,
         કાળજડે રમતા એ ગઢના કાંગરા;
વીરાજીના રઢિયાળા રણવાસ જો,
         ખેલણમાં ખૂંદેલાં એનાં આંગણાં.

મીઠો વરસે માવલડીનો મેહ જો,
         ન્હાશું એના ઝરમર ઝરતા નીરમાં;
ત્યજશું ઊંડો અંતરનો પરિતાપ જો,
         શીતળતાની ભરશું હેલ શરીરમાં.

સામો મળશે સાહેલીનો સાથ જો,
         આંખલડીનાં આંસુ આદર આપતાં;
વાતલડીનો વધતો વેગ વિશાળ જો,
         મીઠા કૈંક મનોરથ મનમાં મ્હાલતા.

વસમી લાગે ભવની લાંબી વાટ જો,
         મહિયરને મારગડે શીળી છાંયડી;
પળ પળ પીવાં કૈંક જગતનાં ઝેર જો,
         માડીના કરમાંય સજીવન સોગઠી.

(રાસતરંગિણી, ચોથી આ. ૧૯૨૮, પૃ. ૫૧-૫૩)