અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/સૂના આ સરોવરે આવો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
{{space}}{{space}}ઓ રાજહંસ! હૈયાને સરોવરે આવો. | {{space}}{{space}}ઓ રાજહંસ! હૈયાને સરોવરે આવો. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = મહીડાં | |||
|next = ઊગે છે પ્રભાત | |||
}} |
Latest revision as of 11:41, 19 October 2021
સૂના આ સરોવરે આવો
ન્હાનાલાલ દ. કવિ
સૂના આ સરોવરે આવો,
ઓ રાજહંસ! સૂના આ સરોવરે આવો;
જૂનાં એ ગીતને જગાવો,
ઓ રાજહંસ! સૂના આ સરોવરે આવો;
ક્યાં શુભ્ર માનસર? ક્યાં અમ રંક આરો?
ક્યાં પુણ્યશ્વેત વપુ? ક્યાં ગિરિ આ અમારો?
ઓ દેવપંખી! કંઈ દૈવી નથી, તથાપિ
ઉદ્ધારવા અમ સરોવરિયે પધારો.
લીલા લહેકંત કાંઈ કંઠે મજાના,
સ્નેહે નમન્તાં ધીરે પગલે લજ્જાનાં,
અમારાં નીર આ સુહાવો,
ઓ રાજહંસ! હૈયાને સરોવરે આવો,
હૈયાને સરોવર આવો,
ઓ રાજહંસ! હૈયાને સરોવરે આવો.