અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`શયદા' /ન જાય ઘરમાં, ન બહાર આવે: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 20: | Line 20: | ||
{{Right|(ગુલઝારે શાયરી-૧, સંપા. કુલીન વોરા, ૧૯૬૧, પૃ. ૧૮)}} | {{Right|(ગુલઝારે શાયરી-૧, સંપા. કુલીન વોરા, ૧૯૬૧, પૃ. ૧૮)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
<center>◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/5/5f/Na_Jaay_Gharamaan_Na_Bahaar_Aave.mp3 | |||
}} | |||
`શયદા' • ન જાય ઘરમાં, ન બહાર આવે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ | |||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચાંપશી વિ. ઉદ્દેશી/ચંદરોજ | ચંદરોજ]] | આ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`શયદા' /પ્રભુનું નામ લઈ | પ્રભુનું નામ લઈ]] | તમારા પગ મહીં જ્યારે પડ્યો છું; ]] | |||
}} |
Latest revision as of 07:58, 20 October 2021
`શયદા'
જનારી રાત્રિ, જતાં ક્હેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મ્હેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથાને શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે — ન મારા દિલને કરાર આવે.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તુફાનો હજાર આવે!
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો — વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે, વિચાર આવે.
તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં, ન બહાર આવે.
(ગુલઝારે શાયરી-૧, સંપા. કુલીન વોરા, ૧૯૬૧, પૃ. ૧૮)
`શયદા' • ન જાય ઘરમાં, ન બહાર આવે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ