અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/કસુંબીનો રંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{space}}લાગ્યો કસુંબીનો રંગ — {{space}}{{space}}રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ! જન...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|કસુંબીનો રંગ| ઝવેરચંદ મેઘાણી}}
<poem>
<poem>
{{space}}લાગ્યો કસુંબીનો રંગ —
{{space}}લાગ્યો કસુંબીનો રંગ —
Line 38: Line 40:
{{Right|(સોના-નાવડી, પૃ. ૫-૬)}}
{{Right|(સોના-નાવડી, પૃ. ૫-૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિહર ભટ્ટ/એક જ દે ચિનગારી  | એક જ દે ચિનગારી ]]  | એક જ દે ચિનગારી મહાનલ! ]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/તરુણોનું મનોરાજ્ય | તરુણોનું મનોરાજ્ય]]  | ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ;]]
}}

Latest revision as of 08:25, 20 October 2021

કસુંબીનો રંગ

ઝવેરચંદ મેઘાણી

         લાગ્યો કસુંબીનો રંગ —
                  રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!
જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં
                  પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
                  પામ્યો કસુંબીનો રંગ. — રાજ.

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં
                  ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
                  ચોળ્યો કસુંબીનો રંગ. — રાજ.

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
                  ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
                  મહેક્યો કસુંબીનો રંગ. — રાજ.

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
                  ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
                  ચૂમ્યો કસુંબીનો રંગ. — રાજ.

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
                  ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
                  પાયો કસુંબીનો રંગ. — રાજ.

પીડિતની આંસુડાધારે — હાહાકારે
                  રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
                  સળગ્યો કસુંબીનો રંગ. — રાજ.

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
                  છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
                  મલકાયો કસુંબીનો રંગ. — રાજ.

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલાં હો!
                  પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલાં હો!
                  લેજો કસુંબીનો રંગ! — રાજ.

                  રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ —
                           લાગ્યો કસુંબીનો રંગ.
(સોના-નાવડી, પૃ. ૫-૬)