અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/હો રણને કાંઠડલે રે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> પાછલી તે રાતનાં અજવાળિયાં રે: ચંદનીથી ચીતર્યા સમીરઃ {{space}}હો! રણને...")
 
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|હો રણને કાંઠડલે રે| ન્હાનાલાલ દ. કવિ}}
<poem>
<poem>
પાછલી તે રાતનાં અજવાળિયાં રે:
પાછલી તે રાતનાં અજવાળિયાં રે:
Line 17: Line 19:
કાળ કેરા આંકડા ઉકેલતાં રે;
કાળ કેરા આંકડા ઉકેલતાં રે;
હર્ષશોકચીતરેલું ચિત્તઃ
હર્ષશોકચીતરેલું ચિત્તઃ
{{space}}હો! રણને કાંઠડલે રે.
{{space}}હો! રણને કાંઠડલે રે.<br>
(ન્હાના ન્હાના રાસ-1)
{{Right|(ન્હાના ન્હાના રાસ-1)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ઊગે છે પ્રભાત
|next = ગુજરાત (એક ઐતિહાસિક કાવ્ય) (ધન્ય હો!...)
}}

Latest revision as of 11:43, 19 October 2021

હો રણને કાંઠડલે રે

ન્હાનાલાલ દ. કવિ

પાછલી તે રાતનાં અજવાળિયાં રે:
ચંદનીથી ચીતર્યા સમીરઃ
         હો! રણને કાંઠડલે રે.

પંચાસરે તે પાંચ સરોવરો રે;
પુણ્યપાપ ચીતરેલાં નીરઃ
         હો! રણને કાંઠડલે રે.

ફૂદડીની ભાત ભલી દાખવતાં રે,
આભલાંથી ચીતરેલ વ્યોમઃ
         હો! રણને કાંઠડલે રે.

જાહોજલાલી જૂની ગુજરાતની રે,
ઇતિહાસચીતરેલી ભોમઃ
         હો! રણને કાંઠડલે રે.

રંક અને રાજવીની વાતલડી રે,
દુઃખસુખચીતર્યું અનિત્યઃ
         હો! રણને કાંઠડલે રે.

કાળ કેરા આંકડા ઉકેલતાં રે;
હર્ષશોકચીતરેલું ચિત્તઃ
         હો! રણને કાંઠડલે રે.

(ન્હાના ન્હાના રાસ-1)