અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`શયદા' /ન જાય ઘરમાં, ન બહાર આવે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 20: Line 20:
{{Right|(ગુલઝારે શાયરી-૧, સંપા. કુલીન વોરા, ૧૯૬૧, પૃ. ૧૮)}}
{{Right|(ગુલઝારે શાયરી-૧, સંપા. કુલીન વોરા, ૧૯૬૧, પૃ. ૧૮)}}
</poem>
</poem>
<br>
<center>&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/5/5f/Na_Jaay_Gharamaan_Na_Bahaar_Aave.mp3
}}
`શયદા' • ન જાય ઘરમાં, ન બહાર આવે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચાંપશી વિ. ઉદ્દેશી/ચંદરોજ | ચંદરોજ]]  | આ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`શયદા' /પ્રભુનું નામ લઈ | પ્રભુનું નામ લઈ]]  | તમારા પગ મહીં જ્યારે પડ્યો છું; ]]
}}

Latest revision as of 07:58, 20 October 2021

ન જાય ઘરમાં, ન બહાર આવે

`શયદા'

જનારી રાત્રિ, જતાં ક્‌હેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મ્હેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.

હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.

વ્યથાને શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે — ન મારા દિલને કરાર આવે.

કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તુફાનો હજાર આવે!

ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.

વિચારવાળા વિચાર કરજો — વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે, વિચાર આવે.

તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં, ન બહાર આવે.

(ગુલઝારે શાયરી-૧, સંપા. કુલીન વોરા, ૧૯૬૧, પૃ. ૧૮)



`શયદા' • ન જાય ઘરમાં, ન બહાર આવે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ