અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/સોણલાં: Difference between revisions
HardikSoni (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સોણલાં| ન્હાનાલાલ દ. કવિ}} | |||
<poem> | <poem> | ||
સ્નેહીનાં સોણલાં આવે સાહેલડી! | સ્નેહીનાં સોણલાં આવે સાહેલડી! | ||
Line 26: | Line 28: | ||
{{Right|(ન્હાના ન્હાના રાસ, ભાગ ૧, પૃ. ૪૪-૪૫)}} | {{Right|(ન્હાના ન્હાના રાસ, ભાગ ૧, પૃ. ૪૪-૪૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = એ રત | |||
|next = વિહંગરાજ | |||
}} |
Latest revision as of 11:38, 19 October 2021
ન્હાનાલાલ દ. કવિ
સ્નેહીનાં સોણલાં આવે સાહેલડી!
ઉરનાં એકાન્ત મારાં ભડકે બળે :
હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી!
આશાની વેલ મારી ઊગી ઢળે. ધ્રુવ.
ચડ્યું પૂર મધરાતનું, ગાજે ભર સૂનકાર :
ચમકે ચપળા આભમાં,
એવા એવા છે પ્રિયના ચમકાર : રે સાહેલડી!
ઉરનાં એકાન્ત મારાં ભડકે બળે;
ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર :
ઊને આંસુ નયનો ભીંજે,
એવાં એવાં ભીંજે મારાં ચીર : રે સાહેલડી!
ઉરનાં એકાન્ત મારાં ભડકે બળે;
અવની ભરી, વન વન ભરી, ઘૂમે ગાઢ અંધાર,
ઝબકે મહીં ધૂણી જોગીની,
એવા એવા છે પ્રિયના ઝબકાર : રે સાહેલડી!
ઉરનાં એકાન્ત મારાં ભડકે બળે;
ઝીણી જ્યોતે ઝળહળે પ્રિયનો દીપક લગીર :
પડે પતંગ, મહીં જલે,
એવી એવી આત્માની અધીર : રે સાહેલડી!
ઉરનાં એકાન્ત મારાં ભડકે બળે;
ખૂંચે ફૂલની પાંદડી, ખૂંચે ચંદ્રની ધાર :
સ્નેહીનાં સંભારણાં
એવાં એવાં ખૂંચે દિલ મોઝાર : રે સાહેલડી!
ઉરનાં એકાન્ત મારાં ભડકે બળે.
(ન્હાના ન્હાના રાસ, ભાગ ૧, પૃ. ૪૪-૪૫)