અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પૂજાલાલ/મરજીવિયા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(પારિજાત, પૃ. ૨૬)}} | {{Right|(પારિજાત, પૃ. ૨૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પૂજાલાલ/આત્મવિહંગને | આત્મવિહંગને]] | વિહંગવર! ઊડ, ઊડ; નવ નેન નીચાં કરી]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સગીર’/હોવી જોઈએ | હોવી જોઈએ]] | સાંભળવા પાત્ર તમારી સભા હોવી જોઈએ,]] | |||
}} |
Latest revision as of 08:52, 20 October 2021
મરજીવિયા
પૂજાલાલ
સમુદ્ર ભણી ઊપડ્યા કમરને કસી રંગથી
અટંક મરજીવિયા, ડગ ભરંત ઉત્સાહનાં;
પ્રદીપ્ત નયનો; અથાગ બળ ઊભરે અંગથી;
મહાર્ણવ તણી દિશા પર ઠરી બધી ચાહના.
ડર્યાં પ્રિયજનો; બધાં સજલનેત્ર આડાં ફર્યાં;
શિખામણ દીધી, ’વૃથા જીવન વેડફો કાં ભલા!
કહીંથી વળગી વિનાશકર આંધળી આ બલા!’
પરંતુ દૃઢનિશ્ચયી નહિ જ એમ વાર્યા વર્યા.
ગયા ગરજતા અફાટ વિકરાલ રત્નાકરે,
તરંગ ગિરિમાળ-શા ઊછળતા ઉરે આથડ્યા;
હઠ્યા ન લવ તોય, સાહસિક સર્વ કૂદી પડ્યા
અગાધ જળમાં, પ્રવેશ કીધ કાળને ગહ્વરે.
ખૂંદ્યાં અતળનાં તમોમય તળો, અને પામિયા
અખૂટ અણમૂલ કોષ, લઈ બ્હાર એ આવિયા.
(પારિજાત, પૃ. ૨૬)