અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રભુલાલ દ્વિવેદી/ઉજાગરો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉજાગરો|પ્રભુલાલ દ્વિવેદી}} <poem> મીઠા લાગ્યા તે મને આજના ઉજા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
{{Right|(બોરસલ્લી, ૧૯૭૮, પૃ. ૬૮)}} | {{Right|(બોરસલ્લી, ૧૯૭૮, પૃ. ૬૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`શયદા' /સુરમો નયન માટે | સુરમો નયન માટે]] | હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુનાથ બ્રહ્મભટ્ટ 'રસકવિ'/સાહ્યબો | સાહ્યબો]] | સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની.]] | |||
}} |
Latest revision as of 08:22, 20 October 2021
ઉજાગરો
પ્રભુલાલ દ્વિવેદી
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતી'તી વ્હાલાની વાટ રે,
અલબેલા કાજે ઉજાગરો. — મીઠા.
પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે,
અલબેલા કાજે ઉજાગરો. — મીઠા.
બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં,
વેરણ હીંચોળા ખાટ રે,
અલબેલા કાજે ઉજાગરો. — મીઠા.
ઘેરાતી આંખડીને દીધા સોગન મેં,
મટકું માર્યું તો તારી વાત રે,
અલબેલા કાજે ઉજાગરો. — મીઠા.
આજના તે જાગરણે આતમા જગાડ્યો,
(જાણે) ઊભી હું ગંગાને ઘાટ રે,
અલબેલા કાજે ઉજાગરો. — મીઠા.
(બોરસલ્લી, ૧૯૭૮, પૃ. ૬૮)