અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચાંપશી વિ. ઉદ્દેશી/ચંદરોજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ; જિંદગીનો આ ગુજારો ચંદરોજ.<br> કેમ પોતાન...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ચંદરોજ|ચાંપશી વિ. ઉદ્દેશી}}
<poem>
<poem>
આ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ;
આ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ;
Line 14: Line 16:
{{Right|(હૈયું અને શબદ, ૧૯૭૩, પૃ. ૧૫)}}
{{Right|(હૈયું અને શબદ, ૧૯૭૩, પૃ. ૧૫)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કપિલ ઠક્કર 'મજનૂ'/મેઘલી રાતે (ફરી જોજો) | મેઘલી રાતે (ફરી જોજો)]]  | જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો,]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`શયદા' /ન જાય ઘરમાં, ન બહાર આવે | ન જાય ઘરમાં, ન બહાર આવે]]  | જનારી રાત્રિ, જતાં ક્હેજે : સલૂણી એવી સવાર આવે ]]
}}

Latest revision as of 07:57, 20 October 2021

ચંદરોજ

ચાંપશી વિ. ઉદ્દેશી

આ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ;
જિંદગીનો આ ગુજારો ચંદરોજ.

કેમ પોતાને ગણે સરદાર તું?
કાફલો તારો બિચારો ચંદરોજ.

છોડી દે, તું છોડી દે તારા દગા;
જીતવાના સૌ વિચારો ચંદરોજ.

થાય નેકી તેટલી લે ને કરી;
સર્વ બીજા મદદગારો ચંદરોજ.

‘કોણ હું? ક્યાં છે જવું?’ વિચાર એ;
આંહીં તો તું ઠેરનારો ચંદરોજ.

વખત ઓછો, કામ તારે છે ઘણું;
આવીને ચાલ્યા હજારો ચંદરોજ.

(હૈયું અને શબદ, ૧૯૭૩, પૃ. ૧૫)