અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિહર ભટ્ટ/એક જ દે ચિનગારી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
{{Right|(હૃદયરંગ, ૧૯૩૪, પૃ. ૧૧)}}
{{Right|(હૃદયરંગ, ૧૯૩૪, પૃ. ૧૧)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુનાથ બ્રહ્મભટ્ટ 'રસકવિ'/સાહ્યબો | સાહ્યબો]]  | સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની. ]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/કસુંબીનો રંગ | કસુંબીનો રંગ]]  | લાગ્યો કસુંબીનો રંગ — રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!]]
}}

Latest revision as of 08:24, 20 October 2021

એક જ દે ચિનગારી

હરિહર ભટ્ટ

એક જ દે ચિનગારી મહાનલ!
                  એક જ દે ચિનગારી,
ચકમક લોઢું ઘસતાં ઘસતાં
                  ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
         ન ફળી મહેનત મારી...          મહાનલ.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
         સળગી આભ-અટારી;
ના સળગી એક સગડી મારી,
         વાત વિપતની ભારી...          મહાનલ.

ઠંડીમાં મુજ કાયા થથરે,
         ખૂટી ધીરજ મારી;
વિશ્વાનલ! હું અધિક ન માગું,
         માગું એક ચિનગારી...          મહાનલ.

(હૃદયરંગ, ૧૯૩૪, પૃ. ૧૧)